Shaapit Vivah - 5 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | શાપિત વિવાહ -5

Featured Books
Categories
Share

શાપિત વિવાહ -5

યુવાની એકદમ ગભરાઈ જાય છે.અને તેના બુમ પાડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિનિટમાં આટલું બધુ.ત્યાં સામે દિવાલ પર મોટા અક્ષરે લોહીથી લખેલું હતું અને જાણે હાલ જ કોઈ આવીને લખી ગયું હોય તેમ હજી દીવાલ પર રેલા ઉતરી રહ્યા છે

તેના પર મોટા અક્ષરે લખેલું હતુ ," આ પરિવારમા કોઈ દીકરી ક્યારેય લગ્ન કરીને વિદાય નહી થાય......"

સિધ્ધરાજ સિંહ તો વિચારમાં જ પડી જાય છે. આ બધુ શુ થઈ રહ્યું છે. આ બધુ જોયા પછી અચાનક બધાને નેહલ યાદ આવે છે.તે રૂમમાં જ હોતી નથી. અને આખો રૂમ અસ્ત વ્યસ્ત પડ્યો હતો.

યુવાની બહુ ગભરાયેલી છે. તે કહે છે હુ અહીંથી નીકળી ત્યારે તો રૂમ એકદમ વ્યવસ્થિત હતો. અને દીદી પણ સ્વસ્થ હતા અને બેઠેલા હતા. મારા જવાથી જ બધુ થયું તે પોતાની જાતને બ્લેમ કરે છે.

બધા ઘરમાં તેને શોધે છે. કારણ કે હવેલી બે માળની સાથે બહુ મોટી હતી. તેમાં લગભગ પચ્ચીસ રૂમો તો બેડરૂમ જેવા હતા. બાકીના સ્ટોર રૂમ, હોલ રસોડું વગેરે તો અલગ.

બધા અલગ અલગ જઈને અલગ અલગ રૂમમાં તપાસ કરે છે. બધા ખુલ્લા રહેતા રૂમમાં જોઈ લે છે પણ કોઈ નથી હોતુ ત્યાં. અચાનક યુવરાજ ફરીથી પેલા રૂમ પાસે પહોંચે છે જ્યાં તે ગઈકાલે નેહલ બેભાન થઈને પડી હતી.

એ દિવસે તો એ રૂમનો દરવાજો લોક હતો. રાત થવા આવી હતી એટલે અંધારું પણ થયું હતું. અત્યારે તે રૂમ પાસે આવીને જુએ છે તો ત્યાં રૂમ ખુલ્લો હતો પણ અંદર અંધારું હતું. એ મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરે છે તો બહાર પગલાં હતા બહારથી કોઈ અંદર ગયેલુ હોય તેવા પણ એ પણ લોહીમાં ડુબાડીને પગ પાડેલા હોય એવુ હતુ.તેનો કલર પણ એવો જ ધેરા લાલ રંગનો હતો જે નેહલના રૂમમાં લખેલા લખાણ નો હતો.

તે પણ થોડો ગભરાઈ જાય છે. આ બધી એક પછી એક બનતી ઘટનાઓથી. તે જુએ છે કે સિધ્ધરાજસિહ ઉપર આવી રહ્યા છે એટલે એ તેમને ફટાફટ ત્યાં બોલાવે છે.

સિધ્ધરાજસિહ પણ આ જોઈને ડઘાઈ જાય છે. યુવરાજ કહે છે મોટાપપ્પા  આપણે અંદર જવું જોઈએ ?? મને તો કંઈ જ સમજાતુ નથી આ બધુ શું થઈ રહ્યું છે.

સિધ્ધરાજ : તને અંદર કંઈ અવાજ સંભળાય છે જાણે રેડિયો વાગતો હોય એવું કંઈક ગીત વાગી રહ્યું હોય એવું.

યુવરાજ સહેજ નજીક જઈને શાંતિથી ઉભો રહીને સાભળે છે તો કહે છે હા ગીત સંભળાય છે, "સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ....." એ ગીત વાગી રહ્યું છે. પણ અંદર કોણ હશે ??

પણ પછી બંને હિમત કરીને અંદર જવાનુ નક્કી કરે છે. ત્યાં રૂમમાં જઈને લાઈટના બોર્ડપાસે જઈને સ્વીચો ચાલુ કરે છે પણ એક પણ લાઈટ ચાલુ નથી થતી. બંને વિચારે છે કે કદાચ બહુ સમયથી રૂમ બંધ હોય તો કદાચ લાઈટોમા કનેક્શન મા તફલીક હોય.

હવે બંનેના મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરીને રૂમમાં આગળ વધે છે. તો જુએ છે કદાચ હવેલી ના બધા રૂમ જોયા પણ આના જેટલો વિશાળ કોઈ રૂમ નહોતો.

આખા રૂમમાં જુની રજવાડી ફેશન મુજબનુ ભવ્ય ફર્નિચર છે. પણ રૂમ તો એકદમ ચોક્ખો છે કે જાણે અત્યારે જ સાફ કરેલો હોય. સાથે રૂમમાં પડદા અને ગાલીચા પણ એકદમ નવાનકોર દેખાઈ રહ્યા છે. મોટા બે ઝુમ્મર લગાવેલા છે.અને સામે જ કોઈ મોટો એક છોકરીનો ફોટો લગાવેલો છે.

સિધ્ધરાજસિહ આ રૂમનુ તો બીજું તો કંઈ ખબર નથી પણ અમને આવે અહીં પંદરેક દિવસથી વધારે થયું આ રૂમ તો લગભગ મે ખુલ્લો જોયો નથી. તો આટલો ચોક્ખો રૂમ સહેજ સરખી પણ ધુળ બાજેલી દેખાતી નથી. આ શું છે કંઈ સમજાતુ નથી.

રૂમ જોતાં જોતાં તેમની એકદમ નજર સાઈડમા રહેલા એક હીચકા પર પડે છે. તે ઝુલી રહ્યો છે. અને સામે ત્યાં ઉપર બેઠેલુ છે કોઈ એ બિહામણુ દશ્ય જોઈને યુવરાજ એકદમ બાહોશ અને નીડર હોવા છતાં ચક્કર ખાઈને પડી જાય છે.

             *         *         *         *         *

સરોજબા ને પગમાં તફલીક હોવાથી તે ઉપર નહોતા ચઢ્યા. ધીમે ધીમે તે જઈને નેહલની તપાસ બધાની સાથે કરે છે. તે મંદિર પાસે આવીને માતાજી ને પ્રાર્થના કરે છે નેહલ જલ્દીથી મળી જાય કારણ કે બહાર રાસગરબા માટે મહેમાનો આવવા લાગ્યા છે.અને પાછુ આજે તો વેવાઈ પક્ષ વાળા પણ છે. જો તે નહી મળે ખબર નહી શું થશે ??

તેઓ બહુ ચિંતામા આવી જાય છે અને ઉપર બુમો પાડે છે કે સિધ્ધરાજસિહ ઉપર ગયા હતા તપાસ કરવા ઘણી વાર થઈ પણ હજુ કેમ આવ્યા નહી. પણ કંઈ જવાબ ન આવતા તેઓ  અવિનાશસિહ ને બોલાવે છે અને કહે છે ભાઈ તમે જરા ઉપર જઈને જુઓને કે નેહલના પપ્પા કેમ હજુ નીચે ના આવ્યા. અને હજુ નેહલનો કોઈ પતો નથી.

અવિનાશ : ભાભી ચિંતા ના કરો હુ જાઉ છું અને જોઉ છું. તે પણ ઉતાવળે ઉપર ચડીને જાય છે અને બધે તપાસ કરતાં કરતાં એ પણ એ રૂમ પાસે આવી પહોંચે છે જ્યાં સિધ્ધરાજસિહ અને યુવરાજ હતા.

શું થયું હશે એવું એ રૂમમાં કે યુવરાજ એકદમ ચક્કર ખાઈને પડી ગયો ?? નેહલ નુ શું થયું હશે ??

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -6

next part........ come soon............................