Bhayanak safar ek train ni - 3 in Gujarati Horror Stories by અંશતઃ. ગોસાઇ ભરતવન books and stories PDF | ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૩

Featured Books
Categories
Share

ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૩

જંગલનો રસ્તો પાર કરીને તે સડક પર આવી ગઈ, સડક કેં જયા રેલવે ફાટકની બાજુમાં એજ સડક હતી કે જયા કાત્યાયની એક્સપ્રેસ પસાર થઈ હતી. એમની નજીક એક કેબિન હતું જ્યાં બાલ્કની પર નાનકડું અજવાળું આપતો લેમ્પ સળગતો હતો.. હું સડકની કિનારે બેઉ જૂતાં હાથમાં પકડીને એક વૃક્ષની નીચે છુપાઈ ને એમને જોઈ રહ્યો હતો...

એમના પગલાં હવે ધીમા પડવા લાગ્યા, રેલના પાટા ની નજીક તેં આવી ગઈ હતી.
અને ટ્રેનના પટ્ટા ઉપર બેસીને અને પટ્ટાને ચૂમવા લાગી!!!!!!!!!



મારા મગજમાં કૃણાલની વાત વીજળીના જટકાની માફક આવી ગઈ, અને શરીરમાં જણજણાતી પ્રસરી ગઇ.

તેણે મને કહ્યું હતું કે આ રેલ્વે ટ્રેક પર લાશ મળી હતી!!!!


હું ફાટેલી આંખેથી એમને જોઈ રહ્યો હતો!!
તે દુપટ્ટાથી આંખો લૂછતી રહી, રોતી હતી, અને વારંવાર હથેળીથી રેલવેના પટ્ટાને ચુમતી હતી જેમકે તે કંઇક મેહસૂસ કરવા માંગતી હોય.!

મારા લોહીમાં ચિનગારી દોડી રહી હતી, મને કૃણાલે કહેલી વાત યાદ આવવા લાગી હતી. કાન પર જામેલા પરસેવાની બુંદો લપસીને ગરદન સુધી પહોંચવા લાગી હતી.
તમરાઓનો અવાજ બહુ મોટી તિવ્રતા થી મારા કાન ફાડતો હતી.
મે એ છોકરીને હેરાનીથી જોઈ રહ્યો હતો. થોડો સમય ત્યાં વિતાવ્યા પછી તે છોકરી ત્યાંથી ઉઠી અને આગળ ચાલવા લાગી.
મારી પાસે સમય અને મોકો બન્ને હતા કે હું પાછો વળી જાવ પણ !!!??!!!

સમજણ માં ન આવ્યું કે કેમ હું ત્યાં રોકાઈ ગયો.
હવે ક્યાં સુધી જાય છે???????

મે મનમાં ગણગણ્યો.

મારો મનનો એક ભાગ મને પાછું વળી જવાનું કહેતો હતો, અને એક ભાગ એમની પાછળ જવાનો.

હું એની પાછળ જવા લાગ્યો. સુમસાન સડક પર બેઉ બાજુ વૃક્ષો હતા અને એ આગળ વધવા લાગી. હું એમની પાછળ પાછળ દબાયેલા પગલાં માંડતો હતો. ડર શું હોય છે તે દિવસે મને સમજાતું હતું.
થોડા દૂર ચાલતા તે એક તૂટેલી દીવાલ કે જયાં લીલા કલરનું પાટિયું માર્યું હતું , અરબી યા તો ઉર્દૂમાં કંઇક લખ્યું હતું. તે દરવાજાની નજીક જવા લાગી.
હું એમની પાછળ પાછળ સાવધાની થી આગળ વધતો હતો.

પણ!!!!??!??!!

ત્યાજ મારા પગમાં એક સુકાયેલ ખખરાનું પાંન આવી ગયું.


ચર્રેર ની અવાજ આવી... તે રોકાઈ ગઈ .....


હું સ્ફૂર્તિથી એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો.

જીભ સુકાઈ ગઈ હતી, અને જીવ તાળવે ચોંટી ગ્યોતો.

થોડી વારે વૃક્ષની પાછળથી જોયું તો તે મને જોઈ રહી હતી.

મારા ગળામાં કઈક અટકી ગયું હતું.

હૃદય જાણે લાગતું હતું કે હમણાં બહાર આવી જશે.
એમને થોડા સમય માટે આમતેમ જોયું અને દરવાજાની અંદર દાખલ થઈ ગઈ.
તે કોઈ દેહાતી વિસ્તાર હતો કે જ્યાં સાત વાગ્યા પછી સન્નાટો પ્રસરાઈ જતો હતો.
હું જોઈ રહ્યો હતો કે દૂર દૂર સુધી હવા થી હલતાં પત્તા સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. કઈ પણ ન હતું.!!!!!
હવાના સૂસવાટા સિવાય મારા કાનમાં કશું નહોતું સંભળાતું.

દરવાજાની અંદર શું છે એવું ??? હું વિચારતો હતો કે કદાચ બાગ હશે પણ!!!!

તે બાગ ન હતો હું ધીરે રહીને ઉઠ્યો અને વાંકો વાંકો ચાલતો દરવાજાની નજીક પોહચી ગયો..
અરબીમાં શું લખ્યું હતું એ મને નથી ખબર પણ થોડી જીણી નજરોથી નાના નાના અક્ષરોથી લખાયેલું અંગ્રેજીમાં વાંચ્યું તો દિલ કંપી ગયું.

લખ્યું હતું """ફલાહેદિંન બેવ્યારડ"""

એટલેકે કબ્રસ્તાન હતું તે..

ડર તો મને બહુજ લાગતો હતો પણ ખુદ ને સંભાળીને દરવાજાની અંદર જોયું તો એક મોટું બઘું મેદાન હતું, સુકાયેલી ડાળીઓ વાળા વૃક્ષ હતા , અને ચાંદની રોશનીમાં દૂર સુધી કબ્રોજ કબ્રો નજર આવતી હતી. ગેટની એકદમ નજીક જૂપડી જેવું ઘર હતું જેમાં પાવડા અને કોદાળી રાખ્યા હતા, કદાચ કબ્ર ખોડવવા વાળા નું ઘર હતું.
માહોલ એવો હતો કે સારા સારાનો પરસેવો છૂટી જાય. વૃક્ષ હવાની લેહરોથી જુલતા જુલતા એકબીજા સામે વાતો કરતા હતા કે આજે ...................તો તારી ખેર નથી બેટા.


હું ખુદને સંભાળતો દૂરની કબ્રો ને જોતો હતો. એમના ગાળામાં લેહરતો દુપટ્ટો લઈને એ છોકરી ઊભી હતી, એમની ડરામણી આંખો મને ઘુરી રહી હતી.
ઘૂરતી આંખો આજ દિન સુધી યાદ છે મને. ક્યારેય નઈ ભૂલી શકાય એ ફેલાયેલી આંખો જે ચળકતી પૂતળી જેવી લાગેલી અને મારા તરફ મંડાઈ હતી.
તાબડતોબ તે સુમસાન સડક પર ભાગી રહ્યો હતો. જોર જોરથી ...ઓર જોરથી..જેમ ઘોડાના ડાબલા પડે અને જેવો અવાજ આવે એમ મારા પગનો અવાજ આવી રહ્યો હતો.


એ ભયાનક અંધારા વાળા રસ્તા પર બેતહાશા દોડતો હું પાછળ પલટીને જોવાની હિંમત નહોતો કરી શકતો..
એ રાત મારા જીવનની ખોફનાક રાત હતી. અને આ વાત હું જાણું છું યા તો મારા ભગવાન.
કે એ રાત્રે કઈ રીતે હું ઘર પોચ્યો હતો. તે હાત્સા એ મને પૂરી રીતે ડરાવી દીધો હતો.


હોળીની રજાઓ પછી પણ હું કેટલાંય દિવસ સુધી કોલેજ ન ગયો,. પણ ક્યાં સુધી એમ ઘર પર બેસત..??
હિંમત તો કરવાની હતી.


યાત્રી ગણ કૃપીયા ધ્યાન દે અલીગઢ સે દિલ્લી જાને વાલી કાત્યાયની એક્સપ્રેસ પ્લેટફૉર્મ નંબર તીન પર આ રહી હેં.
હમ અપકી સુખદ ઓર સુરક્ષિત યાત્રા કી કામના કરતે હૈં.


ઘરથી કોલેજ અને કૉલેજથી ઘરના ચક્કરો મા મે મારી જાતને ફરી પરોવી લીધી. S 5 તરફ ક્યારેક ડરતા ડરતા એ સીટ ને જોતો તે ખાલી મળતી હતી.
હવે હું ઘરે જવા માટે દોસ્તો સાથે સ્લીપર ડબ્બામાં આવતો થઈ ગયો.

એક સાંજે દોસ્તો એકબીજાની ટાંગ ખીચાઈ કરતા હતા ત્યાં એકેં મને પૂછ્યું " કે ભાઈ તારું બ્રેક અપ થઇ ગયું કે શું, પેલી s 5 વાળીથી??"
તે સમયે તો મે હસીને વાત ઉડાવી દીધી પણ !!!
મારા ચેહરાના ભાવ થી કૃણાલ મને ઓળખી ગયો.
હું જ્યારે દરવાજા પર એકલો ઉભો હતો ત્યારે કૃણાલ મારી પાસે આવ્યો અને
પૂછપરછ કરવા લાગ્યો, મે એમને બધુજ બતાવ્યું જેં મારી સાથે તે રાત્રે ઘટયું હતું.
આ બધુ સાંભળીને એમને મને કહ્યું કે " તે આ બધુ જોઈ ને તે સમજી લીધું કે ભૂત છે?... અરે અજીબ ગધેડા જેવો છે ને કઈ."
કૃણાલે પીઠ પર હાથ મારતાં મારતાં કહ્યું.

તે રેલવેના પટાં ની પાસે જાય છે અને પછી કબ્રસ્તાન માં જાય છે તો હોઈ શકે કે કોઈ એમની ઉદાસ કહાની હશે.
તારે તો જઈને એમને હોસલા હિંમત દેવાના હોય ,
અને તું તો ડરી ગયો કમાલ છે યાર.
કૃણાળની વાત સાંભળીને મારા મનમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો હતો.
હમમ કદાચ હું કંઇક વધારે કલ્પનાઓ મા ખોવાય ગયેલો હોઉં.!!!!
શું ખબર એમની શી કહાની હોય. હવે મેં એક વાત નિશ્ચિત કરી નાખી હતી કે હવે જો મને તે ટ્રેન મા જોવા મળે તો એમની પાસે જઈશ એમની સાથે વાતો કરીશ.
અને હા એ રાત માટે માફી પણ માંગી લઈશ.
અને એ મોકો મને બહુ જલદી મળી ગયો!!?


એ સાંજે જ્યારે હું અલીગઢ સ્ટેશન પર દોસ્તો સાથે સ્લીપર ડબ્બા તરફ જઈ રહ્યો હતો તો આદતથી S–5 ની બારી માંથી જોયું. હું ચોંકી ગયો તે ત્યાં જ બેઠી હતી.


જૂની ઘટના યાદ કરીને એક વખત મન ગભરાય ગયું, પણ મેં દોસ્તોને કહ્યા વગર ચૂપચાપ તે ડબ્બામાં દાખલ થયો. તે એ દિવસે પણ વિન્ડો સીટ પર બેઠી હંમેશની જેમ બહાર જોઈ રહી હતી.
સફેદ સૂટ , કાજલ વાળી ગેહરી આંખો, ખભા પર ઉલજતા વાળ અને હાથની કલાઈ મા ફ્રેન્શિપ બેલ્ટ!!

એમને મારી સામે ના જોયું!!

મે એક બે સીટ છોડીને એમની સામે વાળી સીટ પર બેસી ગયો , ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી, અલીગઢ સ્ટેશનના આઉટર થી તે ટ્રેન બહારના વિસ્તારમાં દોડવા લાગી હતી.
હું એમની નજીક જઈને બેસી ગયો હું એમને ઘણું પૂછવા માંગતો હતો, મે હિંમત કરીને એમની બાજુવાળી સીટ પર બેસવા જતા બે પગલાં ભર્યાજ હતા ત્યાં જ એમને મારી તરફ જોયું !! મે ગભરાઈને તરતજ બીજી બાજુ વળી ગયો.
જઈને ટ્રેનના દરવાજા તરફ ઉભો રહી ગયો.
દરવાજા માંથી હું જોઈ રહ્યો હતો જડપથી ગુજરતા મંજરો ને, ઠંડી હવા મારા ચેહરાને ચૂમી રહી હતી.


ત્યારે એક આવાજથી હું ચોંકી ગયો.

"""" કોઈનો પીછો કરવો ખરાબ વાત છે, ...""""


શ્વાસ ગાળા માજ અટકી ગયો .....ગરદન ઘુમાવીને જોયું તો એ ઠીક મારી પાછળ ઉંભી હતી.

દરવાજનું હેન્ડલ પકડેલા મારા હાથ ધ્રુજવા લાગ્યા , મેં ખુદને સંભાળ્યો.

"જો..... હું ત...મને સોરી કે..હવાનોજ હતો....એકચ્યુલી કોઈ ખ...રાબ ઈરાદો નોહતો મારો" ... અવાજ લડખડાઈ ગઈ હતી.


ત્યારે એમના ચેહરા પર અચાનક સ્મિત આવ્યું તો મને થોડી તસલ્લી થઈ.
મે સર જુકવિને માસૂમિયત થી કહ્યું "આઇ એમ સોરી ..પણ જાણવા... માંગ...તો હતો.. કે.."

"કોલેજ સ્ટુડન્ટ છો?"


મારી વાતને કાપતા પૂછ્યું.અને મે હા માં માથું હલાવી દીધું.


હમમ કહીને એ મુસ્કુરાઈ અને પાછી જવા લાગી.


એમના સ્મિતથી મારી હિંમત થોડી ઓર વધી ગઈ...

"એક્સ ક્યૂઝ મી..!! "

મે અવાજ આપ્યો તો તે પલ્ટી.


"હમમ હું જાણવા માંગતો હતો કે .. આઇ મીન કે તમને કોઈ વાંધો ન હોયતો ....એ..."

તે નજીક આવી અને બોલી..


"શું જાણવા માંગે છે???"


"બસ એજ કે તમે તે રેલવે ટ્રેક ની પાસે ...
મારા મિત્રે મને કહેલું કે એક સવારે લાશ મળી હતી ત્યાંથી..."


મે બોલ્યા પછી મેહસૂસ કર્યું કે કદાચ હડબડી મા બોલી નાખ્યું જે નહિ બોલવું જોઈતું તું.

"આઈ મીન કે એમની શી કહાની છે.???"

"કહાની ???? "


એ મારી આંખોમાં જોઇને બોલી.


"""કહાની નહિ નિશાની!!!""

""તે રેલવે ટ્રેક નિશાની છે, વફાદારીથી બેવફા થઈ જવાની નિશાની. ..."

"મતલબ??".

મે એમને પૂછ્યું તો તે વોશ બેસિન ની સામે આધાર લઈ અને બોલી..જેમકે લાંબી વાત કે કોઈ કહાની કહેવા માંગતી હોય..
મે પેહલી વખત એમની ખૂબસૂરતીને એટલા નજીક થી જોઈ રહ્યો હતો.
એટલા નજીકથી કે એમના ગાલો પર ના છિદ્રો મને સાફ સાફ દેખાતા હતા.

હવે શું થશે તે જાણવા માટે વાંચતા રહો ભાગ ૪ અને હા તમને આ કહાની કેવી લાગે છે તે કેહવાનું ચૂકતા નહીં
તો હું ફરી હાજર થઈશ નવા મોડ સાથે.. ત્યાં સુધી વિચારતા રહો કે હવે કહાની ક્યાં વળાંક લેશે .

ત્યાં સુધી અંશતઃ ને રજા આપો..
પ્રતિભાવ આપવાનું ચૂકતા નહિ...