Vruddh ni icchha in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | વૃધ્ધ ની ઇચ્છા

Featured Books
Categories
Share

વૃધ્ધ ની ઇચ્છા

એક વૃધ્ધ માતા પિતા તેના દીકરા ની રોજ રાહ જુએ. તે સાંજે મોડો ઘરે આવે પેલા જમી લે પછી તેના રૂમમાં ટીવી જોઈ સૂઈ જાય. સવારે વેલો ઉઠી કામ પર જતો રહે. એટલો વ્યસ્ત કે ઘર ની સંભાળ લેવામાં પણ ફુરસદ નહી.

ઘરડા માં બાપ એકલતા માં પોતાનો સમય પસાર કરે. ઘણી કોશિષ કરે દીકરા સાથે વાત કરવાની પણ તેને ક્યાં સમય હતો પાસે બેસી વાત કરવાનો. એક મકાન મા રહેવા છતાં તે તેના દીકરા ને સરખી રીતે જોઈ પણ ન શક્તા. આખો દિવસ કામમાં હોય એટલે દીકરા ને ઘરની કાંઈ પડી નહીં. રજા હોય તો પત્ની ને લઈ ફરવા જતો રહે. બીમાર એટલે બહાર નીકળવા નું ટાળે.

સવાર માં બા બુમ પાડે છે બેટા અહીં આવ તારા બાપ ને જો કઈ થઈ ગયું છે. દિકરો દોડતો દોડતો આવે છે. શું થયું શું થયું કહેવા લાગ્યો. મા બોલી બેટા આજે તારી પાસે સમય નહી હોય તું જા. બા પેલા કહો તો ખરા શું થયું.

બાપ પથારી માંથી ઊભા થયા. બેટા મને માફ કરજે તને જોવા માટે મારે નાટક કરવું પડયું. પપ્પા તમે પણ તમને ખબર છે કે હું બહુ કામમાં હોવ. બોલો શું કામ હતું.

બેટા મારા ગયા પછી તું મારી અંતિમ સંસ્કાર મા તારો ત્રણ કલાક બગડ છે. બેસણામાં પાંચ કલાક અને મારી ક્રિયા મા તારો ચાર કલાક સમય બરબાદ થશે. તું આ બધું ન કરતો હું મરી ગયા પછી મારો દેહ દાન કરી દેજે. અને આ બાર કલાક મને તું રોજ પાંચ મિનિટ મા આપજે. અમારી ઝંખના હોય છે તેને રોજ જોવાની માથા પર હાથ મુકવાની. તારી સાથે બે વાત કરવાની.

પપ્પાના શબ્દો સાંભળીને દીકરા ના આંખ માંથી દડ દડ અશ્રુ વહેવા લાગ્યા. મા બાપ ને ભેટી ને રડવા લાગ્યો. મને માફ કરજો હું તમારી કેર ન કરી શક્યો. હવે હું રોજ તમારા માટે સવાર સાંજ સમય કાઢી ને તમારી પાસે બેસીને બે વાતો કરીશ.

અમે કરેલી મહેનત, કમાણી કે પૈસા અમારા માટે નહોતા ભેગા કર્યા. તે બધું તારા માટે હતું. ત્યારે અમને એમ હતું કે બધું ભેગું કરીશું તો તે છોકરા ને કામ આવશે પણ મારો છોકરો તો તેના છોકરા માટે ભેગું કરી રહ્યો છે. એમ માને છે કે બધું ભેગું કરીશું તો સુખે થી રહેંશુ. જ્યારે અમારી પાસે સમય હતો ત્યારે તારા સુખ ખાતર મહેનત કરતા આજે તું તારા દિકરા માટે કરે છે. પણ વાપરે છે કોણ. બેટા સાથ અને સંગાથ સિવાય સુખ આ દુનિયા મા ક્યાય નથી. 

બેટા અમે રહ્યા ખડું પાન કાલે જતાં રહેશુ. અમારે તો લાકડી નો સહારો નહીં પણ દીકરા ના હાથની હુંફ જોઈએ. અમારે તારી સેવા નહીં પણ તું કહે જમ્યા કે નહીં તો પણ અમારા આત્માને સાંભળી ને શાંતિ મળે છે. બેટા હવે તું જા તારે મોડું થશે.

એક દિકરો હવે મા બાપ માટે સવારે થોડો વહેલો ઊઠીને મા બાપ ને જગાડી સરસ મજાની ચા પીવડાવે છે. તેને પૂછી ને કામ પર જાય છે. બપોરે ફોન કરી પૂછે છે તમે જમ્યા. સાંજે ઘરે આવી જમીને બે મિનિટ તેની સાથે વાતો કરે.

માં બાપ બેટા નો પ્યાર અને હુંફ થી એકદમ સ્વસ્થ રહેવા લાગ્યો. મા બાપ ને હુફ અને સમય ની જરૂર છે નહીં કે સગવડ ની. જતી વેળાએ તમારા સાથ ની જરૂર હોય છે. 

જીત ગજ્જર