"પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી બાંધીને વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???"
(અવાર નવાર એટલું બધુ સંભળાવે કે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?)
રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે.
૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે.
આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે.
લોકોની ઇચ્છા થાય એમ બોલીને જાય,
એમાંય વળી સગાસંબંધીઓ વાગેલા પર મીઠું ભભરાવે...."પેલા નો ગુજરાતમાં 15 મો નંબર આવ્યો... કોઈ ટેન્શન ખરી એને? સરકારી સીટ પર એડમિશન મળશે.. અને આપણા વાળા ને એડમિશન મળે તોય .....બહુ છે.
(જાણે ....આપણે બી.પી.એલ યોજનાનો લાભ લેવાનો હોય ને સરકાર ફંડ ના આપતી હોય.?)
કેટકેટલી બાધાઓ અને માનતાઓ રાખવામાં આવે?
(અમુકવાર કંટાળીને છોકરાઓ ય ...બાધાઓ રાખતા થઈ જાય ....જેને સરખી રીતે મંદિર માં સરખા દર્શન ના કર્યા હોય)
"મારે કયા એડમીશન લેવું જોઈએ?"
"કઈ લાઇન સારી?"
"આ લાઈનમાં ભવિષ્ય કેવું રહેશે?"
"નોકરી મળશે કે નહિ?"
આવા અનેક પ્રશ્નો અને મૂંઝવણો ના અચાનક અદશ્ય જ થઈ જાય છે..
અંતે નિર્ણાયક દિવસ આવી જાય છે.
અને એડમીશન મળી જાય છે.
એડમિશન મળ્યા નો અતિશય આનંદનો દિવસ અને કોલેજ ચાલુ થવી એ બે વચ્ચેના દિવસો સુખદ તો હોય જ છે પણ રહેવાય નહી.... ભાઈ હો...
(ખી....ખી.....ખી....અને હવે આપણે પેલા સગા- સંબંધીઓને શોધીએ છે.
સાલાઓ .....ક્યારે આવીને ક્યારે ટુંકમાં અભિનંદન આપીને જતા રહયા.... ખબર જ ના પડી?)
(કલ્પના માં કોલેજ કેવી દેખાય.....
એટલું નીચું પેન્ટ પહેર્યું હોય કે હમના ઉતરી જશે એવું જ લાગે..એવા બોયઝ ઈમેજીન થવા લાગે.......
અમુક ગર્લ્સ બહું સંગીત પ્રેમી હોય એમ કાનમાં ભૂંગળા નાખીને ગીત બડબડતી હોય..... એમાંય અંગ્રેજીમાં ટપ્પો ય ના પડતો હોય તોય અંગ્રેજી ગીતો વગાડયે રાખે....
અમુક ટપોરીઓ જેવા કલરિયાઓ પણ ઇમેજીન કરવા લાગીએ.)
આખરે કોલેજ ની શરૂઆત નો દિવસ આવી જાય છે અને આ બધી કલ્પનાઓ સાથે કોલેજ ના પાર્કિંગમાં એક એકટીવા ઉભી રહે છે..
અને ડિપાર્ટમેન્ટ બાજુ જવા એના પગ ઉપડે છે ત્યાંજ એક બોયઝ બુમ પાડે છે,"ભાઈ, બીકોમ, ફર્સ્ટ યર માં એડમિશન મલ્યુ છે. આજે પહેલો દિવસ છે.. ક્લાસ ક્યાં છે? તમને ખબર છે....?"
એકટીવા વાળો બોયઞ,"સેઈમ હીઅર....લેટસ જોડે જ જઈએ."
બન્ને ડીપાર્ટમેન્ટ બાજુ ઊપડ્યા.
ઇન્કવાયરી કરી ને ક્લાસ માં પહોચ્યા.
મીડલ બેન્ચ પર બેઠા.
"શું નામ તારું?"
"વૈદિક પટેલ.... અને તારુ?"
"મલ્હાર દવે...."
વૈદિકે કીધું,"હવે કોઈ વાણીઓ શોધી લઈએ એટલે વાણીયા-બામણ-પટેલ પૂરું થઈ જાય."
એ વાત પર બન્ને હસી પડ્યાં.
એટલામાં પ્રિન્સીપાલ ની એન્ટ્રી થઈ..
બધા સ્ટુડન્ટો એ ઊભા થઈને ગુડ મોર્નિંગ કીધું.
પ્રિન્સિપાલે બેસવાનો ઈશારો કર્યો,
"મને નવી બેચ કાયમ બહુ ગમે છે,
સ્કુલ આદત પ્રમાણે ઉભા થઈને ગુડ મોર્નિંગ તો કહે છે?
એમાંય પહેલો દિવસ તો ...ખાસ....
ફુલ એટેન્ડન્સ...."
કલાસ આખો હસી પડ્યો..
બારમાની પરીક્ષા પતી પછી પહેલીવાર નિખાલસ અને નેચરલ હાસ્ય દરેક સ્ટુડન્ટસના મોઢા પર દેખવામાં આવ્યું હતું. અને સ્ટુડન્ટોની અપેક્ષા પ્રમાણે કોલેજ જેવું વાતાવરણ બનાવવામાં પ્રિન્સિપાલ સફળ રહ્યા.
એટલામાં એકદમ મધુર સ્ત્રી સ્વર સંભળાયો,
"સોરી...મેં આઈ કમ ઇન...સર..."
દરેક જણની નજર દરવાજા બાજુ ટંકાઈ..
(વધુ આવતા અંકે.......)