પ્રકરણ : 34
પ્રેમ અંગાર
આસ્થાએ વિશ્વાશને ટોક્યો…અને… વિશ્વાસે કહ્યું “હું હવે ખ્યાલ રાખીશ, આશુ મીસ યું. તારે જે લાગે વિચાર આવે મને કહેવાનો જ. ચલ સ્વીટુ મારો ઓફીસનો સમય થયો છે પછી શાંતિથી વાત કરીશું હું ઓફીસ જવા નીકળું. અહીં ભાઈ ઇશ્વા વિગેરે છે એ લોકો હજી અહીં છે એટલે જમવાની અને ઘર ગોઠવવાની ચિંતા નથી જ. તું ઇશ્વાભાભી સાથે વાત કરી લેજે. પછી આપણે વાત કરીએ આમ ટૂંકમાં પતાવી એણે ફોન મૂક્યો.
જાબાલીને વિશ્વાસે કહ્યું “ભાઈ તમે લોકો તમારી રીતે પ્રોગ્રામ બનાવો હું ઓફીસે પહોંચુ અહીં કેમ્પસમાં જ છું. લંચ સમયે ઘરે આવીશ પછી વાત કરીશું હું નીકળું. જાબાલી કહે તું નિશ્ચિંત થઇને જા તું આવીશ ત્યાં સુધીમાં અહીં બધું ગોઠવાઈને તૈયાર થઈ જશે. હું પરવારીને ત્રિલોકને મળીશ. કાલે રાત્રે એ લોકો ઘણાં મોડા આવેલા હોટલ પર તારી તો દશા જ કંઇક જુદી હતી તને ગાડીમાં સૂવાડેલો. અંગિરાએ ડ્રાઇવ કરી તારી ગાડી અને મારી ગાડીમાં અમે લોકો પાછા આવ્યા. ત્રિલોક પણ અહીં સાંજે આવવાનો છે આજે બધુ અહીં ગોઠવાઇ જશે સાંજે ઘરે જ સાથે જ જમીશું તું નિશ્ચિંત રહેજે. વિશ્વાસ કહે “સોરી ભાઈ કાલે કંઇ વધુ જ ચઢી ગઇ મને તો કંઇ યાદ જ નથી. જાબાલીએ એની તરફ નજર કરી કહ્યું “ભાઇ તું વધુ ના લઇશ તને પચતું નથી સારું છે તને કંઇ યાદ જ નથી જા હમણાં ઓફીસ જા નિશ્ચિંત થઇને.”
વિશ્વાસ સાંજે જ સીધો ઘરે આવ્યો. એણે જોયું કે આ ઘર મારું જ છે ને ? એણે જાબાલીને પૂછ્યું આ કાયાપલટ કોણે કરી ? શું વાત છે આજના દિવસમાં જ બધું ગોઠવાઈ ગયું ? વાહ ભાઈ થેક્યું વેરી મચ. જાબાલી કહે “અરે આ ઇશ્વા અંગિરાની કમાલ છે આભાર માનવો હોય એ લોકોનો માન.
વિશ્વાસે ઇશ્વા અને અંગિરા સામે જોઇ થેંક્યું કીધું. ઇશ્વા કંઇ બોલે એ પહેલાં જ અંગિરાએ કહ્યું “અરે ઘર તો ઘર જેવું જ હોવું જોવે હોટલ કે ગેસ્ટહાઉસ થોડું છે ? એમાં આભાર ના માનવાનો હોય આ તો પોતાનાં જ ઘરમાં તમે મહેમાન હોવ એવું લાગે. ઇશ્વાએ જાબાલી સામે જોયું. વિશ્વાસે કહ્યું પણ સરસ ગોઠવાઈ ગયું એટલે આપો આપ આભાર માનવો જ પડે એવા જ શબ્દો નીકળી આવે.
વિશ્વાસે કહ્યું “ભાઈ બીજી એક ખુશખબર છે. મારી સાથે મુંબઇ ઓફીસમાં હતો એ સિધ્ધાંત પણ અહીં આવે છે. અહીં અમારી જે પ્રોજેક્ટ ટીમ છે એમાં બાકીનું કામ એ ફોલો કરશે. ચલો અહીં એક કાયમી કંપની મળી જશે. એની સાથે મારે વાત થઈ ગઇ છે મેં કહ્યું તું અહીં આવી જા આપણે સાથે જ રહીશું. બાકીનું પછી વિચારીશું
જાબાલી કહે “આ સારા સમાચાર છે ચલો અહીં હવે તું ખાસ એકલો નહીં પડે. અંગિરાએ વિશ્વાસની સામે જ જોયા કર્યું.
જાબાલી ઇશ્વા અંગિરા આજે મુંબઈ પાછા જવાનાં હતા સવારથી બધા પરવારી રહ્યા હતા. વિશ્વાસ કહે ભાઈ શનિ-રવિ જ છે રોકાઇ જાવને આજે સિધ્ધાંત પણ આવી જશે. જાબાલી કહે આજે શનિવાર છે આજે પહોંચી જઇએ કાલે આરામ કરી સોમવારથી કામ પર ચઢી જવાય. વિશ્વાસ કહે આમ વારે વારે ક્યાં અવાય છે આજે સાથે રહો કાલે સવારે વહેલાં જ નીકળી જજને ભાઈ ફાવે એવું હોય રોકાઈ જાઓ. જાબાલીએ ઇશ્વા સામે જોયું ઇશ્વાએ સંમતિ પૂર્વક હા પાડી અને કહ્યું ઠીક છે વિશ્વાસભાઈ કહે છે કાલે સવારે વહેલાં નીકળી જઇશું. જાબાલી કહે ઠીક છે કાલે નીકળી જઇશું અત્યાર સુધી સાંભળી રહેલી અંગિરા ખુશ થઈ ગઇ.
વિશ્વાસ કહે ભાઇ તમે પરવારી જાઓ આપણે બજારમાં જઇ આવીએ થોડું શોપ કરવું છે. આપણે જઇને પાછા આવી જઇએ. ઇશ્વા કહે આમેય રોકાયા છીએ અમે પણ સાથે આવીએ અહીં કામ પણ પુરુ થઇ ગયું છે અમે એકલા ઘરે શું કરશું ? જાબાલી કહે તમે લોકો પણ ચાલો.
વિશ્વાસનાં મોબાઇલમાં રીગ વાગી એણે જોયું માં નો ફોન છે. એણે કહ્યું “હાં માં જય શ્રી કૃષ્ણ તમે કેમ છો ? તમારી તબીયત કેમ છે ? માં કહે દીકરા મારી તબીયત તો ઘણી સારી છે. તે મને મારી વહુ એવી લાવી આપી છે કે દીકરી કરતાં વિશેષ છે. મારું એટલું ધ્યાન રાખે છે કે મને શું થાય ? તું કેમ છે ? આજે શનિવાર છે તારે હવે બે દિવસ રજા હશે મને થયું લાવ વાત કરું ત્યાં તારે બધું ગોઠવાઈ ગયું ? અહીં આસ્થા ક્લાસીસ ચાલુ કરવા વિચારે છે અને હમણાં વાડીમાં બે ત્રણ દિવસથી ઘણું કામ રહેતું હતું કાનજી બધું જોવે છે પણ હું સાથે હતી થાકી જવાતું હતું એટલે વાત ના થઇ શકી. આસ્થા પછી તને બધી વાત કરશે જ.”
વિશ્વાસ કહે સરસ, માં અહીં જાબાલીભાઈ, ભાભી બધા આવ્યા છે એ લોકો જ બધો સામાન લાવેલા એ લોકોએ જ બધું ગોઠવ્યું છે મારે કંઇ કરવું જ ના પડ્યું મેં આસ્થા સાથે વાત કરી હતી. માં કહે હા મને આસ્થાએ બધી વાત કરી છે. બસ સરસ રીતે તારું ત્યાં બધું ગોઠવાઈ જાય, વિશુ એક ખાસ વાત હવે શોકનો સમય પુરો થાય એટલે સારું મૂહૂર્ત જોઈ તમારા લગ્ન લઇ લઇએ. આ છોકરીની પીડા મારાથી નથી જોવાતી. જો કે એ બીલકુલ જતાવતી નથી જ. સવારથી ઉઠીને એ વૈદીક અભ્યાસ કરે. ઘરમાં કામ જુએ કાનજી જોડે વાડીમાં જાય છે કંઇ ને કંઇ વાંચતી હોય આ બધા જ સાથે મારી ખૂબ કાળજી લે છે મારો પડ્યો બોલ ઝીલે છે. મામા મામી સાથે વાત થઇ એમણે કહ્યું જાબાલી બધા ત્યા આવ્યા છે. હમણાંથી મતંગ આવે છે ખબર અને કામ પૂછવા મારે બહારનાં કામ હોય તો એને સોંપી દઉં છું બાકી બધું સારું જ છે. તમે તારા નાના-નાની ખૂબ યાદ કરે છે. બાપુની તબીયત નરમ-ગરમ રહે છે વિચાર આવે છે હું અને આસ્થા આજે જઇ મળી આવીએ ખબર કાઢી આવીએ. વિશ્વાસ કહે હાં માં મારા વતી ખબર પૂછજો એવું હશે હું તમને સાંજે ફોન કરીશ એ લોકો સાથે પણ વાત થઈ જશે. માં ભાઈ સાથે વાત કર. જાબાલીએ ફોન લીધો “કહ્યું ફોઇબા કેમ છો ? તમારી તબીયત કેમ છે ? અહીંની ચિંતા ના કરશો. અહીં સરસ બધું ગોઠવાઈ ગયું છે અહીં ઇશ્વા અને એની બહેન અંગિરા પણ સાથે જ છે બધાએ સરસ રીતે બધું ગોઠવી દીધું છે. આસ્થા કેમ છે ? માં કહે “દિકરા તમે લોકો છો જ મને કોઈ ચિંતા જ નથી. મારી તબીયત સારી છે. પણ તારા દાદા દાદીને આજે મળવા જવા વિચારું દાદાની તબીયત નરમ ગરમ રહે છે તારા પપ્પા મમ્મી સાથે હમણાં જ વાત થઈ ગઇ એ લોકો એ જણાવ્યું તમે લોકો બધો સામાન લઇને ગયા છો. આસ્થા મજામાં છે હું આપું ફોન. માં એ આસ્થાને ફોન આપ્યો. આસ્થા કહે કેમ છો ભાઈ ? તમે મજામાં છો ને ? જાબાલી કહે હાં મજામાં છીએ. ઇશ્વા પણ છે આપું. ઇશ્વાએ ફોન લીધો “હાય આસ્થા કેમ છે ? રાણીવાવ ફાવી ગયું છે ને ? દાદા દાદીનાં સમયે કંમ્પે મળેલા પછી છેક હમણાં વાત થઈ. તું કોઇ ચિંતા ના કરીશ અમે બધાં જ તારા સાથમાં છીએ. અહીં વિશ્વાસભાઈની પણ કોઇ ફીકર ના કરીશ. સરસ ગોઠવાઈ ગયું છે અમે ત્રણે જણાં અને વિશ્વાસભાઈ ક્યાં પતી ગયું ખબર ના પડી. આસ્થા કહે સારું ને એમને સથીયારો રહે. તમે લોકો છો કોઇ ચિંતા નથી.”
તમે ત્રણ જણાં કોણ ? આસ્થાથી પૂછાઈ ગયું ? ઇશ્વા કહે અંગિરા પણ અહીં જ છે એને પણ બેંગ્લોર જોવું હતું બધા સાથે જ કારમાં આવ્યા. આસ્થા કહે ઘણું સારું ચાલો. અંગીરાને આપોને હું વાત કરું મુંબઇ મળ્યા પછી મળ્યા જ નથી. ઇશ્વાએ અંગીરાને ફોન આપ્યો. અંગીરાએ થોડા અચકાટ સાથે લીધો. આસ્થાએ કહ્યું “હેલો કેમ છે અંગીરા ? તમે લોકો ત્યાં છો હવે વિશ્વાસને ચિંતા નહીં... અંગીરાએ કહ્યું “હાં આસ્થા અમે અહીં આવ્યા વિશ્વાસનું બધું જ ગોઠવાઈ ગયું છે ચિંતા ના કરીશ. અમે લોકો છીએ અને આવતી કાલે પાછા જવાનાં. ફોઇબાને યાદ આપજે કહી એણે ફોન વિશ્વાસને આપ્યો. વિશ્વાસ ફોન લઇને બહાર લોબીમાં આવી ગયો. હાં બોલ આસ્થા કેમ છે ? આ લોકો આવતીકાલે સવારે પાછા જવાનાં છે. આસ્થા કહે “તમે જણાવ્યું નહીં, ભાઈ ભાભી સાથે અંગિરા પણ આવી છે ? મુંબઇ એને મળીને કંઇક એના માટે જુદી જ અનૂભૂતિ થઇ છે. વિશ્વાસ તમે સંભાળજો મને છોકરી પર વિશ્વાસ નથી. શું કહું મને જાણી કોઈ અગમ્ય પીડા થઇ છે વિશુ ઠીક છે. ચલો હું ફોન મૂકૂ પછી કાલે શાંતિથી વાત કરીશ જે મારે કરવી છે આજે તમે એ લોકો સાથે નિપટાવો અને આસ્થાએ ફોન મૂક્યો.
વિશ્વાસ અને જાબાલી તૈયાર થઈ ઇશ્વા અંગિરાને લઇને એક જ કારમાં બેગ્લોર સીટીમાં મુખ્ય બજાર પહોંચ્યા. ત્યાં પાર્કીંગમાં કાર પાર્ક કરી ચાલતા નીકળ્યા. સળંગ બધા સ્ટોર્સ હતા એમાં રેડીમેઇડ કપડા ફેશનેબલ બ્યુટીક, જ્વેલરી વિગેરે અલગ અલગ શોપ્સ હતી. જાબાલીએ એક રેડીમેઇડ સોપમાં બધાને આવવા કીધું અહીં બધી જ જાણીતી બ્રાન્ડનાં શર્ટ્સ ટ્રાઉઝર્સ અને મેન એસેસરીઝ મળતી હતી. જાબાલીએ કહ્યું “વિશુ આ શોપમાં માલ સારો જણાય છે મોટાભાગની બ્રાન્ડ અવેલેબલ છે. ચલ અહીંથી જોઇ લઇ લઇએ. વિશ્વાસ કહે ચલો જોઇએ.”
વિશ્વાસ અલગ અલગ ટ્રાઉઝર્સ, શર્ટ્સ જોઈ રહ્યો હતો. એટલામાં અંગિરા એની પાસે આવી અને બધા શર્ટ્સમાંથી અમુક શર્ટ્સ અલગ તારવીને કહેવા લાગી આ તમને ખૂબ સરસ લાગશે હું તમને પસંદ કરી આપું એ લો તમે શોભી ઉઠશો. વિશ્વાસે એણે બતાવેલ શર્ટ ખોલીને ટ્રાયલ કર્યું. અંગિરા બોલી ઉઠી “હેન્ડસમ વાઉ આ લઇ જ લો. એમ કહી એક પછી એક બધા શર્ટ એણે પસંદ કરાવ્યા અને એની પેરમાં ટ્રાઉઝર્સ – જાબાલીએ પણ ઇશ્વાની પસંદગીની ખરીદી કરી.”
ઇશ્વા કહે અમને કપડા નથી લેવા ખૂબ છે અને મુંબઈ સરસ મળે અમને જ્વેલરી અપાવો ભલે બજેટમાં હોય અહીં ખૂબ સરસ મળે છે. જાબાલી કહે એના માટે ફરી આવીશું આજે વિશ્વાસની જ ખરીદી છે. વિશ્વાસ કહે ભાઈ લઇ લો ને... અંગિરા કહે મને જ્વેલરીમાં ઇનરેસ્ટ જ નથી છોડો હવે ભૂખ લાગી છે જમવા જઇએ મેં સવારથી કાંઇ ખાધું જ નથી વિશ્વાસ કહે ચાલો હું તમને જમવા સરસ રેસ્ટોરાંમાં લઇ જઉં કહી બધા જમવા માટે ઉપડી ગયા
પ્રકરણ : 34 સમાપ્ત
પ્રકરણ 35 માં વિશ્વાશ આસ્થાને મળવા ગામ જઈ સરપ્રાઈઝ આપે છે અને આગળ….