આજની આ ભાગતી જિંદગી મા કોને સમય છે કઈ વિચારવાનો કે પછી કઈ કરવાનો. સવાર થી સાંજ ઘડિયાળ ના કાંટા ની જેમ ભાગે છે અને મજૂરી કરે છે. એને પૂછો તો કહે છે કે પરિવાર ને સુખી કરવા આટલું જ તો કરી શકું છુ . સમય સાથે સુખ ની પરિભાષા પણ બદલાતી ગઈ. આજના સમય મા આપણે વિચારીયે છે કે સુખ તો ભાઈ પૈસા મા જ છે. ૨ bhk નો ફ્લેટ , ૧ ગાડી અને નોકર ચાકર હોય તો હું સુખી થઈશ. પણ, સત્ય તો એ છે કે આપડી વિચારધારા જ ખોટી છે. પૈસા થી તમને જે મળે છે એ તો માત્ર ભૌતિક સુખ છે, જેની લાલસા સમય સાથે વધશે પણ ઘટશે નહીં. આપડે ક્યાંક મોહ અને દેખાવડા ને સુખ તો નથી સમજી બેઠા ને ?….
હવે આ તો થઇ પૈસા અને મિલકત થી મળતા સુખ ની ચર્ચા. જરા વિચારો, એક મનુષ્ય જેની પાસે જીવન જીવવા માટે દરેક જાત ના સગવળ છે, પણ છતાં એ દુઃખી કેમ છે ? કારણ તે તેનુ સુખ બીજી વ્યક્તિ મા શોધી રહ્યો છે. તેણે ખુશ થવા, સુખી થવા બીજી વ્યક્તિ જોઈએ છે. અને સુખ થી વંચિત રહેવાનું આ પેહલી અને મોટી ભૂલ છે.
સૌથી પેહલા તો સુખી તમારે પોતાની જાત સાથે થવું પડશે. જ્યાં સુધી તમે સ્વયં થી સુખી નહીં થાવ દુનિયા ની કોઈ તાકાત તમને સુખી નહીં કરી શકે. સુખ ને શોધવા પોતાની ની અંદર જોવું પડશે. પોતાની સાથે મિત્રતા કરો, દિવસ મા થોડો સમય પોતાની સાથે વાત કરવામાં વિતાવો, મન મા સુખ નું બીજ વાવો, પછી જુવો તમે સુખ ને નહીં, પણ સુખ તમને શોધશે.
આજના આ ડિજિટલ યુગ મા દરેક માણસ ને તેમના મિત્ર વર્ગ, પરિવાર જનો ની થોડી ઘણી માહિતી મળીજ જાય છે, આ સોશ્યિલ મીડિયા ની મહેરબાની થી!! અને એજ જાણકારી કદાચ તમારા માટે દુઃખ નું કારણ પણ બની જાય છે. કારણ, આપડે આજે આપણું સુખ ડિજિટલી પણ શોધી રહ્યા છે. એક Survey થી જાણવા મળ્યું કે, એક માણસ જયારે સોશ્યિલ મીડિયા પર કઈ share કરે અને જો એને યોગ્ય likes અથવા કૉમેન્ટ્સ ના આવ્યા તો એ વધારે મૂંઝાય છે. આ દાખલો મેં એટલા માટે આપ્યો કે તમને સમઝાય, કે જે સુખ તમે માત્ર તમે online શોધી રહ્યા છો એ તો માત્ર ઘડીભર નું છે. આજે ક્યાંક likes અને emojis ના વંટોળા મા સુખ ની પરિભાષા જ બદલાઈ ગઈ છે.સુખ તો વાસ્તવિક જીવન મા છે. કાલ્પનિક જીવન મા નહીં. આપડે ડિજિટલ જીવન ના સુખ મા એટલા ખોવાઈ ગયા કે આપણને વાસ્તવિક જીવન નો રસ જ નથી રહ્યો. મિત્રો, સુખ ગૂગલ ઉપર ” સુખ ના સુવિચાર” વાંચીને નહીં પણ, વાસ્તવિક જીવન મા એને અનુભવીને મળશે. મોબાઈલ અને લેપટોપ થી વાત કર્યા કરતા, પરિવાર જનો અને મિત્રતા સાથે રૂબરૂ વાત, મસ્તી અને સમય ગાળો તો જીવન મા ક્યારેય સુખ ને શોધવા નઈ જવું પડે.
પળે પળે બદલાતા આ યુગ મા, માણસ પણ બદલાય ગયો છે. આપડે ક્યાંક બીજાના દુઃખ મા પોતાનું સુખ શોધીયે છે, પણ જરા વિચારો શું એ ખરેખર સુખ છે? ના, એ તો માત્ર તમારી ઈર્ષ્યા ના વિજય નો ગડગડાટ છે. જો બીજાને દુઃખી જોઈને તમને સુખ મળતું હોય તો તમારાથી મોટું દુઃખી કોઈ નથી. ઈર્ષ્યા, એ દુઃખ ની ચાવી છે, સુખ ની નહીં. સુખ ને શોધવા મન અને વિચાર ચોખ્ખા રાખવા પડે. ઈર્ષ્યા , દ્વેશ માત્ર તમને સુખ થી વંચિત રાખશે.
અંતે માત્ર એટલું કહીશ કે સુખ ને શોધવા માટે સાધન ની જરૂર નથી હોતી, એ તો માત્ર મન અને હૃદય થી અનુભવાય છે. સંતુષ્ટ જીવન એ જ સુખ નું સરનામું.