Shu chhokri hati ae - 2 in Gujarati Love Stories by vasani vasudha books and stories PDF | શુ છોકરી હતી એ...? - 2

Featured Books
Categories
Share

શુ છોકરી હતી એ...? - 2

અમે ત્રણેય ઉભા હતાં ત્યાં જ ધારા આવી. એણે જ્યારે કિધુ કે,

" હુ તમારાં માટે કૈક લાવી છું. "

ત્યારે સાચે " મનમે લડુ ફૂટે "જેવી હાલત હતી. અને ધારાના હાથમાં રાખડી જોઈને એવું લાગ્યું કે જાણે અમને કોઇએ 440 વોલ્ટનો જટકો આપ્યો હોય.

હવે અમે ત્રણેય એક બીજાની સામે જોઈ રહ્યાં. અમે એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોતાં રહ્યાં. આ રાખડીની બલા માંથી કેમ છૂટવું એ જ વિચારતા હતા.

ધારા એની જ ધૂનમાં બોલી જતી હતી. તે બડબડાટ કરતી હતી કે,

" મે તો સરને ક્લાસમાં જ રક્ષાબંધન ઉજવવા માટે કહ્યુ હતુ, પણ તેમણે ચોખ્ખી ના પાડી એટલે મારે તમને રજામાં રોકવા પડ્યા. "

અમારાં ત્રણેયના કાન એકદમ ઉંચા થયાં. સરે ના પાડી એ પણ રક્ષાબંધન ઉજવવા માટે...? અમે એક બીજાની સામે તાકી રહ્યાં અને એક સાથે જ બોલ્યા,

" સરે ના પાડી..? એ પણ રક્ષાબંધન ઉજવવાની..? "

તે પણ આશ્ચર્યથી અમારી સામે વારા ફરતી જોઇ રહિ અને બોલી,

" હાસ તો, સરે જ ને..સરે મને ના પડી અને કિધુ કે, આપણે ક્લાસ પર કોઈ જ તહેવાર ઉજવતા નથી. આથી મે પણ કાઈ વધારે ન પુછ્યું. "

મે પુછ્યું,

" સરે આવુ કિધુ..? "

એ બોલી,

" કેમ, તમને સાચું નથી લાગતું..? "

પ્રણય બોલ્યો,

" જરી પણ નય. કેમ કે... "

ત્યાં જ ધેર્ય વચ્ચે બોલ્યો,

" કેમ કે, અમે ખુશી ખુશી ક્લાસમાં બધાં જ ઉજવવા જેવા તહેવાર ઉજવીએ જ છીએ.."

" What..? "

ધારા એક ઝાટકે બોલી ગય.

" તો સરે મને ખોટુ શા માટે કીધું..? "

" એ તો અમારે પણ જાણવું પડશે.."

ત્યાં જ ધારા બોલી,

" બસ એ તો જાણ્યું જાણ્યું હવે. પહેલા કોના હાથ પર રાખડી બાંધુ એ કહો જોઈએ...? "

અમારી હાલત ઘાંચીનાં બળદ જેવી હતી. અમે ત્રણેય હતાં ત્યાં ને ત્યાં. હવે આ બલાથી કેમ છૂટવું એ જ વિચારતા હતાં. ત્યાં જ પ્રણયનો ફોન રણક્યો, તેણે કોલ રિસીવ કર્યો,

" હા મમ્મી, અરે ના ના.... રસ્તામાં જ છું, આવુ જ છું હો. "

ફોન મૂકતા જ તેં અમારી તરફ ફરીને બોલ્યો કે,

" Sorry friends, મમ્મીનો કોલ આવ્યો. જવું પડે એમ છે...see you, we will meet tomorrow. "

સાલું તેને તો તેનાં મમ્મી એ બચાવી લીધો પણ અહીં અમારી લિમડે લાગી છે એનું શુ...? હજી ધારા એમ જ ઊભી હતી. હુ અને ધેર્ય એક બીજાની સામે દયામણા ચહેરે જોઇ રહ્યાં. અમે એ જ વિચારતા હતાં કે, પેલા કોણ બકરો બનશે..? ત્યાં તો દૂરથી ધેર્યનાં નામની બૂમ પડી...

" એય ધેર્ય હાલ્યને ભાઈ આજે ઘરે નથી આવુ કે શુ...? "

" Sorry guys, હુ તો સાવ ભૂલી જ ગયો હતો કે, આજે ઘરે ગેસ્ટ આવેલા છે એટલે વેલા પોચવૂ પડે એમ છે...Bye ..."

આતો ભારે કરી એ બેય છટકી ગયા અને હુ લેવાય ગ્યો. હવે તો ગમે તે કરવું પડે...આ બલા જો મને રાખડી બાંધી દે તો પેલા બન્નેની સામે ઈજ્જતનો ભાજીપાલો થય જાય.. હજી તો હુ આમ જ વિચારતો હતો ત્યાં ધારા બોલી,

" એ સાહિલ ક્યાં ખોવાઇ ગયો. લાવ તારો હાથ તને બાંધી દવ. "

મે નાં પડતાં કિધુ કે,

" અરે તુ નાહકની અત્યારે સમય બગાડે છે..."

" એટલે..? "

" એટલે એમ કે, આજે આમે ય મોડું થય ગયુ છે અને પેલા બન્ને તો નીકળી ગયા. એક કામ કર તુ કાલે અમને ત્રણેય ને સાથે જ બાંધી દેજે ને..? "

" તારી વાત તો સાચી લાગે છે હો. "

અમે બન્ને bye કહી ને છુટા પડ્યા. મને માંડ હાશ થય. આજનું તો થય ગયુ. હવે કાલે આ બલાથી કેમ પીછો છોડવવો એ જ વિચારતો હુ ઘરે ગયો.

રાતે પ્રણયનો ફોન આવ્યો આજ નો અહેવાલ લેવા માટે સાથે ધેર્યને પણ કોન્ફરન્સ માં લીધો. તેમને એમ કે હુ બલિએ ચડી જ ગ્યો હોઈશ પણ આ તો કોઇના હારા કામ ને લીધે, હુ એ બલાથી છૂટ્યો હતો. એ બન્ને મારી મજાક ઉડાડવા માંગતા હતાં પણ હુ બચી ગયો.
હવે બસ કાલની જ ચિંતા હતી. અને અમને ત્રણેય ને એક વાત સમજમાં જ નહોતી આવતી...

આખરે સર શાં માટે ખોટુ બોલ્યા...?

**

બીજે દિવસે ક્લાસ પર ધારા કાઈ ન બોલી અને અમે પણ કાઈ યાદ કરાવીએ એટલા મૂરખ તો ન જ હતાં...?!! રજામાં આજે પણ અમે ઉભા રહીને વાતો કરવાનું વિચારતા જ હતાં ત્યાં જ ધેર્ય બોલ્યો,

" હેય આજે વાતો નથી કરવી નહીં તો પેલી રાખડી લઇને આવી પહોંચશે. કાલે શાંતિથી વાતો કરશું...શુ કેવું તમાર બેય નું...? "

પ્રણય બોલ્યો,

" સાહિલ્યા આ વાત તો સાચી કરે હો. આજે પેલો માલ આવે એ પેલા આપણે નીકળી જઇએ નહીં તો આખી જીંદગી એને sister કહેતાં ફરવું પડશે.."

અને એ દિવસે અમે કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર...કૂતરું પાછળ પડયું હોય એ ઝડપે ક્લાસ પરથી નીકળી ગયા...સાચે જ શુ છોકરી હતી એ...?!!

**

બસ બીજો દીવસ પણ એમ જ નીકળી ગયો. આજે અમે એ વાત થોડી ભુલ્યા હતાં. આમે ય કાલે રક્ષાબંધન હતી એટલે ક્લાસ પર રજા જ રહેવાની હતી. આથી અમે શાંતિથી વાત કર્તા ઉભા હતાં.

ત્યાં જ ધારા આવી અને બોલી,

" સોરી ફ્રેન્ડ, આજે સ્કૂલે બધા છોકરાઓને બાંધીને એમા તમારા માટે એક પણ ના રહી. "

અમે તો ખુશ ખુશ થઈ ગયા. અમારે તો આ જ જોતવું હતું. છતા ધેર્ય ઉદાસ થતા ચહેરે બોલ્યો,

" અરે કાઈ વાંધો નહીં ધારા.."

ત્યાં એ બોલી,

" છતા પણ..."

પ્રણય બોલ્યો,

" બસ હવે છોડો એ વાતોને. "

ત્યાં અમે આડીઅવળી વાતો કર્તા. ધારા પોતાના બેગમાં કૈક શોધતી હતી. એ જોઇ ને ધેર્ય બોલ્યો,

" શુ ગોતે છે ધારા.."

એ બેગમાં ગોતતા ગોતતા જ બોલી,

" આતો, એક પડી હોય તો જોઇ જોવ જરા. "

ધેર્ય બોલ્યો,

" રેવા દે, ન મળે તો જવાદે ને. "

એ બોલી,

" એક તો મળવી જ જોઈએ. "

આતો પાછા ધબકારા વધ્યા અમારાં. એક ક્ષણ માટે તો મને વિચાર આવ્યો કે, આ ધારા એ સ્કૂલમાં પેલી પાઠ્યપુસ્તક માં આગળ આવેલી પેલી પ્રતિજ્ઞાપત્રક બોવ બધી વાર ગોખ્યો લાગે છે..

" ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારા ભાઈ બહેન છે. "

જો બધાંને રાખડી બાંધવાનો ગાંડો શોખ છે આને. દેખાવ પર થી તો એ ચમ્પુ જેવી લાગતી નથી પણ એનાં કારનામા પરથી એવું લાગે છે કે એ ચમ્પુ છે. મારા વિચાર ચાલતા જ રહેત પણ આ તો ધારાનો ઉત્સાહ ભર્યો અવાજ સાંભળીને મારુ ધ્યાન ભંગ થયુ,

" આખરે એક મળી ગય. "

અમે ત્રણેયે એક બીજા ની સામે એવી રીતે જોયું, જેવી રીતે હલાલ થતો બકરો પોતાના માલિક સામે જોતો હોય. અમે એક બીજા સામે જોતાં જાણે મનમાં જ પ્રાથના કર્તા હતાં કે,

" આ મને છોડી ને ગમે તેને બાંધી દે. "

ધારા હાથ માં રાખડી પકડી ને એક પછી એક અમારી સામે જોતી હતી. પેલા પ્રણય ની સામે પછી મારી સામે અને પાછી એણે ધેર્ય સામે જોયું.

(ક્રમશ**)

**************************************

તમને શુ લાગે છે ધારા કોને રાખડી બાંધશે..? હવે શુ થસે આગળ નાં ભાગ માં..? તમારાં પ્રતિભાવો મને જલદી થી લખી મોકલો. હુ તમારાં પ્રતિભાવો ની વાટ જોઇશ..!!