safar in Gujarati Love Stories by Baalak lakhani books and stories PDF | સફર

Featured Books
Categories
Share

સફર


?? સફર ??

તારો અવાજ સાંભળી ને તાજગી આવી જાય છે, તાજગી એટલે ખબર છે? જગત આખું ફરીથી ન્યારૂ લાગવા લાગે છે, લાગે છે કે હજુ તો ઘણું બધું બાકી છે આ જગત મા જીવાંવા જેવું, આજે કેટલા દિવસો પછી તારો અવાજ સાંભળિયો, સાંભળી ને એવું લાગીયું તે યુગ મા ગરકાવ થઈ ગયો જ્યારે પહેલી વાર તને જોઈ હતી, તેજ તાજગી, અને એજ સાદગી.

હાએ ખબર છે તને તું હોય તો બધું કેવું સરળ લાગવા લાગે છે, એક્દમ સરળ, જેમ કે ૨ ના ઘડિયા મા બસ ૨ - ૨ જોડાતા જાવ અને ઘડિયા બનતા જાય છે તેમ બસ ૧૦ નો ઘડીયો, આગળ બસ શૂન્ય શૂન્ય લગાવતા જાવ અને ઘડીયો મોઢે, કે પછી મેગી બનાવાવા જેવું કે પછી ગપ્પુ મારવા જેવું,

હશે એમ તો તું જાણે જ છે કે વીતેલી પળો પછી નથી અવવા ની, છતાં કેમ ફરી તે યુગ માજ જીવાંવા નું મન કરે છે, જીવડો ઇચ્છે છે કે ચાલ પાછા ત્યાં જ પોહચી જાવ, ત્યાંજ જ્યાં આપડે પહેલી વાર મળેલા હતા, કે પછી હરેક વખતે મળતા હતા ત્યાં, ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઈ ને.

તું પણ કઈ ઓછી નહોતી એક્દમ માસ્ટર માઇન્ડ છો, દરેક વાત ની જાણકારી રહેતી જેમ કે કોઈ ખબરી કે જાસૂસ, કે પછી તારી છઠી ઇન્દ્રિય, જોકે છોકરીઓ ની છઠી ઇન્દ્રિય ની વાત જરાક અજીબ લાગે પણ તારા મા તે લાગુ નોહતું પડતું, તારું હાસ્ય આજે પણ મારા કાનો મા ભમિયા કરે છે, તારું સેંસ ઓફ હુંમર ક્યારેય વૃધ્ધ થયું જ નથી, આજે પણ હાજર જવાબી જ છો તું,

દરેક પંથ તારી રાહ જોવે છે જ્યાં થી તારા પગરવ પડાતા હતા તે દરેક ગલી ઓ મા, મને તે દરેક ગલી ઓ મા આજે પણ તારી મહેક નો અનુભવ થાય છે, હવા ના લહેરકા મા જ્યારે પણ મારા વાળ ઉડે છે તો લાગે છે તારો દુપટ્ટો મારા ચહેરા ને સ્પર્શી ને જઈ રહીયો છે.

એમ કેમ હોય શકે જ્યારે પણ હું તે શેરી માંથી પસાર થાવ છું ત્યારે ગલી મા કોઈ પનું જોવ છું તો મને તારી કેમેસ્ટ્રી ની ચોપડી નું તે ટુકડો નજરે તરે છે? કેમ મન થાય છે કે તને પૂછું કે બે હાઈડ્રોજન અને એક ઑક્સિજન ના પરમાણુ મળી ને પાણી કેવી રીતે બનાવી લે છે? તારી જેમ પ્રેમ કેમ નથી બનાવાતું?

શું પ્રેમ પણ લાલ પેપર ને વાદળી કરી કાઢે છે? શું સાઇનઆઈડ ને ચાખવા થી સાચે જ મ્રુત્યુ થઈ જાય છે, મને તારા ગુસ્સા મા આપેલા જવાબો થી પ્રેમ છે

ખબર નહીં પણ તું સાઇનાઇટ થી ઓછી નથી, તને ચાખી ને મરણ ના ચરણે જવાનું મન થાય છે, આજ જન્મ મા, મારે આગળ ના જન્મ સુધી રાહ નથી જોવી, મને આ આગળ ના સાત જન્મો વળી થીયરી પર ભરોસો જ નથી, પ્રેમ ના ચક્કર નું રીમોંટ જો મારા હાથ મા આવી જાય ને તો તે પળ ને પોજ બટન દબાવી ને જે પળે તારાથી અલગ નહીં થવાની કસમ ખાધી હતી આપડે,

જાદુ છો તું જાદુ, ખબર નહીં પણ જો તું મંજિલ ની જગ્યાએ પંથ હોત તો વધુ સારું હોત,

તારા સુધી પહોંચવા નું મન નથી થતું, તારી સાથી સફર કરવાનું હદય ઈચ્છે છે, લાંબી સફર ક્યારેય પુરી ના થવા વાળી સફર, પ્રેમ ની સફર, તારી સફર, મારી સફર, આપડી સફર, જો હવે આ ભાજપ વાળા ની જેમ વાતો ના વડા કરી મૂળ મુદ્દા પરથી ભટકાવ નહીં, તારી જૂની આદત છે મુદ્દા થી ભટકાવવા ની અને મારી વાતો મા ખોવાઈ જવાની,