Limelight - 40 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૪૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૪૦

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૦

સાકીર ખાનની ધરપકડ પછી જો કોઇ સૌથી વધારે ખુશ હતું તો એ અજ્ઞયકુમાર હતો. સાકીરે તેની સાથે બહુ વખત પંગો લીધો હતો. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સાકીરે જ પછાડી હતી. સાકીરે અજ્ઞયકુમારની હીરોઇનો સાથે ફિલ્મો કરીને તેની ફિલ્મ સાથે જ કે એક સપ્તાહ આગળ-પાછળ રજૂ કરાવીને અનેક વખત ઝાટકા આપ્યા હતા. અજ્ઞયકુમાર સ્વભાવનો સીધોસાદો માણસ હતો. તેને ફિલ્મોમાં રાજકારણ રમવાનો શોખ ન હતો. તેને રાજકારણમાંથી પણ ઓફર આવતી હતી. ગઇ ચૂંટણીમાં તો તેને ટિકિટ લેવા માટે દબાણ થયું હતું. તેના વતનમાં કોઇ યોગ્ય ઉમેદવાર ન હોવાથી તેને જબરદસ્તી ઊભો રાખવા ચારેબાજુથી ભલામણ થઇ હતી. કેમકે તેની લોકપ્રિયતાને કારણે એ બેઠક પર વિજય નિશ્ચિત બની જતો હતો. પણ તે રાજકારણનો માણસ ન હતો. તેને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે તેણે ફક્ત બેઠકનો પ્રચાર સંપન્ન થાય ત્યાં સુધી જ મહેનત કરવાની હતી. પછી તેણે પાંચ વર્ષ સુધી કોઇ જવાબદારી વહન કરવાની ન હતી. અજ્ઞયકુમાર પ્રજાને દગો આપવા માગતો ન હતો. આખરે તેણે પોતાના એક ઓળખીતા પ્રોફેસરને ટિકિટ અપાવી પ્રચારમાં સાથ આપવાનો વાયદો કરી રાજકારણથી પીછો છોડાવ્યો હતો. પ્રોફેસરને બેઠક જીતાડી આપવા બદલ સરકારે તેનો બદલો તેની એક દેશભક્તિની ફિલ્મને રાજ્યમાં ટેક્ષ ફ્રી કરીને ચૂકવી દીધો હતો. પણ સાકીર તેની સાથે કયા જનમનો બદલો લઇ રહ્યો છે એ તેને સમજાતું ન હતું. સાકીરની તેના માટેની ઇર્ષાને તેણે સામાન્ય રીતે જ લીધી હતી. પણ જ્યારે રસીલી સાથેની ફિલ્મ તેણે સ્વીકારી ત્યારે મનમાં તેણે સાકીરને શિકસ્ત આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેને ખબર ન હતી કે સાકીર મેદાનમાંથી જ નીકળી જશે. સાકીરની ધરપકડ થતાં તેણે મનોમન જેણે પણ પર્દાફાશ કર્યો એને અભિનંદન આપ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરવા રસીલીને ફોન કર્યો. રસીલીએ ફોન ઉપાડી હાય-હેલો કર્યું. અજ્ઞકુમારે સાકીરની ધરપકડની વાત કરી ત્યારે તેણે દુ:ખ વ્યક્ત કર્યું. એટલે અજ્ઞયકુમાર પોતાની ખુશી વ્યક્ત કરી ના શક્યો. તેણે જુદી રીતે કહ્યું:"રસીલી, આપણી ફિલ્મની હરિફાઇ હવે તારી સાકીર સાથેની ફિલ્મ સાથે નહીં થાય..."

"હા, હવે એ એવા કેસમાં અંદર ગયો છે કે કેવી રીતે અને ક્યારે બહાર આવશે એ કહેવું મુશ્કેલ છે...." રસીલી નિરાશ સ્વરે બોલી.

"તને શું લાગે છે? સાકીર ખરેખર ડ્રગ્સના ધંધામાં સપડાયેલો હશે? કે પછી કોઇની ચાલ છે? કોઇ રાજકારણીએ તેને સપડાવી દીધો હોય એવું પણ બને ને? તેની પાસે માગેલા ફંડનું ઠેકાણું ના પડ્યું હોય કે કોઇ ડોનની ફિલ્મ માટે ના પાડી હોય તો પણ તેની સાથે આવું બન્યું હોય..." અજ્ઞયકુમારે પોતાના અત્યાર સુધીના અભિનેતા તરીકેના અનુભવોને યાદ કરી શંકા વ્યક્ત કરી.

"કંઇ પણ કહેવું અત્યારે તો વહેલું ગણાશે. પોલીસની તપાસ અને કોર્ટમાં કેસ ચાલશે એટલે થોડું સત્ય તો બહાર આવશે. આપણે ગમે તે અટકળ કરીએ તેનો કોઇ અર્થ નથી.... આજે સાંજે શુટિંગ પર મળીએ..." કહી રસીલીએ વાત પૂરી કરી ફોન મૂકી દીધો.

રસીલીને પહેલાં તો અજ્ઞયકુમારની વાત પર, તેણે સાકીરની ધરપકડ અને તેના પર મુકાયેલા આરોપ પર, રજૂ કરેલા તર્ક પર હસવું આવી ગયું! રસીલીને અંદાજ ન હતો કે તેણે અંધારામાં મારેલું તીર નિશાન પર લાગી જશે! રસીલી હવે પ્રકાશચંદ્રની જેમ સાકીર ખાનથી કંટાળી હતી. સાકીર તેનું વધારે પડતું શારિરીક શોષણ કરવા લાગ્યો હતો. તે રસીલીને જોતો અને ભુરાયો સાંઢ જેવો બની જતો. તે પ્રેમ કરતો ન હતો. તેને ભોગવવાનું એક પાત્ર માનતો હતો. સાકીરની ફિલ્મો ચાલી રહી ન હતી. છતાં તેની પાસે સારી આવક હતી. એ પોતાને ભેટ આપેલા કિમતી ફ્લેટ પરથી રસીલીને સમજાઇ ગયું હતું. તેણે સાકીર પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. દર બીજા દિવસે સાકીર તેની પ્યાસ બુઝાવવા આવતો હતો. તેણે એ વાતની નોંધ લીધી હતી કે સાકીર પહેલાં દારૂ પીને આવતો હતો. પણ પછી તેનામાં વધતી જતી શક્તિથી તે આશ્ચર્યચકિત હતી. તેને ખ્યાલ આવ્યો કે સાકીર હવે નશો કરીને આવે છે. અને એ નશો દારૂનો નહીં પણ ડ્રગ્સનો છે, જે તેને ભોગવવાની તાકાત આપે છે. સાકીર એવો સાથ માણતો કે આખું શરીર દિવસભર કળતર કરતું હતું. તેની આક્રમકતાને કારણે તેણે જે આંતરિક પીડા અનુભવી એ કહી કે સહી શકાય એવી ન હતી. સાકીર તેના શરીરને ચૂંથી નાખતો હતો. કેટલીક વખત તો શરીર પર એવા ચકામા થતા કે ઓછા વસ્ત્રોમાં શુટિંગ કરવાનું ટાળતી હતી. પોતાનું શરીર જ એવું હતું કે ભલભલા તેના પર મોહિત થતા હતા. અને આ શરીર જ તેને ફિલ્મોમાં કામ અપાવી રહ્યું હતું. બાકી તેની પાસે બીજી કોઇ લાયકાત ક્યાં હતી? પ્રકાશચંદ્રએ તેને એ કારણે જ તો પસંદ કરી હતી. પછી પ્રકાશચંદ્ર પણ કાતિલ રૂપ અને અંગેઅંગમાં ઉછળતું યૌવન જોઇ સાધુમાંથી શેતાન બની ગયા હતા. પ્રકાશચંદ્રનું મૃત્યુ થતાં તેના માટે તો ટાઢા પાણીએ ખસ ગયા જેવું બન્યું હતું. નહીંતર એમનો પણ કોઇ ઉપાય એ વિચારવાની હતી. હવે તે સાકીરથી પીછો છોડાવવાની ફિરાકમાં હતી. પણ કામિનીની જેમ તેને સ્વધામ પહોંચાડવાના મતની ન હતી. રસીલી તેના અહેસાનના બોજ તળે દબાયેલી હતી એટલે તેને ભોગવવાની ના પાડી શકે એમ ન હતી. કેમકે પોતાના સ્વાર્થ માટે જ એને પોતાનું શરીર સોંપ્યું હતું. ફિલ્મી દુનિયામાં લાઇમ લાઇટમાં રહેવા તેણે કોઇને કોઇનો સહારો લેવાની જરૂર રહેતી હતી. તેણે સાકીર પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. સાકીર આમતેમ હોય ત્યારે રસીલીએ તેની સાથે સતત રહેતી લેપટોપ બેગ ચકાસવાનું શરૂ કર્યું. તેને દર વખતે એમાં કાપડની થેલીમાં લપેટેલા સફેદ પાઉડરના પેકેટ જોવા મળતા હતા. તેને ખ્યાલ આવી ગયો કે સાકીર માત્ર નશાબાજ ન હતો. તે ડ્રગ્સનો ધંધો કરતો હતો. બાકી આટલા બધા પાઉડરની એને શું જરૂર? તેણે ધીમેધીમે બધી માહિતી મેળવી લીધી. સાકીર ફિલ્મના શુટિંગના બહાને બેગમાં ડ્રગ્સનો પાઉડર લઇ જતો એટલે તેની ચકાસણી થતી ન હતી. તે પોતે સ્ટાર હોવાનો લાભ લઇ ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. સાકીરને તેના આ ગેરકાયદે ધંધામાં સપડાવી દેવાનું રસીલીએ નક્કી કર્યું ત્યારે તેના દિલમાં દગાબાજ બનવાનો રંજ હતો. પણ સાથે સાકીરથી છૂટકારો મેળવવાનો આનંદ હતો. સાકીર પણ તેની પત્ની સાથે દગો કરીને બીજી સ્ત્રીઓને ભોગવવાનો અનૈતિક આનંદ જ મેળવી રહ્યો છે ને? એવી તેના મનની દલીલ તેને આગળના રસ્તે લઇ ગઇ. તેને ઇન્સ્પેક્ટર રાણાવત યાદ આવી ગયો. તે જો સાકીરનું કૌભાંડ બહાર પાડે તો તેને પ્રમોશન મળી જાય એમ હતું. એટલે એ તૈયાર થાય એવી શક્યતા હતી. બીજા કોઇને કહેવાથી સાકીર પર કાર્યવાહી થાય એવો ભરોસો ન હતો. રસીલીએ પહેલાં સાકીરનું નામ આપ્યા વગર વાત કરી. ઇન્સ્પેક્ટર રાણાવત તો તરત જ તૈયાર થઇ ગયો. તેને ખબર હતી કે તેના ઉપરી ડીએસપી પણ આટલી મોટી કામગીરી તેમના નામ પર થાય એ માટે તૈયાર જ થશે. પૈસા અને પ્રસિધ્ધિના ભૂખ્યા બંને તૈયાર થઇ ગયા અને બધું બરાબર ગોઠવાઇ ગયું. રસીલીએ આપેલી બાતમીને આધારે પોલીસે સાકીરને તેના ઘરેથી જ ઊંચકી લીધો. પોલીસે કોઇ ચૂક કરી ન હતી. રસીલીને આનંદ હતો કે સાકીર હવે થોડા મહિના તો હવાલાતની હવા જ ખાશે. પોતે ત્યાં સુધી તેના આપેલા ફ્લેટમાં એસીની મસ્ત ઠંડી હવા ખાતી રહેશે. પોલીસે કેસ એવો મજબૂત બનાવ્યો હતો કે સાકીર વર્ષો સુધી જેલવાસ ભોગવે એવી ગણતરી હતી. રસીલી મનોમન બબડી:"ભોગવ હવે!"

રસીલી સાકીરની કેદમાંથી તો આઝાદ થઇ ગઇ હતી. હવે સુજીતકુમારની ગુલામ બનવાનું હતું. તેણે મજબૂરીમાં સુજીતકુમારને પોર્ન ફિલ્મમાં કામ કરવા હા પાડી દીધી હતી. તેની મા તેને પોર્ન ફિલ્મ કરવા વધારે મજબૂર કરી રહી હતી. પોતે વેશ્યા હતી એ રહસ્ય દુનિયા સામે આવી જાય તો તેની કારકિર્દી શરૂ થઇ છે ત્યાં જ ધ એન્ડ આવી જાય એમ હતું. આજે દસ દિવસ પૂરા થઇ રહ્યા હતા. આવતીકાલે એક બંગલામાં રસીલીની પહેલી પોર્ન ફિલ્મનું શુટિંગ શરૂ થતા પહેલાં રિહર્સલનું શિડ્યુલ હતું. તે જ્યારે સુજીતકુમારના બંગલે પહોંચી ત્યારે એક નાનકડું યુનિટ તેની રાહ જોતું બેઠું હતું. સુજીતકુમારે તેને આવકાર આપ્યો અને રીહર્સલ માટે આંતરવસ્ત્રો સહિતના નવા વસ્ત્રો આપ્યા. રસીલી એ વસ્ત્રો પહેરીને આવી ત્યારે અલગ જ દેખાતી હતી. તે પોતાને આવા રૂપમાં જોઇ નવાઇ પામી રહી હતી. તે વારે વારે ઘડિયાળમાં જોઇ લેતી હતી. સુજીતકુમારે તેને શરીર પરના ઘરેણાં જ નહીં ઘડિયાળ પણ ઉતારી નાખવા કહ્યું અને હસતાં-હસતાં બોલ્યા:"રસીલી, આ કોઇ હિન્દી ફિલ્મ નથી. તારા શરીર પર એકપણ કપડું નહીં નાનકડી નથ પણ નહીં રહે! હા નાભિ પર એક વિશેષ રીંગ લગાવવી પડશે!"

રીહર્સલ માટે જ્યારે તે બેડરૂમમાં ડબલબેડ પાસે પહોંચી ત્યારે તેની સાથે કામ કરવા આવેલા યુવાનને જોઇ ચોંકી ગઇ. બંને એકસાથે જ બોલી ઊઠ્યા:"તું.... અહીં.....?"

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, આ પ્રકરણમાં પોર્ન ફિલ્મ કરવા પહોંચેલી રસીલી તેના હીરો તરીકે કોને જોઇને ચોંકી ગઇ? અજ્ઞયકુમારની પત્ની રીંકલે કયો નિર્ણય લીધો હતો? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી અને સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૮૩૦૦૦ થી વધુ ડાઉનલોડ મેળવી ચૂકેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર આ વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***