Maran thi smaran sudhi in Gujarati Motivational Stories by પુરણ લશ્કરી books and stories PDF | મરણ થી સ્મરણ સુધી.

Featured Books
Categories
Share

મરણ થી સ્મરણ સુધી.

આમ જોઇયે તો , લખવામા "મરણ" અને "સ્મરણ" મા જાજૂ અંતર નથી,
પણ જીવનમા મરણ અને સ્મરણ વચે ખુબ અંતર છે .જીવન નુ અંતિમ સત્ય છે મરણ, અને મરણ નુ અંતિમ સત્ય હોય છે સ્મરણ, વ્યક્તિ મરે છે પણ એનુ વ્યક્તિત્વ મરતુ નથી, રોજ એ કોય પણ રીતે સ્મરણ મા રહે છે, એના સારા કર્મો હોય તો સારી રીતે યાદ કરીયે છીયે , અન્યથા યાદ કરતાજ ધૃણા કરીયે છીયે , ખેર એ તો વ્યક્તિ ના કર્મો પર આધારીત હોય છે.
લોકો કહે છે કે જીવન ની અંતિમ મંજીલ "મરણ" છે , તો મારુ એવૂ માનવુ છે કે દરેક મરણ નુ અંતિમ સત્ય છે "સ્મરણ".

મારો આ નવો વિચાર છે, જાણુ છુ કે દરેક વાતમા દરેક લોકો સહમત નથી હોતા, કેમ કે એ દરેક ને વિચારવાની રીત અલગ હોય છે.
સમજવાની રીત અલગ હોય છે, છતા આશા છે કે મારી આ નાનકડી વાતમા કોય તો સત્ય છુપાયેલુ છે એ આપ સમજી શકશો.
( - પુરણ સાધુ)
જો એ વાત સમજાય જાય તો પછી જીંદગી ના આ મેદાનમા સાચુ - ખોટુ , હરખ- શોક, ધૃણા, અને વિસવાસઘાત , છેતરપીંડી આવી વાતો થી પર રહી ને એક સુંદર ખુશહાલ જીવન બનાવવા નો પ્રયત્ન કરીશુ. કેમ કે, મરણ તો દરેક નુ નિશ્ચિત છે એમા આપણે કંઇજ નથી કરી શકવાના . પણ સ્મરણ કેવૂ બનાવવૂ એ તો આપણા હાથમા જ છેને! , આપણૂ સ્મરણ થતાજ લોકો ની આંખમા આપણ ને ખોવા ના દુઃખ ના આંસુ આવે!
કે પછી , આપણુ નામ આવતાજ લોકો ના હ્રદય મા ધૃણા આવે ! એ આપણે નકિ કરવા નુ .
બાકી જન્મ સમયે કોય જીવ પોતાનીસાથે કાંઇ સ્મરણ ની ગાંસડી ઓ બંધાવી ને નથી લાવ્યો હો .
અરે! એ તો ઠીક પણ નામ પણ નથી લાવયો!
એ નામ પણ આપણુ જ આપેલુ છે ને?
લોકો કહે છે કે, જીવ ખાલી હાથ આવ્યો હતો ને, ખાલી જવાનો છે .
હૂ કહુ છુ જીવ ખાલી આવ્યો હતો, અને ભર્યો જવાનો છે. કેમકે જીવ આવયો ત્યારે કોરી પાટી જેવો હતો , પણ આ દુનિયા ની નિશાળમા એણે ઘણા ચિત્રો ચિત્રિત કર્યા છે. અનેક રંગે હૈંયા ને રંંગ્યુ છે.
એવા ઘણા રંગો ભર્યા છે , એ દરેક આપણા સ્મરણ મા રોજ રેહશે. તો કેમ કેહવુ કે ખાલી આવ્યા ને ખાલી ગયા?.
ખાલી આવે છે જરુર ,પણ ઘણુબધુ ભરી ને જાય છે . આવે છે જીવ એકલો પણ પોતાની સાથે ઘણુબધુ જોડીને જાય છે.
(પુરણ - સાધુ)
પોતે કરેલા સારા કે નરસા અનુભવો નો નીચોડ આપી ને જાય છે. એ એના અનુભવ નુ સ્મરણ જ આપણ ને કંઇક સમજાવી જાય છે. અને જીવનનો રાહ ચિંધી જાય છે. તો કેમ કહી શકાય કે વ્યકતી કાંય લય નથી જતા!.
આપણે યાદ કોને કરીયે છીયે ? જેની પાસે આપણુ કાઇ બાકી હોય.
તો શૂ લયને ગયા એ જનારા ?
હા, કર્મો નુ સરવૈયુ લય ને ગયા.
હા એમના એ જ કરમો ની સીડી આપણને જીવન ની ઉન્નતી કે અધપતન સુધી ની રાહ ની દિવાદાંડિ બની ને જીવન રાહ ને ચિંધે છે.
"જન્મ પછી આ દેહ છોડી ને જવુ એ "મરણ ", અને મૃત્યુ બાદ પણ દરેકની યાદોમા અમર રહેવુ એ છે સ્મરણ".(પુરણ -સાધુ ,લશ્કરી)
(માલપરા ભાલ)
ના
સૌને
।।જય સિયારામ।।..