Absent Mind - 3 in Gujarati Travel stories by Sarthi M Sagar books and stories PDF | એબસન્ટ માઈન્ડ - 3

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

એબસન્ટ માઈન્ડ - 3

એબસન્ટ માઈન્ડ

(૩)

સમસ્યાને કઈ રીતે જાવી આગળ વધવુ કે અટકી જવું એ તમારા અભિગમ પર આધાર રાખે છે જે સમસ્યાનાં સારાં કે ખરાબ પરીણામો નક્કી કરે છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા. જાકે પહેલેથી જ ર૩-ર૪ તારીખ વચ્ચે ઢચુપચુ હતો. દર વખતે એ જ થાય છે. નીકળવાનાં થોડાં દિવસો પહેલાં નહી જવા વાળી ફિલીંગ. દર વખતે ટ્રીપ પર જવા માટે બેગ ઉપાડું એ સમયે અંદરથી નથી જવું એમ થયાં કરે. જાકે હવે એનાથી ટેવાઈ ગયો છું. ખરેખર તો એવી ઘણી નેગેટીવ બાબતોથી ટેવાઈ ગયો છું. આવું બધુ તો થયાં કરે એમ વિચારી રોડ ટ્રીપની શરૂઆત કરી.

બાય ધ વે, ઘરેથી નીકળ્યા બાદ છેક ઈસરો સુધી પહોંચ્યો ત્યારે મોટર સાયકલનાં ડોક્યુમેન્ટસ લીધા છે કે નહી એ શંકા ગઈ. બેગ ચેક કરી. બેક ટુ પેવેલિયન, પાછો ઘરે આવ્યો. પંદર મિનિટ પહેલાં જેમણે સી-ઓફ કર્યુ એ બધા મને જઈને આશ્ચર્ય પામ્યા. જાકે ખાસ આશ્ચર્ય નહતું. આવું લગભગ થતું રહે છે. બધુ ભુલાય છે, ફકત ભુલી જવાની ટેવ નથી ભુલાતી.

થોડીવાર બાદ હું ફરીથી હાઈવે ઉપર હતો, સવારથી દિમાગમાં કંઈક ઘુમરાયા કરતું હતું. એવરી ટાઈમ ટ્રીપ પર હોઉં ત્યારે એ વિચારો આવ્યાં જ કરતાં હોય છે. ક્યાં વિચારો એ નથી જણાવવા. પણ આગળ કહયું ને હવે ટેવાઈ ગયો છું. બાઈક ચલાવતાં- ચલાવતાં ગીતો ગાવાનું ચાલું હતું. થોડી થોડી વારે મોબાઈલ કાઢી ગુગલ મેપમાં રસ્તો જાઈ લેતો હતો. મહેસાણા સુધી તો રસ્તો જાયો જ હતો. આગળથી બદલાતો હતો. બે-ત્રણ વખત નદીની અંદરથી રસ્તો પસાર થયો. ખાસ ન લાગ્યું. કંટાળો ચડતો હતો. દરમિયાન ડીસાથી ચાંદીસર બ્રીજ નીચે આવ્યો અને દુનિયા બદલાઈ ગઈ. ઓવરબ્રીજ આગળથી રાઈટ ટર્ન લીધા બાદ છેકથી છેક બકવાસ રસ્તો. અને નહીવત લોકો. કેટલાંય કિલોમીટર સુધી તમને કોઈ જાવા ન મળે. દેખાય તો ફક્ત ટ્રક અને ટ્રક ડ્રાઈવરો.

જા એકલાં આ રસ્તેથી જવાનું થાય અને કોઈ તકલીફ ઉભી થઈ તો ક્યાંયથી મદદ મળવાની શક્યતા નહી. કમસેકમ ત્યાં હોવ ત્યારે એવું જ લાગે. સાવ બોરીંગ અને વધારે રીસ્કી. કોઈ બીજા રસ્તો મળે તો આ રસ્તે ન જવું વધારે સારું. ચાંદીસર બ્રીજથી દાંતીવાડા, કુચાવાડા, પંથવાડા વાળો રસ્તો.

જા કે મોટું સરપ્રાઈઝ તો રાજસ્થાનમાં મારી રાહ જાતું હતું. ભીનમાલથી રસ્તો બદલાયો. ગુગલ મેપ હોવા છતાં રસ્તો ભુલી ગયો. અને રુચિયરથી ધાનસાનો રસ્તો પકડ્યો. મોટર સાયકલ રાઈડીંગનો સૌથી કડવો અનુભવ. એકચ્યુલી નવો પણ.

રુચિયર ગામમાં પહોંચ્યો ત્યાં કરિયાણાની દુકાન આગળ એક દાદીને થલવાર ગામનો રસ્તો પુછ્યો. એમણે બે રસ્તામાંથી જમણે આંગળી ચીંધી. ડાબે ચીંધી હોત તો આરામથી થલવાર પહોંચી ગયો હોત. પરંતુ એડવેન્ચર ડગલે ને પગલે સર્જાવાનું હતું.

દાદીનો આભાર માની જમણે રસ્તે વિક્રાંત આગળ ધપાવ્યું. પાકો રસ્તો પછી કાચો રસ્તો પછી કાંકરીવાળો રસ્તો. વસ્તી ધીમે ધીમે પાંખી થતી ગઈ અને રણવાળાં ખુલ્લાં ખેતર શરૂ થયાં. નજર પહોંચે ત્યાં સુધી કોઈ માણસ ન દેખાય. એક કાર જ જઈ શકે એટલો રસ્તો. બાર-એક વાગ્યાનો સમય હતો. ધોમધખતો તડકો, ચારે તરફ રણ અને હું.

સોળ કિ.મીનાં રસ્તામાં ભાગ્યે જ બાઈક બીજા ગિયરમાં ગયું હશે, ધુળીયા રસ્તામાં. પહેલાં ગિયરમાં પણ બાઈક બે પગ વડે ધક્કો મારી ચલાવતો હતો. બાઈક જરા પણ ફાસ્ટ કરતાં ધુળમાં ભરાઈને પડી જતું હતું. રણ-ખેતરો વચ્ચેનાં રસ્તામાં શરૂઆતમાં કંટાળ્યો પછી ચેલેન્જ તરીકે લીધું. જાકે થોડો ઘણો ભય હતો. એ જ કાલ્પનિક ભય. શું થશે. શું નહી. સાથે જ ચાનક પણ ચડતી હતી.

છેક છેલ્લે બે છોકરાં બાઈક પર મળ્યા. એમની સાથે વાત થઈ. દાદીને બે-ચાર ગાળો આપીને એમણે હવે થોડો જ રસ્તો બાકી છે એમ કહયું. ધાનસાંથી થલવારનો રસ્તો બતાવ્યો. જેમ તેમ કરી ખેતર અને ધુળીયા માર્ગવાળા નિર્જન વિસ્તારની બહાર આવ્યો. ત્યાં એક ફેકટરી આવી. કામ કરતાં મજુરો પાસે અટકીને ફરી થલવારનો રસ્તો પુછયો. પાણી પીને પાંચેક મિનિટ ઉભો રહયો. એમણે ધાનસા ગામાં જવાને બદલે ધાનસા બાયપાસ થઈ થલવારનો રસ્તો બતાવ્યો. છેવટે સાડા ચાર વાગ્યે થલવાર પહોચ્યો જયાં મોટાભાઈ રાહ જાઈ રહયાં હતાં.

બધાને ગામમાં મળીને ફાર્મહાઉસ ગયા. બ્યુટીફુલ ફાર્મ હાઉસ અને લિજ્જતદાર જમવાનું. આજનાં ર૪૪ કિ.મી. જાઈએ હવે આગળ શું થાય છે.

ર૪ એપ્રિલ ર૦૧૮

P.S. જયારે તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય ત્યારે તમને તમારી તાકાતની જાણ થાય છે. – અજ્ઞાત

***