વલ્લભ ભટ્ટ ખુબ જ જાણીતું અને પ્રસિદ્ધ નામ....
વલ્લભ ભટ્ટ માઈ ભક્ત તરીકે આ પૃથ્વી ના ખંડ માં પ્રસિદ્ધ છે.....જેની ભક્તિ હજુ જાગૃત છે...જેની શ્રદ્ધા હજુ વાતાવરણ મા ફેલાયેલી છે.....
આઇ આજ મને આનંદ વધ્યો અતી ઘણો મા
ગાવા ગરબા છંદ બહુચર માત તણો મા.....
આ આનંદ નો ગરબો ગાતા વલ્લભ ભટ્ટ યાદ આવે....અને એની ભક્તિ ...
માં બહુચર નો આનંદ નો ગરબો ખરેખર ખુબ જ આનંદ આપનાર છે. . એક ગજબ ની શાંતી અને આનંદ મળે છે આ ગરબામા....
તમારી અંદર કોઈ ડર,ચિંતા,વ્યાધિ,ઉપાધિ,દુઃખ,દર્દ,પીડા કઈ પણ હોઈ આ ગરબા ના પાઠ થી બધું નષ્ટ થશે,,,એક અજબ possitivity મળશે......
આ ગરબા ની એક એક લિટી એક એક મંત્ર સમાન છે....
આ ગરબો એક આસન પર બેસી ત્રણ વખત બોલવાથી એક નવચંડી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે......
આ ગરબો પૂરી શ્રદ્ધા થી કરો તો તમારા માટે કોઈ પણ વસ્તુ impossible નથી....ખુબ રાહત આપે છે નવી દિશા આપે છે....
માં બહુચર એ ખુદ કીધું છે જે એક વાર દિવસ મા આ ગરબા નું પઠન કરે એને બીજુ કઈ કરવાની જરૂર નથી...આ વાક્ય શંખલ પુર મંદિર માં જોઈ શકાય છે...
......
વલ્લભ ભટ્ટ નો જન્મ અમદવાદમાં થયો હતો પછી તે લોકો ચુંવાળ હાલ બહુચરાજી છે ત્યાં સ્થાયી થયા હતા....
વલ્લભ ભટ્ટ નાનપણ થી જ માઇ ભક્તિ માં લીન હતા....
ભણવામાં કાચા પણ જ્ઞાન ભક્તિ મા ખૂબ પારંગત હતા....
તેને ૧૩ વર્ષ ની નાની ઉંમર અખિલ વિશ્વ ની જગદંબા બ્રહ્માંડ ભાંડોદરી મા બહુચર એ દર્શન આપ્યાં...ત્યારે મા એ કઈ માગવા કહ્યું.....વલ્લભ ભટ્ટ ખુબ ભોળા હતા અને જે ભોળા હોઈ તેની પાસે જ ભક્તિ હોઈ. અને ઈશ્વર પણ ભોળા સાથે જ હોઈ....તેથી કહે છે કે "ભોળા ના ભગવાન"....
વલ્લભ ભટ્ટ એ પોતાના સ્વાર્થ વિના સમગ્ર માનવ જાત ના કલ્યાણ માટે માગ્યું...તેમને કહ્યું ..."હે માં.....હે જગત જનની જગદંબા......જો તમે પ્રસન્ન હોઈ તો એવું કંઇક આપો જેથી બધા નું ભલું થાય
તમારા દર્શન થી મને જે આનંદ થયો તેવો આનંદ બધા ને થાય....મા એ ખુબ પ્રસન્ન થઈ એને આનંદ ગરબા ની રચના કરવા પ્રેરણા કરી.....તેને ૧૭૦૯ ફાગણ સુદ ત્રીજ ના દિવસે આનંદ ના ગરબા ની રચના કરી....
વલ્લભ ભટ્ટ ને તે ૩ ભાઈઓ હતા...
માં એ દર્શન આપ્યાં માં જ્યાં બેઠા હતા તે હજી વરખડી નું ઝાડ બહુચરાજી માં છે ..માં બહુચરાજી, ધોળાગઢ અને શંખલ પુર માં વસે છે એટલે જ ગરબા મા અાવે છે ....ત્રણ ગામ તરભેટ ઠેઠ ઠરી બેઠી મા....
માં એ અમદાવાદ નવાપુરા માં વિશ્રામ કર્યો હતો તે જગ્યા ભૂલા ભાઈ પાર્ક તરીકે ઓળખાય છે...જ્યાં મા નું મંદિર છે વાવ છે જેના દર્શન થી ખુબ ધન્યતા અનુભવાય છે...
વલ્લભ ભટ્ટ એક વાર શ્રીજી મહારાજ ના દર્શન એ ગયા ત્યારે તેનાથી જય માતાજી બોલાયું અને તેમની બહુ નિંદા થઈ તેને કારાવાસ માં પૂરવામાં આવ્યા.....
ત્યારે મા ખુદ ત્યાં જમાડવા આવ્યા ત્યારે ભટ્ટ જી. કીધું કે મા હુ ત્યારે જ જમિસ જ્યારે શ્રીજી મા રૂપે દેખાય.... એ જ સમયે એ શ્રીજી મહારાજ ના નાક મા નથડી અને માથે ચુંદડી હતા...બહુચર બાવની મા પણ આ લાઇન આવે છે...
નિજ મંદિર ના ખુલ્લા દ્વાર ભટ્ટ બોલ્યા જય બહુચર માં
ભટ્ટ જી ને પૂર્યા કારાવાસ માય....
મા એ ત્યાં દીધું વચન મંદિર માં સૌ જુએ જન
શ્રીજી બન્યા માતા સ્વરૂપ
ધાર્યું એવું અનુપમ રૂપ
ચુંદડી ઓઢી છે મસ્તક
નાકે છે મોતી ની નાથ..
...
એક વાર ભટ્ટ જી ને તેની જ્ઞાતિ માં ખુબ અપમાન થયું કે દર વખતે જ્ઞાતિ માં તમે જમવા આવો છે આ વખતે તમે જમાડો.....ભટ્ટ જી ગરીબ હતા ભોળા હતા ..અને ભોળા સીધા પ્રામાણિક લોકો ની મજાક અવહેલના કરવા વાળા લાખો મળી રહે છે.....
વલ્લભ ભટ્ટ એ વાત સ્વીકારી ને માતાજી ના નામ થી નોતરાં દીધા બધાને....
પછી ફિકર થઈ એટલું બધું ક્યાંથી ને કેમ લાવવું...એ દૂધેશ્વર ગામ ની વટે નીકળી ગયા ભાઈ સાથે .
મધ્યાહન થયું ને માતાજી ને ફિકર થઈ.... કે જો જમણ વાર નઈ થાય તો મારા ભક્ત ની લાજ જસે...ને મારા ભક્ત ની લાજ જાઈ એ મને કેમ ગમે....
જેને જેનો આશરો તેને તેની લાજ
મારે તારો આશરો તું રાખજે મારી લાજ
ભોળા ભક્ત અને સાચી ભક્તિ હોઈ ત્યાં ઈશ્વર ને પણ આવવું પડે છે ....
૧૭૩૨ ની સાલ માગશર સુદ બીજ ને સોમવારે મા વલ્લભ ભટ્ટ નું રૂપ ધરી પૃથ્વી પર આવ્યાં..ભોળા ભક્ત ની લાજ રાખવા ભક્તિ ની લાજ રાખવા...આ તો ભોળી ભવાની હતા ભોળા ભક્ત કાજે દોડી આવ્યા....
મા એ ભટ્ટ ની આખી નાત ને માગશર માસ માં રસ રોટલી નો જમણવાર જમાડ્યો....આ તો સાક્ષાત્ અન્નપૂર્ણા સ્વાદ માં તો કઈ ખામી ના જ હોઈ ને!
હજી આજ ની તારીખ માં અમદાવાદ નવાપુરા માતાજી ના મંદિર મા માગશર સુદ બીજ ના દિવસે રસ રોટલી જમાડવામાં આવે છે.....
આમ મા એ ભોળા ભક્ત ના કામ કર્યા.....અને ભટ્ટ જી એ સાચી ભક્તિ નો માર્ગ બતાવી દુનિયા માં નામ અમર કરી મા ના ચરણો મા સમાય ગયા.....
માં તે માં બીજા વગડા ના વા...
જાય ભવાની જાય મોગલ.....
આરવિક