( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા અનેે આદિત્ય ના ફ્રેન્ડ એમની મજાક ઉડાવે છે. આદિત્યના પિતા સગાઈની ડેેેેટ નક્કી કરવાં માટે મિહીકા અને તેના પેરેન્ટ્સને ડીનર માટે ઘરે બોલાવે છે. આદિત્ય સમીર, ધરા, અને ઈશિતાને પણ ઇન્વાઈટ કરે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )
આજે આદિત્યના ઘરે જવાનું હોવાથી મિહીકા આદિત્યને ફોન કરીને શું પહેરવું એ પૂછે છે.
આદિત્ય : અરે મને શું ખબર તારે જે મરજી હોય તે પહેર.
મિહીકા : અરે હું તને તારી પસંદ નથી પૂંછતી. આજે પહેલીવાર તારા ઘરે તારી વાઈફના તરીકે આવું છું. અને અંકલ સામે પણ વહુ તરીકે આવીશ. એટલે પૂંછુ છું.
આદિત્ય : તો તારી મમ્મીને પૂંછને.
મિહીકા : મમ્મીને પૂંછીશ તો એ સાડી જ પહેરવાનું કેહશે. એટલે એમને તો નહીં જ પૂંછવાની. આ તો તારા પપ્પાના નેચરની તને ખબર હોય એટલે તને પૂંછુ છું.
આદિત્ય : ઓહ એમ છે... અરે તુ કંઈ પણ પહેર મારા પોપ્સીને કોઈ વાંધો નઈ આવે. એમ પણ પોપ્સીએ તને જીન્સમાં પણ જોઈ છે જ. તો તુ જીન્સ પહેરીને આવે તો પણ ચાલશે.
મિહીકા : હે ભગવાન તારી પાસે તો કોઈ સજેશન પણ માંગવા જેવું નથી. તુ તો બધી વાતમાં મજાક જ કરે છે.
આદિત્ય : અરે હું બિલકુલ મજાક નથી કરતો. સારું ચાલ હુ સાંજે તારા ઘરે આવીશ અને તારા કપડાં સિલેક્ટ કરવામાં મદદ કરીશ.
મિહીકા : હાહાહા ચાંપલો.. એવું હોય તો હું ઈશુ અને ધરાને ના બોલાવી લઉં.
આદિત્ય : અરે પણ મારા પોપ્સીની પસંદ તો મને ખબર હોય ને... !! હવે તો હું આવીને જ રહીશ. એમ કહી તે ફોન કટ કરી દે છે.
મિહીકા : આ આદિત્ય પણ ક્યારેક બહું જીદ્દી થઈ જાય છે.
મિહીકા બાથરૂમમાં જઈ શાવર લઈ હેર વોશ કરી બહાર નીકળે છે ત્યારે આદિત્યને એના બેડ પર બેઠેલો જુએ છે. અને એકદમ ચોકી જાય છે અને કહે છે,
મિહીકા : અરે તું પાગલ છે કે,, !! સાચે જ આવી ગયો મમ્મી જોવે તો શું વિચારશે.
આદિત્ય : chill તારી હું તારી મમ્મી પાસેથી ઓફિસીયલી પરમીશન લઈને આવ્યો છું. તો વધારે ચિંતા કરવાની જરૂર નથી.
આદિત્ય : પણ તું આવ્યો કેમ ? મે તને કહ્યું હતું કે હું ઈશુ ને ધરાને પૂછી લઈશ.
આદિત્ય : અને મે પણ કહ્યું હતું ને કે હું આવીશ. ચાલ એ બધી વાત છોડ ચાલ તારા માટે ડ્રેસ સિલેક્ટ કરીએ.
મિહીકા : અરે મમ્મી પપ્પા કેવું વિચારશે એમને તો એવું જ લાગશે ને કે આપણે એકબીજાને લવ કરવા લાગ્યા છે. અને પછી આપણને પાછળથી તકલીફ પડશે.
આદિત્ય : અરે don't worry એવું કાંઈ ના થાય.અને તું એટલું નેગેટીવ કેમ વિચારે છે અને એવું પણ એ લોકો આ બધું જુએ તો એવું સમજે કે આપણે atlist ટ્રાઈ તો કર્યું. અને આપણે પણ એ કહી શકીએ કે આપણે પ્રયત્ન કર્યો પણ આપણાં વચ્ચે મનમેળ ના થયો.
મિહીકા : સારું ચાલ તારી સાથે આરગ્યુ કરવાથી કોઈ ફાયદો નથી.
આદિત્ય : ઓયે ચાંપલી આ બહાનાં બંધ કર અને એક્સેપ્ટ કર કે તને પણ મારી વાત બરાબર જ લાગે છે.
મિહીકા : હાહાહા ચાંપલો... ચાલ હવે જે કામ માટે આવ્યો છે તે કર અને મને ડ્રેસ સિલેક્ટ કરવામાં મદદ કર.
આદિત્ય : હુ પણ તો એ જ કેહતો હતો તુ જ ખોટો સમય બગાડે છે.
મિહીકા એની તરફ કતરાઈને જૂએ છે અને એનો કબાટ ખોલે છે આદિત્ય એની બાજુમાં આવીને ઊભો રહે છે. અને એના ડ્રેસ એક પછી એક કાઢીને બેડ પર મૂકે છે. ઘણાંબધાં ડ્રેસ જોયાં પછી એ એક પંજાબી ડ્રેસ પર પસંદગી ઉતારે છે. વાદળી કલરનુ ટૉપ અને લાઈટ પીંક કલરના પતિયાલા સાથે હેવી વર્કના દુપટ્ટા વાળો ડ્રેસ તેણે પસંદ કર્યો.
આદિત્ય : તુ આ ડ્રેસ પહેર એમાં તુ સુંદર લાગશે અને પોપ્સીને પણ ગમશે.
મિહીકા : ઓહ... આ તો મારો પણ ફેવરીટ ડ્રેસ છે. ખરેખર તારા પપ્પાને ગમશે ને ?
આદિત્ય : હા યાર trust me... મને મારી પોપ્સીની પસંદ વિશે મને ખબર છે.
મિહીકા : સારું ચાલ તું બહાર જા હું રેડી થઈ જાવ છું.
આદિત્ય : ઓકે તું રેડી થઈને બહાર આવ. હું તારી રાહ જોઉં છું.
મિહીકા ડ્રેસ પહેરી લે છે. અને તૈયાર થાય છે. આજે એ વાળ છૂટા નથી રાખતી પણ એક ચોટલામાં બાંધે છે. કાનમાં ઓકસોડાઈસના ઈયરીંગ પેહરે છે. એક હાથમાં પણ ઘડિયાળ અને એક હાથમાં ઓકસોડાઈસની જ બંગડીઓ પેહરે છે. કપાળ પર પીંક કલરની બિંદી લગાવે છે. આંખોમાં ગેહરી કાજળ અને હોઠો પર પીંક કલરની લિપસ્ટિક લગાવે છે. દુપટ્ટાને વ્યવસ્થિત ગોઠવી એ રૂમમાંથી બહાર આવે છે.
આદિત્ય બે ઘડી એને જોયાં કરે છે. મિહીકા એને આંખના ઈશારેથી કેવી લાગે છે એવું પૂછે છે. અને આદિત્ય પણ આંગળી અને અંગૂઠાનુ રાઉન્ડ બનાવી ઈશારામાં જ કહી દે છે કે, બહું સુંદર લાગે છે. મિહીકાની મમ્મી પણ રેડી થઈને આવી જાય છે.
આદિત્ય : આન્ટી, અંકલ નથી દેખાતા. ક્યાંક બહાર ગયાં છે.
મનિષાબેન : હા બેટા એ એક કામ માટે બહાર ગયાં છે. બસ હમણાં આવતાં જ હશે.
આદિત્ય : સારું તો તમે આવો હુ જાઉં છું. By મિહીકા મળીએ મારા ઘરે.
આદિત્યને ઘણું મન હોય છે કે એ મિહીકાને પોતાની સાથે લઈ જાય. પણ એ મિહીકાની મમ્મીને કહી નથી શકતો. અને ચાલ્યો જાય છે.
મિહીકા એના મમ્મી પપ્પા અને ઈશિતા મિહીકાના પપ્પાની ગાડીમાં જાય છે. સમીર ધરાને લઈને ડાયરેક્ટ આદિત્યના ઘરે આવવાનો હતો. ગાડીમાં સામાન મૂકતાં મિહીકા એના પપ્પાને પૂછે છે,
મિહીકા : પપ્પા આ શેનો સામાન છે ?
સંકેતભાઈ : કંઈ નહી બેટા બસ આ તો આપણે પેહલી વાર તારા સાસરે જઈએ છીએ એટલે થોડી મિઠાઈ અને ગીફ્ટ લીધી છે.
મિહીકા : પપ્પા શું તમે પણ જૂના જમાનાના વિચારો લઈને ફરો છો.
સંકેતભાઈ : એ બધું તને સમજ ના પડે.
મનિષાબેન : ચાલો હવે તમે બંને શરૂ નઈ થઈ જતાં તમે ગાડી ચાલું કરો વેવાઈને ત્યાં પહેલી વખત જઈએ છીએ તો મોડાં ના પડવું જોઈએ.
મિહીકા : પપ્પા આજે તમે અને મમ્મી પાછળ બેસો હું ગાડી ચલાવીશ.
મનિષાબેન : ના હો તારે ગાડી નથી ચલાવવાની. તારા પપ્પા ચલાવશે.
સંકેતભાઈ : અરે ચલાવવા દે ને એને. મારી દીકરી કોઈ દીકરાથી ઓછી નથી જો જે તને કેટલાં આરામથી લઈ જાય છે.
મિહીકા ખુશ થઈ જાય છે અને ડ્રાઇવીંગ સીટ પર બેસી જાય છે. સંકેતભાઈ અને મનિષાબેન પાછળની સીટ પર બેસી જાય છે. આગળ ઈશુ બહાર જ ઊભી રહેલી હોય છે, તે ફટાફટ મિહીકાની બાજુમાં બેસી જાય છે.
ગાડી ગેટમાં પ્રવેશે છે. બધાં ગાડીમાંથી બહાર નીકળી આગળ તરફ ચાલવા લાગે છે. આકર્ષક ગેટ, વિશાળ ગાર્ડન અને ભવ્ય મકાન જોઈને મનિષાબેન અને સંકેતભાઈ અચંબિત થઈ જાય છે. આ નજારો જોતાં એમને ખુશી થાય છે પણ એક બાજુ થોડી ચિંતા પણ થાય છે કે જયેશભાઈ અને એમની આર્થિક સ્થિતિમાં ઘણો ફર્ક છે. શું એમણે આ સંબંધ બાંધવામા ઉતાવળ તો નથી કરી નાંખી ને એવો વિચાર એમના મનમાં આવે છે.
તેઓ આજુબાજુના નઝારાને પોતાની નજરમાં સમાવતા ચાલતા હોય છે ને સામેથી જયેશભાઈ, આદિત્ય, સમીર અને જરા એમની તરફ આવતાં દેખાય છે. જયેશભાઈ બે હાથ જોડીને એમનું સ્વાગત કરે છે. સંકેતભાઈ અને મનિષાબેન પણ સામે હાથ જોડી એમનું અભિવાદન જીલે છે. મિહીકા આગળ વધી જયેશભાઈના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લે છે. જયેશભાઈ પ્રેમથી એના માથા પર હાથ ફેરવે છે. આદિત્ય પણ મનિષાબેન અને સંકેતભાઈને પગે લાગે છે. પછી ધરા ઈશુ અને મિહીકા એકબીજાને ગળે મળી એમની વાતોમાં મશગૂલ થઇ જાય છે.
** ** **
વધુ આગના ભાગમાં...