ગયા વખતે આપણે સંબંધો 2.0 વખતે, સંબંધો જાળવવા ને સાચવવા માટેના મૂળભૂત હકોની વાત કરી..!
આ વખતે, આ વિષય પર થોડો વધુ પ્રકાશ નાખીએ..!
તો ચલીએ શુરું કરતે હૈ, સંબંધો 3.0
સંબંધો જાળવવા માટે ની એક સફળતાની ટેગ લાઈન છે, કહો કે સૂત્ર છે..!
थोड़ा तुम जुको
थोड़े हम,
रिश्तो की पटरी पर
यू ही बिना गिरे, यू ही बिना रुके,
चलो साथ ही चलते रहे ।
ઘણી વાર તો સંબન્ધ સાચવવા માટે થોડું નમવું પડે, તો જો તેનાથી સંબંધ જળવાતો હોય,
તો નમવામાં કશું ખોટું નથી..!
કહો કે સંબંધમાં થોડું "એડજેસ્ટ" તો કરવુ જ પડે છે. . !! થોડું તમારે તો સાથે ઘણી વાર થોડું એમને પણ..! ખરું ને ?
ચલો થોડી આગળ વાત કરીએ,
ધારો કે સંબંધ સાચવવા માટે તમેં દર વખતે નમો છો કે એડજેસ્ટ કરો છો , (ઘણા કરતા રે હશે) એ સમયે તમે શું વિચારશો ?
આપણે પહેલા જ વાત કરી, સંબંધ સાચવવાના સૂત્રની..
"થોડા તુમ ઝુકો, થોડા હમ ઝૂકે..!"
તો જો કોઈ માત્ર એક જ વ્યક્તિ નમશે, તો બન્ધુ બેલેન્સ નહિ જ જળવાય ક્યારેય પણ..!!
તમારા સો કોલ્ડ સંબંધોની એક ગાડી એક જ જગ્યાથી નમી જશે, અને વધુ નમતા નમતા આ જ રીતે છેલ્લે પાટા પરથી ઉતરીને ઊંઘી વળી જશે ને ઉથલાઈને પડી જશે..!
ને આખો વજન, આખો ભાર કોના પર આવશે ! તો કે જે નમતો હતો એના પર જ ને વળી...!
નમવું ય એણે, ને સાચવવું ય એને ને વળી કશું થાય તો ભાર પણ તેને જ લેવાનો, એમ જ ને ? હા કે ના ? પણ થાય છે તો આવું જ ને !
કેમ ભાઈ ? એને પડવાનો ને ભાર લેેવાાનો ઠેકો લઈ રાખ્યો છે ?
આવું બધું તો કદાચ તમે પણ તમારી લાઈફમાં જોયું કે અનુભવ્યું જ હશે ને..!!
એ સમયે, તમારા મનમાં શુ ગડમથલ ચાલી હતી ?
કે "કઈ નહિ, ચાલ્યા કરે..! ભાઈબંધ છે, બેનપણી છે..!"
કે પછી, "દર વખતે હું જ શુ કામ ? આ વખતે હું નહિ સમાધાન કરું..! આવવું હોય તો આવે, બાકી...! એની મરજી..!"
કે પછી, "બસ..! બહુ થયું..! હવે થાકી ગયો આ રીતે સંબંધ સાચવીને..! ચલો, અબ ઇસે ઐસે હી ખતમ કરતે હૈ..! ?"
પણ મોટા ભાગના કિસ્સાઓમાં તો છેલ્લે તો તમે જ સામે ચાલીને ગયા, નમ્યા ને સંબંધ સાચવ્યો..! ફરીથી..! ખરું ને..!
પણ, થોડા સમય પછી એ જ વસ્તુનું પુનરાવર્તન..!
ચલો, હવે વધુ સમય ન લેતા છેલ્લે એક નાનકડી વાત કરી દઉં, જે મેં ઘણી વાર અનુભવી છે, સમજી છે..!
સંબન્ધ સાચવવા સો કોલ્ડ એડજેસ્ટેબલ કે લચીલું ને ફલેક્સિબલ બનવું એ સારી જ વાત છે...!
પણ એટલા બધા પણ રબર જેવા ફલેક્સિબલ ન બનો કે, સામે વાળા લોકો તમને ખેંચી ખેંચી ને છેલ્લે સાવ બગાડીને તોડી જ નાખે...!!
કે પછી ચિગમની જેમ જ્યાં સુધી મન હોય ત્યાં સુધી ચાવી ચાવીને છેલ્લે ફેંકી નાખે..!
બસ,ઇતની સી બાત થી,
ઇસી કે સાથ મેં ચલા અપની ગલી,
તમે તમારા પ્રતિભાવો કોમેન્ટ, મેસેજ કે મેઇલમાં મોકલી શકો છો,
સાથે સાથે જો તમે પણ રબર જેવા ફ્લેકસીબલ બન્યા હોવ તો તે સમયનો તમારો અનુભવ કે વાર્તા પણ શેર કરી શકો છો બિન્દાસ રીતે..!
ફરી મળશું કોઈ આવી જ વાત સાથે , કદાચ સંબંધોની જ આ શ્રેણીના ત્રીજા ભાગમાં..!
તબ તક, નમસ્કાર પાજી..!
ઔર હાં, કભી હસ ભી દિયા કરો જી...!! ??♂️??♂️??♂️??♂️
Akshay Mulchandani (ભોમિયો)
#KeepMuskurana
Email : akki61195@gmail.com