મનમાં આવે તે કેહવું અને પાંચ સેકન્ડ પછી વિચારીને કેહવું એ બંને શબ્દોમાં ઘણો ફરક હોઈ છે.
લી.કલ્પેશ દિયોરા.
મિલન મને તો અહીં આજુબાજુ કોઈ ગામ દેખાય નથી રહ્યું.તું ખોટું તો નથી બોલી રહ્યો ને?કે મને આગળ જમણી બાજુ એક ગામ દેખાયું.મને તો એવું લાગે છે કે તું ખોટું બોલી રહયો હતો.અહીં કોઈ ગામ છે નહીં કે નથી કોઈ ઝુંપડી.
***********************************
હા,કિશન હું ખોટું બોલી રહ્યો હતો.આગળ કોઈ ગામ નથી.કે આગળ કોઈ ઝુંપડી પણ નથી.
તે આવું શા માટે અમારી સાથે કર્યું?
કેમકે કે તમે બધા ડરી ગયા હતાં.મેં તમને એમ કહ્યું કે આગળ કોઈ ગામ છે.તો તમારામાં શક્તિ આવી.તમને ખ્યાલ છે કે તમે આ આગળના બે દિવસ કરતા સોંથી વધુ તમે આજે ચાલી લીધું.સોનલને મજા ન હતી તો
પણ તેનામાં શક્તિ આવી.
મને હતું કે હું તમને પોઝિટિવ વાત કરીશ તો આગળ કોઈ ગામ આવશે.એટલે તમારી અંદર નવી ઉર્જા પેદા થશે.અને તમે જલ્દી આગળ ચાલશો.અને અંતે કોઈને કોઈ ગામ આવી જશે પણ મારો એ પ્રયાસ નિષ્ફળ ગયો.આપણને કોઈ ગામ જોવા મળ્યું નહિ.
કિશન તું સોનલ સામે નજર કરી તે એમ કહ્યું કે આગળ કોઈ ગામ નથી અને મિલન ખોટું બોલી રહ્યો છે.તે જ વખતે સોનલનું શરીર કામ કરતું બંધ થઈ ગયું.નહીં તો સોનલ આપડી સાથે ચાલી રહી હતી.
જો આપણે આ રેગીસ્તાનમાં આગળ વધવું હોઈ તો આપડા મનને મજબૂત બનાવું પડશે.તમે તમને જ કહો કે હું આ રેગીસ્તાન માંથી ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ હું બહાર નીકળીને રશ.
તમારા જાગ્રત મનને સેકન્ડે સેકન્ડે સંદેશો આપો કે હું
આ રેગીસ્તાન માંથી બહાર નીકળીને જ રશ.હે ઈશ્વર મને તું શક્તિ આપ.મારામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી હું આ રેગીસ્તાનમાંથી નીકળવાનો પ્રયત્ન કરીશ.
હા,મિલન તે જે કર્યું તે સારુ કર્યું.આપણે આગળ ચાલી શકતા ન હતા.પણ આજ આપણે ત્રણથી ચાર કિલોમીટર ચાલી ગયા હોઈ એવું મને લાગી રહ્યું છે.તારી વાત સાથે હું સહમત છું મિલન આપડે શરીરથી હજુ હાર્યા નથી મનથી હારી ગયા છીએ.
થોડા જ આગળ ચાલ્યા ત્યાં ફરીવાર સોનલ પડી ગઈ.માથે તાપ એટલો હતો કે ભલભલાના રુવાડા ઉભા થઇ જાય.તમારું મન મક્કમ હોઈ તો જ આગળ ચાલી શકાતું હતું.અને બે દિવસથી શરીરમાં કંઈ નાખ્યું ન હતું.
સોનલ ફરીવાર રેતીમાં પડતા મહેશ મુંજાય ગયો.શું કરવું હવે ગમે ત્યાંથી પાણી તો લાવું જ પડશે.નહીં તો સોનલ જીવી નહિ શકે.સાંજના પાંચ વાગી ગયા હતા.
હવે આગળ કોઈ ગામ આવે એવું લાગતું ન હતું.
આજની રાત પણ અહીં જ પ્રસાર કરવી પડશે.એવું લાગી રહ્યું હતું.
પણ સોનલને સારું થઈ જાય તો તે આગળ થોડું ચાલી શકતા હતા.પણ જ્યાં સુધી સોનલ ઉભીનો થાય ત્યાં સુધી આગળ જવું અશક્ય હતું.આ
રેગીસ્તાનમાં એ પણ બધા જાણતા હતા કે એકબીજા નો સાથ વગર અહીંથી બહાર નહિ નીકળી શકીયે.
મહેશની નજર જીગર પાસે રહેલ ચપુ અને બોટલ તરફ ગઈ.જીગર તું મને તારી પાસે રહેલ ચપુ અને બોટલ આપ.કેમ એ બે વસ્તુંને તારે શું કરવી છે?તું પહેલા મને કે તો જ હું તને આપીશ.નહીં તો નહીં આપું.તું સોનલને ચપુ વડે કઈ કરવાનું વિચારી નથી રહ્યોને.
નહિ જીગર પણ તારી પાસે જે ઊંટ છે,તેને ચપુ વડે મારીને તેનું લોહી બોટલમાં ભરી હું સોનલને આપવા માંગુ છુ.બધા એકીટસે મહેશ તરફ જોઈ રહિયા.થોડીવાર રેગીસ્તાનમાં શાંતિનો માહોલ બની ગયો.એકબીજાની સામે જોઈ રહ્યા હતા.રેગીસ્તાનમાં હનીમૂન મનાવવા જવા માટે આવી પરિસ્થિતિ આવશે તેનો કોઈને ખ્યાલ ન હતો.
ત્યાં જ માધવી બોલી.મહેશ તું આ ઊંટને કેવી રીતે મારી શકે.તેણે જ આપણને અહીં સુધી મુકામ આપીયો છે.અને આપડે તેનું ખુંન કરી નાંખીએ.
બીજો કોઈ ઉપાય હોઈ શકે આપડે ઊંટને મારી ન શકીએ.
માધવી ઊંટ કરતા સોનલનો જીવ અગત્યનો છે.અને જો કોઈ બીજો ઉપાય હોઈ તો પણ તમે બધા કહી શકો છો.હું તમારી બધાની વાત સાથે સહમત થશ.પણ સોનલનો જીવ જતા હું ઊંટને મારીને રોકી શકતો હોવ તો હું એ કરીશ જ.
નહીં હું એ મહેશ તને નહીં જ કરવા દવ.ઊંટનો જીવ લેવો એ પાપ છે.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આ
ઊંટનો જીવ હું નહીં લેવા દવ.તેમ કહીને માધવી ઊંટ
પર ચડી ગઈ.
માધવી તું સમજવાની કોશિશ કરી આ પરિસ્થિતમાં એક જ ઉપાય છે.અને રાત્રી થવા આવી છે.અહીં આજુબાજુ આપણે કોઈ જગ્યા પર રહી શકીયે તેમ નથી.રાત્રિ પ્રસાર કરવા માટે આપણે કોઈ સારી જગ્યા પણ શોધવાની છે
નહીં આ ઊંટ પર જ ભલે હું મરી જાવ.રેગીસ્તાનમાં ગમી તેવી આંધી આવે.ગમે તેવી પરિસ્થિતિ આવે ભલે મારે અહીં જ રાત્રી વિતાવી પડે,પણ હું આ ઊંટને કોઈ સંજોગોમાં મરવા નહિ દવ.
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)