(આગળનાં ભાગ માં જોયું કે પાયલ બસ માં અંશ ને મળે છે અને થોડી ઘણી વાતચીત થાય છે..હવે આગળ..)
પાયલ એના ઘરે પહોંચી ને ફ્રેશ થઈ જાય છે અને એના ભાઈ ને મળવા જાય છે.. એનો ભાઈ હમણાં આકાશ જોડે હોય છે એટલે એ હમણાં એના ભાઈ ને મળવાનું ટાળે છે.. ઘરે આવીને એ બધા ને કામ માં મદદ કરે છે થોડી વાર પછી બધા cousins ભેગા થઈને ખૂબ મસ્તી કરે છે..પાયલ બધા થી નાની હોવાથી ઘર માં બધા ની લાડકી હોય છે એટલે પાયલ ના આવવાથી ઘરમાં એક અલગ જ રોનક આવી જાય છે.. એનો બીજો ભાઈ શિવમ એની ફિયાન્સ ને લઈને આવે છે અને એના સાથે એક છોકરો પણ હોય છે... અને એ હોય છે અંશ..પાયલ બરાબર આંખ સાફ કરીને જોવે છે.. અને વિચારે છે અંશ અહીંયા?.. અને અંશ પાયલ ના ઘરે બધા ને આવીને મળે છે... અને છેલ્લે પાયલ ને મળવા જાય છે..શિવમ ની ફિયાન્સે એટલે પાયલ ના ભાભી એની ઓળખાણ કરાવતા કહે છે કે "આં મારા ફોઈ નો છોકરો છે..અને વિશાલ નો ફ્રેન્ડ ..હમણાં જ કેનેડા થી આવ્યો છે.. અમારા અને વિશાલ ના મેરેજ માટે.. હવે એના માટે પણ છોકરી શોધવાની છે.."
અને પાયલ અને અંશ હાથ મિલાવે છે અને બધા પોત પોતાના કામ માં લાગી જાય છે..
અંશ થોડી થોડી વારે પાયલ ને ત્રાસી નજરે જોવે છે ..એને પાયલ ગમી જાય છે પણ એને હજુ પાયલ ને જાણવાની ઈચ્છા થાય છે એ મન માં વિચારે છે કે પાયલ જેવી છોકરી એને આજ સુધી નથી જોઈ.. આમ પાયલ ને જોતા એની બેન એટલે પાયલ ના ભાભી (કોમલ) જોઈ જાય છે..એ આવીને અંશ ની બાજુ માં બેસે છે અને અંશ ને આંખ મારીને કહે છે.." શું અંશ..કેવી લાગી મારી નણંદ? એક વાર માં જ ગમી જાય એવી છે ને?.. એનો nature j એવો છે બકા.. હું તને સવારે આની જ વાત કરતી હતી.."
અંશ થોડો શરમાય જાય છે..પણ એ એની બેન જોડે થોડો વધારે close હોય છે એટલે એ તરત જ કોમલને પૂછે છે.." હા દીદી..પણ મારે એના વિશે બધું જ જાણવું છે..એને ઓળખવી છે.."
કોમલ પણ અંશ ની વાત સમજી જાય છે.. પાયલ પણ કોમલ સાથે વધારે close હતી એટલે એ એની ભાભી જોડે બધી જ વાત શેર કરતી હતી..એટલે કોમલ ને પાયલ ની લાઈફ ની બધી જ વાત ખબર હતી તો કોમલ અંશ ને પાયલ ની બધી જ વાત કરે છે.. આકાશ થી માંડીને એની સગાઈ કઈ રીતે તૂટી..અને આકાશ એ એને કંઈ રીતે દગો આપ્યો... એ બધી જ વાત અંશ ને કરે છે.. અંશ ના આંખ માંથી પણ થોડી વાર માટે આંસુ આવી જાય છે અને વિચારે છે કે લાઈફ માં આટલું બધું થઈ ગયા બાદ પણ કોઈ આટલું ખુશ કઈ રીતે રહી શકે..અને મનોમન પોતાને પ્રોમિસ કરે છે કે હવે એ પાયલ ને જરા પણ દુઃખી નહિ થવા દે..
સાંજે રાસ ગરબા હોય છે બધા જોરો શોરોથી એની તૈયારી કરી રહ્યા હોય છે.. બધી સ્ત્રીઓ તો શણગાર માં જ લાગી હોય છે.. સજીધજીને બધા ફોટોસ પાડતા હોય છે.. અંશ પણ લાઈટ ગ્રીન અને ક્રીમ કલર ની શેરવાની માં ખુબ જ handsome લાગતો હોય છે.. અને વળી એ કેનેડા થી આવ્યો હોવાથી બધી જ છોકરીઓ ની નજર અંશ પર જ સ્થિર થઈ જાય છે પણ અંશ ની નજર ખાલી એક જ છોકરી ને શોધતી હોય છે એ છે પાયલ.. બધા જ એકબીજા જોડે ફોટોસ પડાવતા હોય છે પણ પાયલ ક્યાંય દેખાતી નથી.. અને finally પાયલ આવે છે અને એ પણ blue અને orange color ni ચણીયા ચોળી માં ખુબ જ સુંદર લાગતી હોય છે.. વળી એના ખુલ્લા વાળ અને ગાલ માં પડતા ડિમ્પલ એની સુંદરતા માં વધારો કરે છે.. અંશ તો 10 મિનિટ સુધી પાયલ ને જ જોતો રહે છે
હવે બધા રાસગરબા માટે વાડી માં જાય છે.. છોકરી અને છોકરાવાળા બન્ને ના રાસગરબા ભેગા જ હોય છે... છોકરીવાડા તો પેહલે થી જ ત્યાં આવીને ગરબા ચાલુ કરી દીધા હોય છે..છોકરાવાળા પણ ત્યાં જઈને એમનું અલગ જ round બનાવીને ગરબા માં જોડાઈ જાય છે.. બધા પોત પોતાના ફિયાંસે જોડે ગરબા રમતા હોય છે..આકાશ પણ એની ફીએન્સ જોડે ગરબા રમતો હોય છે .. અને સામેવાળા તરફથી મૌલિક પણ આવ્યો હતો જેની પાયલ સાથે સગાઈ તૂટી હતી..એ પણ એની ફિએન્સ જોડે ગરબા રમતો હોય છે.. અંશ ના પૂછતા કોમલ મૌલિક ને બતાવે છે ... પાયલને તો પેહલાથી જ ગરબા નો બહુ શોખ એટલે એ તો nonstop ગરબા રમતી હોય છે અને અંશ પણ પાયલ ને જ જોઈને ગરબા રમવાનું ચાલુ રાખે છે..થોડી વાર પછી પાયલ ને તરસ લાગતા એ પાણી પીવા માટે જાય છે..અંશ પણ એને જોઈને એની પાછળ પાછળ જાય છે..
વાડી માં પાણી નથી હોતું એટલે એ થોડે દૂર પાણી ની પરબ પાસે જાય છે.. અને પેહલા પાણી પીવે છે અને કોઈ એને કમરથી આવીને પાછળથી પકડી લે છે એટલે એ તરત પાછળ ફરીને જોવે છે.. મૌલિક??? ..અને એ પોતાને છોડવાનો પ્રયત્ન કરે છે.. તો મૌલિક એને હજુ tight પકડીને એના જોડે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરે છે.. એનાથી થોડેક જ દૂર આકાશ એની ફિયન્સ સાથે ઊભો હોય છે એ બધું જોઈ રહ્યો હોય છે છતાં પણ પાયલ ની મદદ માટે નથી આવતો..અને પાયલ નું મોઢું તો મૌલિક એ એક હાથ વડે બંધ કરેલું હોવાથી એ બૂમ પણ નથી પાડી શકતી..
અંશ ને કોઈકનો કૉલ આવતા એ રસ્તા માં જ ઉભો રહી જાય છે અને કૉલ કટ થતાં ની સાથે જ એ પાયલ ને જોવા જાય છે..અને જોવે છે તો મૌલિક એના જોડે જબરદસ્તી નો પ્રયાસ કરી રહ્યો હોય છે એ જડપથી ત્યાં જઈને મૌલિક ને પાછળ થી કૉલર પકડીને ઊંધો ફેકીં દે છે અંશ બીજું કઈક કરવા જાય એના પેહલા જ મૌલિક ત્યાંથી ભાગી જાય છે પાયલ ત્યાં જ ઉભી ઉભી રડતી હોય છે અને ઠંડી ના લીધે એનું આખું શરીર ધ્રુજતુ હોય છે... અંશ એને એનું જેકેટ ઓઢાડીને પાયલ ના ઘરે લઈ જાય છે.. પાયલ ઘરે આવીને અજાણતા થી અંશ ને વળગીને ખૂબ જ રડે છે..એને સમય નું ભાન થતા એ અંશ થી દુર જાય છે..અંશ એને પાણી આપીને કહે છે કે આં વાત ની જાણ એને એના મમ્મી પપ્પા ને કરવી જોઈએ..પણ પાયલ ના પાડે છે કેમ કે એને એના ભાઈના લગન નથી બગાડવા.. અંશ એને શાંત કરીને ફરીથી વાડી માં આવવાનું કહે છે અને પાયલ એનું મોઢું ધોઈને પાછી વાડીમાં જાય છે અને જાણે કઈ થયું જ ના હોય એમ પોતે બધા જોડે હસતી અને વાતો કરે છે..
અંશ ને ખબર હોય છે કે આકાશ ત્યાં જ ઉભો હોવા છતાં પાયલ ની મદદ માટે નથી આવતો.. અંશ આકાશ ને પહેલેથી જ ઓળખતો હોય છે એ આકાશ ના બાજુ માં જઈને ubho રહે છે અને આકાશ ને હળવેકથી કહે છે.. "આની જગ્યા એ તારી બેન હોત તો..તું આવી રીતે જ જોયા કરોત..અને તું તો એનો એક્સ છે તને તો એટલું જ જોયતુ હશે ને કે એ કેવી રીતે બદનામ થાય.."
અને આકાશ સાંભળ્યું નાસંભળ્યું કરીને ત્યાંથી જતો રહે છે..
રાસગરબા પણ પતી જાય છે..બધા પોત પોતાના ઘરે જઈને આરામ ફરમાવે છે.. અંશ પણ પાયલ ના ઘરે જ રોકાયેલો હોય છે.. પાયલ ને ઊંઘ નથી આવતી હોતી એટલે એ રાતે 3 વાગે એકલી ધાબા પર જઈને બેસીને એકલી એકલી રડતી હોય છે.. અંશ એને જતા જોઈ જાય છે એટલે એ પણ થોડી વાર પછી એના જોડે જાય છે.. અંશ પાયલ ની બાજુ માં જઈને બેસે છે.. પાયલ એને જોતા જ પોતાના આંસુ છુપાવતી હોય છે.. અને અંશ ને thank you કહે છે.. અંશ પણ એના આંસુ રોકવા માટે મજાક કરે છે.. " thank u.. સે કામ નહિ ચલેગા ..સનોરિતા.. "
" તો શું જોઈએ છે તને?"
" અરે યાર એક વસ્તુ ખોવાઈ ગઈ છે.. મડતી જ નથી..છેલ્લા 4 કલાક થી..તું મને મદદ કરીશ એ શોધવામાં.."
" હા..બોલ કેમ નહિ...શું ખોવાઈ ગયું છે..?"
અંશ પાયલ ના આગળ પાછળ ઉપર નીચે બધે જોવે છે.. પછી ધીરેથી એને ગલીપચી કરે છે..એટલે પાયલ હસવા લાગે છે..
" બસ..આં જ તારી સ્માઈલ..હવે મળી ગઈ વસ્તુ.. "
આમ એ બન્ને 1 કલાક સુધી એકબીજા જોડે વાતો કરે છે..અને પછી સૂઈ જાય છે..
(ક્રમશ:)
આ ભાગ મૂકવા વિલંબ થયો હોવાથી..હું આપ સૌ થી માફી માંગું છું..બીજો ભાગ જલ્દી જ મૂકવાનો પ્રયાસ કરીશ..
આપના અભિપ્રાયો જરૂર આપશો..
ધન્યવાદ..