હા,કવિતા ડાબી બાજુ થોડે દુર કાંટાળી વનસ્પતી જોવા મળી રહી છે,ત્યાં આપડે બધા આરામ કરીશું.
આજ રેગીસ્તાનમાં ત્રીજો દિવસ હતો.કોઈ પાસે જમવાનું કે નાસ્તો કઈ પણ હતું નહિ.પાણીની બોટલમાં થોડું પાણી હતું તે પણ અવનીને મજા ન હોવાથી આપી દીધું હતું.
********************************
આજુ બાજુ કાંટાળી વનસ્પતિ હતી.રેગીસ્તાનની રેતીમાંથી કયારે સાપ બહાર નીકળે તે કહી શકાય.
નહીં નવેમ્બર મહિનો હોવાથી રાત્રે ઠંડી પણ પડી રહી હતી.પણ સવારે પડતા જ સૂર્યનો ધક ધકતો તડકો માથે આવી જતો હતો.
મિલન મને લાગે છે,હવે આપણે આગળ નહિ વધી શકીએ.આગળ વધવા માટે પણ શરીરમાં શક્તિની જરૂર પડે હવે આપના શરીરમાં થોડીપણ શક્તિ રહી નથી.હું તો આગળ વધી શકીશ જ નહીં.એક ડગલું પણ હવે મારાથી આગળ ચાલી શકાય તેમ નથી.
કવિતા તારે મોત જોઈએ છે?
નહીં કેમ..!!! મિલન તું મને આવો સવાલ કેમ કરી રહ્યો છે.
આ એવો સમય છે કવિતા કે જો આપડે હિંમત હારી જશું તો આપડે આ રેગીસ્તાનમાં આગળ નહિ વધી શકીએ.જો મુત્યું માંથી બહાર નીકળવું જ હોઈ તો તમારે દુઃખને ભૂલીને આગળ વધવું પડશે.ગમે તેવી પરિસ્થિતિમાં.એવું પણ બને કે અહીંથી સવારે થોડું ચાલયે અને તરત જ કોઈ ગામ આવી જાય.
પણ સિંહ ગુફામાં જ રહીને કહે કે પહેલું હરણ જાય છે તે મારા મોં માં આવી જાય તો શું તે સિંહના મો માં
આવી જાશે નહીં આવે તેના માટે તેને ત્યાંથી ઉભું થાવું પડશે તો જ તે હરણનો શિકાર કરી શકશે.
એમ કવિતા તું પણ સવારે ઉભી થઈને દોડવા લાગીશ
તો કોઈને કોઈ ગામ તો મળી જ રહેશે આપણને.
હા,મિલન હું તારી વાતથી પ્રભાવિત થઈને જેમ બને તમે આગળ ચાલવાનો પ્રયત્ન કરીશ.
આજ રાત એટલી બધી અંધારી હતી કે આજુ બાજુ કઈ દેખાય રહ્યું ન હતું.બાજુમાં જ ભયંકર અવાજ આવી રહ્યા હતા.એ અવાજ અને સિસકારીઓથી અમારો ડર વધી ગયો હતો.
અચાનક ધીમી ધારે રેતી મહેશ અને સોનલ તરફ ખચી આવતી હતી.મહેશને લાગિયું નક્કી આ રાત્રી
એ આંધી આવશે.થોડી જ વારમાં ધરતી ધ્રુજવા લાગી.આ જ બધાને કઈક નવો જ અનુભવ થઈ રહ્યો હતો.
કિશન આટલી બધી ધરતી કેમ ધ્રુજી રહી છે.રેગીસ્તાનમાં કોઈ ધરતી કંપ તો નથી આવિયોને.
થોડીજવારમાં સિસકારા મારતી રેતીના અવાજ આવવા લાગીયા.પણ ધરતી ધ્રુજતી બંધ થતી ન હતી.મિલન કહી રહ્યો હતો ગમે તેવી પરિસ્થિતિ આવે એકબીજાના હાથ પકડી રાખજો.એકબીજાને પકડવાથી તમને બીજી વ્યક્તિનું પણ બળ મળશે.
બધા જ એક તરફ જોઈને બેસી ગયા હતા.પણ બધાને માત્ર નજીકની થોડી જગ્યા દેખાય રહી હતી.આગળ કહી દેખાય રહ્યું ન હતું.
ભયંકર પવન સાથે ધરતીને ધ્રુજાવતા એક મોટું ઊંટનું ટોળું પાસેથી પ્રસાર થયું.બધા જ આ જતા ઊંટની સામે જોઈ રહ્યા.થોડીજવારમાં ધરતી શાંત પડી ગઈ પણ બધાના શ્વાસ અધર થઈ ગયા હતા.
મિલન તું ઉભો નઇ થા.આ ઊંટની પાછળ કોઈ આવી શકે છે.હું પણ એ જ જોવાની કોશિશ કરી રહયો છું. કે આટલા બધા ઊંટ પાછળ કોઈ છે નહીં ને.નહીં મિલન આ ઊંટ પાછળ કોઈ નહિ હોઈ આ બધા
ઊંટના શરીર જોયા ફક્ત તેના શરીરના હાડકા દેખાય રહિયા છે.આ ઊંટ રેગીસ્તાનમાં જ ફરતા હોઈ એવું મને લાગી રહ્યું છે.
પણ એક આશા છે,ઊંટ પૂર્વ તરફ ગયા છે.આપણે પણ તે તરફ પ્રયાણ કરીએ છીએ તો કોઈને કોઈ ગામ હશે જ. "હા"જીગર હું પણ એ જ વિચારી રહ્યો હતો. આગળ કોઈને કોઈ ગામ હશે જ,જે આપણને આ રેગીસ્તાન માંથી બહાર નીકાળશે.
બધાના શરીરમાં થોડો જીવ આવીયો હોઈ તેવું લાગી રહ્યું હતું.સૂર્ય ઉગતા જ તેવો પૂર્વ તરફ જલ્દી પ્રયાણ
કરવા માંગતા હતા.બધાના ચહેરા પર આજ થોડી ખુશી હતી.
માધવી ઇશ્વરને પ્રાર્થના કરી રહી હતી હે ઈશ્વર અમે તારું શું બગાડ્યું છે,કે અમને આવા રેગીસ્તાનમાં રાત અને દિવસો પ્રસાર કરવાનું વારો આવીયો.હું તો તારી દરરોજ સેવા કરી રહી હતી.તને ભાવતા મનગમતા થાળ ધરી રહી હતી.તો પણ મારે આવા દિવસો જોવાનો વારો આવીયો.
હૈ ઈશ્વર હું પણ એક સ્ત્રી છું,માણસ છું.મારાથી કંઈક ભૂલ થઈ હશે.ત્યારે જ તે મને આવી પરિસ્થિતિમાં મૂકી હોઈ.પણ હવે હું સહન કરી શકતી નથી.તું મને ગમે તેમ કરીને આ રેગીસ્તાનમાંથી બહાર નિકાળ.
માધવી તારા ઇશ્વરને જો સામું જોવું જ હોત તો તે આવી પરિસ્થિતિમાં આપણને ન મુકેત નહિ.કોઈ તો ગામ શોધવામાં તેમણે આપડી મદદ કરી હોત.મેં તો બે દિવસથી પેટમાં અન્નનો એક દાણો પણ નથી નાખ્યો અને પાણી પણ પીધું નથી.
જીગર તું એવું ન બોલ ઇશ્વર આપણી મદદ કરશે જ
કોઈને કોઈ ગામતો મળશે જ.તારે કાલે થોડુંઘણું ખાય લેવાયને.આપણી પાસે હતું તેમાંથી.એ તો બધું આંધી સાથે વહી ગયું.હું આ રેગીસ્તાનની રેતીથી પેટ ભરુ તો હવે થાય.તમે બધા તો ખડ પણ ખાય રહ્યા છો.મને તે મો માં નાંખતા જ ઉલટી થઈ જાય છે.
સવાર પડવાને થોડીજવાર હતી અંજવાળું થઈ ગયું હતું.વહેલી સવારે જ બધા ત્યાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો.તડકો થતા આગળ ચાલવામાં તકલીફ પડી રહી હતી.
જીગર આ એક ઊંટને આપણે સાથે લઇએ.આ બીજો ઊંટ તો હવે ઉભો પણ થઈ રહ્યો નથી.જો કોઈને તકલીફ પડશે તો તે આ ઊંટ પર બેસી જશે.
અને આગળ કોઈ ગામ છે કે નહીં તે જોવા માંટે પણ તે જરૂરી છે.હા,મિલન તું જે કહી રહ્યો છે,તે વાત સાથે હું સહમત છું.આ ઊંટ ઉભો પણ નથી થઈ શકતો તો સાથે લઈ જઈને આપણે શું કરીશું.આ એક ઊંટ આપણી સાથે આવશે.
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)