Shaapit Vivah - 6 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | શાપિત વિવાહ -6

Featured Books
Categories
Share

શાપિત વિવાહ -6

અવિનાશ ના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારામાં કંઈ દેખાતુ નથી સ્પષ્ટ.તે ખીસ્સામા હાથ નાખીને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબાઈલ તો નીચે રૂમમાં જ રહી ગયો છે. એટલે હવે તે ટોર્ચ નુ અજવાળુ આવતુ હતુ એ દિશામાં જાય છે.

ત્યાં હીચકા પર જોતાં જ તે પણ ગભરાઈ જાય છે. એક અટૃહાસ્ય રેલાઈ રહ્યું છે. પણ આ શું સામે એક છોકરી છુટા વાળ રાખીને બેઠી છે પણ તેનુ મોઢુ આ લોકોને દેખાય એ રીતે હતું. જ્યારે તેના હાથ પગ અને આખુ શરીર ઉધી દિશામાં હતુ.

હવે બધાના શ્વાસ થંભી ગયા. અચાનક પવન ચાલુ થઈ ગયો સુસવાટા મારતો. અને બંધ લાઈટો એકદમ બંધ ચાલુ થઈ રહી છે....ઝબક...ઝબક.... ત્યાં જ સિધ્ધરાજ અને અવિનાશ એ છોકરી નો ચહેરો જુએ છે.....તો એ બીજું કોઈ નહી પણ નેહલ હતી....!! તેની આખો બિહામણી લાગી રહી છે...

હમણાં થોડા સમય પહેલા તો એ હેરસ્ટાઇલ લઈને સરસ તૈયાર થયેલી હતી અને અત્યારે તેના લાબા સિલ્કી વાળ દેખાઈ રહ્યા છે.તેના પગમાંથી લોહી વહીને નીચે આવી રહ્યું છે પણ તેના શરીર પર ક્યાંય ઈજા થયેલી દેખાતી નથી...પણ રેલો આગળ નથી આવી રહ્યો અમુક જગ્યાથી.

યુવરાજ તો હજુ ભાનમાં જ નથી આવ્યો....કોઈને શું કરવુ કંઈ સમજાતુ નથી...બંને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા છે. છતાં સિધ્ધરાજસિહ એક બાપ હતા તે ત્યાં નજીક જવાની કોશિશ કરે છે અને નેહલ બેટા તને શું થયું ?? તુ આમ કેમ કરી રહી છે ??

ત્યાં જ અવિનાશ તેને રોકે છે અને કહે છે આ તો નેહલમા કોઈ કે પ્રેતાત્માનો પ્રવેશ થયો હોય એવું લાગી રહ્યું છે અને આ બધી તેની જ માયાજાળ છે...

સિધ્ધરાજસિહ : આ શુ કહી રહ્યો છે તુ ?? એકવીસમી સદીમાં અને અમેરિકામાં રહીને આવી બધી અંધશ્રદ્ધા મા વિશ્વાસ કરી રહ્યો છે. ભુતબુત હોતા હશે ક્યાંય !!

એટલામાં જ ફરી એક અટૃહાસ્ય શરૂ થાય છે અને સિધ્ધરાજસિહ જોરથી આવતા પવનના એક ઝપાટા સાથે ઉછળીને બીજી બાજુ પડે છે...અને તેની ચીસ સંભળાય છે...

અવિનાશ ગભરાઈને ભાઈ ભાઈ કરી રહ્યો છે. તે યુવરાજ ને ઉઠાડવાની કોશીશ કરી રહ્યો છે ત્યાં એક પાણી સરખુ પણ નથી કે તેના પર છાટે. પછી તે હિમત કરીને તેને બરાબર હલાવે છે અને યુવરાજ આખો ખોલવાની કોશિષ કરતાં કોણ છે...કોણ છે....બોલી રહ્યો છે !!

અવિનાશ : ઉઠ દીકરા કોઈ નથી. તારી જરૂર છે અમને...આપણે જલ્દીથી બહાર નીકળવું પડશે અહીંથી.. કંઈક કરવુ પડશે...આ બધુ શુ થઈ રહ્યું છે જાણવું પડશે.

અને થોડી વાર પછી યુવરાજ મહાપરાણે ઉભો થવાની કોશિષ કરે છે. અને સિધ્ધરાજસિહ ધીમે ધીમે ઉભા થઈ ને આ બાજુ આવી રહ્યા છે. અને આ બાજુ આવતા જ અચાનક લાઈટો ચાલુ થઈ જાય છે.

અને સામે લગાડેલો એ છોકરીનો જે મોટો ફોટો હતો તે હલી રહ્યો છે અને તેમાથી ફક્ત અવાજ આવી રહ્યો છે... આ પરિવારમા કોઈ પણ દીકરી લગ્ન કરીને જઈ નહી શકે....પરાણે કરશો તો દીકરી પણ જશે સદાય માટે...... આ દુનિયામાંથી....!! બધા બરબાદ થઈ જશો....

રૂમનો દરવાજો જાતે જ ખોલબંધ થઈ રહ્યો છે. અને સામે જ તેમના આશ્ચર્ય વચ્ચે હીચકા પર કોઈ નહોતું અને નેહલ ત્યાં નીચે પડી હતી નોર્મલ સ્થિતિ મા પણ તેને કોઈ ભાન નહોતું.... અને પછી આખા એ વિશાળ રૂમમાં શાતિ જવાઈ જાય છે. બધો જ અવાજ બંધ થઈ જાય છે.

             *           *          *         *          *

સરોજબા  (મનમાં ) : અવિનાશભાઈ પણ હજુ આવ્યા નહીં અને નેહલનો કોઈ પતો નથી. હા હવેલી મોટી જરૂર છે પણ બધા રૂમમાં તપાસ કરતાં આટલી વાર થોડી લાગે ??

બહાર  મહેમાનો પણ લગભગ આવી ગયા છે. અનિરુદ્ધ ને પણ આવવાની તૈયારીમા જ છે એવા સમાચાર મળ્યા છે. એટલામાં જ યુવાનીને જોતાં તેને બોલાવે છે કે ને કહે છે બેટા કંઈ ખબર પડી બેટા નેહલની ??

યુવાની : નેહલ કાકા અને પપ્પા પણ હજુ ના દેખાયા..હુ ઉપર જઈને જોઉ ??

સરોજબા : ના તુ ના જઈશ બેટા. મને હવે કંઈ ગભરાહટ થઈ રહી છે નક્કી કંઈક ગરબડ છે....હુ જ ઉપર જાઉ છું ધીમે ધીમે.....ત્યાં જ પાછળથી કોઈક તેમના ખભા ઉપર હાથ મુકતા જ તેઓ ગભરાઈ જાય છે.

કોણ આવ્યું હશે ત્યાં ?? અને ઉપરથી એ બધા બહાર આવી શકશે ખરાં ?? અને એ ફોટાવાળી વ્યક્તિ આખરે કોણ છે ?? એ આ લગ્ન કેમ અટકાવી રહી છે ??

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -7

next part ..........come soon .............................