Dhantersh in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | ધનતેરસ

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

ધનતેરસ

*ધનતેરસ* વાર્તા....

એક સુખી અને સંપન્ન પરિવારમાં રમણભાઈ નો જન્મ થયો હતો... પરિવારમાં બે ભાઈઓ અને એક બહેન હતી... ખુબ જ સમૃદ્ધ પરિવાર હતો... અશોક ભાઈ અને લતા બેને મહેનત કરી આ પરિવાર અને વેપાર વધાર્યો હતો પોતાનો ધંધો હતો અને બજારમાં એક સારી સાખ હતી અશોક ભાઈની .... વેપારી આલમમાં અશોક ભાઈનું બહું જ માન હતું.... અશોક ભાઈએ એક નિયમ બનાવ્યો હતો બપોરનું ભોજન બધા સાથેજ લેતા હતા જેથી બધા સાથે રહી શકાય અને નાની મોટી તકલીફોની ચર્ચા જમતા જ થઈ જાય તો એનું નિવારણ લાવી શકાય... આમ દિવસો પસાર થતા રહ્યા અને છોકરીઓ મોટા થયા... રમણભાઈ મોટા હતા તો નાતમાંથી સારું પાત્ર જોઈ પરણાવી દીધા.. નાનો દીકરો અનિલ અને પછી દિકરી સરલા હતી...
કોલેજમાં ભણતા જ અનિલને પરનાતની સરોજ જોડે પ્રેમ થઇ ગયો..... ઘરમાં વાત કરી તો અશોકભાઈ એ ના કહી કે નાત બહાર લગ્ન કરવાથી નાતમાં આબરૂ જાય અને તારી બહેનના લગ્ન માટે સવાલ ઉભા થાય પણ અનિલે કોઈ ની વાત સાંભળી નહીં અને ઘરમાં ઝઘડો કરીને ધંધામાં ભાગ માંગ્યો અને સરોજની સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા અને જુદો રહેવા જતો રહ્યો બધા સંબંધો તોડીને.... ઘરનો માહોલ ગમગીન ભર્યો બની ગયો... સમય જતા સરલાના લગ્ન નાતમાં કરાવી દીધા.... અને એક સવારે અશોકભાઈ ઉઠ્યાં જ નહીં.... અનિલને જણાવ્યું એણે ના પાડી કે મારે કોઈ સંબંધ નથી એ ઘર સાથે જયાં મારી સરોજનો સ્વીકાર નથી ત્યાં મારે કોઈ સંબંધ નથી... રમણભાઈ એ ઘણું સમજાવ્યું પણ એ એક નો બે ના થયો.... અશોક ભાઈને એક વર્ષ થયું ને લતા બેન પણ પતિના પગલે ચાલ્યા ગયા....આમ દિવસો અને મહિના અને વર્ષોના વહાણા વહી ગયા...
અચાનક એક સગાં મારફતે રમણભાઈ ને જાણકારી મળી કે અનિલને એક્સીડન્ટ થયો અને એ બચી શકયો નથી તો રમણભાઈ મોટું મન રાખીને સરોજ અને એના દિકરા ને ઘરે લાવવાં ગયાં પણ સરોજે ના કહી... રમણભાઈ પોતાનો ફોન નંબર આપીને કહ્યું જ્યારે જરૂર હોય યાદ કરજો...
રમણભાઈ આજે સવારથી જ વ્યસ્ત હતા બપોરનું ભોજન ઘરે જવાના બદલે ઓફિસમાં મંગાવી લીધું હતું... રાત્રિના દસ વાગ્યા હતા ઘરે થી બે - ત્રણ ફોન આવી ગયા હતા...... આખરે અગિયાર વાગે ઓફિસ વધાવી ઘરે પહોંચ્યા... બધા રાહ જોઈ બેઠા હતા... જમતી વખતે આડા અવળી કોઈ જ વાતો ના કરવી એ રમણભાઈ નો નિયમ હતો.... જમ્યા પછી સોફા પર બેસી મુખવાસ ખાતાં ખાતાં સમાચાર જોવા ટી.વી ચાલુ કર્યું અને સમાચાર જોવા લાગ્યા.. એમણે એમની પત્ની ને કહ્યું કે કાલે ધનતેરસ છે તો આ પૂજાની વસ્તુઓ લાવ્યો છું તો જરા જોઈ લેજો..‌ કાલે પૂજા કરાવા મહારાજ સાંજે સાત વાગ્યે આવશે તો તમે તૈયારી કરી રાખજો પ્રસાદની.. એટલામાં ફોન ની રીંગ વાગી ... રમણભાઈ કહે જો તો અંજુ અત્યારે કોનો ફોન છે??? ફોન પર વાત કરી અંજુ એ કહ્યું કે ભત્રીજા આયુષ નો ફોન હતો .... મા - દિકરો દિવાળી ની ખરીદી કરવા નીકળ્યા હતા સ્કુટર પર તો એક્સીડન્ટ થયો છે તો સરોજને બહું વાગ્યું છે એ સિરિયસ છે.... રમણભાઈ અને અંજુ દવાખાને ગયા અને આયુષ ને પાટા પિંડી કરાવી હિંમત આપી... સરોજ ને જોઈ મળ્યા અને ડોક્ટર ને મળી ચર્ચા વિચારણા કરી... વહેલી સવારે સરોજ ને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ... રમણભાઈ અને એમનો આખો પરિવાર હાજર રહ્યા અને સરોજ નું ઓપરેશન સફળ થયું... સરોજ ને ધનતેરસ ની ગિફટ નવા જીવનદાન થી આપી સાચી ધનતેરસ ની પૂજા કરી... જેની જોડે સંબંધ નહોતો પણ એક ફોન થી રમણભાઈ અને એમનો પરિવાર હાજર રહી રૂપિયા ખર્ચી સરોજ ની જિંદગી બચાવી... રમણભાઈ બધા વેર ઝેર ભુલી સાચી માણસાઈ બતાવી.... આમ ધનતેરસ ના દિવસે એક છુટું પડેલો પરિવાર એક થયો.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....