Dharmadharan - 2 in Gujarati Fiction Stories by Author Mahebub Sonaliya books and stories PDF | ધર્માાધરન - 2

Featured Books
Categories
Share

ધર્માાધરન - 2

રસ્તા પર બેસીને પ્રકૃતિના સૌન્દર્યને માણતો , પરોઢથી સાંજ સુધી રાહ જોતો, ધર્માા બાળકની જેમ રડી રહ્યો હતો. તેના આંસુઓ રક્ત રંજીત ગાલો ઉપર ઢળી રહ્યા હતા. ગરમ આંસુઓ સાથે મળીને લોહીનાં સુકાયેલા ટીપાં ચહેરા પર ફેલાઇ ગયાં હતાં.

ધર્મા રાહ જોવા સિવાય કૈં જ નથી કરી શકતો. તે થાકેલો અને અસ્વસ્થ હતો. તેની આંખો લાલ હતી. ઘણા વર્ષોના થાકને લીધે તે સંપૂર્ણ ઉત્સાહહીન હતો. તેણે ઘણા રાજાઓને અણઘડ રીતે રાજ કરતા જોયા, ઘણા નેતાઓને તેમના લોકોને ગેરમાર્ગે દોરતા જોયા છે. તેનું માનવું છે કે આ વર્ષોમાં આ દુનિયામાં કોઈ પરિવર્તન જ આવ્યું નથી. તે રાજાશાહી અને લોકશાહી રાષ્ટ્રનો સાક્ષી રહ્યો હતો. આટલા કાળમાં કૈં જ બદલ્યું નથી. ન તો સંસ્કારી બર્બરતા, ન તો પઝવણી, ન તો શોષણ, ન તો ભ્રષ્ટાચાર, ન તો અરાજકતા અને ન તો વેદના. ટૂંકમાં, તેણે દરેક યુગમાં વ્યવસ્થિત અવ્યવસ્થા જોઇ હતી.

તે સિગ્નેચર બ્રિજ પર બેઠો હતો જે દ્વારકાને ઓખા સાથે જોડે છે. દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણનું શહેર. તે એક દૈવી અને અનન્ય સ્થાન છે. આ શહેર અરબી સમુદ્ર પર આવેલું છે. દ્વારકાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી સરકારે દ્વારકા અને ઓખાને જોડતો હાઇટેક કેબલ બ્રિજ બનાવ્યો છે.

ધર્મા નજીકના ભૂતકાળની ઘટનાને યાદ કરી રહ્યો હતો.

***
વિદ્યુત સિગ્નેચર બ્રિજ પર ઉતર્યો. જ્યારે તે ઉતર્યો ત્યારે પુલ કંપી ઉઠ્યો. ધર્મા વિદ્યુતની પીઠ પરથી છલાંગ લગાવી. ધર્માએ ચોદિશામાં જોયું. પરિસ્થિતિ ચકાસ્યા બાદ તેનો અંતરનો અવાજ તેને કહેતો હતો કે તેણે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. તેથી ધર્માએ સીટી વાગાડી અને વિદ્યુત તરફ જોયું. વિદ્યુત એવા બધા હુકુમ વાંચી શકે છે જે શબ્દો દ્વારા ક્યારેય આપવામાં આવતા નથી. કેમ કે તે લાંબા સમયથી ધર્મા સાથે રહ્યો હતો. તે તેને ખૂબ સારી રીતે જાણે છે. તુરંત વિદ્યુતે તેની સુંવાળી સફેદ પાંખો ફેલાવી. તેણે આકાશને માત્ર એક, બે, ત્રણ કે ચાર ઝટકામાં સ્પર્શયું.

ધર્મા રાહ જોયા સિવાય કૈં કરી શકે તેમ નહોતો. તે અહીં આવ્યો હતો ત્યારે વહેલી સવાર હતી . પછી સમય હાથમાં રહેલી રેતી માફક સરવા લાગ્યો. પુલ ખૂબ જ આકર્ષક હતો. જો કે, તે વધુ પ્રતીક્ષા ન કરી શકત તો તે બ્રિજનો નાશ કરવાનો હતો. પ્રતીક્ષા કરવી એ તેના સ્વભાવનો ભાગ નથી. તે હંમેશા સક્રિય હોય છે.

સમય શિકારનો પીછો કરતા તેજ ચિત્તાની જેમ ભાગતો હતો. બપોર તો બહું જલ્દી થઈ ગઈ. સૂર્ય બધુ જ બાળી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ફક્ત પ્રતીક્ષા માટે ત્યાં બેસી રહેવું ખૂબ જ કઠીન હતું. રોડ કોન્ટ્રાક્ટર તાડુકાઈને ઓર્ડર આપતો હતો. મજૂરો કોઈ પ્રશ્ન પૂછ્યા વિના ઓર્ડરનું પાલન કરી રહ્યા હતા. તેઓ ડરેલા હતાં કે જો તેઓ સૂચના મુજબ કાર્ય કરશે નહીં તો કોન્ટ્રાક્ટર તેમને વેતન નહીં આપે.

સૂર્યની અસહ્ય ગરમી હતી. કામદારના કેટલાક જૂથો અર્ધનગ્ન હતા. તેઓ કોઈ પ્રશ્ન કર્યા વિના તેમનું કામ કરી રહ્યા હતા. તેઓ પરસેવો પાડતા હતા. તેમાંથી કેટલાક રસ્તા પર સગળતો ડામર રેડતા હતા અને બીજા તેમાં કોન્ક્રીટ ભેળવતા.

આ દ્રશ્યમાં કોઈ મજા નહોતી. લોકો હોર્ન વગાડી રહ્યા હતા અને આળસુ માફક વાહન ચલાવી રહ્યા હતા. રસ્તા પર ઘણા બધા બ્રેક ડાઉન હતા. કાર, ટેક્સીઓ, ટુ વ્હીલર્સ ઉતાવળમાં હતા, પરંતુ ભારે ટ્રાફિકને કારણે તેઓ એક ઇંચ પણ આગળ જઈ શકતા નહોતા. ધર્મા અહીં તહીં ફરતો હતો. તે ઘણી વખત દૂર સુધી ભાગતો, અને ઘણી વાર તે રેલિંગ પર બેઠો રહેતો. તે ખૂબ જ હતાશ હતો, પરંતુ તે કંઈ જ કરી શકે તેમ નહોતો. લગભગ સાંજ થઈ ગઈ હતી. સૂર્ય ડૂબવા જઇ રહ્યો હતો. ટ્રાફિક ભયાનક હતો. લોકો હજી પણ હોર્નથી વાતાવરણ પ્રદુશીત કરી રહ્યા હતા. તેઓ સિસ્ટમનો ગાળો ભાંડી રહ્યા હતા. તેમાંના કેટલાક નજીવા કારણોસર ઝઘડી રહ્યાં હતા.

ધર્માને ભયંકર કંટાળો આવતો હતો. તે ઉભો રહ્યો. તેણે થોડી તાજી હવાનો શ્વાસ લીધો. તેણે તેને તેના ફેફસાંમાં સંગ્રહિત કરી દીધી. થોડીવાર પછી, તેણે ભારે શ્વાસ બહાર છોડ્યો. સામાન્ય રીતે, જ્યારે તે અસમંજમાં હોય ત્યારે તે આમ કરે છે. તેણે આંખો બંધ કરી. તેણે તેના આંતરમન ચક્ષુ ખોલ્યાં. જેનાથી તે બધું જોઈ શકે છે. અચાનક, તેને થોડો અણસાર મહેસૂસ થયા. તેણે તેને શોધવાનો પ્રયાસ કર્યો. જો કે તે તેને શોધી શક્યો ન હતો. તેણે આંખો ખોલી. તે ખૂબ ગુસ્સે થયો. તેણે તેનો હાથ ફેલાવ્યો હતો. તેનો સફેદ ગોરો રંગ સળગતા અંગારા જેવો લાલ થઈ ગયો. તેના હાથ સળગવા લાગ્યાં હતા.
થોડીવાર પછી, તેણે તેની આંગળીઓ શક્ય તેટલી પહોળી કરી. તે કેટલાક શ્લોકો ગાઇ રહ્યો હતો. તે પોતાની ધાર્મિક વિધિઓ કરી રહ્યો હતો. ઘણા લોકો ગભરાઈ ગયા. થોડી વાર પછી, જાણે કે તે હવામાંથી કંઇક ખેંચી રહ્યો હોય તેમ તેણે હાથ ખેંચ્યા. જ્યારે તેણે પોતાનો હાથ આગળ ધપાવ્યો ત્યારે આકાશમાં વીજળી થવા માંડી. ઘોર વાદળો બંધાવા લાગ્યાં. લોકોએ તેમના સમગ્ર જીવનમાં આ પ્રકારના વાદળ ક્યારેય જોયા ન હતા. ધર્મા એ બળપૂર્વક તેનો હાથ પાછો ખેંચ્યો અને આખો બ્રિજ હચમચી ગયો. કોઈ ગિટારવાદક જે રીતે તેના તાર સાથે રમતો હોય તેમ બ્રિજમાં મેટાલીક કેબલ ધ્રુજી ઉઠ્યા. કોઈ પણ લોકો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. લોકોમાં દહેશત હતી. તેઓ હાંફળા ફાંફળા થતા હતા. તેઓ તેમના વાહનમાં બેસી રહ્યા હતા અને તે ચમત્કારથી છટકી જવાનો પ્રયાસ કરો. કેટલાક આ પ્રલયથી તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

ધર્માએ ફરીથી તેના હાથ ફેલાવ્યા અને કંઈક ખેંચવાનો દેખાવ કર્યો, પુલ હલબલવા માંડ્યો. પુલ પરના લોકો, ભૂકંપના આંચકા અનુભવી રહ્યાં હતા. પુલ ધ્રૂજતો હતો. અચાનક પુલની ઉપરથી એક મેટાલીક કેબલ તૂટી પડી. કેબલ તૂટતાની સાથે જ પુલ જરા ત્રાંસો થઈ ગયો. રસ્તાના કેટલાક કામદારો નીચે પડી ગયા. તેઓથી જે પકડી શકાયુ તે પકડી લીધું. તેઓ હવામાં લટકતા હતા. કેટલાક ઓછા વજનવાળા વાહન દરિયામાં સરકી ગયા હતા.

ધર્મા ફરીથી કૈં અણસાર આવ્યો. તે પરિચિત હતો. તે આ અણસારને જાણતો હતો. તે તેની તરફ દોડી ગયો. તેણે અહીં અને તહીં જોયું. જોકે તેને નિરાશા સિવાય કંઇ મળ્યું નહીં. પુલ પર ઘણા વાહનો હતા. તે પુલની સાવ ખરાબ સ્થિતિ હતી. ધર્મા વાહન સામે ઉભો રહ્યો. તે થોડી ઋચાઓ ગાતો હતો. તે હલચલ વિના ઉભો હતો. આ અવસ્થામાં તે ખૂબ નિર્દોષ દેખાઈ રહ્યો હતો. અચાનક તેની આંખો અલગ થઈ ગઈ. ત્યાં કોઈ કીકી નહોતી, કોઈ આંખનું પડળ નહોતું. તેની આંખોમાં સાદા લાલ સફેદ રંગના ડોળા સિવાય બીજું કંઈ નહોતું. તેણે મોટી ટોપી પહેરી હતી. તેણે એમ ઝટકાભેર જોયું કે તેની ટોપી નીચે પડી ગઈ.

ધર્માએ પોતંક ચહેરા સુધી હાથ ઉપાડ્યો. તેના બીજા હાથની આંગળીઓ ગોળ ફરતી હતી. ધર્મા આગળ વધવા લાગ્યો. જ્યારે તે આગળ વધી રહ્યો હતો, ત્યારે કંઈ પણ તેની રાહમાં આવતું હતું, હવામાં ઉઠતું હતું અને તેની પાછળ નીચે પછડાતું હતું. તે એક અદભૂત દ્રશ્ય હતું. ધર્મા કોઈ વિક્ષેપ વિના આગળ વધી રહ્યો હતો અને લોકો, વાહનો, સામગ્રીઓ: બધું વરસાદના ટીપાની જેમ નીચે પડી રહ્યું હતું. એવું લાગે છે કે કોઈ તોફાની છોકરો તેના રમકડાં સાથે રમી રહ્યો હોય અને. જ્યારે તેને કંટાળો આવે ત્યારે તે રમકડાઓને ફેંકી દે.

લગભગ અડધા વાહનો ફેંકી દેવામાં આવ્યા હતા. ધર્મા તેની કૃત્યની મજા લઇ રહ્યો હતો. તે લોકોની મુશ્કેલીમાં હસતો હતો. ધર્માને એક રોડ રોલર દેખાયું. તેણે તેની સામે જોયું. તેણે તેની આંખની કીકી જમણી બાજુથી ડાબી તરફ ફેરવી. રોડ રોલર એ જ સાથે બ્રિજની એક બાજુથી બીજી બાજુ ખસી ગયું. તે તેના માટે આનંદકારક હતું, જ્યારે અન્ય લોકો સંપૂર્ણ રીતે હેબતાઈ ગયા હતા. ધર્માએ બાકીના વાહન સામે જોયું. તેણે કેટલાક જાપ કર્યા. તેણે તેના બંને હાથ ઊંચા કર્યા. વાહનોમાં સમાન ગતિએ ઉંચકાયા. તમામ વાહનો હવામાં જુલતા હતા. તેઓ પુલથી લગભગ દસ ફૂટ ઉપર હતા. આજ સુધી કોઈએ પણ આ પ્રકારનો સાયકોકિનેસિસ પાવર જોયો નહોતો .

ધર્મા તેની જાદૂગરીથી પ્રસન્ન હતો. તે હસી રહ્યો હતો. આ વખતે તેનો અવાજ ક્રૂર હતો.

"જુઓ, દરેક વ્યક્તિએ તેમના જીવનની બુલંદીની ઇચ્છા કરી. હું તમને એ બુલંદી આપવા માટે અહીં આવ્યો છું."

ધર્મા ફરી હસી પડ્યો. તે એકદમ નિર્દય રાક્ષસ હતો. લોકો પ્રયાસ કરી રહ્યા હતા, વિનંતી કરી રહ્યા હતા, દયાની ભીખ માંગી રહ્યા હતા પણ તે ધર્મા માટે પૂરતું ન હતું. ધર્મા તો લોકોને પીડિત જોવા માંગતો હતો. ધર્માનો આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યાં એક રિક્ષા હતી.

"કેવી રીતે" ધર્મા ઉદાસ અને ખુશ બંન્ને હતો. તે મુંઝાયેલો હતો પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો. ધર્માએ તેના હાથને પાછળ ધકેલ્યો, એક સાથે બધા વાહનો તેની પાછળ પટકાયા. ધર્મા રીક્ષાની સામે જ હતો. ડ્રાઈવર પહેલા દોડી ગયો, ત્યારબાદ બધા મુસાફરોએ જગ્યા છોડીઅને એક વર્ષના છોકરા સિવાયના બધાં દોડવા લાગ્યા. ધર્મા આગળ આવ્યો. તે ફરી હસી પડ્યો. એક જ ક્ષણમાં, એક મહિલા તે નાના છોકરાને બચાવવા પાછી વળી. તે ધર્માની પાછળ જ હતી. તે સ્થાનિક ભાષામાં રડતી અને બબડતી હતી. ધર્માએ પોતાનો હાથ ઊંચો કર્યો અને તે સ્ત્રી હવામાં ઊંચી થઈ ગઈ. તે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તે લાચાર હતી. તે હવે રડવા માંડી હતી.

ધર્મા બાળક પાસે પહોંચ્યો. તેણે રિક્ષા ઉપાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ઉપાડી શક્યો નહીં. તેણે ફરીથી પ્રયત્ન કર્યો પણ તે ફળદાયી ન રહ્યો. તેણે ત્રણ વાર અને ચોથી વાર પ્રયાસ કર્યો પણ તે રીક્ષા ખસેડી શક્યો નહીં. તે હવે ગુસ્સે ભરાયો હતો. તેણે રિક્ષા ઉપાડવા માટે પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો. તેની આંખોમાંથી લોહી નીકળી ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તે ખૂબ જ નબળાઇ અનુભવી રહ્યો હતો. લોકો સ્તબ્ધ થઈ ગયા. હવામાં અસંખ્ય તરતા વાહન હતું. ત્યાં એક રિક્ષા સિવાયના તમામ પ્રકારના વાહનો હતા. રીક્ષા હજી પણ જમીન પર હતી. ધર્મા ખુશ મુડમાં હતો.

"મેં વિચાર્યું કે તને શોધવું મુશ્કેલ બનશે પણ જો, હું તને પામી ગયો છું." ધર્મા છોકરાને પકડ્યો. તેણે તેને ઉંચક્યો. તે છોકરાને લાડવવા લાગ્યો છોકરોને તેની સહોબત ગમવા લાગી. તેણે તેને નીચે મૂક્યો અને દૃશ્યમાન થવા આદેશ આપ્યો.

છોકરો પડી ગયો હતો. તેના શરીરમાંથી સફેદ પડછાયો આવ્યો. તે પાતળો હતો પરંતુ તે વધુને વધુ મોટો અને ઘટ્ટ બની રહ્યો હતો. તે છોકરાના કદ કરતા નાનો હતો. પણ તે ઝડપથી વિકસી રહ્યો હતો. થોડાક જ સમયમાં તે ઘટ્ટ અને સફેદ થતું ગયું . તેનો આકાર મનુષ્ય જેવો થઈ ગયો. તે નાના છોકરાનો ચહેરો હતો. આંખોના પલકારામાં, તે વધતો ગયો અને નાના છોકરાઓનો ચહેરો કિશોરના ચહેરામાં ફેરવાઈ ગયો. હજી માંડ તેનો ચહેરો પૂર્ણ થવાનો હતો ત્યાં તેનો આકાર ફરીથી બદલાયો. હવે તે એક આધેડ માણસનો ચહેરો હતો. અચાનક, તે મોટો અને ગાઢ બન્યો, તે પરિપક્વ માણસનો ચહેરો હતો. હજી તે વધતો ગયો, તે સંપૂર્ણપણે વૃદ્ધ વ્યક્તિનો ચહેરો હતો. તે ખૂબ જ નાનો શિશુમાંથી વૃદ્ધ માણસ બન્યો. આ એક ઓરા (આત્મા) સિવાય કશું નહોતું.

"તું" ધર્માએ એ ચહેરો ઓળખી લીધો

"હું તને હજી યાદ છું?" ધુમાડો માનવની જેમ વાત કરવા લાગ્યો.

"હું તને કેવી રીતે ભૂલી શકું" ધર્મા આનંદિત થયો. તેની આંખોમાં સ્નેહનો ચમકાર હતો. " આપણે જુના...."


"કાંઈ ના બોલો." ઓરા ધૃણાથી બોલી.

"તું મારા માટે ભાઈ જેવો હતો" ધર્મા વિનમ્રતાથી બોલ્યો

"તું એક દગાબાજથી વધારે કંઈ નથી."

"ના. હરી" ધર્માએ જોરજોરથી બૂમ પાડી. તે થોડી વાર શાંતિથી ઉભો રહ્યો અને તે ફરીથી બોલ્યો

"હા, હા હું દગાબાજ છું" ધર્મા જોર જોરથી હસી રહ્યો હતો.

"હા મેં બધા સાથે દગો કર્યો. તો હું દગાબાજ છું." તેને બૂમ પાડી.

"તું જાણે છો કે તું આ છોકરાને કેમ ઉપાડી ન શક્યો?" હરીએ પૂછયું

ધર્મા ગભરાઈ ગયો. શા માટેની તો તેને પણ ખબર નહોતી?

"તું ભૂલી ચુક્યો હોઈશ પણ તું એક માત્ર રક્ષક નહોતો. હું પણ હતો."

"અરે ના" ધર્માએ બૂમ પાડી.

"હું પણ રક્ષકહતો. આ મારો વંશજ છે. આ છોકરો મારો સંતાન છે. તેથી તું સારી પેટે જાણે છો કે રક્ષકના લોહી પર તું કોઈ જાદુગરી કરી શકતો નથી" હરીએ તેને યાદ કરાવ્યું.

"પણ, હું મારું ગંતવ્ય જાણવા માંગું છું."

"તું તારો માર્ગ ક્યારનો ભૂલી ગયો છો." હરીએ તેને ટોણો માર્યો

"જ્યારે તે એ વસ્તુની ચોરી કરી જેનો તું રક્ષક હતો" તેણે વાક્ય પૂર્ણ કર્યું.

"તો તું મને કશું નહીં કહે."

"કોઈ શંકા. તારે તારી જાતે જવાની જરૂર છે" હરીએ તેને કહ્યું.

ધર્મા છોકરા તરફ આગળ વધ્યો. આ વખતે તેણે કોઈ જાદુ કર્યા વિના તેને શારીરિક રીતે ઉંચકી લીધો. ધર્મા હરી પર હસ્યો . તેણે છોકરાને સમુદ્રમાં નીચે ફેંકી દીધો. ત્યાં લગભગ સાંજ પડી હતી. સૂર્ય સમુદ્રમાં ડૂબી રહ્યો હતો.


હરિએ બૂમ પાડી. તેણે ધર્મા પર તિરસ્કારની નજરે જોઈને કહ્યું, "તું ક્યારેય સુધરીશ?"

છોકરો પાણીમાં ડૂબી ગયો. તેને બળ સાથે છોડી દેવાયો હતો તેથી તે ખૂબ ઝડપથી નીચે જઈ રહ્યો હતો. હરીએ હાથ ઉંચો કર્યો અને થોડી જાદુગરી કરી. તેણે તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. બાળકના પતનનો વેગ ઓછો થયો. તો પણ તે બાળકને પાછો ખેંચી શક્યો નહીં. તે હજી પણ સારા થવાની આશા લઈને પ્રયાસ કરી રહ્યો હતો.

હરિએ તેનો બીજો હાથ હલાવ્યો. ડૂબેલો છોકરો સમુદ્રના તળથી ઉપર આવ્યો. તે હજી બેભાન હતો. તે હવામાં તરતો હતો. હરીએ તેની મુઠ્ઠી વાળી અને ફેરવી. છોકરો ઉપર આવી રહ્યો હતો.

"આપણે આજે નથી લડવાનું, નૈ?" ધર્માએ હરીને કહ્યું.

છોકરો જમીન પર સુતો હતો. તેનું સ્મીત હજી ભવ્ય હતું. તેના કપડાં ભીના હતા. હજી તેમાંથી થોડું પાણી નીકળી રહ્યું છે. તેના હાથમાં કાલુ મોતીનો છીપ હતો.

"મને ખબર છે કે હું તેના પર જાદુ કરી શકતો નથી. પણ તું તો કરી શકો છો ને. મારા જવાબ માટે આભાર" ધર્માએ હરીને કહ્યું. ધર્માએ છીપલું લીધું

"જુઓ, સૂર્ય મોતીના સમુદ્રમાં ડૂબી રહ્યો છે!"

"તું ગટરના કીડાથી પણ બદતર છો. પોતાની સ્ત્રીના કાતીલ, મિત્રના કસાઈ" હરી હસી રહ્યો હતો. એ લગાતાર અસખલીત રીતે હસતો રહ્યો.

ધર્મા ઉભો થયો. તેની આંખો ભીની હતી. એણે કંટાળીને કહ્યું.

"સ્વાહા"

તરત જ હરી ગાયબ થઈ ગયો. છોકરો ઉભો થયો. તે અહીં અને તહીં જોતો હતો. તમામ વાહનો પુલ પર ઉતરી ગયા હતા. બાળકની માતા નીચે આવી. તે છોકરા તરફ દોડી ગઈ. તેણે ધર્મા તરફ જોયું. તેણી ડરેલી હતી. ધર્મા પાછો ગયો. તે પુલની ધાર પર બેઠો.

"વિસ્મૃત ભવ:" ધર્માએ આદેશ આપ્યો.

લોકોને ત્યાં શું ઘટના ઘટી તેનું ભાન ન હતું. ત્યાં બધું સહજ હતું. માતાએ છોકરાને ઉંચકી લીધો. તેઓ ચાલતા થયા. ધર્મા હજી રાહ જોતો હતો અને રડતો હતો. તેણે છીપ ઉપર કંઈક મંત્ર ફૂંકયાં. છીપ મોતીની જેમ ચમકવા લાગ્યો. છીપ ખોલ્યુ. તે તેજસ્વી, નાજુક અને સુંદર હતું. એમાં એક મોતી હતું. થોડા સમય પછી ગોળ મોતી એક તીરમાં ફેરવાય ગયું. તે હવે એક હોકાયંત્ર હતું જે "પૂર્વ" ને સૂચવતું હતું.

ધર્માએ આ, જોયું. તે ઉભો થયો અને કહ્યું

"હે માતાજી હું આવું છું"

ધર્મા તેની આગલી મંઝીલ માટે નીકળી ગયો. ધર્મા ગયો અને તરત જ ગુરુજી પધાર્યા. તેની સાથે હજારો સશસ્ત્ર માણસ હતો.

"અરે રે, આપણે મોડા પડ્યાં!" ગુરુજીએ નિસાસો નાખ્યો

"હવે આપણે શું કરીશું?" કોઈ અનુયાયીએ પૂછ્યું.

"ચિંતા કરશો નહીં, આપણે તેને પકડી લઈશું. ચાલો આપણે દુર્ગાપૂજા માટે જઈએ અને ધર્માને તેનું સ્થાન બતાવી દઈએ" ગુરુજીએ છીપલાને છોડતી વખતે કહ્યું.