Whatsapp thi Facebook sudhini safar - 4 in Gujarati Fiction Stories by Mayuri Mamtora books and stories PDF | Whatsapp થી facebook સુધીની સફર - 4

Featured Books
Categories
Share

Whatsapp થી facebook સુધીની સફર - 4

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો

પ્રસ્તાવના:

એની સાથે ચેટિંગમાં ને ચેટિંગમાં બે મહિના ક્યાં વીતી ગયા મને ખબર જ ના રહી ...હવે અમે એકબીજા વિશે થોડુ ઘણુ જાણતા હતા..

પણ આ બે મહિના વીત્યા બાદ અચાનક મને વિચાર આવ્યો કે અમે એકબીજાના ફેસબુક એકાઉન્ટમાં તો add જ નથી...
એટલે મે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલી એમા એનુ નામ સર્ચ કર્યુ..પણ પ્રિયેશ દવે નામનુ તો લાબું લિસ્ટ હતુ..તેથી મે પ્રિયેશ દવે અહેમદાબાદ લખી સર્ચ કર્યુ. અને એ લિસ્ટમાં એની પ્રોફાઈલ છેક છેલ્લા નંબરે હતી...પણ મારૂ ધ્યાન તો પહેલા જ એની પ્રોફાઈલ પર પડી ગયુ. કારણકે whatsappમાં એણે જે dp રાખ્યુ હતુ એ જ dp એણે ફેસબુકમાં રાખ્યુ હતુ... મે તરત જ એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી..અને એની પ્રોફાઈલ તપાસવા લાગી...
હું એના ફ્રેન્ડ લિસ્ટમાં નહોતી એટલે મને એના વિશે વધારે માહિતી નહોતા બતાવતા.પણ હા એની સ્કુલ અને કૉલેજ વિશેની માહિતી બતાવતા હતા.એની પ્રોફાઈલમાં એના વિશેની માહિતીમાં એણે એક જ વાક્યમાં એના વિશે જણાવી દીધુ હતુ."I'm what I'm" ?100% true..એ એવો જ હતો...
ત્યારબાદ મે એણે અપલોડ કરેલા ફોટાઓ પર ક્લિક કર્યુ..જોયુ તો માત્ર 5 જ ફોટો હતા..અને એમાં પણ 2 જ ફોટો પબ્લિક હતા..જેમાંથી એક ફેસબુકનો કવર ફોટો હતો કે જે કોઈ કુદરતી દ્રશ્યનો હતો..અને બીજો પ્રોફાઈલ પિક્ચર..
.........
આજના સમયગાળામાં લોકો ફેસબુક પર પોતાના ઢગલો ફોટાઓ અપલોડ કરતા હોય છે.. અરે બીજાની વાત તો જવા દો પણ હું મારી પોતાની જ વાત કરૂ ને તો મે ફેસબુકમાં અત્યાર સુધી લગભગ અમમ..મારા પોતાના 200 જેવા photos અપલોડ કર્યા હશે..અને એ સિવાયના અપલોડ તો અલગ જ...પણ આની પ્રોફાઈલમાં તો માત્ર 5 જ Photos..

પણ એની પ્રોફાઈલ જોયા બાદ હવે એક વાત તો ચોક્કસપણે સાબિત થઇ ગઈ હતી કે એને સોશ્યિલ સાઇટ્સનો જરા પણ craze નહોતો..
...........
મેં એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી એ વાતને એક અઠવાડિયુ વીતી ગયુ હતુ તેમ છતા મારી મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ પેન્ડિંગ જ બતાવતી હતી એટલે મે એને મેસેજમાં પૂછ્યુ.

મી: પ્રિયેશ સાહેબ,તમે તમારા ફેસબુકની નોટિફિકેશન ચેક કરો છો કે નહી??!

પ્રિયેશ: કેમ? શું થયુ?

મી: થયુ કાંઈ નથી..પણ સાહેબ મે તમને એક અઠવાડિયા પહેલા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી..જે હજુ સુધી તમે સ્વીકારી નથી...?

પ્રિયેશ: ઓહહ એટલે મેડમનુ મોઢુ બગડ્યુ?પણ બકા હું ફેસબુક 6-8 મહિને એકાદવાર માંડ ખોલતો હોઈશ..

મી: ???

પ્રિયેશ: હમ્મ..તને ખબર તો છે મને સોશ્યિલ સાઇટ્સ પર એકટીવ રહેવામાં બહુ રસ નહીં..

મી: સારૂ..?તો પછી હવે મારી ફ્રેન્ડ રિકવેસ્ટ ક્યારે સ્વીકારાશે?

પ્રિયેશ: જયારે હું next time ફેસબુક પર લોગ ઈન કરૂ ત્યારે..

મી: તો ક્યારે લોગ ઈન કરશો?

પ્રિયેશ: ખબર નહી ?

મી: સારૂ?

પ્રિયેશ: લે વળી પાછુ મોં બગાડ્યુ??પણ હું તારી રિકવેસ્ટ ક્યારે સ્વીકારૂ એની તને કેમ આટલી ઉતાવળ છે?

મી: ઉતાવળ તો હોય જ ને!!કેવું કેવાય..આપણે whats appમાં આટલા સમયથી ચેટ કરીએ છીએ..પણ હજુ સુધી એકબીજાના ફેસબુક ફ્રેન્ડ નથી..!!

પ્રિયેશ: શું ફર્ક પડે છે બકા? આપણે WhatsApp પર ચેટ તો કરીએ જ છીએ ને...અને આપણે સારા મિત્રો પણ છીએ જ તો પછી શું ફર્ક પડે કે હું ફેસબુકમાં તારી રિકવેસ્ટ ક્યારે accept કરૂ...!!

મી: હા એ વાત સાચી..

પ્રિયેશ: એક વાત પૂછું તને? ઘણા સમયથી તને પુછવી હતી આ વાત..

મી: હા પૂછો..પૂછો..એક શું બે વાત પૂછો...

પ્રિયેશ: તને યાદ છે શરૂઆતમાં એકવાર તે મને એક વાત કીધી હતી કે તુ બહુ ઓછા લોકોને સામેથી મેસેજ કરે છે..અને મેં તને કીધુ હતુ કે ઓહ તો હું એ લિસ્ટમાં છુ કે જેને તુ સામેથી મેસેજ કરે છે..

મી: હમ્મ..

પ્રિયેશ: હું એ લિસ્ટમાં આટલી જલ્દી પહોંચી ગયો એના પાછળનું કારણ જાણી શકુ??

મી: કારણ તો અમમ...ખબર નહી પણ પહેલી વખત મને કોઈને સામેથી મેસેજ કરવાનુ મન થયુ..

પ્રિયેશ: ઓહ એમ?

મી: પણ આ પ્રશ્ન તે મને આજે છેક કેમ પૂછ્યો?? પહેલા પણ પૂછી શકતો હતો?

પ્રિયેશ: મેડમ,પહેલા તમે મને કાંઈ બોલવાનો કે પૂછવાનો મોકો જ ક્યા આપતા હતા?તમે જ બધુ પૂછતા હતા..!!??

મી: ????

પ્રિયેશ: સારૂ ચાલ તો એ જણાવ કે તને સામેથી મેસેજ કરવાનુ કેમ મન થયુ?શું ખાસ છે એવુ મારામાં..?હું આકર્ષક દેખાવ છુ..શું એ છે એના પાછળનું કારણ?

મી: ના હવે......

પ્રિયેશ: તો?

મી: જયારે પહેલી વાર મે તને whatsappમાં સામેથી મેસેજ કર્યો હતો ત્યારે મને તો એ પણ નહોતી ખબર કે એ DP તારૂ છે..પણ ખબર નહી પહેલી વખત મને કોઈને સામેથી મેસેજ કરવાનુ મન થયુ હશે..!પહેલી વખત મને કોઈ વિશે જાણવામાં ઉત્સુકતા જાગી...,પછી જયારે થોડા દિવસો પછી મને ખબર પડી કે એ DP તારૂ છે ત્યારે હું થોડીવાર માટે મંત્રમુગ્ધ ચોક્કસ થઇ ગઈ હતી...પણ એનો અર્થ એ નથી કે ફક્ત તારૂ રૂપ જોઈને મને તારી સાથે વાતો કરવાનુ મન થાય છે..એમ તો ઘણા દેખાવડા છોકરાઓ મારા ફેસબુકમાં છે. પણ મે એ લોકોને ક્યારેય સામેથી મેસેજ નથી કર્યો..પણ ખબર નહી તારામાં કાંઈક તો એવો ચાર્મ છે કે મને એમ થાય બસ તારી સાથે વાતો કર્યા જ કરૂ..
એ 9 થી 10 વચ્ચેનો સમયગાળો મારી જિંદગીનો કદાચ શ્રેષ્ઠ સમયગાળો હશે..એ 9થી10 વચ્ચેના સમયગાળામાં હું મારી જાતને જીવી લવ છું..મને મજા આવે છે તારી સાથે વાતો કરવાની..તારી સાથે મારી રોજનીશી share કરવાની...

પ્રિયેશ: એમ?

મી: હા એમ..?હવે તુ મને એક વાત પ્રામાણિકતાથી જણાવ તે પણ અત્યાર સુધી કોઈ સાથે આટલી બધી ચેટિંગ નથી કરી રાઈટ?

પ્રિયેશ: હમ્મ રાઈટ..

મી: તો શા માટે તું પણ મારી સાથે ચેટિંગ કરે છે..??તું ધારત તો મને ignore કરી શક્યો હોત જે રીતે તુ મને પહેલા ignore કરતો હતો..

પ્રિયેશ: હમ્મ સાચી વાત ignore કરી શક્યો હોત..પણ પછી તુ મને દરરોજ નતનવી queries પૂછીને મારૂ માથુ ખાત એનુ શું!!?અને હુ તને ignore કરી શકુ પણ તારી queriesને તો ignore ના જ કરી શકુ..??એના કરતા એક કલાક તુ દરરોજ મારૂ માથુ ખાઈ લે એ યોગ્ય છે..????

મી: હુ માથુ ખાવ છુ એમ????

પ્રિયેશ: ?????

મી: ?????નહી વાત કરવી જા..

પ્રિયેશ: હાઈશ....હવેથી શાંતિ???

મી: ???

પ્રિયેશ: આ લે આઈસ્ક્રીમ?ખા..અને મગજ ઠંડો કર..?

મી: નહી ખાવી..તુ ખાઈ લે.?

પ્રિયેશ: સારૂ હું ખાઈ લવ છુ..નહિતર ઓગળી જશે આઈસ્ક્રીમ..??

મી: ???

પ્રિયેશ: yummy????

મી: bye..?? ??

પ્રિયેશ: બકા મજાક કરતો હતો..આટલી serious ના થા...પણ એક વાત કહુ તુ મારૂ માથુ ખાય એ મને ગમે છે☺️ એ 9થી10 વચ્ચેનો સમયગાળો ફક્ત તારા માટે જ નહી..પણ મારા માટે પણ એટલો જ ખાસ છે..મને મજા આવે છે તારી સાથે ચેટ કરવાની..☺️મારૂ માનવુ છે કે lifeમાં કોઈ એક એવુ દોસ્ત તો હોવુ જરૂરી છે..જેની સાથે તમે બિન્દાસ પણે રહી શકો...અને હા તારી વાત સાચી છે,મે આટલી ચેટ કોઈ સાથે નહી કરી હોય જેટલી ચેટ હું તારી સાથે કરૂ છુ..કારણકે મેડમ મને પણ ગમે છે તમારી સાથે ચેટ કરવુ????

મી: એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હુ માથુ તો ખાવ જ છુ???

પ્રિયેશ: હે ભગવાન...આ છોકરીઓને એકેય રીતે ના પોચી શકાય??આટલુ બધુ કહ્યુ કે મને પણ તારી સાથે ચેટ કરવામાં મજા આવે છે,એ તને વચાયું નહી....?મેઘા દેવીની જય હો????

મી: બહુ સારૂ..?

પ્રિયેશ: ????

મી : ?????

પ્રિયેશ: બસ જો આવી જ રીતે આ laughter emojiની જેમ ખડખડાટ હસતી રહે..જીવનમાં હંમેશા હસતા રહેવુ જોઈએ.એવુ કહેવાય છે કે ચોર્યાસી લાખ જન્મ પછી માનવ અવતાર મળે છે એટલે તું એને આવી રીતે મોં બગાડવામાં બગાડ નહી..
(એનુ typing હજુ ચાલુ જ હતુ.)

મી: બસ સાહેબ..હવે આ topic પર તમારી philosophy ચાલુ ના કરી દેતા..?

પ્રિયેશ: ના ના. હુ તો ગુડ નાઈટ ટાઇપ કરતો હતો..?હવે એક કલાક થઇ ગઈ..???

મી: બહુ સારૂ..પણ એક કલાકમાં હજુ 8 મિનિટ બાકી છે..

પ્રિયેશ: એક એક મિનિટનો હિસાબ રાખે છે તુ તો..??

મી: ??હા હો..

પ્રિયેશ: ???

મી: આજે કેવુ થયુ ખબર..?

પ્રિયેશ: મને કેવીરીતે ખબર હોય???

મી: હા તો પૂછ કેવુ થયુ?

પ્રિયેશ: ok કેવુ થયુ???

મી: આજે ફેસબુકમાં એક છોકરાએ મને propose કર્યું..?

પ્રિયેશ: ઓહો..શું વાત છે..

મી: હમ્મ?

પ્રિયેશ: ગોગલ્સ કાઢી નાખ બકા...કારણકે ફેસબુકમાં તો બધા ફ્રી જ હોય છે..કામ ધંધા વિનાના...અને તને જેણે Propose કર્યું એને તું પુછજે કે તું કેટલામી છો એના propose listમાં..!???

મી: એવુ કાંઈ નથી હો..હું પહેલી છોકરી છુ??

પ્રિયેશ: એમ? પણ તે કેમ એમ માની લીધુ કે તુ પહેલી જ છોકરી હોઈશ એના Propose listમાં?

મી: તો તે પણ એમ કેમ માની લીધુ કે એના Propose listમાં ઘણી બધી છોકરીઓ હશે!!?

પ્રિયેશ: લાગે છે તને ગમી ગયો એ..?એક કામ કર હા પાડી દે એને..??

મી: ના રે..

પ્રિયેશ: લે કેમ?હમણાં તો એની વકિલાત કરતી હતી..

મી: વકિલાત નહોતી કરતી..Just કહેતી હતી..અને FYI..મને ફેસબુક વાળા Proposeમાં સહેજ પણ રસ નહી..

પ્રિયેશ: લે કેમ?

મી: શું કેમ?એ મારી દૂર દૂરની ઓળખાણમાં થાય છે એટલે મે એને મારા ફેસબુકમાં add કર્યો..પણ હજુ મેં એને આજે જ મારા ફેસબુકમાં add કર્યો અને આજે જ એણે મને propose પણ કરી દીધુ!!!?so strange..I mean એક દિવસમાં જ propose !!અને મેં એને આ પ્રશ્ન પૂછ્યો તો કહે છે કે હા i love you..હવે તું પણ accept કર અને અત્યારે મને video call કર??

પ્રિયેશ:હાહાહા..?????તો કર video call????

મી: શું તુ પણ યાર.. મજાક સૂઝે છે તને?હું તો હમણા જ એને મારા ફ્રેન્ડ લિસ્ટમાંથી કાઢી નાખુ છુ..?

પ્રિયેશ: બકા, હું તને એ જ કહેવા માંગતો હતો કે ફેસબુકની મિત્રતામાં અને પ્રેમમાં most of આવુ જ હોય છે..!અને જે છોકરો તને એક જ દિવસમાં તને ઓળખ્યા કે મળ્યા વગર Propose કરતો હોય તો તુ જ વિચાર કર કે એ છોકરા એ અત્યાર સુધીમાં કેટલી છોકરીઓને propose કર્યું હશે!!This type of boys are fake...

મી: હમ્મ..સાચી વાત..

પ્રિયેશ: હમ્મ..સારૂ ચાલો મેડમ આજે તો હું બહુ જ થાકી ગયો છુ.. હું તો આજે વહેલો જ સુઈ જાવ છુ..???

મી: આજે કેમ બહુ જ થાકી ગયો?

પ્રિયેશ: ઓફિસમાં આજે બહુ work load હતો so...

મી: ઓહ અચ્છા..

પ્રિયેશ: હમ્મ..Bye gn..નહીતર હું અહીયા ચેટમાં જ ઊંઘી જઈશ???

મી: okk gn jsk sd tc☺️☺️
............

એને તો એ દિવસે ઘસઘસાટ નીંદર આવી ગઈ..પણ મને એ દિવસે બહુ મોડી નીંદર આવી..કારણકે આજે એણે પહેલી વખત મને ચેટમાં કહ્યુ હતુ કે એને પણ મારી સાથે ચેટ કરવાની મજા આવે છે. મને એ વાત વારંવાર યાદ આવતી હતી..એના વિચારોમાં ને વિચારોમાં મને રાત્રે છેક 3 વાગ્યે નીંદર આવી..
.........

એના પછીના દિવસે રાત્રે શાર્પ 9:00 વાગ્યે ફરીથી અમારૂ ચેટિંગ શરૂ થયુ... અને 10:10 વાગ્યે અમારૂ ચેટિંગ પૂરૂ...
.............

આમ ને આમ અમારા દરરોજના ચેટિંગને ચાર મહિના વીતી ગયા..
.........
.......
ચેટિંગમાં ને ચેટિંગમાં બીજા ચાર મહિના ક્યા વીતી ગયા ખબર જ ના પડી.. પણ એક વખત મને વિચાર આવ્યો કે અમારા ચેટિંગને આશરે 6 મહિના જેવો સમયગાળો થઇ ગયો હશે..છતાં અમે એકબીજા સાથે ફોન પર ક્યારેય વાતો જ નથી કરી..આટલા સમયથી અમારા પાસે એકબીજાના ફોન નંબર પણ હતા પણ તેમ છતાં અમારા બન્નેમાંથી કોઈને ફોન પર વાત કરવાનો વિચાર જ ના આવ્યો..!!એટલે મેં નક્કી કર્યું કે સાંજે ઓફિસથી છૂટીને હું એને ફોન કરીશ..
...........

સાંજે એને કોલ કરવા મે ફોન હાથમાં લીધો..પણ પછી મને વિચાર આવ્યો કે હું આવી રીતે અચાનક જણાવ્યા વિના જ એને ફોન કરીશ તો કેવુ લાગશે.. !!એના કરતા હું એને રાત્રે ચેટિંગમાં આ વાત કરીશ..અને પછી ફોન કરીશ..એ વિચારે મે એને કોલ કરવાનો વિચાર ટાળી દીધો..
......
....

પણ થોડીવાર બાદ એનો સામેથી કોલ આવ્યો..મને આશ્ચર્ય થયુ કે એનો સામેથી કોલ આવ્યો..!મારા મનની વાત એના સુધી પહોંચી ગઈ કે શું!!!બે મિનિટ તો મને વિશ્વાસ જ ના આવ્યો કે એ એનો કોલ છે..!મે નામ ચેક કર્યું,નામ તો એનુ જ હતુ પ્રિયેશ દવે...!!!ધ્રુજતા હાથે મેં એનો ફોન ઉપાડ્યો...સામેથી એનો અવાજ આવ્યો,હેલ્લો..ક્રમશ: ......