Koobo Sneh no - 8 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 8

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 8

? આરતીસોની ?

આપણે આગળ જોયું, કોઈ ઘટના ઘટવાની ભીતિથી જાતજાતના વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન, વિરાજને સ્કોલરશીપ મળતાં ખુશીનો પાર નહોતો રહ્યો. જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવી હેબતાઈ ગઈ હતી અને પછી તો એણે વિરાજને અમદાવાદ શહેરમાં ભણવા મોકલવા માટે ધમધોકાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.. હવે આગળ.. સઘડી સંધર્ષની...

❣️કૂબો સ્નેહનો❣️

વળતાં ઉનાળાની પરોઢિયે સૂર્ય હજુ શશીને નતમસ્તક હતો. એના અગનગોળામાંથી, ચાદીના ચોરસાને ચોરસા ઓગાળી ઓગાળીને જાણે આકાશ મંડળમાં દૂધિયો રંગ ઢોળી ઠંડક વેરી રહ્યો હતો.. કંચને પ્રાગટ્ય સૂર્યનારાયણને, સૂર્ય નમસ્કારના શ્લોક ઉચ્ચારી તાંબાના કળશથી જળ અર્પણ કર્યુ..

ૐ સૂર્યાય નમઃ ।
ૐ ભાસ્કરાય નમઃ ।
ૐ રવયે નમઃ ।
ૐ મિત્રાય નમઃ ।
ૐ ભાનવે નમઃ ।
ૐ ખગાય નમઃ ।
ૐ પુષ્ણે નમઃ ।
ૐ મારિચાયે નમઃ ।
ૐ આદિત્યાય નમઃ ।
ૐ સાવિત્રે નમઃ ।
ૐ આર્કાય નમઃ ।
ૐ હિરણ્યગર્ભાય નમઃ ।

કુસુમવત્ બરફાદિચ્છ આકાશી વાદળીયા દ્રશ્યે એની આંખોમાં ને નસોમાં શીતળતા પૂરી. સૂર્ય નારાયણે હજી તેજની ધારો આછી પાતળી રેડી હતી, આજનું તેજ કંઈક ઔર જ હતું. વરંડામાં વાયેલા બિલીપત્રના વૃક્ષની ડાળીએ ડાળીઓ ખુશીથી લળી લળીને સૂર્યને સલામી ભરી સ્વાગત કરી રહ્યું હતું. ફૂલો આજે તેમની સુગંધો ફોરમાઈને શોભામાં કંઈક ઔર વધારો કરી રહ્યાં હતાં અને મોરલા અને કોયલડીઓના મધુર ટહુકારથી વાતાવરણમાં મનમોહકતા અને આહ્લાદક શાંતિ અનુભવાતી હતી. આવે વખતે કંચનના હ્રદયમાં ઊર્મીઓની ભુમાભુમ હતી.

કોઠા ડાહ્યાં વિરાજને પોતાની અમ્મા પ્રત્યે વિશેષ ગર્વ હતું. એનું સૌથી મોટું મહત્તવનું કારણ કંઈ હતું તો એના બાળપણમાં જ પિતાનું અવસાન થતાં અમ્માએ પોતાના ઘડતર પાછળ નસીબના સૂકાં પાંદડાંને લીલું કરવા, કરમ સાથે બાથ ભીડી હતી. શરીર તોડી તોડીને મહેનત કરતી અમ્માનો ચહેરો જોઈને એના બાળમાનસને વ્યાકુળ કરી દીધું હતું. અમ્મા પ્રત્યે એની ભાવનાઓનું ગણિત એકની પાછળ અનેરા શૂન્ય જ શૂન્ય ભરી દેતું હતું. અમ્માને જોઈને ભણવાની ધૂનકી ઊઠતી હતી, જે હજુ પણ અકબંધ હતી. પોતાની મંજીલ પામવા માટે વિરાજ કેટલો ઉછળ કૂદ કરતો હતો, અઢળક મહેનત કરી સ્કોલરર વિદ્યાર્થીઓની હરોળમાં આવી ગયો હતો વિરાજ.. પણ એ હવે અમ્મા અને મંજરીને એકલા મૂકીને અમદાવાદ ભણવા જવા માટે એનો જીવ કોચવાતો હતો. પરંતુ એમને સુખ શાંતિ પણ આપવી હતી અને એમના માટે થઈને પણ શહેરમાં જઈને ભણીને માસ્ટર ડિગ્રી પણ મેળવવી જરૂરી હતી.

“અમ્મા શું તમે એકલા રહી શકશો? હું ભણવા સાથે નોકરી કરીશ એટલે તમને બોજ ઓછો રહેશે.” વિરાજે, અમ્માને હળવેથી પુછી લીધું.

કુંભાર જેમ ઘડાને ટીપી ટીપીને ઘડે ને ધગધગતા તાપમાં પકાવે એમ વિરાજ ટપોરા ખાઈ ખાઈને ટકોરા બંધ ઘડાઈ ગયો હતો. કંચન જાણતી હતી કે હવે મારો વિરુ દુનિયાના ગમેતે ખૂણામાં જશે પાછો નહીં પડે, એટલો કાબેલ થઈ ગયો છે.

ઘરના એક મોભી વ્યક્તિ તરીકે અત્યારે એક માતા જ જો અસ્વસ્થ થઈ જાય તો બાળકોની હિંમત તૂટી જતાં વાર ન લાગે, એવું કંચન સારી પેઠે જાણતી હતી. બધી જ વેદનાં પોતાની ભીતર ભંડારી દીધી હતી. હવે આંસુ પણ આથમી રહ્યાં હતાં. આમ તો આંખ સામે વિરાજને જોઈને કંચનની આંખો ઠરતી. છતાંયે કાળજું કઠણ રાખી લાગણીના ટેરવે આવી બેઠેલા રંગબેરંગી પતંગિયાને માથે હાથ ફેરવી હળવેથી મુક્ત કરતી હોય એમ એ બોલી,
“વિરુ દીકરા તું તારે ચિંતા કર્યા વિના જા, ભણવામાં ધ્યોન આપજે અન હમમમ હોભર... જો રૂપિયાની બિલકુલ ચિંતા ના કરતો.”

મંજરીને માથે હાથ ફેરવતાં વિરાજ બોલ્યો, “મંજી, અમ્માનું ધ્યાન રાખવાની જવાબદારી હવે તારી.”

મંજરી મીઠુ મીઠુ કાલી ભાષામાં લહેંકા સાથે બોલી, “એ હા ભઈલું. તું ચિંતા ના કરે હો.. અમે બેઉં એકબીજાનું ધ્યાન રાખશું.”

વેકેશન પૂરું થતાં જ વિરાજ મન મક્કમ કરી અમ્માના આશિર્વાદ લઈ, માસ્ટર ડીગ્રી મેળવવા, યુવા પાંખો ફેલાવી અનેક અરમાનો સાથે અમદાવાદ શહેર ભણી ઉડવા નીકળી પડ્યો..

અમ્મા અને મંજીથી વિદાય લઈને વિરાજ યાદોનાં મસમોટા પોટલાં ઉંચકીને બસમાં બેઠો હતો. પોતાના માદરે વતનની રસભીની ધરતી દૂર સુધી પીતો રહ્યો. બસ સ્ટેશન વિસ્તારની આજુબાજુ નજર ફેરવી ફેરવીને સ્કૂલ જવા આવવાનો રસ્તો, રોજની દુકાનો જ્યાંથી અમ્મા એને ચોકલેટ લઈ દેતી હતી અને એ ફારૂક ચાચા જે રોજ અત્તરનું નાનકડું પૂમડું બનાવીને આપતા જે પોતાના કાનમાં દબાવવાથી આખાં શરીરમાં સુગંધિત લહેજત ફોરમી ઉઠતી હતી. સ્કૂલ.. મંદિર.. બધું દૂર જતું ગયું. એના માટે અમ્મા વગર જીવવું અઘરું તો હતું જ પણ મન મક્કમ કરી અજાણી કેડી પર નિર્ભય કદમ માંડી એકલપંડે આખી દુનિયા સર કરવા નીકળ્યો હતો..

અજાણ્યા અમદાવાદ શહેરમાં નથી કોઈ ઓળખીતા-પારખીતા કે નથી કોઈ સગાં-સંબંધીઓ.. આકાશ આંબવાના દ્રઢ નિશ્ચય સાથે ડિગ્રી મેળવવાનાં સપનાં આંજી ભીની આંખે વિદાય લીધી..©

પણ તકદીર ક્યારે કરવટ લઈ જાય એ કોઈનેય ક્યાં અણસાર હોય છે! વિરાજના શહેરમાં ગયા પછી શું શું થાય છે એ હવે આગળ પ્રકરણ 9 માં જોઈશું.

-આરતીસોની ©