શિકાર
પ્રકરણ ૧૯
આકાશને કુરીયર આપી હિતેશ એ કહ્યું , " ચેક લાગે છે કદાચ! "
આકાશ થોડો મર્મ માં બોલ્યો, "લે જોઈ જ લે ખોલી ને.. "
"ના તું જ ખોલજે , પણ પછી અત્યારે નહી અત્યારે આપણે પપ્પાને મળવા જવાનું છે એ છ વાગે નીકળી જવાનાં છે અમે તારી લંચ વખતે રાહ જોઈ પણ તારો સંપર્ક જ ન થયો.. "
"સારૂં એક કામ કર તું પહોંચી જા હી તારી પાછળ જ વીસેક મિનિટ માં પહોંચીશ મારે પાલડી જવું છે કાલની રાજકોટ ની ટીકીટ કઢાવવા. .. "
"તો... પપ્પા સાથે જ જતો રહે ને પણ , એમની ગાડી માં એ ને ડ્રાઇવર બે જ છે... "
"જોઇએ ... દસ મીનીટ બેસ હું થોડો રીલેક્ષ થઇ જવું. "
આકાશને ય કવર ખોલીને જોવાની તાલાવેલી તો હતી જ... કવરમાં ત્રણ પીડીસી હતાં પણ બે મહીના પછીના... કુરીયર વાંકાનેર થી પોસ્ટ થયાં હતાં , મતલબ સાફ હતો ..
"રોહિતમામા સલામત અને સક્રિય હોવા જોઈએ, પણ નવાઇ ની વાત એ હતી કે મામા ને ક્યાંથી ખબર પડી કે એ અમદાવાદ હોઇ શકે? એ તો અહીં ભાગ્યે જ રહેતો... તો મામા મારી બધી જ ખબર રાખતાં હશે ? મામાને મારી ને ગૌરી ની પણ ખબર હશે??? ઓહ!!! હું મામા માટે ક્યાંક આડખીલીરૂપ તો નથી થતો ને??? હું કોઈ ખતરો તો ઉભો નથી કરતો ને??? મારે ફૂંકી ફૂંકીને ડગ માંડવા રહ્યાં ...
તો શું હું ગૌરી ને ભૂલી જઉં?
તરત જ હૃદયે બળવો પોકાર્યો ... ના ગૌરી ને હું ભુલી નહી શકું
ના... તો શું મામા ને ભૂલી શકીશ??? રોહિતમામા એ તારા માટે લગ્ન સુધ્ધાં નથી કર્યા આકાશ.... "
SD ને ફસાવવા જતાં અત્યારે તો એ પોતે જ ફસાયો હતો... એ ત્રણેય ચેક ને જોઇ રહ્યો ત્રણેય એક જ બેંક ના અલગ અલગ ખાતાનાં ચેક હતાં બધાં જ ખાતા અજાણ્યા જ હતાં અને એની માહિતી આકાશને નહોતી આપી એટલે એ ખાતા માર્ચ પહેલાં બંધ પણ થઈ જશે એ નક્કી હતું ... એને ખાલી ચેક એક ખાસ ખાતામાં નાંખી દેવાનાં હતાં જે તે તારીખે ..... પણ એ પહેલાં અત્યારે તો રાજકોટ જવાનું માંડી વાળવું પડશે ....
જલ્દી થી ચેકની તારીખ ડાયરીમાં નોંધી ઠેકાણે કર્યા અને બાથરૂમમાં ગયો.....
થોડીવાર પછી બધી આશંકાઓ ખંખેરી હિતેશ પાસે ગયો
"હિતેશ હવે હું રાજકોટ નથી જવાનો, તેં તારા પપ્પા ને કહ્યું તો નથી ને ...?"
"ના,તું કહે તો જ કહેવાનો હતો .. મારા પપ્પા સરકારી અધિકારી છે ચોક્કસ હોય તો જ વાત કરત એમને ..."
એ બંને હિતેશના પપ્પા ની મધરડેરી પાસે રાહ જોતા બેઠાં...
અશોક ભાઈ મધરડેરી નાં ફુડપ્લાઝામાં પહોંચતાં ત્યાં હલચલ થવી સ્વાભાવિક હતી કારણ લબક ઝબક થતી લાલ પીળી લાઈટ નો એક અલગ જ પ્રભાવ હોય...
હિતેશ અને આકાશ જ્યાં બેઠાં હતાં ત્યાં અશોક ભાઈ હજી પહોંચ્યા જ ત્યાં તો પ્લાઝા નો મેનેજર પોતે જ હાજર થઇ ગયો ઓર્ડર લેવા... ચા અને હળવા નાસ્તા નો ઓર્ડર આપી એમણે હિતેશ ના ખંભે હાથ મુકી કહ્યું," બોલો કુંવર! ફાવે છે ને હવે તો?? "
"હા પપ્પા! આને મળો આ આકાશ જેનાં ફ્લેટ પર હું રહું છું હવે તો અમે મિત્રો જેવા જ છીએ... "
અશોકભાઈ એ આકાશની સાથે હાથ મિલાવતાં કહ્યું, " મિત્રો જેવા ને મિત્રો તો નહીં ને? "
હિતેશ થોડો ઝંખવાયો ," હા હવે મિત્રો જ વળી ..."
આકાશને સંબોધી અશોકભાઇ એ કહ્યું ભાઇ એનાં જે કોઈ આપવાના થતાં હોય એ કહી દેજે હું મોકલી આપીશ અથવા એ આપી દેશે આ ભાઇ ને વળી હોસ્ટેલ માં જામ્યુ નહી બાકી મારી તો ઇચ્છા એવી જ કે એ હોસ્ટેલ લાઇફ જીવે પણ એની મમ્મી આગળ જઈને ભાઇ ઓળઘોળ થઈ આવે એટલે ...."
"બસ પણ પપ્પા ! હું હોસ્ટેલ જવાં વિચારતો જ હતો પણ હવે આકાશ ના કહે છે... "
"પણ પપ્પા! આ પૈસાની ના પાડે છે ,એ વાત તમે કરી લો... "
કાકા! ગૌરવનો મિત્ર એટલે મારો મિત્ર છે, એટલે પૈસાની તો વાત જ નથી આવતી.. "
"જો આકાશ દિકરા , જેનું મુલ્ય અત્યારે નથી ચુકવતાં પાછળ થી એ બહું જ મોટી કિંમત વસુલી લેતું હોય છે.. એમાં પણ હું સરકારી અધિકારી તરીકે આ વાત નું બહું ધ્યાન રાખું છું કાલ ઉઠીને મારે એની કોઇ એવી કિંમત ન ચુકવવી પડે કે જેથી મારી પાંત્રીસ વર્ષ ની નોકરી પર જોખમ આવે એટલે જ વ્યવહારૂ થઈ તારે જે ભાડું કે ફી લેવાની થતી હોય તે લઇ જ લે... "
કાકા હું ભાડે આપવાનું કે એવી રીતે રાખવાનું કામ નથી કરતો ઇનફેક્ટ મારો આ ફ્લેટ બંધ જ હતો છેલ્લા ચાર માસ થી જ મેં ખોલ્યો છે ફ્લેટ એટલે એ તો પ્રશ્ન આવતો જ નથી પણ રહી વાત કિંમત વસૂલ કરવાની તો સમજો હું તમારા માથે પડેલો જ છું ... મારે મારા કામથી રાજકોટ આવવા જવાંનું હોય જ છે તો તમારો એક ફ્લેટ ખાલી જ છે રૈયા રોડ પર એવું હિતેશ કહે છે તો મારે ત્યાં આવવું હોય ત્યારે મને આપવાનો એ મારૂં ભાડું બસ...??? "
બધી પ્રાસંગિક વાત પત્યા પછી હિતેશ એ ફોટા નું યાદ દેવડાવ્યું...
"શેનો ફોટો?? હિતેશ! "
આકાશે રોહિતમામા નો ફોટો કાઢ્યો ને અશોક ભાઈ ના હાવભાવ જોવા લાગ્યો..
અશોક ભાઇ ની આંખો ભાવ હીન જ લાગી આંખો ઝીણી કરી ફરી જોયો , "અમીન તો નહી ને??? રોહિતભાઇ કે એવું જ કાંઈક કપાળ સહેજ તંગ થયું કાંઇક યાદ કરતાં હોય એમ...
આકાશ એમને જ જોતો હતો... કાંઇ બોલ્યો નહી...
પ્રશ્ન સૂચક નજરે આકાશ સામે જોયું અશોક ભાઇ એ ....
આકાશે કહ્યું, " હા રોહિત અમીન મારા મામા થાય... "
"તારા મામા એટલે તું ડોક્ટર દેસાઇ નો દિકરો? "
" તમે ઓળખો છો મારા પિતા ને? "
" ના ખાસ નહી, પણ રોહિતભાઇ ના લીધે એમના અવસાન સમયે અમે તારા ઘરે આવ્યા હતાં .. પણ ત્યાર બાદ રોહિતભાઇ બદલાઇ ગયાં હતાં , મારે ને એમને ખાસ બનતું ન હતું ... પણ એ છે ક્યાં આજકાલ...? "
"એ બહાર ફરવા ગયાં છે, અને મને ખાલી એટલું જ ખબર છે કે મારો સંપર્ક એ કરશે મારે નથી કરવાનો એમનો સંપર્ક... "
"એ છે જ થોડાં વિચિત્ર ... ખેર છોડ એ વાત હિતેશ આના ભાડાની કે કશાયની ચિંતા ન કરીશ ને આકાશ તારે રાજકોટ તો શું ગમે ત્યાં કાંઇ પણ કામ હોય તો કહેજે..."
આકાશ માટે હજી ય પ્રશ્ન તો હતો જ કે મામા ના આ બન્ચમાં કેમ હતો અશોક ભાઇ નો ફોટો....
***************** ****************
સંદીપભાઈએ જતાં પહેલાં જ SD ને ફોન કર્યો , " હેલ્લો! "
"બોલો બોલો વેવાઈ કેટલે પહોંચ્યાં... "
"હજુ તો નીકળ્યા હવે આ તો થયું કે ફોન કરી લઉં એક..! "
"અરે સંદીપભાઈ ! સરકારી કર્મચારીઓ નું આ જ દુઃખ આવો આવો ઝટ.."
ગૌરી ને ઝીણીબેનને SD એ બોલાવી જ લીધાં હતાં... ઘરમાં કોઈ સ્ત્રી જ નહોતી તો...
SD ઝીણીબેન ના રૂમ ભણી ઉપડ્યો આમ તો રસોડા નો જ ભાગ પણ એક સુઘડ સાદો રૂમ ફાળવી આપ્યો હતો એમને ...
"ઝીણીબા !"
"તમારે કેમ રસોડા સુધી આવવું પડ્યું ... આટલા બધાં લોકો છીએ તો ય..? "
"ઝીણી બા ... તમારૂં જ કામ હતું કોઇકે ભૂતકાળ ઉખેડ્યો છે... "
"એટલે? ગૌરીએ કાંઇ કહ્યું?? "
"ગૌરી ???"
SD એ સામો પ્રશ્ન કર્યો ...
"હા! મેં એને બધું કહી દીધું છે ..."
"ઓહ !"
"પણ, એને મેં સંભાળી લીધી છે ."
"ઝીણી બા, પણ આ બીજુ જ કોઇ છે .."
SDએ ફોટો ધરી કહ્યું ..
ઝીણીબા ફોટો જોઇ રહ્યાં જગદીશભાઇ ના હત્યારા સાથે SD નો ફોટો હતો...
"કોણે મોકલ્યો?"
" છે કોઇક, મને કોઈક બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે."
" તે શું આનું?એમના માટે જે કોઈ કાર્યવાહી કરવાની હોય તો એ મારે અને મારી દીકરી એ કરવાની હોય મારી દીકરીઓ તમારા માટે કદી એમ ન કરે અને મને એમાં કોઈ રસ નથી... "
ઝીણી બેનનો ચહેરો થોડો રૂક્ષ થયો...
"તમે હજીય એમ માનો છો કે એ ગુનેગાર હું છું?? !"
ભાઇ હું એ બધું ભુલી ચુકી છું ... મેં કોઇ ને ગુનેગાર નથી માન્યા ( ફોટો દેખતાં કહ્યું ) આને પણ નહી.." આરોપી ને દેખાડી કહ્યું..
"આ માટે તમારે ક્યાંય દબાવવાની કે કોઈ પણ જોડે સોદા કરવાની જરૂર નથી તમે મુક્ત છો ખાસ તો ગૌરીને બધું કહી દિધાં પછી..... હું પણ મુક્ત થઈ જવા માંગુ છું ગૌરી ને વળાવ્યા પછી... "
ગૌરી બે ય ની વાત સાંભળી રહી હતી પાછળ ઉભી રહી ને.....
(ક્રમશઃ.....)