વ્યક્તિ એ ગમે તેવી પરિસ્થિતિ આવે બહાદુર બનવું જોઈએ તમે શાયદ બાહદુર ન પણ બની શકો તો પણ તમે દેખાવ કરો.
લી.કલ્પેશ દિયોરા.
હા,મિલન તું જે કહી રહ્યો છે,તે વાત સાથે હું સહમત છું.આ ઊંટ ઉભો પણ નથી થઈ શકતો તો સાથે લઈ જઈને આપણે શું કરીશું.આ એક ઊંટ આપણી સાથે આવશે.
*******************************
હજુ તો ચાલવાની શરૂવાત કરવાની હતી ત્યાં બીજું એક સંકટ આવીને ઉભું રહ્યું.સોનલ નીચે પડી ગઇ
બધા જ સોનલ પાસે ભેગા થઈ ગયા.સોનલના ધબકારા શરૂ હતા પણ પાણી ન પીવાને લીધી તે પડી ગઈ હતી.પણ અચાનક ઇશ્વરની દયાથી તેની આંખો
ખુલી ગઈ,અને તે ઉભી થઇ ગઇ.
મહેશ મારુ શરીર હવે કામ નથી કરી રહ્યું.પણ આપણે આગળ ચલાવું તો પડશે જ હું તારી સાથે તારો હાથ પકડીને ચાલીશ.સોનલની હિંમતથી બધા એ રેગીસ્તાનમાં ફરી કોઈ ગામ શોધવાની શરૂવાત કરી.
મહેશ મને નથી લાગતું કે આપણે કોઈ ગામ શોધી શકીશું.આ રેગીસ્તાનમાં જ આપણું મુત્યું થઈ જશે.જો આ રેગીસ્તાનમાં જ મારું મુત્યું થાય અને તું જીવતો રહે તો મારી માં ને કહેજે કે હું તેને ખૂબ પ્રેમ કરતી હતી.
નહિ સોનલ તને કઈ નહિ થાય.હું તારી સાથે છું.ગમે
તેવી પરિસ્થિતિ આવે મારામાં જીવ છે ત્યાં સુધી હું તને કોઈને કોઈ ગામ સુધી લઈ જઈને તારો જીવ બચાવી લશ.
પ્રેમ છે..!!!પ્રેમ છે..!!!
પ્રેમ છે,શું મહેશ તારો પ્રેમ છે..!!
પ્રેમ છે,શું સોનલ તારો પ્રેમ છે..!!
અલા જીગરયા તું અમારા બંનેનું નામ લઈને કેમ ગીત ગાય રહ્યો છે.તને કઈ તકલીફ છે.
મને કંઈ તકલીફ નથી પણ અમદાવાદમાં સોનલને તું ધોળા દિવસે તારા દેખાડવાની વાત કરી રહ્યો હતો.અને અહીં તું એમ કહી રહ્યો છે કે ગમે તેવી પરિસ્થિતિ આવશે સોનલ મારામાં જીવ છે ત્યાં સુધી તને અહીંથી કોઈ ગામ લઇ જશ.મને હસવું આવ્યું
એટલે હું ગીત ગાય રહ્યો છું.
જીગરયા તને આવી પરિસ્થિતિમાં હસવું આવે છે.અમારી બંનેની તું મજાક કરે છે.સોનલને મજા નથી હું તેને સાથે વાતો કરી રહ્યો છું.અને તને મજાક લાગે છે.
મિલન તું ઊંટ પર ચડીને તપાસ તો કર કે કોઇ ગામ આગળ આવી રહ્યું છે કે નહીં.હા,હું ઊંટ પર ચડીને જોવ છું.કે કોઈ ગામ દેખાય રહ્યું છે કે નહીં.
મિલને ઊંટ પર ચડીને તપાસ કરી પણ આજુબાજુ
રેતી સિવાય કંઈ દેખાય રહ્યું ન હતું.પણ અચાનક મિલનની નજર ઘણી બધી ઝુંપડી પર ગઈ.તે જમણી બાજુ અહીંથી ઘણી દૂર હતી.મિલને ઊંટ પરથી કુદકો માર્યો.
કેમ મિલન તે ઊંટ પરથી કુદકો માર્યો કહી દેખાયું તો નથી ને તને?
હા,અહીંથી જમણી બાજુ મને ઘણીબધી ઝુંપડીઓ જોવા મળી ત્યાં કોઈ ગામ હોઈ એવું મને લાગી રહ્યું છે.પણ અહીંથી ઘણી એ દૂર છે.આપડે ઝડપથી જમણી બાજુની દિશામાં ચાલવું પડશે.
મિલને વાત કરી તે પછી બધાના ચહેરા પર ખુશી આવી ગઈ હતી.સોનલને પણ ચાલવામાં બળ મળી ગયું હતું.બધા જ એકબીજાની સામે ખુશીથી જોઈ રહ્યા હતા.
અંતે કોઈને કોઈ ગામ આપણને મળી ગયું.તેમની પાસે પાણી હોઈ તો સારું.મને તો ખૂબ ભૂખ લાગી છે.તેમની પાસે અનાજ હોઈ તો મારી ભૂખ મટી જાય.
ગામ હજુ આવ્યુ ન હતું તો પણ કિશન અને અવની બંને આવી વાતો કરી રહ્યા હતા.
બપોરના બાર થવા આવી ગયા હતા.સૂર્ય દરેકના માથા પર તપી રહ્યો હતો.રેતી સૂર્યના તાપથી તપી રહી હતી.બધાને આશા હતી કે હવે આગળ જઈને ગામ આવે જ છે,તો ચાલી લઈએ.
જેટલું બે દિવસમાં ચાલ્યા ન હતા તેટલું આજ બધા ચાલી ગયા હતા.માથે ધગધગતો તડકો હતો.પણ તેની કોઈને પરવા ન હતી.બધાને સામે ગામ દેખાય રહ્યું હતું.તે જલ્દી ગામ પાસે જવા માંગતા હતા.
મિલન આપડે ચાલીએ છીયે તેને ત્રણ કલાક થઈ ગયા પણ એક પણ ગામ આવી રહ્યું નથી.તું કહી રહ્યો હતો ને કે અહીં જમણી બાજુ આગળ ગામ છે.પણ અહીં તો કોઈ ગામ આવી નથી રહ્યું.કિશન તું ઊંટ ઉપર ચડીને તપાસ કરતો કોઈ ગામ કેમ આવી રહ્યું નથી.મિલને તો હમણાં ગામ જોયું હતું.કોઇ બીજો રસ્તો આપડે પસંદ કરી લીધો નથી ને.
હા,જીગર હું તપાસ કરું છું.કિશન ઊંટ પર ચડીને તપાસ કરી.પણ આજુબાજુમાં કોઈ ગામ દેખાય રહ્યું ન હતું.કિશને જમણી બાજુ તપાસ દૂર સુધી કરી પણ કોઈ ઝુંપડી દેખાય રહી ન હતી.
મિલન મને તો અહીં આજુબાજુ કોઈ ગામ દેખાય નથી રહ્યું.તું ખોટું તો નથી બોલી રહ્યો ને?કે મને આગળ જમણી બાજુ એક ગામ દેખાયું.મને તો એવું લાગે છે કે તું ખોટું બોલી રહયો હતો.અહીં કોઈ ગામ છે જ નહીં.કે નથી કોઈ ઝુંપડી.
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)