Be Pagal - 19 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૧૯

Featured Books
Categories
Share

બે પાગલ - ભાગ ૧૯

બે પાગલ ભાગ ૧૯
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
કોલેજના થોડાક દિવસો વિતે છે. આજે જીજ્ઞા રુહાન અને એમની ટીમનુ રાજ્યલેવલની સ્પર્ધામા પ્રથમ નાટક હતુ. આ સ્પર્ધા વડોદરાના ટાઉનહોલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધા શરૂ થવાનો સમય થયો. નાટકોની સ્પર્ધા નિહાળવા ઓડિયન્સ હોલ પર પહોચી ચુકી હતી. એન્કર અને જજ પણ આવી ચુક્યા હતાં અને એન્કર અત્યારે જ કોઈક મહત્વની જાહેરાત કરી રહ્યા હતા.
અહીં પધારેલા તમામ દર્શકમીત્રો, નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થી મિત્રો, અમારા મહેમાનો, આયોજનકર્તોઓ, અને અહીં ખાસ પધારેલા આજની આ સ્પર્ધાના જજો. આપ સૌનુ ભાવભર્યું સ્વાગત છે. કાર્યક્રમ શરૂ કરતા પહેલા તમને એક મહત્વની વાત કહેવાની હતી કે જે બંને ટીમ ફાઈનલમાં પહોચસે તે બંને ટીમનુ નાટક જોવા ખાસ આપણા ગુજરાતનુ ગૌરવ અને બોલીવુડની શાન એવા ખુબ જ મોટા ફિલ્મ નિર્દેશક સંજયસર પધારવાના છે. તો મારી સૌ સ્પર્ધકોને એવી નમ્ર વિનંતી છે કે ખુબ મહેનત કરીને ફાઈનલમાં પહોચો અને સંજયસરને એટલા ઇમ્પ્રેશન કરી દો કે શુ ખબર તમને એમની સાથે કામ કરવા પણ મળી જાય...સ્પર્ધાના એન્કરે સ્ટેજ પરથી જાહેરાત કરતા કહ્યુ.
જાહેરાત સાંભળતા જ જીજ્ઞા, રુહાન અને તેમના મિત્રો ખુબ જ ખુશ થઈ ગયા. રુહાન અને તેના બંને મિત્રો અને પુર્વીએ તો તુરંત જ મનમાં આશા બાંધી લીધી હતી કે હવે કદાચ ભગવાન સંજયસરના ઝરીએ જીજ્ઞાનુ સ્વપ્ન જરૂર પુર્ણ કરશે. પરંતુ આ બાજુ જીજ્ઞા એવી કોઈ જ આશા સેવીને નહોતી બેઠી એ ફક્ત એટલા માટે જ ખુશ હતી કે એના લખેલા નાટકની સ્ટોરી બોલીવુડના મોટા ડાયરેક્ટર નિહાળશે જો ફાઈનલમાં પહોચ્યા તો.
તો હવે આપણે થોડી સ્પર્ધા વિશે વાત કરી લઈએ. ત્રણ રાઉન્ડમાં આ મુકાબલો થશે. એક આજે. આજે સૌથી સારૂ પ્રદર્શન કરનાર ચાર ટીમોને પસંદ કરવામાં આવશે. ત્યારબાદ આવતા અઠવાડિયે ફરીથી એ ચારેય ટીમો વચ્ચે મુકાબલો થશે અને એ આપણો સેમીફાઈનલ મુકાબલો હશે. એમા જે બે ટીમ જીતશે તેના વચ્ચે જંગ તેના પછીના અઠવાડીએ થશે અને એમા જે જીતશે તેને ગુજરાત લેવલે રાજ્ય સરકાર દ્વારા ઈનામ આપવામાં આવશે અને ગુજરાત નાટક કમીટી દ્વારા ચાલતા થિયેટરોમાં મોટા કલાકારો સાથે કામ કરવા માટે મોકો આપવામાં આવશે. તો થઈ જાવ તૈયાર. ખુબ જ મોટી તક છે તમારી પાસે ખોતા નહીં. સો લેટ્સ ગો...એન્કરે સ્પર્ધાના નિયમો વગેરે સમજાવતા કહ્યું.
એન્કરની વાત સાંભળી દરેક વ્યક્તિ ખુબ જ ખુશ હતા. હવે તો જીજ્ઞાને પણ થવા લાગ્યુ હતુ કે હજુ પણ શક્ય છે કે એ એના સ્વપ્ન સુધી પહોચી શકે. જીજ્ઞા મસ્ત પોતાના સ્વપ્ન વિશે વિચારી રહી હતી પરંતુ તેની ખરાબ કિસ્મત ક્યા તેનો પીછો છોડી રહી હતી. જીજ્ઞાના ફોનમાં જીજ્ઞાના થનારા પતીનો કોલ આવે છે. કોલ જોઈને રુહાન પણ થોડો હતાશ થાય છે. જીજ્ઞા કોલ કટ કરીને મેસેજ કરે છે કે હુ કોલેજમાં છુ પછી કોલ કરૂ. કોલ આવતા જ જીજ્ઞાને ફરીથી તેની બરબાદીના દિવસો યાદ આવી જાય છે કેમ કે આ લગ્ન તેના માટે તો જીવનની બરબાદી જ હતી.
ધીરે ધીરે સ્પર્ધાની શરૂઆત થાય છે. એક પછી એક કોલેજ દ્વારા નાટક રજુ કરવામાં આવે છે. બધા પ્રાચીન કહાનીને મળતા આવતા નાટકો જ લઈને આવતા હતા. પરંતુ આ તરફ રુહાન અને જીજ્ઞાની કોલેજના પ્રિન્સિપાલ અને ઈતર પ્રવૃત્તિના શિક્ષકે રુહાન અને તેમની ટીમને ફુલ છુટ આપી હતી કે તમને જે યોગ્ય લાગે તે પ્લે કરો અમે તમારી સાથે છીએ. એટલે જીજ્ઞા અને તેના મિત્રો દર વખતે સામાજીક મુદાઓ પર જ નાટકો લખવાનુ અને પ્લે કરવાનો આગ્રહ રાખતા. બધા નાટકો પુર્ણ થયા બાદ રુહાન અને જીજ્ઞાનુ નામ અનુક્રમે નિર્દેશક અને લેખક તરીકે લઈને તેમના ટર્નની જાહેરાત થઈ. રુહાન અને જીજ્ઞાની ટીમ સૌથી છેલ્લે પોતાનુ નાટક લઈને રંગમંચના મેદાનમાં ઉતરે છે.
આ વખતે જીજ્ઞા અને રુહાનના નાટકની થીમ હતી ભ્રષ્ટાચાર અને એ પણ શિક્ષામાં. જીજ્ઞા અને રુહાનની ટીમ ખુબ જ સહજતાથી ટ્વીસ્ટ અને ટર્ન સાથે ભ્રષ્ટાચાર પર એક નાટક રજુ કરે છે. નાટક નિહાળતા દર્શકોને નાટક ખુબ જ પસંદ આવે છે. હોલમાં તાળીઓનો ગળગળાટ થઈ જાય છે. દરેક કોલેજના નાટકો પુરા થયા બાદ હવે જજ લોકો પરીણામ જાહેર કરે છે અને ચાર ટીમોના નામ લે છે જે આગલા રાઉન્ડ માટે સિલેક્ટ થઈ છે.
પ્રથમ ટીમ, બીજી ટીમ, ત્રીજી ટીમ, એમ ત્રણ ટીમના વિદ્યાર્થીઓના નામ અને તેમની કોલેજોના નામ જજ એનાઉન્સ કરે છે. હવે ફકત એક જ ટીમનુ નામ એનાઉન્સ કરવાનુ બાકી હતું. રુહાન અને તેના મિત્રોની અંદર એકદમ બેચેની હતી કે તેમનુ નામ હશે કે નહીં ?
અને છેલ્લી ટીમ જે આ સ્પર્ધામાં આગળ જવાની છે તે છે રુહાન અને જીજ્ઞાની ટીમ ફ્રોમ વડોદરા...એનાઉન્સમેન્ટ કરતા એક જજે કહ્યું.
એનાઉન્સમેન્ટ સાંભળતા જ બધા મિત્રો ખુશીથી છલકાઈ જાય છે અને નાચવા લાગે છે. તો આમ આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ પુર્ણ થાય છે અને જીજ્ઞા અને તેની ટીમ આ રાઉન્ડ જીતી લે છે.
જીજ્ઞા અને રુહાન અને તેમના મિત્રો નાટકની સ્પર્ધાની સેમીફાઈનલમાં પહોંચી ગયા હતા. બધા ખુબ જ ખુશ હતા. દરેક મિત્રો આ ખુશીને સેલીબ્રેટ કરવા માટે બીજા દિવસે બપોરે વડોદરાની એક ખુબ જ પ્રખ્યાત હોટલમાં લન્ચ લેવા માટે જાય છે. લન્ચ લેતા લેતા ડાઇનિંગ ટેબલ પર દરેક મિત્રો વચ્ચે સંવાદની શરૂઆત થાય છે.
હવે બસ આપણે બે જ કદમ દુર છીએ આપણી જીતથી...રવીએ જમતા જમતા કહ્યું.
હવે તારૂ શું કહેવુ છે જીજ્ઞા કે આ સ્પર્ધાથી તારૂ સ્વપ્ન શાકાર થશે કે નહીં ... મહાવીરે જમતા જમતા જીજ્ઞાને સવાલ કર્યો.
હુ આશા તો નથી રાખતી પરંતુ પુરૂ થઇ જરૂર શકે...જીજ્ઞાએ કહ્યું.
પણ હુ...રુહાન આટલુ બોલે છે ત્યા ફરીથી જીજ્ઞાના થનારા પતીનો કોલ આવી જાય છે અને જીજ્ઞા એ કોલ ઉપાડે છે.
ગાઈસ સોરી હુ બસ પાચ જ મીનીટમા જ આને નિપટાવીને આવી...જીજ્ઞાએ જમતા જમતા ટેબલ પરથી ઉભી થઈને જતા જતા કહ્યું.
આમ હવે કદાચ જીજ્ઞાનો થનારો પતિ પણ જીજ્ઞા અને રુહાનની દુરીનુ કારણ બની રહ્યો હતો અને આ વાતથી રુહાનને ખુબ જ દુઃખ લાગી રહ્યું હતું.
બે આ કોણ છે અને જીજ્ઞાને પસંદ નથી તો તે તેની સાથે વાત કેમ કરે છે...રુહાને પુર્વીને પ્રશ્ન કરતા કહ્યું.
જો રુહાનને એની સાથે કોઈ જ લાગણી નથી પરંતુ એ એનુ દિલ રાખવા અને પપ્પા નારાજ ન થાય એટલા માટે ક્યારેય ક્યારેક વાત કરી લે છે અને હવે તો એની સાથે વાત કરવા શિવાય કોઈ રસ્તો પણ ક્યા છે ...પુર્વીએ રુહાનને સમજાવતા કહ્યું.
બે ચાલને રુહાન એને ટપકાવી દેવી એટલે કામ પુરૂ થાય...મહાવીરે મજાક કરતા કહ્યું.
બે જીજ્ઞાની મરજી વિરૂધ્ધ જઈને કઈ પણ કરવુ જ હોત ને તો એની તાકાત જ નહોતી કે તે જીજ્ઞાને સગાઈના દિવસે વીટી પહેરાવી શકે. જવા દે જે થયુ તેને... રુહાને પોતાનુ મો અને મોઢુ બંને ખરાબ કરતા કહ્યું.
આમ આવા ખાટા મીઠા વણાંક સાથે દરેક મિત્રોનો સંવાદ અને જમણવાર બંને પુર્ણ થાય છે.
આ બાજુ હાથમાં તલવાર અને આખમાં અહંકાર ભરીને રુહાનને કાપી નાખવા તૈયાર બેઠેલો સંજયસિહ ખુબ જ ગુસ્સામાં હતો.
એને એકવાર મારા હાથે એકલો આવા દે કાપી ના નાખુ તો હુ મારા બાપુનો દિકરો નહીં ...સંજયસિહે કહ્યું.
શાંત થાવ સંજયભાઈ કાપી નાખવાથી તો નુકસાન જ આપણુ છે તેનો બાપ સૌથી મોટો પોલીસવડો છે. ખામખા આપણને જેલ થઈ જશે. એના કરતા જીજ્ઞાના કેસમા જે કર્યુ તેવુ કંઈક કરો કે જેનાથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ન ટુટે...સંજયસિહના મિત્રએ સલાહ આપતા કહ્યુ.
મારી પાસે તો હવે કોઈ પ્લાન છે નહીં તારી પાસે હોય તો બોલ બાકી આ છેલ્લે તલવાર તો છે જ...અહંકારમા ડુબેલા સંજયસિહે કહ્યું.
ના ના સંજયભાઈ આ તલવારને તો અત્યારે મ્યાનમા જ રાખો હુ કઈક વિચારુ છું...સંજયસિહના મિત્રએ કહ્યું.
જલ્દી વિચાર કેમ કે એને મને આખી કોલેજ વચ્ચે બેઈજ્જત કર્યો છે આ તલવાર વધારે સમય મ્યાનમા નહીં રહે...સંજયસિહે કહ્યું.
આવી ગયો વિચાર સંજયભાઈ કે રુહાન અને તેના મિત્રોને નુકશાન કઈ રીતે પહોચાડવુ...સંજયસિહના મિત્રએ કહ્યું.
જલ્દીથી બકી નાખ...સંજયસિહે કહ્યું.
સંજયસિહનો મિત્ર ફરીથી રુહાન અને જીજ્ઞાને અને તેમના મિત્રોને માનસીક હાની પહોચાડવાનો પ્લાન સંજયસિહને જણાવે છે.
અરે વાહ આતો ખુબ જ સરસ પ્લાન છે. આ મારા દિમાગમાં કેમ ન આવ્યો... રુહાન બેટા અને જીજ્ઞા બેટા બહુ માર માર્યો છે ને મને હવે જુઓ હુ તમારૂ કેવડુ મોટુ નુકશાન કરૂ છું...સંજયસિહ સ્મિથ સાથે બોલ્યો.
સંજયસિહ અને તેનો મિત્ર રુહાન અને તેના મિત્રો સાથે શુ કરવાના છે એ તો નથી ખબર પણ જે કઈ પણ કરવાના છે તેનાથી રુહાન અને તેના મિત્રોનુ ખુબ જ મોટુ નુકશાન થઇ શકે છે. સંજયસિહ એક વખત તો બદલાની આગમાં જીજ્ઞા અને રુહાનની જીંદગી બરબાદ કરી ચુક્યો છે. ફરી એ અહંકારમા આવીને રુહાન અને જીજ્ઞાને નુકશાન પહોચાડવાની ફિરાકમાં છે. શુ ખરેખર આ વખતે પણ રુહાન અને જીજ્ઞાને સંજયસિહના કારણે નુકસાન ભોગવવુ પડશે કે આ વખતે જીજ્ઞા અને રુહાન સંજયસિહને સબક શીખવાડી દેશે વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો.
આમ જ તમારો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો અને આવનારા આપણી કહાનીના ક્લાઈમેક્સના દરેક ભાગ જરૂર વાચતા રહેજો. ખુબ ખુબ ધન્યવાદ.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।

BY:- VARUN SHAHNTILAL PATEL.
WN:- 6352100227
NEXT PART NEXT WEEK