Koobo Sneh no - 9 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 9

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 9

? આરતીસોની ?
પ્રકરણ : 9

અજાણ્યા શહેરમાં નથી કોઈ ઓળખીતા-પારખીતા કે નથી કોઈ સગાં-સંબંધીઓ.. એકલપંડે આખું આકાશ આંબવાના દ્રઢ નિશ્ચય સાથે ડિગ્રી મેળવવાનાં સપનાં આંજી ભીની આંખે ગામડેથી વિદાય લઈને વિરાજ અમદાવાદ જવા નીકળી પડ્યો હતો.. હવે આગળ.. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

વિરાજ એક નવી જ દુનિયા તરફ પગરણ ભણી રહ્યો હતો. પરોઢે જતાં જતાં બસમાંથી ગામડાંના સ્મરણો વાગોળીને પોતાની જન્મ ભૂમિને પી રહ્યો હતો. કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાના ઝાલર વાગી રહ્યાં હતાં. દૂર દૂર સુધી એ તાગતો રહ્યો. જૂનાં મિત્રોનો સાથ અને બાળપણની યાદોનાં વમળોમાં ખોવાતો જતો હતો અને સહુનો સાથ છૂટતો જતો હતો.

અચાનક બસની બ્રેક વાગી અને એક આંચકા સાથે બસ ઊભી રહી. વિરાજની નજર બસ સ્ટેશન પરના બોર્ડ પર પડી. 'અમદાવાદ' વાંચીને ઝબકી ઉઠ્યો ને યાદોમાંથી બહાર આવ્યો. પોતાની બેગ અને અમ્માએ આપેલા બેસનના લાડુ ને તીખી પુરીના ડબ્બાનો થેલો ઉંચકીને નીચે ઉતર્યો.

પહેલી વાર અમદાવાદની સીરત નજર ફેરવી ફેરવીને જોતો રહ્યો. સૌ કોઈ પોત પોતાનામાં વ્યસ્ત હતાં. ગામડાંના પ્રમાણમાં અહીં ખૂબ વધારે પડતી ચહલપહલ હતી. પ્રિન્સિપાલ સાહેબે આપેલા એડ્રેસ પર પહોંચી પહેલાં તો એણે હૉસ્ટેલમાં રહેવા-જમવાની સગવડ કરવાની હતી.

રિક્ષામાં બેસી વિરાજ એડ્રેસ પર પહોંચી ગયો અને હૉસ્ટેલમાં એડમિશન લઈ લીધું.. પહેલો દિવસ આમજ નીકળી ગયો. બીજા દિવસે એણે મહેનત કરીને સારામાં સારી હાઇસ્કૂલમાં એડમિશન લેવાનું હતું. વિરાજ સ્કોલરર વિદ્યાર્થી હોવાને કારણે બહુ વાંધો ન આવ્યો તરત જ એને સારામાં સારી એલ.જી. હાઇસ્કુલમાં અગિયારમાનું એડમિશન મળી ગયું હતું. બીજો દિવસ દરેકે દરેક વસ્તુ અને અમદાવાદને સમજવામાં ગયો કેમકે એને હવે જોબ પણ ગોઠવવી હતી ને હજુ હાઇસ્કૂલ શરૂ થવામાં અઠવાડિયું બાકી હતું. હોસ્ટેલના ઇન્ચાર્જ સોમાભાઈની મદદથી વિરાજને કુરિયર કંપનીમાં પટાવાળા તરીકે પાર્ટ ટાઈમ જોબ બે ત્રણ દિવસની મહેનત પછી મળી ગઈ.

હાઇસ્કૂલનું ભણવા સાથે જોબથી દિવસો ક્યાં પસાર થઈ રહ્યા હતા એ ખબર જ નહોતી રહેતી. વચ્ચે બે મહિનાના વેકેશન દરમ્યાન એ ગામડે અમ્મા પાસે પહોંચી જતો હતો અને મોજ મસ્તી પણ કરી આવતો હતો. જોત જોતામાં બે વર્ષ હાઇસ્કુલના પૂર્ણ કરી દીધાં હતાં.

ભણવામાં હોંશિયાર વિરાજને બારમાં ધોરણમાં પણ બોર્ડમાં નંબર સાથે સારા ટકાએ ઉત્તિર્ણ થવાથી સરકાર તરફથી સ્કોલરશીપ મળી હતી, અમદાવાદ શહેરની નંબર વન કહેવાતી કોમ્પ્યુટર એન્જીનીયરિંગ કૉલેજમાં એડમિશન મળી ગયું.

હરિયાળું કેમ્પસ ધરાવતો યુનિવર્સિટીનો એ વિસ્તાર ઘણાં બધાં વૃક્ષોથી ઘેરાયેલો હતો. નવા જ બંધાયેલા કૉલેજના બિલ્ડીંગની લોનમાં ઘણાં બધાં બાંકડાઓ સુવ્યવસ્થિત મૂકેલા હતા.

કૉલેજ પછી વધારાના મળતાં સમય દરમ્યાન ત્યાં બાંકડે બેસતો અથવા કૉલેજની લાયબ્રેરીમાં વિરાજનો ભણવામાં સારો એવો સમય પસાર થઈ જતો હતો. એનો અને પ્રકૃતિ વચ્ચે એક અદ્ભુત તાદાત્મ્ય જોડાઈ ગયું હતું. આમ વિરાજ દરેકે દરેક સેમેસ્ટરમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરતો ગયો.

એ નોકરી કરી કમાતો પણ ગામડે અમ્માને મોકલવા જેટલાં પણ રૂપિયા બચતા નહોતાં, એના પોતાના હોસ્ટેલના અને બીજા બધા ખર્ચા નીકળી જતાં.!! અમ્માને ત્યાંથી કંઈ ન મોકલવું પડે એટલું ગમે તેમ કરીને કમાઈ લેતો. પણ હવે જેમ જેમ ભણવાનું વધતું જતું હતું એમ વિરાજને સમય ઓછો મળતો જતો હતો. વેકેશનમાં ગામડે મંજરી અને કંચનને મળવા જવા માટે જોબ પરથી રજાઓ નહોતી મળતી અને જાય તો જોબ જોખમમાં મૂકાઈ જવાની બીકે જવાનું બિલકુલ ઓછું થઈ ગયું હતું.

વિરાજને કોઈની સાથે ગપાટા મારવા માટેનો એવો કોઈ સમય મળતો નહોતો એટલે કૉલેજમાં એના ખાસ કોઈ મિત્રો નહોતાં. એનાં માટે એ ભલો, નોકરી ભલી ને એ પછીનો જે સમય બચે એ સમયમાં એની ચોપડીઓ ભલી. સમય જતાં ધીમે-ધીમે એ લાયબ્રેરીમાં વાંચવા જવા લાગ્યો અથવા યુનિવર્સિટીના કૅમ્પસમાં બાંકડે બેસી ભણ્યા કરતો.

લાયબ્રેરીમાં જ બાજુના ટેબલ પર એક છોકરી પણ ભણવા બેસતી હતી. એકબીજાની સામે જોઈ બંને નજર ફેરવી લેતાં. શબ્દોમાં નહીં પણ આંખોમાં જરુર વાત થઈ જતી હતી. બંનેના મન અરસપરસ મળી ગયાં હતાં. ચોપડીઓમાં ખોવાયેલા રહેતા વિરાજની આંખોમાં અને એ છોકરીના હોઠના ખૂણે વસી ગયેલા સ્મિતમાં માત્ર પ્રેમ સિવાય કંઈ નહોતું. બંને જાણતાં હોવા છતાં પહેલ કોઈ નહોતું કરતું.©

ક્રમશઃ શું ખરેખર વિરાજ એ છોકરીના પ્રેમમાં પાગલ થઈ અમ્માને ભૂલી જશે કે પછી એ પોતાની અમ્મા અને મંજરીને ખુશી આપવા કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશે.? વધુ આવતા પ્રકરણ 10 માં..

-આરતીસોની ©