naam me kya rakkha hai - 3 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩










? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩ ?

મેં એને મારા સુરત આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે મારે એક મહિના માટે સુરત રોકાવવાનું થશે અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને તારા સુરત ના દર્શન કરાવવાના છે અને તારી સાથે જ રહેવાંનું છે ફ્રી ટાઈમ માં. એટલું સાંભળતા જ એ ખુશી થી જૂમવા લાગી અને એ મારા ગળે વળગી પડી..એણે મને કહ્યું કે તું એક મહિનો અહીં રોકાવવાનો છે તો એમાંથી ચાર રવિવાર મારા અને છતાં પણ જો તું ફ્રી થઇ જા તો એ ટાઈમ પણ મારો. તો ઇનશોર્ટ તારો ફ્રી ટાઈમ મને જ આપવાનો છે જેથી કરીને હું તને મારા સુરત ના દર્શન કરવી શકુ.

( મન માં તો મને ખુબ જ ખુશી થઈ રહી હતી કે આ ભૂત મારી પાસે ટાઈમ માંગે છે અને મને ફરવા લઈ જવાની છે )

ઘણી વાતો કર્યા પછી મને કહે કે " ચાલ Dreculla " હું તને અહીં ની ( ફ્લોરલ પાર્ક ) ની ફેમસ ચિઝી કોર્ન ભેળ નો ટેસ્ટ કરાવુ. ( જો તમને કહેતા જ ભુલાઈ ગયું કે એ ભૂત fodiee છે, food holic છે)

અમે ગાર્ડન ની પાળ પર બેસી ને ચિઝી કોર્ન ભેળ ની મઝા માણી. હું સાચે જ મારી જાત ને Lucky માનતો હતો કે મને આવી Big Fan cum Friend મળી.જે મારી દરેક રચનાઓની સરાહના કરતી.એ મને બસ એવું જ કહેતી કે " Dreculla તું એક દિવસ બોવ જ મોટો Author બનીશ અને હા જ્યારે તું સેલિબ્રિટી સ્ટાર બની જા ત્યારે આ સુદામા જેવી મિત્ર ને યાદ કરજે.

ત્યાજ મેં એના કપાળ પર ટાપલી મારી અને કહ્યું કે " અરે પાગલ , એક હતી જેના કારણે મેં લખવાની શરૂઆત કરી અને એક તારા જેવી પાગલ મિત્ર મળવાના કારણે આજે હું સફળતાનાં શિખરો સર કરવા જઈ રહ્યો છું so Thank U So Much. તું મારી ખૂબ જ સારી મિત્ર છે અને રહીશ.

( પણ એક વાત એ ભૂત ની માનવી પડે બોસ. એક મિનિટ પણ એનું એ બકબક કરતું મોઢું ચૂપ ના હોય. કાતો એ બોલતી હોય , હસતી હોય અને ઝઘડતી તો હોય જ જાણે આખા વાતાવરણ ને જીવંત રાખતી હોય એવું લાગે )

આઠ વાગ્યા ની આસપાસ અમે ફ્લોરલ પાર્ક થી નીકળી તે મને જુના RTO પાસે આવેલી જૂની ને જાણીતી એવી City Corner રેસ્ટોરન્ટ માં લઇ ગઈ. ત્યાં જઈને પણ મને કહે કે વહાલા તારે જે કશું ખાવું હોય એ તું જ ઓર્ડર કરીશ. તું આજે સુરત નો અને મારો મહેમાન છે. પછી કાલે કદાચ તું મોટો માણસ બની જા તો મને એમ તો થાય કે મેં આના જોડે ડિનર કરેલું હા હા હા. ( અમે બંને હસ્યા)
મેં મારી ફેવરીટ પંજાબી ડીશ ઓર્ડર કરી. જ્યાં સુધી ડીશ ના આવે ત્યાં સુધી માં તો એને મને RTO ની આસપાસ આવેલા એરિયા વિશે બધી વાતો કરી.

ઓર્ડર આવતા જ એને વેઈટર પાસે સર્વ નહીં કરવા દેતા તે પોતે જ મને સર્વ કરતા કહે કે " તું પણ શું એક સુરતી ને યાદ રાખવાનો કે ભઇ મળી હતી એક યુનિક. જે બધા થી અલગ હતી.. અને બોસ હતી પણ અલગ જ. આપણને બધા ને ખબર છે કે ગર્લ ને એક ડીશ તો બોવ જ ભાવે , બધી ગર્લ માં કોમન હોય.( હા તમે વિચારી રહ્યા છો એ જ ) એ છે " પાણીપુરી " but આ ભૂત મને એવું ભટકાયેલું જેને પાણીપુરી ના નામથી ચીડ આવે. એ પાણીપુરી સામુ જુએ જ નહીં અને હા સાથે જ કોઈ પિંક કલર જુએ યા કોઈ એને પિંક કલર ની કશું વસ્તુ આપે તો એ ભડકી ઉઠતી. પેલું કહેવાય ને બધા થી અલગ.. એક જાત નું પરગ્રહી જીવ હા હા હા...

અહીં અમે અમારું ડિનર Complite કર્યું અને બિલ તો પેલી સુરતી ભૂત એ જ આપ્યું. ના મને પૈસા આપવા દીધા ના તો કશું કાઈ બોલવા દીધું. ત્યારપછી એ મને એક બજાર પાસે આવેલ રંગ ઉપવન પર લઈ ગઈ.

રંગ ઉપવન ની બરાબર સામે આવેલ Quality Heart નો Ice cream બોવ જ ફેમસ છે. ત્યાં બેઠા ભેગા જ એને મને મારા ફેવરીટ ice cream વિશે ના પૂછતાં તેણે પોતાનો ફેવરીટ ચોકો ચિપ્સ ice Cream લઇ આવી. અને બોસ પેલી વાર મેં આ ચોકો ચિપ્સ ice cream નો ટેસ્ટ કર્યો અને ખરેખર મઝા આવી ગઈ.

રાત ના નવ વાગી ગયા હતા. પછી મેં એને સમજાવતા કહ્યું કે " હવે અહીં થી ક્યાંય પણ નહીં જતા હું તને સીધો જ તારા ઘરે ડ્રોપ કરવા આવું છુ " થોડી વાર તો એને આના કાની કરી પણ પછી એણે મને કહ્યું કે " વહાલા તું ચિંતા ના કર, આ મારું સુરત છે. તું અહીં થી તારી હોટલ પર જા અને આરામ કર અને હા તને જ્યારે પણ ટાઈમ મળે એટલે મને કહેજે , બાકી તારા ચાર રવિવાર તો મારા જ છે. મારુ મન ના હોવા છતાં મેં એને ઘરે એકલી મોકલી એની જીદ સામે હું હારી ગયો અને હું પણ મારી હોટલ પર પહોંચ્યો.

આજ નો દિવસ તો આરામ થી પસાર થઈ ચૂક્યો હતો. ઘણો આનંદ દાયક અને સાથે જ થોડો થકાવટ ભર્યો પણ રહ્યો હતો.કાલ ના દિવસ ની તૈયારી કરતા મારે રાતના બાર વાગી ગયા હતા. પેલી ભૂત ને મેં કિધેલું કે તું ઘરે પહોંચી જા એટલે મને કોલ યા મેસેજ કરજે પણ એનો મેસેજ હજુ સુધી આવ્યો ના હતો . મેં એને સામેથી મેસેજ કર્યો છતાં એનો કાઈ જ રીપ્લાય ના આવ્યો.મારી ચિંતા હવે વધી એટલે મેં કોલ કર્યો પણ કોલ પણ ના લાગ્યો. હવે એની મને વધુ ચિંતા થવા લાગી હતી , અને હું પોતાના પર ગુસ્સો કરી રહ્યો હતો કે મેં એને એકલી કેમ જવા દીધી.થોડા સમય વીત્યા બાદ આખરે એનો કોલ આવ્યો.

કોલ ઉપાડતા જ એણે મને સોરી કીધું અને ઘરે આવતા જ કામ માં લાગી ગઈ એવું મને કહ્યું. અને સાથે જ મને ત્રણ ચાર વાર સોરી કીધું એટલે મારો ગુસ્સો શાંત થયો.બાકી આજે તો એ ભૂત તો ગઈ હતી, વારો પડી જવાનો હતો.એની સાથે વાત કર્યા પછી ખબર નહીં મારા મન ને એક અલગ જ શાંતિ મળી. આ બધું શુ છે એ વિચારતા વિચારતા મારી આંખ ક્યારે લાગી એ ખબર જ ન પડી.

સવારે વહેલા ઉઠી ને થોડી કસરત કરી. મારી દિનચર્યા પુરી કરીને હું મારી ઓફીસ પર પહોંચ્યો. ત્યાં ના ઓફીસ હેડ એ બધા કર્મચારીઓને મિટિંગ રૂમ માં બોલાવ્યા.
અને સાથે જ બધા જોડે મારો intro કરાવ્યો.બધા સાથે ઓળખાણ કરાવી.થોડા સમય પછી મારા પ્રોજેકટ વિશે ની બધી માહિતી મેં બધા ને સમજાવી. બધા લોકો મારા થી ખુશ લાગી રહ્યા હતા , એ જોઈને મને પણ ખુશી થઈ રહી હતી.હું આમ જ મારા કામ માં પોરવાયેલો હતો. બપોરે Lunch કરતી વખતે મારા મોબાઈલ માં એક નોટિફિકેશન આવી જેમાં જોયું તો પેલી સુરતી ભૂત નો મેસેજ હતો..

મેં સીધો એને કોલ કર્યો. ફોન ઉપાડતા જ એ બોલવા લાગી " ઓફીસ મળી ગઈ " ત્યાં પહોંચી ગયો As Well ? તે નાસ્તો કર્યો કે નહીં ? ઓફીસ થી કાર લેવા આવી હતી કે નહીં ? etc ..etc મને પૂછ્યું. મેં એને શાંત કરી અને મેં બધી વાત કરી.. એ જેટલી Naughty , બિન્દાસ્ત અને નખરેબાજ હતી સામે એટલી જ એ ધ્યાન રાખવાવાળી એક કેરિંગ person પણ હતી..

આમ ડેઈલી ઓફીસ વર્ક અને સાંજે એ ભૂત જોડે પુરા દિવસ ની વાતચિત કરતા એક અઠવાડિયુ ક્યાં જતુ રહ્યું એ ખબર જ ન પડી. બીજા દિવસ રવિવાર હોવાથી એણે મને એના ઘરે Lunch માટે બોલાવ્યો અને ત્યાંથી જ અમે બહાર જવાનો પ્રોગ્રામ ફિક્સ કર્યો.

બીજા દિવસે એટલે રવિવાર ખબર નહીં પણ મારી તબિયત એ દગો દીધો. સવારે મારા થી જગાયું જ નહી. થોડીવાર પછી આખો ખુલતા મને બધુ ધુધળુ ધુધળુ લાગ્યુ અને માથું પણ બોવ જ ભારે લાગતુ હતુ.માઈગ્રેન તો મને હતું જ. એટલે મને માઈગ્રેનનો એટેક આવ્યું હોય એવુ લાગ્યુ.મેં મારો ફોન હાથ માં લીધો એને પહેલી ભૂત ને ફોન કર્યો. હજુ મેં હેલો કીધું અને એ હજુ હેલો બોલવા ગઈ ત્યાં જ હું જમીન પર ઢળી પડ્યો..

થોડી વાર પછી આંખ ખુલતા મેં જોયું કે મારી બાજુ માં પેલી સુરતી ભૂત બેઠેલી. બાજુ માં ડોકટર ઉભેલા અને એ બધી દવાઓ વિશે સમજાવતા હોય એવું મને લાગ્યુ. થોડી વાર પછી એ ડોકટર ને મુકવા ગઈ. એ પાછી ફરી ત્યાં મને જોઈ ગઈ કે મારી આંખ ખુલી છે અને પછી તો બોસ શુ કહેવું તમને !!!!!! મારી સામે એ એવી રીતે જોઈ રહી હતી કે હમણાં મને આ કાચે કાચો ખાઈ જશે અથવા તો મને મારશે. ગુસ્સાભરી નજરે જોઈને મને કહે " Dreculla તને કઈ ખબર પડે છે કે નહીં ?? સાવ આવો જ careless રેવાનો તું ? તને સાવ બુદ્ધિ જ નથી. સાવ પાગલ જ છે.

મેં મારા હાથ ની આંગળી એના હોઠ પર મૂકીને શાંત રહેવા કહ્યું.. ત્યાં તો મારો હાથ લઈને ફરી પાછી બોલી.

આતો સારું થયું કે તારો કોલ આવ્યો. તે હેલો કીધું પછી કઇ અવાઝ ના આવ્યો અને ફોન ચાલુ હતો.થોડી વાર મેં રાહ જોઈ પણ પછી મને તારી ચિંતા થઈ એટલે મેં તારી હોટલ માં ફોન કર્યો અને પછી મેનેજર જોડે વાત કરી અને મેં કહ્યું કે આ રૂમ માં એક વ્યક્તિ છે એની તપાસ કરો કે બધું ઠીક છે કે નહીં. અહીં ના મેનેજરે હા પાડી અને થોડી વાર માં કોલ કરીશ એવું કીધું. હું તો બસ એના જ ફોન ની રાહ જોઈ રહી હતી અને પાગલ તારી મને કેટલી ચિંતા થતી હતી કે આને સારું હશે કે નહીં.? ત્યાં મને મેનેજર નો કોલ આવ્યો કે તમે અહીં આવી જાઓ. મેં પૂછ્યું કે શું થયું ? તો એમને મને કહ્યું કે અમે લોકો ત્યાં ગયા પણ ડોર બંધ હતો અમે થોડી વાર એમને નામ થી બોલાવ્યા પણ એક પણ જાતનો રિસ્પોન્સ ના આવતા અમેં બીજી ચાવી થી ડોર ખોલ્યો ત્યાં એ ભાઈ બેહોશ પડ્યા હતા. અમે ડોક્ટર ને બોલાવી લીધા છે.મેં ફટાફટ કોલ મુક્યો અને અહીં આવતી રહી ( આમ એ ભૂત એ મને આખી પરિસ્થિતિ સમજાવી અને રડવા લાગી )

હા પણ એક વાત કહેવી રહી કે એના રડવાથી મને શું થયું કે હું ઝડપ થી મારા બેડ પર થી ઉભો થયો અને મેં તેને મારી બાહો માં લઇ લીધી.થોડી વાર તો એ રડતી જ રહી અને હું એની પીઠ પસરાવતો રહ્યો.એ શાંત થતા જ મારા થી અળગી થઈ અને મને બરાબર નો ખીજવાની જ હતી પણ ખબર નહીં એને અચાનક શુ થયું કે મને કહે dreculaa તું અહીં બેસ હું તારા માટે જમવાનું , જ્યુસ અને મેડિસિન લઈને આવું છુ.

◆◆◆◆◆◆◆◆◆ ક્રમશઃ ★★★★★★★

First Of All Sorry To Everyone... Bcz Of Late publish.. Sorry...

ઘણા બધા રાહ જોઈ રહ્યા હતા નોવેલ ની અને ખાસ કરીને "લવ ની ભવાઈ " ની .. પણ થોડોક કામ ન લીધે publish કરતા વાર લાગે છે એ માટે દિલ થી સોરી.

મિત્રો ઘણી વાર કોઈ લાઈફ માં એવું આવી જાય છે જે થોડાક જ સમય માં તમારા પોતાનું બની જાય છે. જાણે એવું લાગે છે કે વર્ષો ના સંબંધ આમની સાથે છે. એવું જરૂરી નથી કે કોઈ ચિંતા કરે , ધ્યાન રાખે , તમને ફરવા લઇ જાય , તમને ખીજાય , ગુસ્સો કરે એ ખાલી પત્ની કે પછી ગર્લફ્રેંડ જ હોય !! એ સારો/ સારી મિત્ર પણ હોઈ શકે..

એક તરફ હું બેડ પર આરામ કરું છું અને એક તરફ પેલી સુરતી ભૂત મારા માટે જમવાનું લેવા ગઇ છે. હવે આગળ શુ થાય છે , ક્યાં નવા ટ્વિસ્ટ આવે છે , આ બંને એકબીજા ના મિત્ર રહેશે કે પછી કોઈ નવા સંબંધ ની શરૂઆત થાય છે એ જોઈશું " નામ મેં ક્યાં રખ્ખા હૈ -4 માં . તો વાંચવાનું ના ભૂલતા..

અને હા " લવ ની ભવાઈ " વાંચવાનું ના ભૂલતા..
લિંક..
"લવ ની ભવાઈ - 1", ને વાંચો :
https://gujarati.pratilipi.com/story/76iulLqJlHcF?utm_source=android&utm_campaign=content_share.

અને હા પ્લીઝ તમારો અભિપ્રાય જરુરથી આપશો એવી નમ્ર વિનંતી.

Thank You .....
? Mr. NoBody..

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani