તમારા જીવનમાં તમારે સૂર્યાસ્ત પહેલા વિજય મેળવો
જોઈએ.
લી. કલ્પેશ દિયોરા
મિલને ઊંટ પર ચડીને તપાસ કરી.તો રેતીની આંધી આવી રહી હતી.જલ્દી એકબીજાના હાથ પકડી લ્યો.
ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એકબીજાનો હાથ છોડશો નહિં.નહિ તો રેતીની આંધી તમને તેની સાથે લઈ જશે.થોડીજવારમાં બધા એક ઊંટની પાછળ એકબીજાના હાથ પકડીને ઉભા રહી ગયા.
****************************
રેતીની આંધી એટલી ભયાનક હતી કે તે આંધીમાં ઉભું રહેવું પણ મુશ્કેલ હતું.ધીમે ધીમે તે રુદ્ર સ્વરૂપ લઈ રહી હતી.જાણે ખળખળતી નદીનો પ્રવાહ વહી જતો હોઈ તેમ રેતી પગ પાસેથી વહી જતી હતી.થોડીવારમાં જ તે આંધી અમારી પાસે આવી તેનો અવાજ કોઈ વ્યક્તિએ મધપૂડાને પથ્થર લઇને માર્યો હોઈ અને
એક સાથે ઘણનનનનનન...ઘણનનનનન કરતી મધમાખીઓ તેની પાસેથી પ્રસાર થઈ હોઈ.તેવા તીવ્ર આવાજમાં અમારી પાસેથી રેતી પ્રસાર થઈ રહી હતી.
રેતીની આંધી એટલી ભયાનક હતી કે અમારી પાસે
ઉભેલ ઊંટ પણ તે જોઈને ધ્રુજી રહ્યો હતો.અમે એકબીજાના હાથ પકડીયા ન હોત તો નક્કી અમે તે આંધી સાથે રેગીસ્તાનની રેતીમાં સમાય જાત.
રેગીસ્તાનની આંધી હવે શાંત પડી ગઈ હતી.બધાના કાન નાકમાં રેતી ભરાય ગઇ હતી,પણ અચાનક અવની નીચે પડી ગઈ.તેના શરીર પરથી કિશને જલ્દી રેતી નીકાળી.મિલને તેની નાડી તપાસી શ્વાસ લઈ રહી હતી.
કિશન અવનીને પાણીની જરૂર છે.આપડે ગમે ત્યાંથી પાણી લાવું પડશે.નહીં તો અવની જીવતી નહિ રહે.
મિલન આપડી પાસે તો અત્યારે એક ટીપું પણ પાણી નથી.અવનીને કેમ પાણી આપવું.
ઉપર તાપ ધમધમતો હતો બપોરના બાર વાગી ગયા હતા.કિશન તેના પરસેવાનું એક એક ટીપું અવનીને પીવરાવી રહ્યો હતો.અચાનક કિશનની નજર કવિતા પર ગઈ.કિશન ઉભો થયો કવિતા તારી પાસે પાણીની બોટલ છે તો પણ તું અમને આપી નથી રહી.
ક્યાં છે મારી પાસે પાણીની બોટલ?
આ રહી તારી પાછળ પાણીની બોટલ કવિતા તું ખોટુ બોલી રહી છે.પાણીની એક બોટલ કવિતા એ રાખી હતી જેથી કરી ક્યારેક કોઈને જરૂર પડે તો આપવા થાય.
કિશન મને ખબર પણ નથી.કે મારી પાસે પાણીની બોટલ છે.અને તે બોટલ મેં કોઈને કહી થાય ત્યારે આપવા માટે રાખી હતી.
તો શું અવનીને અત્યારે સારું હોઈ તેમ તને લાગી રહયું છે.તે મરી જાય પછી તેને ગંગાજળ પીવરાવા માટે તે બોટલ રાખી હતી.
કિશન તું સમજવાની કોશિશ કર મારી પાસે પાણીની બોટલ હતી જ પણ હમણાં થોડીવાર પહેલા જ આંધી આવી તો તે બોટલ મને મળી નહિ.એટલે મને થયું કે તે આંધી સાથે વહી ગઇ હશે.અવની બેહોશ થઈ તે પછી મેં ઘણી શોધવાની કોશિશ કરી પણ મને મળી નહિ.મને બોટલ મળી નહીં એટલે મેં કોઈને યાદ પણ અપાવ્યું નહિ કે મારી પાસે એક પાણીની બોટલ હતી. કિશન તું મારી વાત પર વિશ્વાસ કર.
જે થયું તે પણ અત્યારે આ રેગીસ્તાનમાં આપણી પાસે પાણીની એક બોટલ છે.તે ખુશીના સમાચાર છે.
અવનીને પાણી આપતા જ તેમણે આંખો ખોલી અને કિશનને તે ભેટી પડી.
ફરી બધા એ આગળ ચાલવાની શરૂવાત કરી ધીમે ધીમે ચાલતા સાંજના પાંચ વાગી ગયા.કિશન અને મહેશ બંને પાસે ઘડિયાળ હતી.તે સમય બતાવી રહી હતી પણ રસ્તો બતાવી રહી ન હતી.
મિલન તને કેમ લાગે છે,કોઈ ગામ આવશે કે પછી આપડે અહીં રેગીસ્તાનમાં જ ત્રીજી રાત વિતાવવી પડશે.મને તો એવું લાગે છે કે આજનો દિવસ પણ આપણને સાથ નથી આપી રહ્યો.
નહિ જીગર હજુ સાંજ પડવાને ઘણીવાર છે.જ્યાં સુધી આપણને દેખાય ત્યાં સુધી આપણે ચાલવું જોઇએ.કોઈ ગામ મળી પણ જાય.આમ પણ હવે આપડી પાસે ખાવાની એક પણ વસ્તુ છે,નહીં પણ જ્યાં સુધી આપડામાં જીવ છે ત્યાં સુધી આપડે કોઈ હાર નહિ માનીએ.
ઈશ્વર કોઈને કોઈ રસ્તો તો બતાવશે જ અહીંથી બહાર નીકળવા માટે.તમે બધા ઈશ્વર પર ભરોસો રાખો એ આપણને અહીંથી બહાર નીકાળશે.અને આ રેગીસ્તાનની રેતીમાં ચાલવાની શક્તિ પણ આપશે.
મિલન તું આવી વાહિયાત વાતું ન કર.ઇશ્વરને જો આપડી પર દયા આવતી હોત તો એ આપણને આવી જગ્યા પર ન આવા દેત.એ પહેલા જ આપણને કહી દેત કે તમે આગળ નહિ જાવ ત્યાં જવામાં ખતરો છે.
નહિ કિશન એવું નથી અહીં આવવા માટે આપણને ઇશ્વર નોહતું કહ્યું તો પણ તમે આવ્યા તું અને અવની બંને થોડી પળોના આનંદ માટે અમારી સાથે તમે આવિયા.એમાં ઇશ્વરનો શું વાંક?પણ તારી મુશ્કેલ પરિસ્થિતિમાં તું તેમને યાદ કરીશ તો એ તને આ મુત્યું માંથી બહાર નીકાળશે.
જીગર હવે મને કહી દેખાય નથી રહ્યું રાત પડી ગઈ છે.કોઈ સારી જગ્યા પર આપણે બધાને બેસી જવું જોઈએ.
હા,કવિતા ડાબી બાજુ થોડે દુર કાંટાળી વનસ્પતી જોવા મળી રહી છે,ત્યાં આપડે બધા આરામ કરીશું.
આજ રેગીસ્તાનમાં ત્રીજો દિવસ હતો.કોઈ પાસે જમવાનું કે નાસ્તો કઈ પણ હતું નહિ.પાણીની બોટલમાં થોડું પાણી હતું તે પણ અવનીને મજા ન હોવાથી આપી દીધું હતું.
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)