આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સવિતા બેન ને પડતા બચાવે છે...અને તેમને ઘરે મુકવા જાય છે...જ્યાં એને ખબર પડે છે કે સમર સવિતા બેન નો છોકરો છે...અને તે સમર ના ભૂતકાળ વિશે સવિતા બેન ને પૂછે છે.....હવે આગળ....
"હા પાંખી હું તને જરૂર જણાવીશ"....સવિતા બેન એ વાત ચાલુ કરતા કહ્યું.....
"ઘણા વર્ષો પહેલા ની વાત છે...ત્યારે સમર માત્ર 10 વર્ષ નો હતો....અમે ખૂબ જ ખુશ હતા...હું સમર અને એના પપ્પા.... સમર ખૂબ જ રમતિયાળ અને તોફાની હતો....બધા ને ખૂબ જ ગમતો...બધા ના ઘરે આખો દિવસ રમવા જાય.... તેના પપ્પા નો તો ખૂબ જ લાડકો.... હમેંશા એની બધી જ જીદ પુરી કરે...એના બધા જ પડ્યા બોલ જીલે...."
"કહેવાય છે ને કે સુખ ના દિવસો વધુ નથી રહેતા.....એમ જ અમારી ખુશી પર પણ કોઈ ની નજર લાગી ગઈ....એક દિવસ સમર ના પપ્પા કામ માટે બહાર ગયા...અને આવ્યા જ નહી પાછા.... આવ્યું તો ખાલી એનું શરીર એ પણ કફન થી ઢંકાયેલું.... અને અમારી ખુશી ના બધા જ દિવસો માતમ માં ફરી ગયા.....સમર માટે તો જાણે આ આઘાત સહન કરવું મુશ્કેલ નહીં પણ નામુંકીન જ બની ગયું...."
"તેમ છતાં જેમ બને એમ એને મેં સાચવ્યો....સમર હજી એ આઘાત માંથી બહાર આવે એ પહેલાં જ ફરી એક મુસીબત સામે આવી ને ઉભી રહી ગઈ...અને એ મુસીબત બીજું કોઈ નહીં પણ સમર ના કાકા અને એમનો પરિવાર જ હતા....એ સમર ના પપ્પા થી હમેંશા થી નફરત કરતા અને આજ કારણે એમના ગયા ને હજી એક મહિનો થયો ત્યાં તેના પરિવાર સાથે અમારા ઘર માં રહેવા આવી ગયા....અને પછી ચાલુ થયો એનો અમારા પર જુલ્મ કરવાનો દોર....."
"સમર ના કાકા એ મારી પાસે થી સહી કરાવી ને અમારું ઘર પોતાના નામે કરાવી નાખ્યું... એટલા થી પણ એ લોકો ને શાંતિ ન થઈ....એ લોકો મને બહાર કામ કરવા જવા માટે કહેવા લાગ્યા....મેં જ્યારે ના કહી તો સમર ને હેરાન કરવા નું ચાલુ કર્યું...અંતે થાકી ને મેં સમર ને જાણ ન થાય એમ ઘર કામ કરવા નું ચાલુ કર્યું.....સમર જ્યારે શાળા એ જાય ત્યારે હું કામ કરવા જવા લાગી..પણ ત્યાં થી પણ કાઈ જ અટક્યું નહીં...."
"તેઓ એ એક દિવસ સમર ને જણાવી દીધું કે હું ઘર કામ કરવા જાવ છું... આ જાણીને સમર ફરી દુઃખી રહેવા લાગ્યો.... એના મગજ પર આ વાત ની ખૂબ જ અસર થઈ.... તેમ છતાં મેં એને મનાવી ને મારુ કામ ચાલુ રાખ્યું.....એ લોકો થી એ પણ સહન ન થયું.... અને અંતે તેઓએ પોતાની બધી જ હદ વટાવી નાખી.....તેઓ એ પોતાના ઘર માં થી ચોરી કરી ને એની ગુનેગાર મને ગણાવી....મારા પર ખોટો આરોપ લગાવી ને મને જેલ માં પુરાવી દીધી..."
"મારા જેલ માં ગયા પછી તેઓ એ સમર પણ જુલમ કરવા ના ચાલુ કર્યા... તેની શાળા એ જવાનું બંધ કરાવી દીધું...તેને આખા ઘર નું કામ કરાવા લાગ્યા...અને જો કાઈ ભૂલ થાય તો મારવા લાગ્યા...આ વાત ની સમર ના મગજ પર ખૂબ ખરાબ અસર થવા લાગી...એ હમેંશા ગુસ્સે રહેવા લાગ્યો....કોઈ સાથે બોલવું નહીં,કોઈ ને બોલાવવા નહીં....આખો દિવસ બસ કામ કરતું રહેવુ....માત્ર 11 વર્ષ ના બાળક પર એટલી હદે જુલ્મ થયા કે એનો ભરોસો બધા પર થી ઉઠી ગયો....એ એક પથ્થર બની ગયો....."
"કહેવાય છે ને કે જેનું કોઈ નથી એનો સાથ ખુદ ભગવાન ને પણ દેવો પડે છે....એમ જ એક દિવસ ભગવાને અમારા માટે પોતાના દેવદૂત ના રૂપ માં મહેશ ભાઈ ને મોકલી દીધા.....મહેશ ભાઈ એ બીજું કોઈ નહિ પણ તમારા બીજા બોસ પાર્થ ના પપ્પા છે...એ સમર ના પપ્પા ના ખાસ મિત્ર હતા....બંને સાથે જ મોટા થયા હતા...એ હમેંશા અમારા ઘરે આવતા....અને સમર ના પપ્પા ના ગયા પછી એ થોડા દિવસ માટે બહાર ગયા હતા..જેના લીધે એને અમારા સાથે થયેલી કોઈ જ ઘટના ની જાણ ન હતી..."
"અચાનક એ એક દિવસ આવ્યા ને એને બધી જાણ થઈ....સમર એ એને બધું જણાવ્યું.....એને તરત જ પહેલા મને જેલ માં થી છોડાવી અને પછી પોતાની સાથે તેમના ઘરે અમને લઈ ગયા....અને અમને આ મુસીબત માં થી બહાર લાવ્યા.....તેમના ખૂબ જ અહેસાન છે અમારા પર....તેમને સમર ને હમેંશા પાર્થ ની જેમ જ સાચવ્યો.... સમર ને ભણાવ્યો અને એ કાબીલ બનાવ્યો કે એ પોતાના પગ પર ઉભો રહી શકે....અને પાર્થ એ પણ સમર ને પોતાના સગા ભાઈ થી વિશેષ માન્યો....અને આજે સમર જ્યાં પણ છે એ માત્ર મહેશ ભાઈ અને પાર્થ ને કારણે જ છે....સમર તો પાર્થ ને પોતાના જીવ થી પણ વિશેષ માને છે...એ પાર્થ માટે કંઈ પણ કરી શકે છે...."
"આ જ ભૂતકાળ સમર હજી ભૂલી નથી શકતો.....જેના કારણે તે ગુસ્સામાં રહે છે....આ કારણે જ હું હમેંશા ચિંતા માં રહું છું....ખબર નહીં ક્યારે ફરી મારો સમર પહેલા જેવો હસતો બોલતો થશે.....ક્યારે એની જિંદગી માં પહેલા જેવી ખુશી પાછી આવશે....."
આટલું બોલતા જ સવિતા બેન રડવા લાગ્યા.....અને કોઈ બીજું પણ એવું હતું જેની આંખ માંથી આંશુ બંધ થવાના નામ ન લેતા....
વધુ આવતા અંકે.....
શું પાંખી બનાવી શકશે સમર ને પહેલા જેવો......કે પછી બને ના નસીબ માં કંઈક બીજું જ લખેલું છે......????
જાણવા માટે વાંચતા રહો"નફરત સે બની એક કહાની પ્યાર કી...."દર મંગળ વારે.......