Dharm nu kachu ganit in Gujarati Moral Stories by Ridhsy Dharod books and stories PDF | ધર્મ નું કાચું ગણિત

Featured Books
Categories
Share

ધર્મ નું કાચું ગણિત

રવિ આજે ખુબ જ નર્વસ હતો. એ સતત ડર ના કારણે પોતાના પગ હલાવી રહ્યો હતો. ૧૨ વર્ષ ના આ વિધાર્થી ને પોતાની શાળા નું નામ રોશન કરવાની ચિંતા સતાવી રહી હતી.અને કેમ ના હોય? જોકે આ સ્પર્ધા એ રાષ્ટ્રીય કક્ષા ની હતી. બધા રાજ્યો માંથી કેટ કેટલાય હોશિયાર વિર્ધાર્થીયો આવ્યા હતા. જેનો એને ફકત સામનો જ નહિ પણ એમને માત આપી ને જીતવાનું પણ હતું.

ગુજરાત ના નાના ગામડા માંથી આવેલો રવિ, સ્પર્ધા શરુ થવાની થોડીક જ બાકી ઘડી માં પોતાની જાત ને બધા ની સરખામણી માં નીચો સમજવા લાગ્યો હતો. એ પેહલી વાર આજે શાળા તરફ થી ગુજરાત ની બહાર દિલ્હી માં આવ્યો હતો. એને પોતાના જીવન માં ક્યારેય એટલો મોટો પ્રવાસ પણ નહોતો કર્યો.

એ સ્ટેજ પર બોલી તો શકશે ને? પોતે જેની તૈયારી કરી હતી વકૃત્વ સ્પર્ધા માટે એ યાદ કરવા લાગ્યો હતો. અચાનક એનાથી બધું ભુલાઈ રહ્યી હતું. એને પોતાના વિષય ના શબ્દો યાદ આવી રહ્યા નહતા.મન માં ડર અને આત્મા વિશ્વાસ માં ખામી એના ચહેરા પર અંકાઈ રહી હતી. એ પોતાના શિક્ષક ને ઝંખી રહ્યો હતો જેમણે રવિ ને તૈયારીઓ કરાવી હતી.

"And Now Welcome Mr રવિ રાવલ on Stage From Gujarat M G School, Lakhtar”.

આ સાંભળતા રવિ ના ધબકારા તેજ થઇ ગયા. એના પગ એક ક્ષણ માટે ઠરી ગયા. કેમ પણ હિંમત ભેગી કરી એ ધીમે પગે બેક સ્ટેજ થી Stage પર ગયો. Stage પર પહોંચતા એને જોયું અંદાજેક ૧૦૦૦ માણસો સામે બેઠા હતા. ડાબી બાજુ એ જજ નું ટેબલ હતું. અને હોસ્ટ એનું સ્વાગત કરતા માઈક તરફ જવા હાથ બતાડ્યો. જે સ્ટેજ ની એકદમ વચ માં રાખેલું હતું. રવિ ધીમે પગે માઈક પાસે જવા લાગ્યો. એના સાથે આવેલા શિક્ષક બીજી તરફ ના બેક સ્ટેજ પર થી એને અંગુઠો બતાડી એને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. રવિ એ એક ઊંડો શ્વાસ લીધો આંખ બંધ કરી અને પોતાના શિક્ષક સલીમ સર ને યાદ કર્યો. એમનો હસતો ચહેરો મનોમન નિહાળતા એનામાં અચાનક થી આત્મા વિશ્વાસ જાગ્યો. અને એને હસતા મોઢે પોતાની સ્પીચ ચાલુ કરી.

Namaste, Respected Judges and Audience, hello to my all Students friends, First of all I would Like to Thank You for Giving me the opportunity to take part in this National Competition and feeling Such Overwhelmed by this Warm welcome, I Will Give my Speech in my Mother Language Gujarati, which is one of the popular Regional Language of India on “Religion” એટલે ધર્મ. ધર્મ એટલે શું?

કોઈ ભક્ત ને પૂછો તો એ કહેશે "ધર્મ એટલે'પ્રભુ ભક્તિ", જો કોઈ વિદ્યાર્થી ને પૂછશો તો કહેશે "મારા ગુરુ ની આજ્ઞા નો વિના પ્રશ્ને પાલન કરવો એ જ મારો ધર્મ". શ્રવણ ને જયારે પૂછવા માં આવ્યું તો એને કહ્યું," મારા માતા પિતા ની સેવા એજ મારો ધર્મ". કે કોઈ દાક્તર ને પૂછવા માં આવ્યું તો એમને જણાવ્યું," હર પ્રયાસે મારા મરીઝ નો ઈલાજ કરવો એ મારો ધર્મ".

જયારે નારદમુનિ એ એમના નારાયણ ને પૂછ્યું, "સાચો ધર્મ કયો?" તો નારાયણે ઉત્તર આપ્યું," સાચો ધર્મ એટલે 'માનવ ધર્મ'".

મંદિર માં પૂજા પાઠ કરવો, હવાનો કરવા માત્ર એજ ધર્મ નથી.

મારા મતે પોતાના કર્તવ્ય નો સાચી નિષ્ઠા થી પાલન કરવો એટલે એ "ધર્મ".

અને સૌથી મોટો ધર્મ એટલે માનવ ધર્મ, પછી એ કોઈ પણ રૂપે હોય, બાળક- માતા પિતા, શિષ્ય- ગુરુ, કે દાક્તર - મરીઝ.

એક માનવ બીજા માનવ ની સેવા અર્થે કર્ત્યવ્ય નું આચરણ કરે એ "ધર્મ".


બસ બે મિનટ ની આ અનોખી વિચારધારા સાંભળતા લોકો ના મન ચકચિત થઇ ગયા. તાળી ઓનો ગડગડાહટ ગુંજવા લાગ્યો. Once more ના નારાઓ ભડકારા મારવા લાગ્યા. બધા જજ પણ ઉભા થઇ ને આ સોચ ને વધાવા લાગ્યા. રવિ ની સાથે આવેલા શિક્ષક બેક સ્ટેજ પર હરક થી નાચી રહ્યા હતા. આ ખુશી ના દ્રિશ્ય રવિ ની આંખો ના સામે સપના સાકાર થયા ના પુરાવા આપી રહ્યા હતા. પરંતુ એની આંખો થી આંશુઓ સરી પડ્યા. ખુશી ની બદલે મન માં ભારે ભાર દુઃખ નો અહેસાસ થવા લાગ્યો. રવિ નીચું મોઢું કરી પાછો બેક સ્ટેજ પર ગયો. બેક સ્ટેજ પર પહોંચતા એ ધ્રુસ્કે ધ્રુસકે રડવા લાગ્યો.

થોડોક સમય પસાર થયો ત્યાં આવેલા બધા જ વિદ્યાર્થી ઓ એ અદભુત વકૃત્વ સ્પીચ આપી. કોઈએ પોતાના ધર્મ ની વિશેષતા ઓ બતાવી. તો કોઈએ ભારત માં વિવિધ ધર્મ ના સંમેલન ની મીઠાશ સમજાવી. કોઈ એ બીજા ધર્મ ની ટીકા પણ કરી.તો કોઈ એ પેલા OMG મૂવી ની જેમ ધર્મ ના સંચાલકો ની જ હાસ્ય શભર પ્રસ્તુતિ કરી માહોલ ખિલખિલાહટ કરી દીધો.

હવે સમય પરિણામ નો હતો. હાશ્ય શભર માહોલે ગઁભીરતા ને ઓઢી લીધો. વિદ્યાર્થી ઓ અને શિક્ષકો હાથ જોડી ને પ્રાર્થના કરી રહ્યા હતા. આવેલા મહેમાનો પોતાના ગમતા વિદ્યાર્થી ઓ નો નામ ગૂંજાવા નો પ્રયત્ન કરી રહ્યા હતા.

જજ એ નિર્યણ સંભળાવ્યો, "and winner is રવિ રાવલ, ભારત નું ભવિષ્ય, ભાવિ સોચ, Congratulations.”

રવિ અને રવિ ના શિક્ષક નો હરક નો પાર નહોતો.પણ છતાંય ખબર નહિ કેમ રવિ નો ચહેરો ખુશી થી ખીલવા ને બદલે મુર્જાયેલો હતો. જે એક જજ એ નોટોસ કરી લીધું હતું.અને એને એ ખટકવા લાગ્યું. પોતાના ખટકાવ ને દૂર કરવા રવિ ને મળવા બેક સ્ટેજ પર આવ્યા. અને એને એના ઉદાસ હોવાનું કારણ બતાવા કહ્યું. રવિ બતાવા જઈ જ રહ્યો હતો પરંતુ એના સાથે આવેલા શિક્ષકે એને ઈશારા થી ના કહી.જયારે જજ એ એને પાછું નીડરતા થી બતાવા માટે પ્રોત્સાહિત કર્યું ત્યારે એને જજ ને જે જણાવ્યું એ સાંભળી જજ પણ અચંબિત થઇ ગયા.

વાત એમ હતી કે રવિ એના શિક્ષક સલીમ ને યાદ કરી રહ્યો હતો. સલીમ એ જ એને આ સ્પર્ધા માટે તૈયાર કર્યો હતો જેના કારણે એ આજે જીત્યો હતો. પેલા સલીમ જ રવિ સાથે અહીં આવવાનો હતો. પરંતુ ૮ દિવસ પેહલા કાશ્મીર માં મોટો આંતકી હુમલો થયા હોવાને કારણે સલીમ ને ગામ માંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. એનો ધર્મ મુસલમાન હોવાથી અને આતંકી હુમલા ની પાછળ મુસલમાનો હોવાથી એને પણ સજા મળી હતી. શું સાચ્ચે જ ધર્મ નું ગણિત એટલું કાચૂ છે?

વાત કરતા કરતા રવિ રડી પડ્યો, "અમારું ગામ એ શુદ્ધ બ્રાહ્મણો નું ગામ છે. જો બધા મુસલમાનો આતંકવાદી હોય તો એમ બધા બ્રાહ્મણ રાક્ષશ હોવા જોઈએ ને સર ? કારણકે રાવણ એ બ્રાહ્મણ હતો." રડતા રડતા એને પોતાના શિક્ષક ને સવાલ કર્યો.

આ સવાલ જજ અને શિક્ષક ને અંદર થી હલાવી નાખ્યા. સાચે જ શું ભારત માં ધર્મ નું ગણિત સાચું છે?

લેખિકા અભિપ્રાય:

શું આપણે સાચે જ ધર્મ નું સાચું ગણિત માંડીએ છીએ?

જો બધા મુસલમાનો આતંકવાદી હોય તો શું બધા બ્રાહ્મણો ને રાક્ષશ માનીએ છીએ? કેમ કે રાવણ એ બ્રાહ્મણ કુળ નો હતો.

બાકી તો મહાભારત પણ એક જ ધર્મ ના બે વ્યક્તિઓ વચ્ચે થયેલું, એક જ ધર્મ ના તો દૂર ની વાત એક જ કુળ ના અને એક જ દાદા ના બે પૌત્ર વચ્ચે થયેલું, છતાંય શ્રી કૃષ્ણ એ એને "ધર્મ યુદ્ધ" કહ્યું.

તો આપણને ધર્મ ના સાચા ગણિત માંડવાની જરૂર છે. નાકે એના નામ થી ભેદભાવ કરવાની.

જો ૨+૨, ૪ થાય તો ૩+૧ પણ ૪ જ થાય. રીતો અલગ હોવાથી ધર્મ ખોટું નથી પડતું.

નોંધ: આ વાર્તા એ લોકો ના સંદર્ભ માં લખાયેલી છે જે ધર્મ ના ભેદભાવ માં માને છે. કોઈએ એને personally મન પર ના લેવું. વાર્તા નો હેતુ સર્વ ધર્મ સમભાવ સમજવા નો એક અલગ પ્રયાસ છે. આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો. એ મનુષ્ય કર્મ છે જેની તહે દિલ થી નિંદા છે.