રજવાડી રાજ્ય પાલનપુર, જે આઝાદી પછી હાલ એક તાલુકો બની ગયો છે અને આ તાલુકા માં એક નાનકડું ગામ હતું. જે પાલનપુર થી માત્ર ચાર જેવા કિલોમીટર દૂર આવેલું હતું.
આ ગામ માં પ્રવેશ કરવા માટે મુખ્ય રોડ થી એક નાનો ફાંટો પડતો હતો જે ગામ સુધી આવતો હતો.
ગામ માં પ્રવેશ કરતા જ એક મંદિર આવતું જે રમણીય હતું તેની બાજુમાં ગામનું પાદર, નિશાળ, અને ગામનું વાતાવરણ ગામ માં અનેરી સુંદરતા અને શાંતિ પ્રેરતું હતું. પણ થોડા સમય થી ગામ નું આ વાતાવરણ ડોહળાંયુ હતું.
કેમ કે દુઃખની વાત એ હતી કે ગામમાં મહેનત મજૂરી કરતા લોકો ની વચ્ચે કેટલાક અસામાજિક તત્વો જન્મી રહ્યા હતા. અને આવા લોકો દારૂ વહેંચી ને પોતાની સાથે સાથે ગામના બીજા કેટલાય યુવાનો નું જીવતર ઝેર કરી રહ્યા હતા.
અને એવો જ એક યુવાન હતો ભૈરવ. જે મહેનતુ હતો , મજૂરી કરતો હતો અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતો હતો.
તેના પરિવાર માં તેના બે બાળકો હતા જે હજી માંડ પ્રાથમિક માં ભણવા બેઠા હતા. અને એક તેની પત્ની તે પણ ભૈરવ સાથે મજૂરી કરી પોતાના પરિવાર માં મદદ રૂપ થતી હતી.
સમય સમય ની વાત છે ભૈરવ પણ આ અસામાજિક તત્ત્વો ની લપેટો માં આવે છે અને તેમના રંગે આ એવો રંગાઈ જાય છે કે પોતે પણ દારૂ નો વેપાર સરૂ કરી દે છે. ગામના લોકો તેને સમજાવે છે પણ તે માનતો નથી અને પોતે પોતાનું આ જીવન મજૂરી કરતા સારું એમ ગણાવી બધા ને ધુત્કારી કાઢી મૂકે છે.
સમય વીતે છે.. ભૈરવ દારૂ ના વેપાર માં પૈસા પાણીની જેમ કમાવા લાગે છે તેના ઘરમાં નવા નવા ઉપકરણો આવે છે છોકરા માટે સાયકલ તો પત્ની માટે ગરેણાં વસાવે છે તો વળી પુત્રી માટે નવા નવા કપડાં.
થોડો વધુ સમય પસાર થાય છે અને ભૈરવ ના ઘરમાં નવું એક સભ્ય આવે છે મોટરસાયકલ મતલબ કે બાઇક. આમ તેની જિંદગી બદલાવા લાગી હતી. થોડો વધુ સમય વીતતા તે એક ચાર પૈડાં વાળી ગાડી લાવે છે અને વેપાર કરવા માટે એક રિક્ષા પણ લાવે છે.
ભૈરવ નું રંક જેવું જીવન રાજા જેવું થઇ ગયું હતું મહેનત વગર ની કમાણી ને દારૂ ના આ વેપાર માં ભૈરવ ઘણા પૈસા કમાય છે.
પણ એક દિવસે સાંજના સમયે ભૈરવ પોતાનું બાઇક લઈને ફરવા નીકળે છે. સાવ સામાન્ય ઝડપ થી બાઇક ચલાવતો હોય છે અને સાથે સાથે બીડી ના કસ પણ લગાવતો હોય છે તે ગામની સિમ માંથી બહાર નીકળે છે ત્યાં રસ્તામાં તેની સામે એક રિક્ષા આવતી હોય છે અને એ રિક્ષાની પાછળ બીજું એક બાઇક. ભૈરવ પોતાની બાજુ બાઇક ચલાવતો આગળ વધતો હોય છે ત્યાં રિક્ષાની પાછળ આવતું બાઇક રિક્ષાને ઓવર ટેક કરી સીધું ભૈરવને અથડાય છે બંને વચ્ચે ભયંકર અકસ્માત થાય છે અને ભૈરવ જમીન પર પાછડાય છે તેને માથામાં વાગે છે અને ત્યાં લોહીના રેલા વહેવા લાગે છે...બીજા બાઇક સવાર ને થોડી ઇજા થાય છે પણ ભૈરવને તો ત્યાંથી તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવે છે .
દવાખાનામાં તેની હાલાત બગડતી જ જતી હતી. તેના પરિવાર તેના પાછળ પાણી ના જેમ પૈસા ખર્ચે છે તેને ઉચ્ચ સારવાર માટે મોટી હોસ્પિટલ માં ખસેડાયા છે પણ માત્ર ત્રણ દિવસ માં તો તેનું દુઃખદ અવસાન થાય છે.
તેને કમાયેલી સર્વ સંપત્તિ દવાખાનામાં પતિ જાય છે તેના પાછળ દસ બાર દિવસ શોક મનાવાય છે અને માત્ર રહી જાય છે તો તેની પત્ની તેના બાળકો અને અકસ્માતમાં તૂટેલું એ બાઇક.
થોડા દિવસો ના અંતે ભૈરવની પત્ની પોતાનું ગુજરાન ચલાવવા ફરી થી દારૂનો વેપાર સરૂ કરી દે છે........