Be pagal - 20 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૦

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૦

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
એક અઠવાડિયા જેટલો સમય વિતે છે. નાટક સ્પર્ધાના સેમીફાઈનલના મુકાબલાના આગલા દિવસે. જીજ્ઞા, રુહાન અને બાકીના મીત્રો સાથે મળીને કોલેજના ગાર્ડનના એક ભાગમાં આવતીકાલ માટે નાટક તૈયાર કરી રહ્યા હતા. રુહાન નિર્દેશક કરતો હતો અને જીજ્ઞા દરેક ને તેમનો રોલ અને કહાની સમજાવતી હતી. જીજ્ઞા પોતાનુ સૌથી મનપસંદ કામ પુરા સમર્પણ સાથે કરી રહી હતી એ જોઈને રુહાન ખુબ જ ખુશ હતો અને એના મનમાં એક જ સવાલ ઘુમી રહ્યો હતો કે શુ તે જીજ્ઞાને આજના દિવસ જેવી જીંદગી હંમેશને માટે ન આપી શકે. આટલામાં જ ત્યા સંજયસિહ પોતાની સાથે પોતાના ચાર મિત્રોને લઈને આવે છે.
ઓહ તો અહીં કાલની તૈયારીઓ ચાલી રહી છે એમને...સંજયસિહે કહ્યું.
બિલકુલ પણ તુ મને એ બતાવ કે તારી એટલી બધી શુ ફાટે છે કે તુ ચાર લોકોને સાથે લઇને આવ્યો. તુ ચિંતા ના કર મારી પાસે આમેય ફાલતુ લોકોને મારવાનો સમય નથી... સંજયસિહને રુઆબથી રુહાને કહ્યું.
રુહાન અને તેના મિત્રો સંજયસિહ સામે જોઈને હસવા લાગે છે. સામે સંજયસિહે ઓલરેડી રુહાન અને જીજ્ઞાને નુકસાન પહોચાડવાનુ નક્કી કરી લીધું હતું એટલે આ વખતે સંજયસિહે ગુસ્સો ના કર્યો અને હસ્તા હસ્તા રુહાન અને જીજ્ઞાને કહ્યું.
હશે ત્યારે આજ તમારો દિવસ છે હસી લ્યો કાલે આપણો દિવસ છે કાલે હુ હસ્તો હશુ અને કદાચ તમે રડતા હસો...સંજયસિહે કહ્યું.
બે યાર તુ કોમેડી કરતા ક્યારે શીખી ગયો...ફરી સંજયસિહ પર હસ્તા હસ્તા મહાવીરે કહ્યું
અને હા કાલ તો અને ફાઈનલમાં જવાની ખુશી મનાવતા હશુ એટલે ઈનશોર્ટ કાલે પણ અમે જ હસ્તા હશુ...જીજ્ઞાએ સંજયસિહને કહ્યું.
મંદ મંદ હસ્યા બાદ સંજયસિહ બોલ્યો. સાચુ તમારા સેમીફાઈનલ મુકાબલાને લઈને મને તમારી તો નથી ખબર પરંતુ હુ તમારા પર જરૂર હસ્તો હશુ...સંજયસિહે કહ્યું. સંજયસિહના આ વાક્યમાં સંજયસિહનુ કાવતરૂ રુહાનને સાફ સાફ દેખાઈ રહ્યું હતું.
સંજયસિહ ત્યાથી ચાલ્યો જાય છે.
સ્પર્ધાના દિવસે સવારે. બધા મિત્રોએ મળીને જીજ્ઞાની હોસ્ટેલની બાજુમાં આવેલી કોફી શોપ પર ભેગુ થવાનુ નક્કી કર્યું હતું.
સવારે રુહાન, પૂર્વી અને જીજ્ઞા કોફી શોપ પર મળે છે. રવી અને મહાવીર હજુ સુધી પહોચ્યા નહોતા.
કેમ રુહાન તુ એકલો જ આવ્યો છે પેલા બે ક્યા... જીજ્ઞાએ કહ્યું.
એમની જ રાહ જોવુ છુ. ખબર નહીં કેમ પણ બંનેમાથી એકોય ફોન નથી ઉપાડતા...રુહાને કહ્યું.
જો ને મેસેજ કરને કઈક કર પછી આપણે મોડુ થઈ જશે... પુર્વીએ રુહાનને કહ્યું.
પુર્વીના બોલ્યા બાદ રુહાનના મોબાઈલમાં રવીનો મેસેજ આવે છે.
તમે લોકો કોફી શોપ પરથી કોફી પીને તમારા સમયે સ્પર્ધા સ્થળે નીકળી જજો હુ અને મહાવીર થોડોક સેલીબ્રેટ કરવાનો સામાન લઇને ડાયરેક્ટ ત્યા પહોચીશુ... રવીએ મેસેજમાં લખ્યું.
લ્યો એનો જ મેસેજ છે. એ લોકો થોડીક વસ્તુઓ લેવા જવાના છે એટલે એ ડાયરેક્ટ ત્યા જ આવશે. ચાલો આપણે કોફી નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ... રુહાને જીજ્ઞા અને પુર્વીને કહ્યુ.
ત્રણેય લોકો કોફીશોપની અંદર કોફી પીવા માટે જાય છે. ત્રણેય ટેબલ પર ગોઠવાય છે અને રુહાનના ઓર્ડર કરતા જ કોફી ટેબલ પર પહોચે છે. ત્રણેય વચ્ચે કોફી પીતા પીતા સંવાદની શરૂઆત થાય છે.
મમ્મીના ગયા પછી ફક્ત તમારા લોકોના જ કારણે આજે મારા જીવનમાં આ ટેમ્પરરી ખુશી આવી શકી છે. ખુબ ખુબ આભાર તમારા બંનેનો...જીજ્ઞાએ તેના મિત્રોનો આભાર માનતા કહ્યું.
એમા આભાર શેના માટે. આ બધુ જે કંઈ પણ કર્યુ છે એ ફક્ત ને ફક્ત દોસ્તી ખાતર જ કર્યુ છે. અને એ અમારી ફરજ હતી હવે તુ આવી બકવાસ વાત ના કરતી...રુહાને જીજ્ઞાને કહ્યુ.
અને હા તુ ઈશ્વર પર ભરોસો રાખ ટેમ્પરરી ખુશી પરમનેન્ટ ખુશીમા જરૂર બદલાશે...પુર્વીએ જીજ્ઞાને દિલાસો આપતા કહ્યું.
હં સળગી ગયેલી વસ્તુ બીજી વાર હતીને તેવી ક્યારેય ન થાય પુર્વી. મારી જીંદગી પણ કંઈક આવી જ બની ગઈ છે...જીજ્ઞાએ પુર્વીને કહ્યું.
બે યાર મુકોને આ બધી મનહુસ વાતો અને એ વિચારો કે આવતા અઠવાડિયે આપણે ફાઈનલમાં હશુ અને આપણુ નાટક સંજયસર નિહાળશે...રુહાને જીજ્ઞાને ખુશ કરવા કહ્યું.
તો તને મારા લખાણ પર પુરો ભરોસો છે કે આપણે ફાઈનલ જીતી જ જશુ ?...જીજ્ઞાએ રુહાનને કોફી પીતાની સાથે કહ્યું.
હા મને તારા લખાણ અને તારા પર ખુબ જ ભરોસો છે...રુહાને જીજ્ઞાને વળતો જવાબ આપતા કહ્યુ.
નાઈસ સારૂ છે કોઈક ને તો મારા લખાણ પર અને સ્વપ્ન પર ભરોસો છે...જીજ્ઞાએ કહ્યું.
ત્રણેય કોફી પી રહ્યા હતા. કોફી પીતાની સાથે જ રુહાન જીજ્ઞાની સામે જોઈને પોતાના જ મનમાં પોતાની જ સાથે વાત કરી રહ્યો હતો
તુ ચિંતા ના કર જીજ્ઞા કદાચ તારા લગ્ન ભલે બીજે થઈ જાય પરંતુ તને હુ દુઃખી ક્યારેય નહી થવા દઉં. અને હા તારા જીવનમાં હજુ આગ લાગી નથી અને હુ જરૂર કોશીષ કરીશ કે તારા જીવનમાં જે લાગનારી આગ છે તે હુ લાગવા જ ન દઉં તો ? ...રુહાને મનમાં જ પોતાને કહ્યું.
ચાલો હવે પછી આપણે મોડુ થઈ જશે... પુર્વીએ પોતાની કોફી પુર્ણ કરતા કહ્યુ.
ત્રણેય પોતાની કોફી પુરી કરે છે અને બીલ પે કરીને ત્યાથી વડોદરાના જે ટાઉનહોલે સ્પર્ધા ચાલી રહી હતી ત્યા જવા રવાના થાય છે.
રુહાન પુર્વી અને જીજ્ઞા ત્રણેય ટાઉનહોલ પર પહોચે છે. જીજ્ઞાના અને પુર્વી બંને રીક્ષામાં આવે છે અને રુહાન પોતાનુ બુલેટ લઈને. રુહાન પોતાનુ બુલેટ પાર્ક કરે છે અને પછી ત્રણેય અંદર જવા રવાના થાય છે. ચાલતા ચાલતા રુહાન અને રવી બંનેને કોલ કરે છે પરંતુ બંનેમાથી એકોયના ફોન લાગતા નથી.
શુ થયુ રુહાન ફોન લાગ્યો ?...જીજ્ઞાએ પુછ્યું.
ના યાર બંનેના ફોન બંદ આવી રહ્યાં છે...રુહાને જીજ્ઞાને જવાબ આપતા કહ્યું.
કદાચ બંને નેટવર્ક લેસ એરીયામા હશે...પુર્વીએ કહ્યું.
એ બંને આવી જશે તમે લોકો અંદર બેસો અને બાકીના મિત્રોને પ્રિપેરેશનમાં મદદ કરાવો અને સરને કહેજો ત્રણેય આવે છે. હુ બહાર ઉભો છુ તેમને કોન્ટેક્ટ કરવાની કોશિષ કરૂ છું. ઠિક છે...રુહાને કહ્યું.
ઓકે જલ્દી આવજો હવે બહુ સમય નથી આપડી પાસે...જીજ્ઞાએ કહ્યું.
જીજ્ઞા અને પુર્વી બંને અંદર એક રૂમ પર પહોચે છે જ્યા તેમની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી.
અરે પેલા ત્રણ ક્યા છે જીજ્ઞા... કોલેજના નાટક માટેના સરે કહ્યું.
બસ એ આવે જ છે એમને થોડુ કામ હતુ...જીજ્ઞાએ કહ્યું.
થોડો સમય વિતે છે. સ્પર્ધાની શરૂઆત થાય છે. આજની ચાર ટીમોમાંથી એક ટીમે પોતાનુ નાટક કમ્પલીટ કરી લીધું હતું. અને બીજી ટીમના નાટકની શરૂઆત થાય છે. આ બાજુ રુહાન હજુ પણ તેના બંને મિત્રોની ટાઉનહોલની બહાર રાહ જોઈ રહ્યો હતો. રુહાન બંનેનો ફોન દ્વારા કોન્ટેક્ટ કરવાની ઘણી કોશીષ કરે છે પરંતુ બંનેમાથી એકેયના ફોન ચાલુ નહોતા. રુહાન અંદર જાય છે. સામે જીજ્ઞા પણ રુહાનને શોધતી શોધતી સામે આવે છે.
શુ થયુ રુહાન બંને નંગ પહોચ્યા કે નહીં... જીજ્ઞાએ કહ્યું.
યાર કોઈ તો ગડબડ છે નહીંતર આવી રીતે બંનેના કોલ એકસાથે બંદ કઈ રીતે આવે... રુહાને કહ્યું.
રુહાનના આ વાક્યથી જીજ્ઞા થોડી ચિંતામાં મુકાય છે.
બીજુ નાટક પણ હવે પુર્ણ થવા આવ્યુ છે અને એ બે વગર નાટક થવુ અશક્ય છે. યાર બંને ક્યા છે...ચિંતામાં આવીલી જીજ્ઞાએ આ નાટક જીજ્ઞા માટે કેટલુ અગત્યનુ છે તે પોતાના ચહેરાની ચિંતા દ્વારા દેખાડતા કહ્યું.
તુ ચિંતા ના કર જીજ્ઞા હુ કંઈક કરૂ છું. આપણે નાટક જરૂર કરીશુ અને આ સ્પર્ધા જીતીશુ પણ ખરા...રુહાને કહ્યું.
બંનેના સંવાદ વચ્ચે પાછળથી તાળીઓનો અવાજ સંભળાય છે અને બંને એ તાળીઓના અવાજ તરફ જુએ છે.
જરૂર જીતશો. જીતશે ગુજરાત આગળ વધશે ગુજરાત...સંજયસિહે તાળીઓ પાડતા પાડતા કહ્યું.
આવી ગઈ પનોતી...જીજ્ઞાએ ધીમેથી રુહાનને કહ્યું.
શુ થયુ કશુ ખોવાયુ છે તમારા બંનેનુ. એવુ થયુ હોય તો કહેજો હુ શોધવામાં મદદ કરી દઈશ. કેમકે આપણે હવે આ મારપીટનો ધંધો છોડી દીધો છે...સંજયસિહે રુહાન અને જીજ્ઞાની પરિસ્થિતિની મજાક ઉડાવતા કહ્યુ.
જો સંજયસિહ તુ આમા ક્યાય વચમાં આવ્યો છે તો હુ તારી લાઈફ બરબાદ કરી નાખીશ...રુહાને સંજયસિહનો કોલર પકડતા કહ્યું.
જો ભાઈ મારો કોલર પકડવાથી કઈ નહીં થાય તારા દોસ્તોને શોધવાનુ કર બાકી આ બધુ તો મને પણ આવડે છે ...સંજયસિહે પોતાની આખો વધુ પહોળી કરતા કહ્યુ.
રુહાન પ્લીસ છોડીદે અત્યારે એને આપડે પછી જોઈ લેશુ...રુહાનના ખભે હાથ રાખતા જીજ્ઞાએ કહ્યું.
જીજ્ઞાના કહેવાથી રુહાન સંજયસિહનો કોલર છોડી દે છે.
હં હોશિયાર છે તુ. આનામાથી કંઈ શીખ રુહાન. અને હા તને મારે એક એડવાઈઝ દેવી છે. તુ જ્યારે લગ્ન કરને ત્યારે આના જેટલી જ સમજણી પત્ની લાવજે. કેમ કે આતો તારા હાથમાંથી ગઈ ...હસ્તા હસ્તા અને રુહાન અને જીજ્ઞાની દઃખતી રગ પર ઘા મારતા સંજયસિહે કહ્યું.
સંજયસિહનુ આ વાક્ય સાંભળતા રુહાન ફરીથી ગુસ્સે થાય છે અને સંજયસિહને મારવા જાય છે પરંતુ જીજ્ઞા તેને રોકી લે છે. અને હસ્તા હસ્તા સંજયસિહ અંદર થિયેટર તરફ જતો રહે છે. ચાલતા ચાલતા મનમાં અહંકાર સાથે બોલે છે. રુહાન તારા મિત્રોને મે જ કિડનેપ કર્યા છે જેથી આજે તમારૂ નાટક થશે જ નહીં. અને નાટક સ્પર્ધા પુરી થતા જ હુ બંનેને છોડી દઈશ એટલે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તુટે...હા હા હા હા. બરબાદ કરી દઈશ બંનેને...સંજયસિહે મનમાં કહ્યું.
આ તરફ રુહાન અને જીજ્ઞા.
જો જીજ્ઞા જે છે તે કહુ છું હુ મારા માટે ગમે તે સાંભળી લઈશ પરંતું તારા વિશે કોઈ પણ કંઈ પણ બોલેશે તો હુ જરાય સહન નહીં કરૂ એટલે હવે તુ આગળથી મને ક્યારેય રોકતી નહીં...રુહાને જીજ્ઞાને કહ્યું.
રુહાનની આખમા અને તેના બોલમાં જીજ્ઞાને સાફ સાફ પોતાના પ્રત્યે પ્રેમ દેખાઈ રહ્યો હતો. જીજ્ઞા આટલુ બોલતાજ જીવનમાં પહેલી વાર રુહાનને ગળે લગાવી લે છે અને રુહાન પર આશ્ચર્યચકિત થઈ જાય છે.
સોરી રુહાન તારા માટે મને પણ આ પ્રેમ દેખાડવાની, તને આઈ લવ યુ કહેવાનું ઘણુ મન થાય છે પરંતુ કદાચ આ જીંદગી મને એની મંજુરી નથી આપતી...રુહાનને ભેટેલી જીજ્ઞા પોતાના મનમા જ બોલે છે.
પુર્વી ત્યા આવી પહોચે છે અને રાધા કૃષ્ણ જેવુ જ જોડુ જુએ છે અને કહે છે.
હમ તો ગહેરી ચિંતામે હૈ ઓર આપ દોનો યહા પે પ્યાર સે ગલે મીલકર રોમેન્સ મે ડુબે હો ...પુર્વીએ ટોન્ટ મારતા કહ્યું.
બંને અલગ પડે છે અને જીજ્ઞા કહે છે.
ના ના આતો બસ એક ફ્રેન્ડ તરીકે એને મને આટલી મદદ કરી છે તો પ્રેમથી એક હગ તો દઈજ શકુ છું એને...જીજ્ઞાએ પુર્વીને કહ્યું.
આટલી જ વારમા ત્યા રુહાન અને જીજ્ઞાના સ્પર્ધા માટેના સર આવી પહોચે છે.
અરે જીજ્ઞા રુહાન તમે બહાર કેમ આવ્યા અને આ રવી અને મહાવીર ક્યા છે...સરે કહ્યું.
સર એ બંનેનો ક્યારથી કોન્ટેક્ટ કરી રહ્યો છું પણ બંનેના ફોન સ્વીચ-ઓફ આવે છે...રુહાને કહ્યું.
બીજુ નાટક પણ પતી ગયુ છે અને ત્રીજા નાટક પછી આપણો ટર્ન છે તુ કઈ પણ કર રુહાન પરંતુ એ બંનેને હાજર કર કેમ કે એમના રોલમાં તાત્કાલિક બીજાને સેટ કરવા એ અશક્ય છે પ્લીસ...આટલુ બોલી સર ત્યાથી ચાલ્યા જાય છે.
કિસ્મત જ ખરાબ છે...જીજ્ઞાએ કહ્યું .
ભરોસો રાખ જીજ્ઞા તુ મારા પર હુ આ સ્પર્ધા તને ક્યારેય નહીં હારવા દઉં. તુ અંદર બેસ હુ હમણાજ બંનેને શોધીને આવુ છું...રુહાને કહ્યું.
રુહાન ફરીથી બહાર આવે છે. જીજ્ઞા અને પુર્વી બંને અંદર હોલ તરફ જાય છે. થિયેટર હોલમાં જતા જ પ્રથમ સીટે બેઠેલો સંજયસિહ જીજ્ઞા અને પુર્વી સામે જોઈને હશે છે.
મે કહ્યુ હતુને કે કાલે હુ હસીસ અને તમે બધા રડશો. હુ તો હશી જ રહ્યો છું. થોડીવાર પછી તમારો રડવાનો સમય છે તૈયાર થઈ જાઓ...સંજયસિહે ધીમેથી જીજ્ઞાને કહ્યું.
જીજ્ઞા અત્યારે જવાબ આપ્યા વગર જ જતી રહે છે અને સંજયસિહ પોતાના અહંકારની હસીમાં ડુબી જાય છે.
આ તરફ બહાર ઉભેલો રુહાન વારંવાર બંનેનો કોન્ટેક્ટ કરવાની કોશિષ કરી રહ્યો હોય છે. કોઈ જ રીતે મહાવીર અને રુહાનનો કોન્ટેક્ટ ન થતા રુહાન એક વ્યક્તિ જોડે ફોન પર વાત કરે છે અને વાત કર્યા પછી અંદર હોલમાં ચાલ્યો જાય છે.
હોલમાં જીજ્ઞા પાસે આવીને રુહાન ઉભો રહી જાય છે અને બંનેની સામે જોઈને સંજયસિહ સખત હસી રહ્યો હતો.
હવે શુ કરીશુ રુહાન...જીજ્ઞાએ કહ્યું.
છેલ્લો પાસો અપનાવ્યો છે જોઈએ એમનાથી બંનેને પત્તો લાગે તો ઠીક છે બાકી અલ્લાહ ની ઈચ્છા.
રુહાને કોને ફોન કર્યો હશે. શુ ત્રીજુ નાટક પુર્ણ થતા પહેલા બંને આવી જશે કે પછી જીજ્ઞા અને રુહાન આ નાટક સ્પર્ધામાથી બહાર થઈ જશે, શુ ફરી એકવાર જીજ્ઞાનુ સ્વપ્ન તુટી જશે વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલના આવનારા ક્લાઈમેક્સના ભાગો.

THANK YOU FOR READ MY STORY.
। જય શ્રી કૃષ્ણ । । કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY :- VARUN S. PATEL