*કોલેજ ના દિવસો*
*પ્રેમ ની એક ઝલક ભાગ -17*
તે સમય દરમિયાન નિશાંત કહે છે કે કે મનીષા આજે મઝા આવે છે ત્યારે મનીષા કહે છે કે નિશાંત મારા માટે જિંદગીનો બેસ્ટ દિવસ છે, જે તારા કારણે શકય બન્યો છે. પછી બન્ને એકબીજાની નજીક આવતાં જાય છે, અને વાતચીત કરતા કરતા પ્રકૃતિની મજા માણી રહ્યા છે,અને તે સમયે મનીષા પથ્થર પરથી નીચે ઉતરીને વહેતા ઝરણાં નજીક જાય છે અને પાણીમાં હાથ નાખીને નિશાંત પર તે છાંટા નાખી રહી હતી.ત્યારે મનીષાએ પણ વિચારે છે કે આજે હું અહીથી નીકળ્યા પહેલાં હું નિશાંતને મારા દિલની વાત કરી લેવી છે. પછી તે સમયે નિશાંત મનીષાને તેના દિલની વાત કે પ્રેમનો પસ્તાવ રજૂ કરવા માટે તે એક સુંદર ફૂલ લેવા માટે જાય છે.
તે સમયે દરમ્યાન મનીષા તે ઝરણાં નજીક બેઠી હતી. ત્યારે મનીષાને એક ફોન આવે છે તે ફોન નિરાલીનો હતો માટે મનીષા તે કોલ ઉપાડતી નથી પણ તેના કોલ સતત આવ્યા કરે છે. પછી મનીષાએ થોડીવાર બાદ નિરાલી ફોન આવે છે અને કહે છે કે મનીષા પિતાજી તબિયત અચાનક બગડી છે માટે તું જલદી કોલેજથી સીધી એમ.એચ. હોસ્પિટલમાં આવીજા. મનીષાએ પિતાજીના આવા સમચાર સાંભળીને તે આઘાત લાગે છે અને તે ફોન મૂકી દે છે. તે જોર જોરથી નિશાંત... નિશાંત ...ની બુમ પાડી રહી હતી. આ બાજુ નિશાંત મનીષાની બુમ સાંભળતા તે દોડતો દોડતો મનીષા પાસે જાય છે. ત્યાં નિશાંત કહે છે કે શું થયું મનીષા ત્યારે મનીષા ડૂસકે ડૂસકે રડવા લાગે છે અને નિશાંત ને ભેટી પડે છે અને કહે છે કે નિશાંત તું મને જલ્દી શહેરમાં એમ.એચ. હોસ્પિટલમાં લઈજા મારા પપ્પાને તબિયત અચાનક બગડી છે. નિશાંત કહે છે હા મનીષા પણ તું આમ રડીશ નહીં હું તને જલ્દી શહેર લઈ જઈશ. પછી નિશાંત અને મનીષા ઉતાવળથી ચાલે છે,તે સમયે આશ્રમમાં બધા આમ અચાનક જતાં જોઈને બધા નિશાંતને પૂછે છે,ત્યારે નિશાંત કહે છે બધું ઠીક છે બસ અમારે જલ્દી નીકળવું પડશે. આ સમયે નિશાંત અને મનીષા જલ્દી શહેરમાં જવા માટે નીકળી જાય છે. થોડાં સમયમાં તે શહેરમાં પહોચી જાય છે ત્યાં નિશાંત અને મનીષા એ એમ.એચ. હોસ્પિલમાં જઈને જાય છે નિશાંત બાઈક પાર્ક કરવા માટે પાર્કિંગમાં જાય છે તો આ બાજુ મનીષાઅે નિરાલીને ફોન કરે છે અને તેનાં પિતાજી પાસે દોડી જાય છે.આં બાજુ નિશાંત પણ મનીષાની પાછળ જતો હોય છે. ત્યાં મનીષા નિરાલી એકબીજાને ભેટીને રડી પડ્યા હતા ત્યારે નિશાંત તે સમયે બન્ને ને શાંત રહેવાનું કહે છે અને કહે છે કે બધું ઠીક થઈ જશે. ત્યારે મનીષાની માં રૂમમાંથી બહાર આવે છે તેની આંખમાં પણ આસુ હતા અને કહે છે કે હાલ તબિયત સારી છે પણ નિરાલી મનીષા તારા પિતાજીનુ ઓપરેશન કરવું પડશે. પછી બધાં રૂમની બહાર ડોકટરની રાહ જોઈ રહ્યા હતા. સાંજનો સમયે થયો હતો ત્યારે મનીષા નિશાંત કહે છે નિશાંત હવે તુ ઘરે જા તારી ફેમીલી તારી રાહ જોતી હસે તે સમયે નિશાંત કહે છે હું નીકળુ છું પણ કોઈપણ પ્રકારની જરૂર પડે તો ફોન કરી દેજે.
નિશાંત ઘરે આવે છે અને તે મનીષાની ચિંતા કરતો હતો. તે જમીને મનીષાને ફોન કરે છે પણ ફોન બંદ આવે છે. પછી નિશાંત સૂઈ જાય છે. બે દિવસ પછી સવારે કોલેજના સમયે નિશાંતએ મનીષાને ફોન કરે છે પણ તે ફોન પૂજા ઉપાડે છે અને કહે છે કે નિશાંત હું પૂજા બોલુ છુ મનીષાનો બેટરી ડાઉન હોવાથી ફોન હું ઘરે લાવીશું પણ હવે હું હોસ્પિટલમાં જવાની છું. ત્યારે નિશાંત મનીષાના પિતાજીની તબિયત વિશે પૂછે ત્યારે પૂજા કહે છે કે કાકાની હાલત દિનપ્રતિદિન તબિયત બગડતી જાય છે કેમ કે તેમને બ્લડ મળતું નથી કેમ કે તે (O)ઓ.પોઝિટિવ બ્લડવારા લોકો બહુજ ઓછા હોય છે પણ તપાસ ચાલુ છે અને મળી પણ જશે ઓકે ચાલ હું તને હોસ્પિટલમાં જઈને મનીષા જોડે વાત કરાવીશ ઓકે બાય અને પૂજા ફોન મૂકી દે છે.
નિરાલી અને મનીષા તેમનાં ઘરે આવે છે અને પછી બન્ને બહેનો ભગવાનના મંદિરમાં પ્રાથના કરે છે કે પિતાજીને જલ્દી બ્લડ મળી જાય. પછી બન્ને બહેનો પોતાનાં ઘરમાં કામ કરતી હતી તે સમયે મનીષાની મમ્મી નો ફોન આવે છે, અને કહે છે કે બ્લડ તો ના મલ્યું પણ બ્લડ ડોનેશન આપવા માટે કોઈ આવે છે એવું ડોકટર જણાયું છે ત્યારે બાદ નિરાલી અને મનીષા બન્ને સાથે શહેર આવે છે અને જોવે છે તો ત્યારે બ્લડ ડોનેશન કરનારને જોઈને મનીષા અચાનક ચકિત થઇ જાય છે *કેમ કે બ્લડ આપનાર એ*
*વધું આવતા અંકે*
*To be continued*
✍? *મનિષ ઠાકોર* *પ્રણય*✍?
મને ખૂબ પ્રતિભાવ આપ્યો માટે આભાર અને આગળ પણ આપતાં રહેજો અને આગળ શેર કરતા રહેજો
હવે સ્ટોરીના ભાગ જલ્દી આવશે