Kashi - 10 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 10

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કાશી - 10

શિવોએ પાછું નાગનું રૂપ ધારણ કર્યું અને ગુફા માંથી બહાર આવ્યો. બહાર કોઈ ચકલુએ ફરકતું ન્હોતું એ છુપી છુપી રાજાનાં મહેલમાં ગયો.રાજાના સૂવાના ઓરડામાં ગયો ત્યાં જઈએ પહેરવા ઓઢવાની વસ્તું કપડા ફેદવા લાગ્યો પણ ક્યાંય એને જોવતી વસ્તું ન મળી.. તે ફેદાફેદી કરતો જ હતો ત્યાં જ કોઈ આવાનો અવાજ આવ્યો અને શિવો ત્યાં જ એક સંદૂક પાછળ સંતાઈ ગયો. એક નોકર આવી બે મુગટ મૂકી ગયો. જે તાસમાં શણગારી મૂકવામાં આવ્યા હતાં. શિવાને એક યુક્તિ સૂજી એણે પેલું મોતી કાઢી કાળા જાદુની સામગ્રી માગી એ સામગ્રી લઈ એ પાછો ગુફામાં આવ્યો.કસ્તુરી ત્યાં જ બેઢી હતી. એની પાસે જઈ શિવો બેઠો..બીજી તો કોઈ વાત એને સૂઝી નઈ એટલે એણે કસ્તૂરીને કહ્યું કે તમારા બીજા સાથીઓને બોલાવીલો મને એક યુક્તિ સૂજી છે.કસ્તૂરીએ આંખો બંધ કરી બધાને મનોમન યાદ કર્યા.. બધા તરત ત્યાં હાજર થઈ ગયાં..એ જોઈ શિવો આશ્ચર્ય ચકિત થઈ ગયો...એને જોઈ કસ્તૂરી બોલી... આટલા હેરાન ના થશો... અમારામાં એટલી શક્તિ છે ,કે અમે મનોમન એકબીજા સાથે વાત કરી શકીએ... છીએ...
શિવો ખુશ થતાં બોલ્યો... એટલે જ તમારુ નાગ લોક કળીયુગથી પર છે.. અહીં સત્યયુગ જેવા નાગ પરિવારો વશે છે.હુ બધાને મળી ધન્ય થઈ ગયો... આભાર... કસ્તતૂરીએ બધાને બેસવા હાથથી ઈશારો કર્યો...અને શિવા તરફ જોતા બોલી તમે નિરાંતે તમારી યુક્તિ જણાવો .
શિવાએ બે હાથ જોડી બધાને પગે લાગ્યો. આદરસત્કાર કરી પોતાની વાત ચાલુ કરી. " મારે થોડા લોકોની મદદ જોઈએ છે. જીવનું જોખમ તો છે.. પણ આ પરીક્ષામાંથી આપણે પસાર થઈ ગયા તો તમને તમારી આઝાદી રાજપાટ પાછુ મળી જશે. હું કાળુ જાદુ કરીશ એ માટે મારે રાજાનો એના કુવરનો મુગટ એક રાત માટે જોઈશે. પછી એમના માંથાના વાળ.... એમનું કોઈ પણ પરસેવા વાળુ વસ્ત્ર બસ આટલુ લાવી આપવાની જવાબદારી તમારી પછી હું કહું એટલે ત્યાં મૂકી આવવાની બસ આટલું જ કહેવું હતું.." બધા નાગ નાગણો મદદ કરવા તૈયાર હતાં... એમાંથી એક નંદ નામનો નાગ શિવા પાસે આવી બોલ્યો.. તમે વાત કરી એ બધી બરાબર પણ નાગને શરીરે વાળ ન હોય એમાય એ અમારી જાતીનો નથી. ના એને મૂછો છે... તો વાળને બદલે બીજુ ન લાવી શકાય..
બધા પાછા વિચારે ચડ્યા... અને એક નાગણ બોલી કાસળી ન ચાલે.. શિવો ખુશ થયો.. સારુ થયું બહેન તમે આ વિચાર લાવ્યા હું તો વિચારી જ ન શક્યો... પણ તમે મહેલમાં જશો કેવી રીતે... અઘરુ કામ છે..
" એની ચિંતા ન કરશો... તમે તમારુ કામ નિરાંતે કરો .. અમે ઘણાં રાજમહેલના નાગ નાગણો ને ઓળખીએ છીએ એ અમને મદદ કરશે .. બસ રાજ કુમારી આર્શીવાદ આપો.." મેરુ નામની નાગણ બોલી અને કસ્તુરીને પગે લાગી...કસ્તુરીએ એને ઉભી કરી ગળે લગાડી બધા ખુશ થઈ ત્યાંથી ચાલ્યા ગયાં..
આજે કસ્તુરી વધુ ખુશ હોય એવુ શિવાને લાગ્યું .શિવો એની સામે એક હાસ્ય બાણ છોડ્યું... કસ્તૂરી પણ એને જોઈ મરક મરક હસ્તી હતી .કાલે રડી રડી ગાંડી થયેલી નાગણ આજે એનાથીએ વધુ ખુશ હતી ..એ શિવા જોડે એક થાળ લઈ ગઈ અને શિવાને સામે બેસવાનું કહ્યું. શિવાને કંઈ સમજાયું નઈ એ તો જઈ બેસી ગયો. કસ્તુરીએ થાળ પર કપડુ રાખી આંખો બંધ કરી... અને કપડુ હટાવી આંખો ખોલી... શિવાએ જોયું તો બત્રીસ જાતના ભોજન હતાં થાળમાં મીઠાઈઓ.. ફરસાણ એ તો જો તો જ રહી ગયો..
" બસ જોઈ જ રહેશો કે જમશો... " કસ્તુરીએ હસતાં હસતાં કહ્યું..
" જમીશ પણ...."
" કાલનાં ભૂખ્યા છો.... અમે તો ઉધાઈ જાત જાતના જીવડા કંદમૂળ મેંદી ... આંકળાનું ભોજન કરીએ... તમે આવ્યા ત્યાંરથી ફળ ફળાદી જ જમો છો... "
" તમને આ બધુ કોણે કહ્યું... માણસો આવું જમે.. તમારુ ભોજન તો અમારાથી અલગ હોય છે... મીઠાઈઓ પણ.... "
" બહાર પેલા વૃધ્ધ નાગ છે... જે પહેરો કરે છે... એમણે રાત્રે કિધુ કે માણસો આવું ખાય... પણ આપણી ચિંતાંમાં આમણે ખાધું નથી...તો હું મણીની મદદ થી આ લઈ આવી.."
" મેં કંદમૂળ ખાધાતાં...અને એકવાર મણીની મદદથી ભોજન કરેલું... બસ પછી જે મળ્યું એ ખાધુ....સાચુ ચિંતામાં ખાવાનું યાદ જ ના આવ્યું.... "
" તો લો આ જમીલો... " કસ્તુરી થાળ મૂકી જતી હતી. ત્યાં જ શિવાએ એને રોકી...
" આ તો આખો થાળ છે.. આટલું બધું મારાંથી ન જમી શકાય..."
" એટલે તમે આવુ નઈ જમતાં...?"
" આવુ જ જમુ છું પણ આટલું બધું નઈ.... આ દસ જણનું જમવાનું છે... હું એકલો જ જમવા વાળો છુ તમે પણ મારી જોડે બેસી જમીલો... "
કસ્તુરી પાછી વિચારોમાં ખોવાઈ ગઈ....
" ક્યાં ખોવાઈ ગયાં જમવું નઈ ગમે મારી જોડે..."
" એવું નથી પણ મેં કોઈ વાર માણસોનું જમવાનું ખાધું જ નથી... એટલે વિચારુ છું..."
શિવો હસવા લાગ્યો... તમને તો આમાં શું શું જમવાનું છે એ પણ નઈ ખબર હોય...ચિંતા ના કરશો પચી જશે જમવાનું... સ્વાદિષ્ટ હોય જમવાનું... તમે ચાખો તો ખરા....
કસ્તુરી નીચે બેસી અને એક ગુલાબ જાંબુ લીધું અને મોં માં મૂક્યું... ફટાક લઈ એ ઉતરી ગયુ.... એણે આવો સ્વાદ ક્યાંરેય ચાખ્યો જ ન હતો.. એણે તો જીવાત... દેડકા.... ઉંદરના જ ભોજન મળેલા... એની જ મીઠાઈઓ...
" કેવું લાગ્યુ...."
" મસ્ત.... હતું..."
" હવે આ ચાખો... શિવાએ મરચું આપ્યું... કસ્તુરીએ ખાધુ...ને એની આંખો નો રંગ બદલાવા લાગ્યો..... શિવો તો ગભરાઇ ગયો... તમે... ઠિક તો છો....
ત્યાં કસ્તુરી હસવા લાગી....આંખો જોઈ ડરી ગયા... આ ખાવાથી જીભ ચચરી એટલે એવું થયું...
શિવો હસવા લાગ્યો.... આ તિખુ છે.... એટલે માણસો છ જાતના સ્વાદનું ખાય..પેલાં તમે ચાખ્યું એ ગળ્યું હતું ... આ તિખુ... એમ અલગ અલગ સ્વાદ આવે...
" તો તો માણસને કેટલી મજા આવે જમવાની... જે દિવસે રાજગાદી પાછી મેળવીશું એ દિવસે આખા રાજ્યમાં હું માણસોનું જમવાનું બધા જ નાગોને જમાડીશ...."
" હું પહેલા જે નાગ લોકથી આવ્યો એમણે મને માણસોનું જ જમવાનું જમાડ્યું હતું.... કદાચ આ લોક દૂર છે એટલે માણસ ની વધુ જાણ કારી નઈ હોય.... બરાબર ને..."
" હા, પણ માણસ ની ગંધ પારખી જાય...એટલે ઓળખી જવાય..."
શિવાએ જલેબી લઈ કસ્તુરીના મોં આગળ લઈ એ ચખાડી કસ્તૂરી ના ન પાડી શકી... એ જલેબી ખાઈ ગઈ ..બન્ને વચ્ચે આંખોના મિલન શરમાવતા... અંગ અંગમાં કંઈક ધગધગ થતું પણ..... સમજાતું જ નઈ....કસ્તૂરી છાનાછાના શિવાને જોઈ રહેતી એ દિવસથી શિવો જ એની દુનિયા બની ગયો હતો... બે દિવસ આમ જ કસ્તૂરીના વિતિ ગયાં.....
આ બાજુ રાજાનાં મુગટ ચોરવાની ક્રિયા ચાલુ થઈ ગઈ હતી. મહા મહેનતે બન્નેનાં મુગટ ચોરી બે નાગ ગુફામાં લઈ આવ્યા... મુગટ શિવા પાસે લાવી મુક્યો શિવાએ મુગટ પર વિધિ ચાલુ કરી... પછી બીજા નાગો એ રાજા અને એના કુવરની કાસળી લેવા ગયા... પણ કાસળી મળશે કેવી રીતે કેમકે રાજા ક્યાંરે કાસળી ઉતારે એ ખબર ન્હોતી. એટલે રાજાના એક અંગત માણસ તરીકે એક નાગ ત્યાં નોકર બન્યો નોકર બનવું અઘરુ હતું... એ રાજાનાં કપડાંથી લઈ બધુ કામ અંગત કરી આપતો એટલે પરશેવા વાળા કપડાંનો પણ બંદોબસ્ત થઈ ગયો.. પણ મહેલમાં મુગટ ચોરાયાની વાતો ખૂબ ફેલાઈ હતી.. એને શાંત કરવી એ અઘરી હતી એટલે આ નાગે રાજાને વિશ્વાસમાં લઈ પાંચ દિવસમાં જ મુગટ પાછા લાવી આપશે એવો વિશ્વાસ અપાવ્યો અને રાજાને વિશ્વાસ આવતા એને નોકર તરીકે રાખી લીધો પણ જો મુગટ ન પાછા આવ્યા તો મૌતની સજા રાજાએ હુકમ કર્યો. નાગે એ વાત સ્વીકારી લીધી અને પોતાનું કામ પાર પાડવા લાગ્યો.... આ બાજુ શિવો બે દિવસથી પોતાની વિધિ કરવામાં વ્યસ્ત હતો. એને જોઈતી બધી વસ્તુ આવી ગઈ હતી ફક્ત કાસળી ન્હોતી આવી... એટલે એ થોડો ચિંતામાં હતો.ચોથો દિવસ થવા આવ્યો પણ કાસળી મળી નહીં... કસ્તુરી શિવાને દુ:ખી જોઈ મનોમન ચિરાતી હતી પણ કહી શકતી ન હોતી...
ક્રમશ:.
આ સ્ટોરીમાં તળપદી ભાષા મેં પહેલા આલેખી હતી . ઘણાં વાંચકોને ગામઠી ભાષા ઓછી સમજાતી હોવાની ફરીયાદ હતી .તેથી તેઓ સ્ટોરીનો રસાસ્વાદ માણી શકે એ માટે ગામઠી ભાષાને બદલે સાદી વ્યવહારી ગુજરાતી ભાષા પ્રયોજી છે.
આભાર.....??