INSEARCH OF YARSAGUMBA - 5 in Gujarati Fiction Stories by Chandresh Gondalia books and stories PDF | યાર્સાગુમ્બા ની શોધ - ૫

Featured Books
Categories
Share

યાર્સાગુમ્બા ની શોધ - ૫

ક્રમશ:

સુઝેન : યા....વાવ...!


સુઝેન એક એન્ગ્લો - ઇન્ડિયન છોકરી હતી. તેના પિતા ઇન્ડિયન હતા. અને માતા બ્રિટીશ હતી. તે નાનપણથી જ પોતાના માતા-પિતા થી અલગ રહેતી હતી. આમપણ તેના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા. તેની માતાનું મૃત્યુ થયું હતું. અને તેના પિતાને મળ્યાને તેને એક અરસો થઈ ગયો હતો. પોતે થોડાઘણા ઉલ્ટા-સીધા કામ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી તેમજ મોકો મળે ત્યારે દુનિયા ફરવા નીકળી પડતી...! તે ટ્રેકિંગના ઈરાદાથી આવી હોય તેમ લાગતું હતું. તે હિન્દી સમજી અને બોલી પણ સકતી હતી. આમપણ ગ્રુપમાં માત્ર ૪-૫ છોકરીઓ જ હતી. અને સુઝેન ને છોડી બાકીની વિદેશીઓ હતી. બિસ્વાસને છેડતો જોઈ પ્રાચીને પણ વિશ્વાસને છેડવાનું મન થઈ ગયું.


પ્રાચી : ભોલાભૈયા આપને કભી ગધે કે ઉપર ગધે કો સવારી કરતે દેખા હૈ....?!


ભોલા : નહિ તો...!


પ્રાચીએ બિસ્વાસ તરફ નઝર કરી, અને આખું ગ્રુપ હસવા લાગ્યું. હવે બિસ્વાસનો વારો હતો,


બિસ્વાસ : આજકલ કી લડકિયાં ના....અચ્છે લડકો કો છોડકે ગધે કે પીછે ભાગતી હૈ....!


ફરી પાછું ગ્રુપ હસવા લાગ્યું. આવી રીતે હસતા- હસતા સફરનું અંતર કપાવા લાગ્યું. બિલાફોલ્ડ ઘાટીથી રસ્તો બહુજ ખડબચડો હોવાથી ખચ્ચરોનો ઉપયોગ થતો હતો. પ્રાચીએ જોયું કે બિસ્વાસનો દેખાવ થોડોઘણો નેપાળી તો થોડો ઇન્ડિયન લાગતો હતો. તેની બોલીમાં પણ સરસ હિન્દી છલકતું હતું. એક નઝરે તે કોઈને પણ ગમી જાય તેવો આકર્ષક હતો. અને લગભગ પ્રાચીની ઉંમરનો જ હતો.


ચાલતા-ચાલતા તેઓ " નેપા વેલી " (૪૭૩૦ મીટર - ૧૫૫૧૪ ફુટ ) પહોંચ્યા. પહોંચતા સુધીમાં લગભગ ૧૨ વાગી ગયા હતા. નેપા વેલી કુદરતીસૌંદર્ય થી ભરપુર હતી. ચોતરફ હરયાળી હતી. નીચે ઉંડી ખીણ હતી, અને તેમાં ઉંચા-ઉંચા વૃક્ષઓનું જંગલ હતું. ઉપરથી જોતા ઊંચા વૃક્ષ પર જામેલ બરફ જાણે તેના ફળ હોય તેવી પ્રતીતિ થતી હતી. નેપાવેલી પર પહોંચીને તેઓએ આરામ કર્યો અને નાસ્તો કર્યો. નાસ્તો કરવાને બદલે દરેક જણ ત્યાંના સોંદર્યને કેમેરામાં કેદ કરવામાં મશગુલ હતા. પ્રાચીને તેમાં કોઈ રસ ન હતો. સુઝેને જોયું કે ગ્રુપમાં એક બીજો છોકરો હતો. તે તેની પર મોહી પડી હતી. આમપણ તે બહુજ મોર્ડન હતી,આથી તે સામેથી જ તેની સાથે દોસ્તી કરવા ચાલી ગઈ.


સુઝેન : હાઈ....આઈ એમ સુઝેન..!


લુસા : હેલો...આઈ એમ લુસા...!


સુઝેનને સારી રીતે આવડતું હતું, કે છોકરાઓ સાથે દોસ્તી કેમ કરાય...!. તે પોતાની મીઠી-મીઠી વાતો અને અદાથી લુસાને પોતાની તરફ આકર્ષવા લાગી. લુસા દેખાવે હેન્ડસમ,મજબૂત બાંધાનો અને નેપાળી લાગતો હતો. તે પણ એકલો જ હતો. પ્રાચીએ જોયું કે આખા ગ્રુપમાં એક એજેડ વિદેશી (ઉંમર લગભગ - ૫૫ વર્ષ ) જેવો માણસ હતો. તે કોઈની સાથે વાતચીત કરી રહ્યો ન હતો. પ્રાચીએ તેની સામે સ્માઈલ આપી,બદલામાં તે વ્યક્તિએ તેનું અભિવાદન કર્યું.


થોડીવાર પછી કેમ્પઇન્સ્ટ્રક્ટરે બધાને વેલીના મેઇન પોઇન્ટ પાસે બોલાવ્યા. આ તરફની ઘાટી અને બીજી તરફની ઘાટી વચ્ચે કમસે કમ ૧૫૦ ફુટનું અંતર હતું. અહીંથી ત્યાં સુધી મજબુત દોરડાંઓ બાંધવામાં આવ્યા હતા. તેની ઉપર ગરગડીની મદદથી સરકતા જઈ બીજી તરફ જવાનું હતું. ઇન્સ્ટ્રક્ટરનું આટલું બોલતા જ કેમ્પમાં ઉત્સાહનું વાતાવરણ પ્રસરી ગયું. દરેક જણ તે અનુભવ લેવા માંગતો હતો. જો કે આ થોડું ખતરનાક પણ હતું. કારણકે નીચે ઊંડી ખાઈ હતી. અને નીચે નેપા નદી વહી રહી હતી. તેનું પાણી એટલું ઠંડુ હતું કે માણસ જો એકવાર તેમાં પડે તો થીજી જ જાય...!

કેમ્પઇન્સ્ટ્રક્ટરે બે-બે જણની ટીમ બનાવાની સૂચના આપી. તે બંને જણે સાથે જવાનું હતું, આથી જો એકને કોઈ મુસીબત આવે તો બીજો બચાવી શકે. અભીરથ અને અમ્બરિસ પર આટલા ભારી સામાનને લઈ જવાની જવાબદારી આવી. ભોલાને ઇન્સ્ટ્રક્ટરે પેલા એજેડ માણસની સાથે રાખી દીધો. પ્રાચી એકલી પડી ગઈ. તે સુઝેન તરફ ફરી,પણ સુઝેને પહેલેથી જ લુસા સાથે જોડી બનાવી લીધી હતી. તેની પાસે નાછૂટકે બિસ્વાસ સાથે જવાનો વિકલ્પ જ બચ્યો હતો. દરેક જણ બે-બે ની ટીમમાં જવા લાગ્યા. જતી વખતે કોઈનો નાનો-મોટો સામાન છટકીને નીચે પડતો અને નદીના પાણીમાં ગરકાવ થઈ જતો. દરેક જણે ગરગાડી સાથે બાંધેલ સ્ટેન્ડ મજબૂત પકડ્યા હતા. અને સેફ્ટી માટે તેમની કમર સાથે એક પતલો તાર પણ બાંધ્યો હતો, જેથી તેમનું બેલેન્સ ગબડે તો તારના સહારે બચી શકે. છેલ્લો વારો પ્રાચી અને બિસ્વાસ નો હતો. બિસ્વાસ ક્યારનોય તેને છેડી રહ્યો હતો. આથી પ્રાચીએ ગુસ્સે થઈને તેને પોતાની સાથે ન આવવા ધમકી આપી.

તે એકલી જ ગરગડી નું સ્ટેન્ડ પકડી આગળ વધી. હજુ તો ૫૦ ફુટનું અંતર કાપ્યું હશે, ત્યાંજ પ્રાચીના હાથોમાં દર્દ થવા લાગ્યું. તેના ગ્લાસીસ પાછલા ખિસ્સામાં હતા, તેને પાણીમાં પડતા બચાવવા જતા, તેનો એક હાથ છુટી ગયો, અને આખા શરીરનું વજન એક હાથ પર આવી ગયું. અને બેલેન્સ ન રહેતા, તે સીધી નીચે પડી. કમર સાથે બંધાયેલ તારને લીધે હવામાં લટકવા લાગી. દરેક જણના શ્વાસ અધ્ધર થઈ ગયા. બિસ્વાસ એક જ પળમાં ત્યાં પહોંચી ગયો. પ્રાચીના વજનથી પતલો તાર તુટી ગયો, અને તે નીચે પડવા જાય તે પહેલા બિસ્વાસે તેને પોતાનો હાથ આપી દીધો. પ્રાચી બિસ્વાસનો હાથ પકડીને ૧૫૦૦ ફુટની ઊંચાઈએ લટકી રહી હતી. દરેક જણ ગભરાઈ ગયા હતા. બિસ્વાસે પ્રાચી તરફ સ્માઈલ કરી, બદલામાં પ્રાચી ને થોડી શરમ આવી, પણ તેણે પણ સ્માઈલ આપી. પોતે જ બિસ્વાસને પોતાની સાથે ન આવવા ધમકી આપી હતી...!

પ્રાચી : અગર તુમ ન હોતે તો મેં મર જાતી...!


બિસ્વાસ : મરે આપકે દુશ્મન....!


પ્રાચી હસવા લાગી.


પ્રાચી : ઉસ હિસાબ સે તો તુમ્હે મર જાના ચાહિયે...!


દરેક જણ તાલીઓ પાડી બિસ્વાસના પ્રયાસને બિરદાવવા લાગ્યા. તેણે પ્રાચીને ઉપર ખેંચી, અને તેઓએ વેલી ક્રોસ કરી.


બીજી તરફ પહોંચી, બિસ્વાસ પ્રાચી સાથે વધુ ફ્રેન્ડલી થવા લાગ્યો. પ્રાચીને પણ તેની હરકત ગમતી હતી,પણ પોતે અહીં પોતાના પિતા માટે આવી હતી.તે પોતાના મકસદથી ભટકવા માંગતી ન હતી, આથી તેણે નાછૂટકે બિસ્વાસ સાથે ઓછું વાત કરવાનું મુનાસીબ સમજ્યું.


આ તરફ અત્યારે બપોરના ૧૨ વાગ્યા હતા. પોલીસની એક મોટી ટીમે સ્મગલર જયપાલના ઘરે છાપો માર્યો હતો. કાલે પોખરાની પહાડી પર થયેલા બે ખુનમાં જયપાલ જ સંડોવાયેલો હતો, તેવા પાક્કા સબુત મળવાથી પોલીસે તેને પકડવા આવી હતી.જયપાલને તેની અગાઉથી જાણ થઈ ગઈ હોવાથી તે નાસી ગયો હતો. જયપાલના ઘરેથી તેમને યાર્સાગુમ્બાના ઘણા બીજનો જથ્થો મળી આવ્યો હતો. તેમને વિદેશ મોકલવાની તૈયારી હતી. જો પોલીસ જરા અમથી મોડી પહોંચી હોત તો તે બીજ તેમને ન મળત...!. બસ્તી ના જે લોકો પહાડી પરથી બીજ લાવતા, જયપાલ તે બધા મામૂલી રકમ આપી ખરીદી લેતો. અને બદલામા ખુબ ઊંચી કિંમતે વિદેશી બજારમાં વેચતો. આ બિઝનેસ તે વર્ષોથી ચલાવી રહ્યો હતો. જો કોઈ તેના સિવાય બીજી જગ્યાએ બીજ વેંચતા પકડાઈ જતું, તો, તે તેને મરાવી નાખતો. ઘણી વખત તે પોલીસના હાથે પકડાઈ જતો, પણ કોઈ સબૂત ન મળવાથી છૂટી જતો...!

હવે પછીનો સફર ચાલતા પાર કરવાનો હતો. હવે તેમને "કાઇદ ઘાટ" પહોંચવાનું હતું. ચાલવાનું અંતર લગભગ ૭ કિલોમીટર હતું. રસ્તો આમતો સાફસુથરો હતો, પણ બરફથી ઢંકાયેલો હતો. અને સહેજ ઉપરની તરફ ઢાળવાળો હતો. દરેક જણે પોતાના સુટ્સ પહેરી લીધા હતા.કારણકે હવા બહુ જોરથી વહી રહી હતી. ચાલવાનું એટલે પણ જરૂરી હતું ,જેથી આગળ કપરા ટ્રેકિંગ માટે અને પરિસ્થિતિ સામે અનુકૂળ થઈ શકાય. પ્રાચી આની પહેલા ક્યારેય બરફમાં ચાલી ન હતી. એક - એક પગલું ભરવા તેણે કપરી મહેનત કરવી પડતી હતી. પણ એક વાત સારી બની હતી, કે સુઝેન સાથે તેને ચાલતા-ચાલતા સારી દોસ્તી થઈ ગઈ હતી. તે બંનેને એક બીજાનો સ્વભાવ ગમવા લાગ્યો હતો.


કાઇદ ઘાટીના ૨ કિલોમીટર આવતા પહેલા તેમણે નીચેની તરફ ઉતરી પશ્ચિમના છેડે ચાલતા કૂંભુ પર જવાનું હતું. અત્યારે કેમ્પઇન્સ્ટ્રટર અને બીજા લોકો સાથે હોવાથી તેઓ જો ગ્રુપમાંથી નીકળે તો પકડાય જાય તેમ હતા. આથી નાછૂટકે તેમણે ગ્રુપ સાથે ચાલવું પડ્યું. અંતે પાંચ વાગ્યે તેઓ કાઈદ ઘાટ પર પહોંચ્યા. અલબત્ત વચ્ચે તેમણે બે વખત પોરો પણ ખાધો હતો.


ઘાટ પર પહોંચી લોકો ટેન્ટ બનાવવામાં લાગી ગયા. અમુક લોકો રસોઈ બનાવવામાં રોકાઈ ગયા. આજની રાત તેમણે અહીજ વિતાવવાની હતી. રાત્રે ગીત-સંગીત અને ડાન્સની મહેફિલ જામવાની હતી.


પ્રાચીને પોતાના પિતાની યાદ આવી. તેણે જોયું તો મોબાઈલ પર હજુ સિગ્નલ આવી રહ્યા હતા. એવરેસ્ટ બેસ કેમ્પ અહીંથી ૧૩ કિલોમીટર જ દુર હતો.ત્યાં મોબાઈલ ટાવર હતા, આથી તેને સિગ્નલ મળી રહ્યા હતા. તેણે પોતાની મમ્મી ને વોટ્સઅપ કોલ કર્યો.


પ્રાચી : હેલો...મમ્મી ...જય શ્રી કૃષ્ન..!


મમ્મી :હા બેટા...જય શ્રી કૃષ્ન...!


પ્રાચી : પપ્પા શું કરે છે...?


મમ્મી : તેમને હમણાં જ દવા આપી સુવડાવ્યા...!..તું એમની ફિકર ના કરતી બેટા...!


આટલું બોલતા-બોલતા માં-દીકરીની આંખોમાં આંસુ આવી ગયા. સુઝેન તેની બાજુમાંજ ઉભી હતી. તે પ્રાચીને જોઈ રહી. કારણકે દરેક જણ અહીં ખુશ હતું. સિવાય પ્રાચી....!. આમપણ તેને ગુજરાતી સમજાતું ન હતું, આથી તે પ્રાચી સામે ઘુરી-ઘૂરીને જોઈ રહી હતી. અચાનક તેની મમ્મીએ એવું પુછી લીધું જેનાથી તે ગભરાઈ ગઈ.


મમ્મી : બેટા આ પાછળ અવાજ સેનો આવી રહ્યો છે...?!

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૬ માં)


ક્રમશ: