jyare dil tutyu Tara premma - 42 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 42

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 42

"રીતલ આ કેવો સવાલ છે??"

" એ જ કે હું જાણવા માગું છું કે તમે કોઈ એક માંથી કોને બચાવી શકો?????"

"જો મારુ ચાલે તો હું બંનેને બચાવાની કોશિશ કરી પણ જો કોઈ એક જ ઓપસન હોય તો હું પહેલા તને બચાવી કેમકે મારી દુનિયા તું છે"

"પણ, કિસ્મતને કંઈક બીજું જ મંજુર હોય તો...!!!! રવિન્દ, મારુ જીવન હવે ત્યાં સુધીનું છે જયાં સુધી હું આ બાળકને બચાવી તમારા હાથમાં આપી દવ પછીની મને ખબર નથી. "

"સોરી, આ બધું મારા કારણે બન્યું. જે પળ આપણે સાથે બેસી ને વિતાવી જોઈએ તે પળ મે તને મારાથી અલગ કરી દીધી ને હું વિચારતો રહયો કે થોડાક સમય સુધીમાં હું બધું જ બરાબર કરી ને તને તારી ખુશી, તારુ સપનુ, આપણું ઈન્ડિયા બધું જ ફરી આપી દવ. રીતલ તારા વગરની એક એક પળ મુશકેલ હતી. હું તને રોજ જોવા આવતો કે તું શું કરે છે. દર કલાકે હું તારા હાલચાલ પુછયા કરતો પણ તને સાથે રાખી તારી ખુશીને ફરી વિખેરવા નહોતો માગતો. મારા સાથ કરતા તું તે આશ્રમમાં ખુશ છે એવું મે નોટિસ કર્યુ. તને ખુશ જોવ છું તો મને લાગે છે કે હું ખુશ છું. રીતલ હું તારાથી અલગ રહી શકું પણ તારા વગર હું વિચારું પણ ન શકું." તેની આખો આશુંથી ભરાઈ ગઈ ને તેને રીતલને જોરથી હક કરી દીધો.

"રવિન્દ હંમેશા જે માગયે તે જ મળે છે. હું તમને મળયા પહેલાં હંમેશા એ માગતી કે કોઈ રાહ એવી નિકળે કે મારો પતિ મને ઘરથી બહાર નિકળી જવાનું કહે ને હું સીધી જ એક બાળ્આશ્રમમાં જ્ઈ રહું જયાં મારુ કોઈ ના હોય. મે જે માગયું તે બધું મળ્યું પણ ત્યારે મને નહોતી ખબર કે તમે મારી જિંદગી હશો. તમે આવ્યા પછી પ્રેમ શું છે તે ખબર પડી. પણ રવિન્દ હવે વધારે સમય મારી પાસે નથી. ને હું આ છેલ્લી ઘડીએ મારુ જીવન માગવા નથી માગતી. કેમકે કિસ્મત પાસે જે માગ્યે છે તે કિસ્મત જરૂર આપે છે. પણ ખુશીની સાથે તે દર્દ અને તકલીફ પણ આપે છે. જે સમયે આપણે માગયે તે સમયે આપણને ખબર નથી રહેતી કે આપણી આવનારી જિંદગી કેવી હશે પણ જયારે તે વસ્તું મળે છે ત્યારે આપણી જિંદગી બદલી ગઈ હોય છે. ના હું તમારાથી નારાજ છું ના મારે તમારી પાસે કોઈ ફરિયાદ છે. જો તમે મારી માટે કંઈક કરી શકો એમ હોવ તો પ્લીઝ રવિન્દ આ છેલ્લી ઘડી મને મારી અને તમારી ફેમીલી સાથે રહેવાનો એક મોકો આપો."

"રીતલ તું તે હાલતમાં નથી કે હું તને અત્યારે ઈન્ડિયા લ્ઈને જાવ. તું એકવાર ઠીક થઇ જા પછી આપણે હંમેશા માટે ત્યાં ચાલ્યા જઇશું."

" હું જાણું છું હું અત્યારે તે હાલતમાં નથી પણ તે લોકોને તો તમે મારી સીંમત (બેબી સોવર ) નું બહાનું બનાવી બોલાવી શકો ને...!!!!! રવિન્દ આજ સુધી આપણે તે લોકોથી આ વાત ચુપાવી જે વાત જાણવાનો તેને પુરો અધિકાર છે. " રીતલની લાગણી પ્રેમ બનીને ઊભરાતી હતી. આટલી મોટી બિમારી પછી પણ તેને ખુદના વિચારોની જગ્યાએ બીજાના વિચારો આવે છે. અત્યારે તેની આખમાં આશું ન હતા પણ પોતાના પરિવારને મળવાની જીગનાશા જરુર હતી. તે જાણતી હતી કે હવે સાયદ તેની પાસે વધારે સમય નહોતો. થોડીકવાર તેને રવિન્દની રાહ જોઈ કે તે શું કહે છે પણ તેનો કોઈ જવાબ ન મળતાં તેને વાત બદલી બીજી વાત શરૂ કરી દીધી.

"રવિન્દ, આવતો જન્મ સાયદ તમે મને મળવા નહીં માગો. પણ, હું મારા આવનારા બધા જ જન્મમાં તમને માગી. મે મારી આ જિંદગીમાં બધું જ હાસિલ કરી લીધું. મારુ સપનું મારી પરીવારની ખુશી તમારો સાથ ને છેલ્લે મારા પેટમાં અત્યારે શાંતિથી સુતેલા બેબીની માં બનવાના અરમાન પણ પુરા કરી લીધા......." રીતલની વાત રવિન્દે વચ્ચે જ કાપી નાખી ને તેની સામે એક હળવું સ્મિત આપતા તે બોલ્યો,

" તું બધા જ વિશે વિચારી શકે છે તો શું તું તારા બેબીની ખુશી માટે મારી સાથે આ જિંદગી ની સફરને પુરી તો કરી શકે ને??? રીતલ, મને આવનારા જન્મની ખબર નથી પણ હું તારી સાથે આ જિંદગી જીવવા માગું છું. શું તું મને તારી આ જિંદગીનો સાથ આપી શકી??? "

" જે કસમ નિભાવી મારા હાથમાં નથી તે કસમથી હું તમને કેવી રીતે બાંધી શકું. રહી વાત મારા બેબીની તો મને વિશ્વાસ છે તમારા પર કે તમે તેને માં અને પિતા બંનેનો પ્રેમ આપી શકશો. " જાણે તે આ દુનિયાથી હંમેશા વિદાય લેવા તૈયાર જ હોય તેમ રવિન્દને બધી જ વાતો સમજાવી ચુપ કરાવી દેતી આખી રાત બંનેની વાતો ચાલતી રહી.

સવારના વહેલા સુર્યના કીરણનો પ્રકાશ તેના રૂમમાં પથરાણો ને રીતલની આખ ખુલી ગઈ. રવિન્દ નો હાથ તેના હાથમાં હતો ને તે ત્યાં જ તેની પાસે બેઠા બેઠા સુઈ ગયો હતો. રીતલે તેના માથા પર હાથ ફેરવ્યો ને તે એકદમ સંફાળો બેઠો થઈ ગયો. તેને લાગયું રીતલને કંઈ જોઈએ છે પણ રીતલ સવારે એકદમ સ્વસ્થ હતી. રવિન્દ સામે તેને એક મીઠી સ્માઈલ આપી ને તે ત્યાંથી ઊભી થતા રવિન્દના ગાલ પર કીસ કરી રુમની બહાર નિકળી ગઈ. રવિન્દ હજુ રીતલ વિશે વિચારતો જ હતો ત્યાં તે હોસ્પિટલનો એક રાઉડ લગાવી આવતી પણ રહી.

થોડીકવાર પછી સિધ્ધિ પણ રીતલના રીપોર્ટ સાથે ત્યાં હાજર હતી. રીતલની બિમારી તેના બાળકને કોઈ નુકશાન નહીં પહોચાડે તે વાત જાણી રીતલ અને રવિન્દ બને ખુશ હતાં. પણ રીતલને હંમેશા માટે અહીં રહેવું પડશે તે વાતથી તેને થોડી ચિન્તા થઈ.

" સિધ્ધિ, થોડાક દિવસ પછી આપણે આ ઇલાજ શરૂ કરીએ તો ચાલે??? મારે આશ્રમનું થોડુંક કામ બાકી છે તે પુરુ થઈ જાય એટલે હું ટેશન મુક્ત બની જાવ. પછી મને અહી રહેવામાં કોઈ પરેશાની નહીં લાગે. હું બને ત્યાં સુધી જલદી કામ પુરુ કરવાની કોશિશ કરી"

" જો, મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આ ઈલાજ જેમ જલદી થાય તેમ વધારે સારું છે."

" સિધ્ધિ, રીતલનો ઈલાજ આજથી જ શરૂ કરી દે. કોઈ કામ તેના ઈલાજથી વધારે ઈન્પોટન નથી."

" રવિન્દ જેવી રીતે તમને મારી જિંદગીની આશા છે તેવી રીતે મને તે બાળકોના સપના પુરા કરવાની. તે બાળકોના અધુરા સપના મુકી શું હું મારા બાળકનો ઇલાજ સારી રીતે કરી શકું એવું તમને લાગે છે.???" હંમેશા જ કોઈ એવા સવાલ પર રવિન્દને તે વિચારવા મજબુર કરી દેતી ને રવિન્દ છેલ્લે તેની વાતમાં હા મળાવી બેસી જતો. આજે પણ તે તેની જીદ પર અકકડ રહી ને આશ્રમ રહેવા ચાલી ગઈ.

થોડાક જ દિવસમાં તેને ડોર્ઇગ કલાસ પુરો કરયો ને સાથે તેની અધૂરી પેન્ટીગ પણ પુરી કરી. તેને આશ્રમમાંથી રજા લીધી ને તે હોસ્પિટલમાં પોતાના ઈલાજ માટે પહોચી ગઈ. ઈલાજ શરૂ થયા પહેલા રવિન્દ તેને જબરદસ્તી મનાવી ધરે લઇ ગયો. ત્યાં તેના માટે એક સ્પરાઈઝ તૈયાર હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિંદગી અને મોતની વચ્ચે લડતી રીતલની જિંદગી વગર કોઈ ડરે હસ્તી હતી ત્યારે શું તેની આ જિંદગી મોત બનીને અલવિદા કહી દેશે કે નવી જિંદગી જીવવા સમય દેશે?? શું તેના અધુરાં સપના પૂરાં થશે?? શું હશે રવિન્દની સ્પરાઈઝ?? શું રીતલ આ મુશકેલ પલને ખુશીથી પાર કરી શકશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશઃ)