Shaapit Vivah - 3 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | શાપિત વિવાહ -3

Featured Books
Categories
Share

શાપિત વિવાહ -3

નેહલને ડૉક્ટરને બતાવીને બપોરે ચાર વાગે તેના  મમ્મી, પપ્પા અને યુવરાજ ઘરે આવે છે. ઘરે આવીને ગાડી પાર્ક કરતાં જ ત્યાંનો તેમનો ચોકીદાર કહે છે મહેમાન આવેલા છે જલ્દી જાઓ તમારી જ રાહ જોઈને બેઠા છે.

સિધ્ધરાજસિહ : હા મને લાગ્યું જ કે કોઈ આવ્યું છે ગાડી જોઈને. કોણ છે ??

ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો.

ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા.

નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા ?? અત્યારે અહીં ??

સરોજ બા : (થોડી ચિંતા સાથે) અત્યારે કેમ અહીંયા ?? કંઈ થયું હશે ??

                 *        *         *         *          *

આ અનિરુદ્ધ એટલે બીજું કોઈ નહી પણ જેના નેહલ સાથે લગ્ન થવાના છે તે છોકરો. તે બાજુનુ એક ગામ છે ગંગાપુર. ત્યાંના જ એક આગળ પડતા ક્ષત્રિય પરિવાર ના મોભી વડીલ છે પૃથ્વીરાજસિહ.તેઓ અત્યારે એક મહિના પહેલાં જ સેન્ચ્યુરી પુરી કરી ચુક્યા છે.  અને અનિરુદ્ધ તેમના દીકરા વિશ્વજિતસિહના મોટા દીકરા સુરજસિહ નો આ મોટો દીકરો છે અનિરુદ્ધ.

અનિરુદ્ધ અમેરિકામાં ત્રણ વર્ષથી રહે છે. તેનો પરિવાર અહીં ઈન્ડિયામા અમદાવાદમા જ રહે છે. પણ તે ત્યાં સેટલ થઈ ગયો છે.

આ બંને પરિવારો વચ્ચે પહેલેથી જ બહુ સારા સંબંધો છે. એટલે જ અમેરિકામાં પણ તે નેહલ એ લોકોના ઘરે આવતો જતો રહેતો.

અમેરિકામાં પણ સિધ્ધરાજસિહે તે ત્યાં નવો રહેવા ગયો ત્યારે બહુ સપોર્ટ કર્યો હતો. ધીરે ધીરે તેનો પરિવાર સાથે મનમેળ બહુ સારો થઈ ગયો હતો. તેઓ તેને તેમના દીકરાની જેમ જ રાખતા.

નેહલ અને અનિરુદ્ધની પણ બહુ સારી મિત્રતા થઈ ગઈ હતી.  નેહલ તેનાથી છ મહિના જ નાની છે.

બંને ઘરેથી છોકરાઓ માટે સગપણ માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. નેહલ અમેરિકામાં જ મોટી થઈ હોવાથી તેને મેરેજ પછી પણ ત્યાં જ સેટલ થવાની હતી.

નેહલને રહેવું અમેરિકામાં હતું પણ છોકરો તો ગુજરાતી જ જોઈતો હતો.તેમણે ગુજરાતના અમેરિકામાં સેટ થયેલા ઘણા છોકરાઓ જોયા પણ કોઈ પર તેમની નજર ઠરી નહી.

ત્યાં ભલે પરદેશમાં રહેતા હતા પણ સંતાનોમા સંસ્કાર અને લાગણીઓની ભીનાશ તો વતનની જ હતી. આખરે એક દિવસ નેહલના પપ્પાએ અનિરુદ્ધ ઘરે આવ્યો એટલે પુછ્યું કે, બેટા તારી કાયમ માટે અહીં સેટલ થવાની ઈચ્છા છે કે ફરી તુ ઈન્ડિયા જવાનું વિચારે છે ??

અનિરુદ્ધ : અંકલ અત્યારે તો અહીં સેટલ થવા જ આવ્યો છું. પછી પાછળના ભવિષ્યની કંઈ ખબર નથી. ત્યાં તો ઘરે પપ્પા અને બધો પરિવાર છે.એટલે ત્યાંના ધંધાની કોઈ ચિંતા નથી.

સિધ્ધરાજસિહ : તો લગ્ન ક્યારે કરે છે ?? કોઈ છોકરીઓ જોઈ કે નહી ??

અનિરુદ્ધ : ઘરેથી તો તેના માટે બસ અત્યારે એકવાર મારા ઈન્ડિયા જવાની રાહ જ જુએ છે.

સિધ્ધરાજસિહ : છોકરી નક્કી કરી દીધી છે કે શું ?? તને પસંદ પડી ગઈ છે કોઈ ??

અનિરુદ્ધ : ના અંકલ જરાય નહી.

સિધ્ધરાજસિહ : તો એક વાત પુછુ ?? તને અમારી નેહલ પસંદ છે તારી લાઈફપાર્ટનર તરીકે  ?? જો તારી ઈચ્છા હોય તો નેહલ ને પુછુ.

અનિરુદ્ધ : અંકલ મારે પણ છોકરી તો ગુજરાતી જ જોઈએ છે લગ્ન માટે . નેહલ મારી સારી ફ્રેન્ડ છે. પણ મે એના માટે તેનાથી વધારે ક્યારેય વિચાર્યુ નથી. હુ વિચારીને તમને જવાબ આપુ . તે એમ તો સારી જ છે .

સિધ્ધરાજસિહ : સારૂ બેટા તારો જે પણ જવાબ હોય તે કહેજે.

આ બાજુ તેઓ નેહલને આડકતરી રીતે તેની ઈચ્છા પુછી લે છે  તેને તો આ સંબંધમા બહુ વાધો નથી હોતો. કારણ કે અમેરિકામાં રહેવા છતાં પણ સંસ્કારો અને ઘડતર નુ સિચન તો પુર્ણરીતે તેનામાં ભારતીય જ હતું.ત્યાં ત્રણ વર્ષથી રહેવા છતાં તેનામાં કોઈ ખરાબ આદતો નહોતી.

આખરે થોડા દિવસો પછી બંનેની હા આવતા સિધ્ધરાજસિહ અનિરુદ્ધ ના પરિવાર ને ફોન કરીને આ નવા સગપણ માટે વાત કરે છે.બંને પરિવાર આ માટે રાજીખુશીથી હા પાડી છે અને બંનેની સગાઈ નક્કી થઈ જાય છે.

સગાઈના એક વર્ષ પછી લગ્નની વાત આવતા જ બંને પક્ષે વડીલો કહે છે કે આપણે લગ્ન અહીં આપણા વતનમાં  રાખીએ  તો ??

જયરાજસિંહ : આમ પણ વર્ષો બાદ અમારા ઘરમાં પહેલી વાર દીકરી ના લગ્ન થઈ રહ્યા છે.

અને બધા આખરે આ શાહી ઠાઠમાઠ સાથે લગ્ન કરવા અનિરુદ્ધ અને નેહલ તેનો પરિવાર તેમના ગામમાં ભેગા થાય છે.

             *         *          *          *          *

જયરાજસિંહ અને પૃથ્વીરાજસિહ ના વંશજોથી પહેલેથી એવી પ્રથા હતી કે લગ્ન ના બે દિવસ પહેલાથી જાન આવે ત્યાં સુધી છોકરો છોકરી અને તેમના માતા પિતા એક બીજા ના ઘરે ના જાય.

બંને આધુનિકતાની સાથે પરંપરા જાળવવામાં પણ માનતા હતા. તેથી કોઈ તેને તોડવાનો પ્રયત્ન પણ ના કરતુ. આજે અચાનક લગ્ન ના આગલા દિવસ વરરાજા અને તેના પિતાને જોઈને સિધ્ધરાજસિહ પણ થોડા ચિતામાં આવી ગયા.

પણ નેહલના બધા જ રિપોર્ટ નોરમલ આવી ગયા હતા અને ડૉક્ટરે દવા આપી દીધી હતી એટલે તેમને હવે શાંતિ થઈ ગઈ હતી.

તેઓ બધા મહેમાનોની પાસે ગયા. અને નેહલે જ પુછ્યું , અનિરુદ્ધ તુ અહી ?? ફોન પર તો કંઈ વાત નહોતી કરી આવવાની ??

શું જવાબ આપશે અનિરુદ્ધ ?? કંઈ કારણ હશે  ?? અને નેહલ ને ખરેખર  સારું થઈ જશે ???

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -4

next part.......... publish soon.......................