Pratiksha - 2 in Gujarati Love Stories by Trushna Sakshi Patel books and stories PDF | પ્રતીક્ષા (ભાગ-2)

Featured Books
Categories
Share

પ્રતીક્ષા (ભાગ-2)

એમ જ સાક્ષીથી પણ ના રહેવાતું હતું .. બસ એ પ્રતીક્ષા કરતી હતી કે રાહુલનો કોલ આવે અને રાહુલ કહે કે ,
"સાક્ષી તારા આ પ્રતીક્ષા ના પળ ને હવે પૂૂર્ણવિરામ આપ . તારી શરત નું આ અંતિમ ચરણ પણ અહીં પૂર્ણ થાય છે, તારા રાહુલ ને જોબ મળી ગઈ છે હવે આપણને એક થતા કોઈ નહીં રોકી શકિશ"
આમ વિચારમાં સાક્ષી ખોવાયેલ હતી કે મોબાઇલ ફોન પર રિંગ વાગી ..
અને સાક્ષી ઘણા ઉત્સાહ સાથે અને થોડી નાક ચઢાવી ને : "હેલો !!! બોલ રાહુલ મારા પાસે જરાક પણ સમય નથી તારું જે કામ હોય એ જલ્દી બોલ .. "

રાહુલ એકદમ ભયજનક અવાજ સાથે .. "સાક્ષી , તું ક્યાં છે , જલ્દી સિટી હોસ્પિટલ આવ . પ્લીઝ હમણાં કોઈ પણ સવાલ ના પૂછતી , અને અહીં આવીજા "

આટલું કહી રાહુલ ફોન કટ કરી દે છે. આ તરફ સાક્ષી ખૂબ જ ચિંતિત હોઈ છે . એના મનમાં ઘણા બધા સવાલ હોઈ છે 'શું થયું હશે ? , કેમ રાહુલ હોસ્પિટલ માં ગયો હશે ? શુ રાહુલ ને કઇ થ..યું ........
. એટલા વિચારતા જ સાક્ષી ઘભરાય જાય છે .. અને પોતાની જાત ને કે મન ને જ શાંત્વના આપે છે , કે ના મારો રાહુલ એક ડેમ ઠીક હશે અને તંદુરસ્ત હશે ..

સાક્ષી આમ , હજારો વિચારો સાથે હોસ્પિટલ જવા ઉપડે છે .. એના સ્કૂટર ની સ્પીડ જે ક્યારે 40 પર પણ ના હતી જતી એ આજે 60 ની સ્પીડએ ભાગે છે ..
સાક્ષી હોસ્પિટલ પહોંચી જાય છે અને ત્યાં જતા જ
રાહુલ ઉભો હોઈ છે , સાક્ષી એના નજીક જાય છે અને એના બધા સવાલનો જવાબ માંગે છે ....

સાક્ષી ના સવાલ ચાલુ રહે છે .. અને એટલામાં જ રાહુલ સાક્ષી ને શાંત પડતા : સાક્ષી તારા વગર આ રાહુલ ખૂબ જ અધુરો છે .. " બસ આટલું જ રાહુલ બોલ્યો અને સાક્ષી ચૂપ થઇ ગઈ ..

રાહુલ ખૂબ જ પ્રેમભર્યા અવાજમાં : સાક્ષી તું મારા પર ગુસ્સે થા મને ખીજવા .. બસ તું દૂર ના જા ..

રાહુલની આંખમાં પાણી જોઈ સાક્ષી પણ રડવા લાગી ..

સાક્ષી એકદમ નિર્દોષ અવાજે - રાહુલ પણ મારા પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો ખબર છે ને તને કે તું મારા ધબકારા છે .. મારા માટે તો શ્વાસ લેવું પણ કેટલું કઠિન હતું .. તેનો તું અંદાજો પણ ના આકી શકે .. પણ રાહુલ મારે તારા થી દૂર નથી થવું ..

તને ખબર પણ ના હશે કે મારા ઘરે રોજ લગનની વાત ચાલે હું રોજ કઇ ને કઈ બહાના કાઢું પણ રાહુલ બસ હવે થાકી ગઈ છું
તું તારી મસ્તી માંથી જ ઉપર નથી આવતો ..
તો એવું ના થાય કે તું અને હું અલગ.....

સાક્ષીને બોલતા અટકાવી રાહુલ..
અરે મારી ગાંડી જે નથી થવાનું તેનું શું કામ ટેન્શન લઈ છે ..
રાહુલ વાત ફેરવતા

પણ તે મને કહ્યું જ નહી કે આ હોસ્પિટલ વાળો શોક કેવો લાગ્યો .....????

સાક્ષી થોડા મંદ ગુસ્સામાં હસતા ..
તને ખબર પણ પડે મારો જીવ હાથમાં આવી ગયો હતો .. મારા ધબકારાતો જાણે અટકી ગયા હતા .. તારા વિના જીવવાનીતો હું ક્યારે કલ્પના પણ ના કરી શકું ..

અને તું .....

રાહુલ સાક્ષીને માનવતા ..
અરે .....!! પણ શું કરું મારી સાક્ષીની તો નાક જ બો મોટી .. એ કઇ સીધી રીતે માને ખરી !!

પણ તારા માટે આ શોક પછી કઇ ગિફ્ટ છે ......

સાક્ષી આતુરતાથી
ગિફ્ટ મારા માટે શું છે ..જલ્દી બોલને ....