Amangala Part 2 in Gujarati Women Focused by Jyotindra Mehta books and stories PDF | અમંગળા - ભાગ 2

Featured Books
Categories
Share

અમંગળા - ભાગ 2

ભાગ  2

  સુયશ એક ચાલીમાં બે રૂમવાળા ઘરમાં રહેતો હતો. લગ્ન થયા પહેલાં જ તેણે સસરાના પૈસાથી પૉશ એરિયામાં બંગલો બુક કરાવ્યો હતો, પણ તેનું પઝેશન મળવામાં બે ત્રણ મહિનાની વાર હતી તેથી નછૂટકે સુયશ લગ્ન પછી મંગળાને લઈને ચાલીમાં આવ્યો. સુયશના માબાપે બનાવેલા સંબંધો અને ચાલીના ક્લચર મુજબ પાડોશીઓ સુયશનું ખુબ ધ્યાન રાખતા.

સાદાઈથી કરેલા લગ્નમાં પણ આખી ચાલ ઉમટી પડી હતી, જે સુયશને તો વધારે નહોતું ગમ્યું પણ મંગળાને ગમ્યું હતું, કારણ પહેલીવાર કોઈની આંખોમાં પોતાના પ્રત્યે અણગમાને બદલે અહોભાવ દેખાયો હતો. સુયશ નાનપણથી ચાલીમાં ઉછર્યો હતો પણ તેને ચાલીમાં રહેવું ગમતું નહિ, તેને ઘણીવાર લાગતું કોઈનું આટલી બધી વાર કોઈના ઘરમાં ઘુસવું એટલે પ્રાયવસીભંગ કહેવાય પણ માબાપની આમાન્યા રાખીને બધાં સાથે સારી રીતે વર્તતો અથવા એવો અભિનય કરતો.

આજે સુયશ અને મંગળાની સુહાગરાત હતી, પાડોશીઓએ આખુ ઘર સજાવી દીધું હતું અને પલંગ ગુલાબની મહેકથી સુવાસિત હતો. રાતના અગિયાર વાગ્યા હતા છતાં પાડોશની સ્ત્રીઓ સુયશના ઘરમાં બેસીને મંગળા સાથે વાત કરી રહી હતી. મંગળા આજે એકદમ ખુબસુરત લાગી રહી હતી. બધા એકબીજાની મશ્કરી કરી રહ્યા હતા. મંગળાને આ બધું બહુજ ગમ્યું હતું , બધાના વર્તનમાં આત્મીયતા હતી.

સવા અગિયાર વાગ્યા એટલે સુયશે ખોંખારો ખાધો એટલે નિમીભાભી બોલ્યા,”સુયશભાઈ, ગળામાં તકલીફ હોય તો તમારા ભાઈને કહું ડૉક્ટર પાસે લઇ જાય.” આટલું કહીને સાથે બધા હસી પડ્યા પછી નિમીભાભીએ ઈશારો કર્યો એટલે આખું મહિલામંડળ ઉભું થયું.

નિમીભાભીએ મંગળાને આંખ મારીને કહ્યું,”સંભાળજે બૅટ્સમૅન બૅટીંગ કરવા તલપાપડ થઇ રહ્યો છે.”  એમ કહીને ત્યાંથી નીકળી ગયાં.

સુયશે જલ્દીથી બારી બારણાં બંધ કર્યા અને પછી ટ્યુબલાઈટ બંધ કરીને ડીમ લાઈટ ચાલુ કરી અને પલંગ પર મંગળાની બાજુમાં બેઠો. તે વાત કરતાં કરતાં મંગળાના વાળ સાથે રમવા લાગ્યો, તેણે મંગળના ગાલ પર એક કિસ કરી. પછી તેણે મંગળાના શરીર ઉપરથી સાડી દૂર કરી અને જેવી તેને બાથમાં લેવા ગયો, મંગળાએ સુયશને ધક્કો માર્યો અને કહેવા લાગી,”મને અડશો નહિ, મારાથી દૂર રહો, આ બધું મને નથી ગમતું.”  

સુયશ તેના આ રિએક્શનથી ડઘાઈ ગયો, તેને લાગ્યું પ્રથમવાર આવું થતું હશે તેથી આમ કર્યું હશે. તેથી થોડીવાર શાંતિથી તેની સાથે વાત કરી. મંગળાને પોતાના વિશે વાત કરી, બે મહિનામાં બંગલે રહેવા જઈશું એવી વાત કરી અને પછી લાગ્યું કે મંગળા શાંત થઇ ગઈ છે નજીક જઈ ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો. ફરીવાર મંગળાએ ફરી તેને ધક્કો મારી દીધો અને બોલી,”પ્લીઝ, મારી સાથે આવું કંઈ કરશો નહિ.”

 સુયશ ભયંકર ગુસ્સે થઇ ગયો પણ નાનીશી ચાલીમાં રહેતો હોવાથી ચુપચાપ પડખું ફેરવીને સુઈ ગયો. મંગળાને મોડે સુધી ઊંઘ ન આવી તે ક્યાંય સુધી આમ બેસી રહી.

મંગળા સવારે વહેલી ઉઠી ગઈ અને બે મિનિટ શૂન્ય નજરે ઘરને જોઈ રહી પછી તેને યાદ આવ્યું કે તેના લગ્ન થઇ ગયા છે અને તે વડોદરાની એક ચાલીમાં છે. તે થોડીવારમાં નહાઈધોઈને કામે વળગી. થોડીવારમાં જ ઘર તેણે ચોખ્ખુચણાક કરી દીધું અને જેવો સુયશ ઉઠ્યો તેણે ચા ધરી.

 સુયશ તેને જોઈ રહ્યો. સુયશને ખબર પડતી નહોતી કે શું કરવું? ગઈકાલ રાતની ઘટના તેના મનમાં તાજી જ હતી. તેણે મંગળાના હાથમાંથી ચા લઇ લીધી અને અને તેને પ્રેમથી પોતાની બાજુમાં બેસાડી અને પૂછ્યું,”શું થયું હતું ગઈકાલે રાત્રે?”

 મંગળાએ કહ્યું,”ગઈકાલ રાત માટે સૉરી! પણ મને ખબર નહિ કેમ તે બધું ન ગમ્યું.”

 સુયશે કહ્યું,”વાંધો નહિ! આમેય મારી ઈચ્છા ઓછી હતી આવડી ચાલીવાળા ઘરમાં સુહાગરાત કરવાની, આપણે આજે રાત્રે આબુ જઈ રહ્યા છીએ ત્યાં જ આપણું હનીમૂન કરશું.”

 સુયશના બહાર ગયા પછી નિમીભાભી ઘરમાં આવ્યા અને મજાકમસ્તી કરવા લાગ્યા. મંગળા ગઈકાલ રાતથી ટેંશનમાં હતી પણ નિમીભાભીને લીધે તેનો મૂડ સુધરી ગયો. જે પ્રેમ પોતાનાઓની આંખમાં કે વર્તનમાં દેખાવો જોઈતો હતો તે પારકાઓની આંખમાં ડોકાઈ રહ્યો હતો.

 તેણે નિમીભાભીને પોતાના વિશે બધી વાત કરી, આ બધું સાંભળીને તે ખિન્ન થઇ ગયા તેમણે કહ્યું,” સગા માબાપ આવું કેવી રીતે કરી શકે? અને જો તમે ખરેખર અપશકુની હોત તો તમારા પિતાની પડતી થઇ હોત અથવા કોઈ મોટી દુર્ઘટના થઇ હોત અને હું તો માનું છું કે જેના નસીબમાં જે હોય તેને તે જ મળે છે એમાં કોઈ બીજાને જિમ્મેદાર ઠેરવવું તે ખોટું છે.”

બીજે દિવસે સવારે તેઓ આબુ પહોંચી ગયા હતા, ત્યાં એક મોટી હોટેલમાં તેમનું બુકિંગ હતું. દિવસે તેઓ ફરવા ગયા. દિવસે મંગળા સારા મૂડમાં હતી, પણ રાત્રે જેવો સુયશ તેની નજીક ગયો તેણે સુયશને ધક્કો મારી દીધો.

હવે સુયશ ગુસ્સામાં હતો તે ઝડપથી બહાર ગયો અને અટેન્ડરને  બોલાવીને કહ્યું,”ઘેનની દવા લઇ આવ.” 

અટેન્ડરે  કહ્યું,” હજાર રૂપિયા થશે.”

 સુયશે પાંચસોની ચાર નોટ પકડાવી અને કહ્યું,”કોઈને ખબર ન પડવી જોઈએ કે મેં મંગાવી હતી.” 

થોડીવારમાં અટેન્ડર દવા લઇ પાછો આવ્યો એટલે તેને કહ્યું,”દૂધના ગ્લાસમાં એક ગોળી નાખીને લાવ.”

 પોતે બહાર થોડી બિયર પી લીધી હતી. થોડીવારમાં સુયશ દૂધનો ગ્લાસ જાતે હાથમાં લઈને અંદર આવ્યો અને કહ્યું,” મંગળા, કેશરવાળું દૂધ લઈને આવ્યો છું, અહીંની સ્પેશ્યાલિટી છે.”

 મંગળાએ કહ્યું,”પોતાના માટે ન લાવ્યા?” એટલે સુયશે કહ્યું,”હું બીજી સ્પેશ્યાલિટીવાળી વસ્તુ પીને આવ્યો છું.” એમ કહીને હસવા લાગ્યો. તે સમજી ગઈ કે સુયશ બિયર પીને આવ્યો છે, પણ તેણે ઘણીવાર પોતાના પિતાને પણ બિયર પીધેલા જોયા હતા તેથી કંઈ બોલી નહિ અને ચુપચાપ દૂધ પી લીધું.

 સુયશને ખબર હતી કે દવાની અસર પંદર મિનિટ પછી થશે એટલે તે નાહવા ગયો અને જયારે નહાઈને બહાર આવ્યો ત્યારે જોયું કે મંગળા ઘસઘસાટ સુઈ રહી હતી. સુયશે તેણે હલાવી જોઈ પણ કોઈ પ્રતિભાવ ન હતો. સુયશને હતું કે થોડી ઘેનમાં આવશે એટલે અડવા દેશે પણ આ તો સુઈ ગઈ તેથી ફરી બહાર નીકળ્યો અને બિયારબાર તરફ વાળ્યો. થોડી વધુ બિયર પીને રૂમમાં આવ્યો અને પછી તેણે મંગળાના બધા કપડાં કાઢી નાખ્યા અને તેના દેહ સાથે રમવા લાગ્યો.

સવારે ઉઠ્યો ત્યારે જોયું કે મંગળા બાથરૂમમાં હતી. સુયશને યાદ ન હતું કે રાત્રે તેણે શું શું કર્યું હતું. મંગળા જયારે બહાર આવી ત્યારે તેની આંખમાં આંસુ હતા.

સુયશે કહ્યું,”રાત્રે જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દે, કદાચ બિયરના નશામાં કર્યું હશે.”

આગળ કહ્યું,” આજ પછી તારી રજામંદી વગર તને હાથ નહિ લગાડું .” દિવસે તેઓ ફર્યા પછી સુયશે મંગળાને આરામ કરવાનું કહ્યું અને કહ્યું,” હું થોડીવારમાં આવું છું. બહાર આવ્યા પછી એક બિયારબારમાં બેઠો અને વિચારવા લાગ્યો, સારું થયું માફી માગી લીધી, જો તેણે પોતાના પિતાને ફરિયાદ કરી હોત તો હાથમાં આવેલી દોલત નીકળી જાત. અને હુંય શું મારે તો પૈસાથી મતલબ છે અને પૈસા હશે તો શરીર તો ઘણાબધા મળી જશે અને આ તો ઠંડી કઠપૂતળી છે એમાં મજા નથી.

 તેણે એક વેઈટરને બોલાવ્યો અને કહ્યું,”અહીં આઈટમ ક્યાં મળશે?”

 વેઈટરે કહ્યું,”પૈસા ખર્ચવાની તૈયારી હોય તો બતાવું.”

  સુયશે કહ્યું,”પણ માલ કડક હોવો જોઈએ.” પછી વેઈટરે એક વૉટ્સએપ નંબર સુયશને આપ્યો અને કહ્યું,”મારુ કમિશન?”

 સુયશે કહ્યું,”પહેલા જગ્યા તો દેખાડ.”

 વેઈટરે કહ્યું,”તમારો નંબર આપી દીધો છે, હમણાં તમારા વૉટ્સએપ પર એડ્રેસ અને લોકેશન મળી જશે અને ફોટો પણ જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય.” એમ કહીને હાથ આગળ ધર્યો.

 સુયશે હસીને પાંચસોની નોટ તેના હાથમાં મૂકી અને બહાર નીકળ્યો.