અટપટું ચટપટું @ રવીન્દ્ર પારેખ'આ વખતે તો નોરતામાં ફરાયું જ નહીં.'
'કેમ?આ વખતે તો ગરબાનો માસ્ટર પ્લાન હતો.'
'માસ્ટર ખરો,પણ પગ પ્લાસ્ટરમાં હતો.'
'મતલબ કે નોરતાના ઓરતા અધૂરા રહ્યા.'
૦
'આ વખતે શરદપૂનમે ગરબામાં કોઈ બહેનો જ નથી આવવાની.'
'તો,તો આ મરદપૂનમ થવાની.'
૦
'નોરતામાં એટલું નાચી કે શરદપૂનમે અવાય એમ જ નથી.'
'તો,તમે દરદપૂનમ કરજો.'
૦
પત્ની:લો દૂધપૌઆ,ખાવ.'
અભિનેતા: પૂનમ પહેલાં જ?'
પત્ની:તમે તો બધામાં જ રીહર્સલ કરો છો એટલે કહ્યું.'
૦
'વહુ,આ વખતે શરદપૂનમે કાંદાના ભજિયાં કરજે.'
'ગાંડા કરી મૂકે એવા ભાવ છે ને તમને કાંદાના ભજિયાં જોઈએ છે?'
'ના કરતી ભજિયાં,પણ કજિયા ના કર.'
૦
'શરદપૂનમને કાજોગરીપૂનમ પણ કહે છે.'
'આ કાજોગરી એટલે શું?'
'કાજોગરી એટલે જે જાગૃત થયેલું છે તે.'
'એટલે જ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે.'
'હા,કેટલાક ગાય છે ને કેટલાક ખાય છે.'
૦
'મમ્મી,દૂધપૌઆ ચાંદનીમાં કેમ મૂકે છે,બધાં?'
'એ ખાઈને તો ચાંદની દૂધ જેવી ગોરી થાય છે.'
'તો,પપ્પા કેમ ચાંદનીમાં ગોરા નથી થતા?'
'તે એટલે કે તારા પપ્પાને બારેમાસ અમાસ હોય છે.'
૦
'મમ્મી,'આસો માસો શરદપૂનમની રાત ...'માં માસો શું છે?'
'તે તારા માસાને પૂછ,મને ખબર નથી.'
૦
'મમ્મી,'દાતણ કરતાં જાવ રે અંબેમા...'હવે કેમ ગવાતું નથી?'
'હવે દાતણ કોઈ કરતું નથી એટલે હશે.'
'તો'ટૂથપેસ્ટ કરતાં જાવ રે...'ગાવું જોઈએ?'
'એ તું જાણે.'
૦
'પપ્પા,મમ્મી તો ચાંદનીમાં પણ ગરબા ગાવા ઉતરતી નથી...'
'એ તો એટલી નાજુક છે કે ચાંદની પર ચાલે તોય પગમાં છાલાં પડી જાય.'
૦
'મમ્મી,આ થાળ ગવાય છે તે આટલો જૂનો કેમ છે?'
'તારે નવો થાળ ગાવો છે?'
'હા.'
'તો આ લે -
****
નવો થાળ
જમવા પધારો મોમ કેટલીક વાર છે,
આવી જાવ, આવી જાવ, ડીનર તૈયાર છે...
શીરો,પૂરી ને ભજિયાં કર્યાં ના,
લવિંગ,સોપારી,મુખવાસ ભર્યાં ના,
મેગી,મોમોસ જુઓ કેવાં મજેદાર છે...આવી જાવ ...
પુલાવ,કરી ને પંજાબી શાક છે,
જે ખાય તેનો તો ઘટવાનો થાક છે,
પિત્ઝા ને બર્ગર પણ મસ્સાલેદાર છે... આવી જાવ...
ડાયાબીટીસમાં ગળપણ ખવાય ના,
પરાઠા, રોટી કે કુલચા ચવાય ના,
શ્યુગર ફ્રી આઈસ્ક્રીમ ઠંડો અપાર છે...આવી જાવ...
ગંગા ને જમનાની ઝારી ખોવાઈ ગઈ,
ચિલ્ડ ચિલ્ડ વોટરની બોટલ પીવાઈ ગઈ,
ઉપરથી એ.સી.નો મધમીઠો માર છે...આવી જાવ...
@@@
અટપટું ચટપટું-ગરબા સ્પેશિઅલ
૦
'તને દાંડિયા રમવા બોલાવેલો.'
'તે રમું જ છુંને!'
'તું તો દાંડિયા મારે છે.'
'દાંડિયા રાસમાં તો થોડું એવું હોય!'
'આ તે દાંડિયા રાસ છે કે દાંડિયા ત્રાસ?'
૦
'અલી.આજે રમવા આવવાની છેને.'
'હા. કાલે તો તબિયત ઠીક નો'તી.'
'ઘરે જ હતી?'
'તો બીજે ક્યાં જાઉં?'
'કાલે ફોન કરેલો તો કહ્યું કે રમવા ગઈ છે.'
૦
'પપ્પા,નવ દા'ડા હું કંઈ વાંચવાનો નથી.'
'ભલે દીકરા,આમે ય તું વાંચે છે જ ક્યારે?'
૦
'તું ગરબા રમીને છેક સવારે ઘરે આવ્યો?'
'એ તો સવારે રમતા નથી એટલે!.'
૦
'સાંભળે છે,છોકરાંઓ ગરબા રમવા ગયાં છે.'
'ખબર છે.સૂઈ જાઓ છાનામાના.'
૦
'દીકરી,ગરબાનો પ્રસાદ ના લાવી?'
'પપ્પા,વરસાદમાં પરસાદ ધોવાઈ ગયો.'
'કમાલ છેને! પાછલે બારણે વરસાદ છે ને આગલે બારણે નથી.'
૦
'પેલી બાઈ કેમ ધૂણે છે?'
'એને માતા આવે છે.'
'ને પેલો કેમ લથડિયાં ખાય છે?'
'એને પિતા આવે છે?'
૦
'તને દોઢિયું આવડે છે?'
'ના,દોઢિયાં બનાવતાં જ આવડે છે.'
૦
'કોઈ નવા ગરબા તો ગાતું જ નથી.'
'હવે કોઈ ગરબા જ ગાતું નથી.'
૦
'ગરબા માતાના જ કેમ ગવાય છે?'
'
અટપટું ચટપટું
0
પોલીસ:હેલ્મેટ વગર બાઇક ચલાવો છો?
બાઈકર:એને માટે આ બાઈકના માલિકને પૂછો.એણે બાઇક સાથે હેલ્મેટ રાખી હોત તો તેય ઉઠાવવાનો મને ક્યાં વાન્ધો હતો?
0
પોલીસ:લાવો,500 રૂપિયા.
રાહદારી:શેને માટે?
પોલીસ:હેલ્મેટ છે,તો સ્કૂટર કેમ નથી?
0
પોલીસ: લાઇસન્સ ક્યાં છે?
બાઈકર:ઘરે છે.
પોલીસ:તો,બાઇક પણ ઘરે રાખોને!
0
પ્રેમિકા:આજે શું ગિફ્ટ લાવ્યો છે?
પ્રેમી:આ મેમો.500રૂપિયા પોલીસે દંડ કર્યો એટલે હવે પૈસા નથી.
0
પોલીસ:ઇન્સ્યોરન્સ છે?પેપર્સ બતાવો.
બાઈકર:આ રહ્યાં, પેપર્સ.
પોલીસ:આ તો તમારા વીમાના કાગળો છે.બાઈકના ક્યાં છે?
0
પોલીસ: બહેન,આટલી બધી હેલ્મેટ છે તો પહેરી કેમ નથી?
બહેન: ડ્રેસ જોડે મેચ નથી થતી.ઘરે ડ્રેસ બદલીને પહેરીશ.
0
પોલીસ: રોજ તો તમે રંગીન હેલ્મેટ પહેરતાં હતાં. આજે કાળી...
સ્ત્રી:શોક છે.મારા પતિ ગુજરી ગયા એટલે.
0
પોલીસ:500નો દંડ લાવો.
બાઈકર:આ 50 રાખો ને વાત પતાવો.
પોલીસ:એટલે મેમો નથી જોઈતો?
બાઈકર:ચાલશે.
પોલીસ:ચારસો લાવો.
બાઈકર:લો.
પોલીસ:ઓઢવાનો ચારસો નહીં...
0
'સીટ બેલ્ટ ક્યાં છે?'
'બેલ્ટ છે,સીટ કોઈ કાઢી ગયું,સાહેબ!'
0
'ટપાલ આવી,તેમાં બાઇક પર15000નો દંડ ચોંટ્યો છે.'
'ઓ માય ગોડ!આટલો બધો દંડ તે હોય?'
'હા,ડિયર!આપણે કોર્ટ મેરેજ લંબાવવા પડશે.'
0
'સાહેબ,મારા પર ચલણ આવ્યું છે.'
'તો પૈસા ભરી દો.'
'પણ,મારી પાસે સાયકલ સિવાય કોઈ વાહન જ નથી.'
'તે ના ચાલે.રુલ્સ મીન્સ રુલ્સ!'
0
@@@
છોકરી તો વર્લ્ડકપ જેવી...
૦
ભારતીય ક્રિકેટર જેવો હું ટેન્સ
અને છોકરી તો વર્લ્ડકપ જેવી,
છેલ્લે જીતું તો વળી બોલે એ એમ
હવે જીતવા-બીતવાની વાત કેવી?
વર્લ્ડકપ હોય તો તો જીતી પણ લાવું,
પણ છોકરીને કેમ કરી જીતું?
પાક.ના કો' ખેલાડી જેમ મને જોતી
ને અવળું બંધાઈ જતું ફીતું,
ડ્રોપ થાય કેચ તો એ આઉટ આપે
ને કહે ભૂલચૂક તો રોજ લેવીદેવી...
ક્રિસ નહીં છોડું ને આપી દે રનઆઉટ
એવો એ વાટે છે ભાંગરો,
ફાઇનલમાં પાક.ટીમ આવી હો તેમ
એને જોતામાં થાય મારો મરો,
હારવાની વેળાએ આવે વરસાદ
અને પોઈન્ટ મળી જાય વાત એવી...
છોકરીનું જોવાનું એવું કે
વનમાંથી બદલાતો લાગુ વેરાનમાં,
ઉપરથી ધોધમાર કેચ ધસે નીચે
ને ઝીલું એ લોર્ડસના મેદાનમાં,
છેલ્લી ઘડીનો કેચ જીતાડે
એજ વાત માનવામાં આવે ન તેવી..
@@@ તો બોલવાની જ છૂટ નથી ત્યાં ગાય ક્યાંથી?'
૦
'હું હવે પિતાના ગરબા શરુ કરવાનો છું.'
'એ ના 'પીતા' હોય તો શક્ય જ નથી.'
૦
'તું શેરી ગરબામાં કેમ જતી નથી?'
'કારણ ત્યાં તો ગરબા જ ગવાય છે.'
૦
'તારો ટ્રેડીશનલ ડ્રેસ તો બહુ સરસ છેને?'
'એટલે જ કોઈ જોતું નથી.'
૦
'મમ્મી,હું ગરબામાં જાઉં છું,મોડું થશે.'
'દશેરા પહેલાં અવાય તો આવી જજે.'
૦
'પપ્પા,તમે કેમ ગરબા નથી રમતા?'
'બેટા,પપ્પા ન રમે,એને તો રમાડાય.'
૦
'તમે કેમ રમવા નથી આવતા?'
'એ રમવા નહીં,જમવા આવશે,ઉપવાસ છે...'