love with luck - 2 in Gujarati Love Stories by Vanraj books and stories PDF | પ્રેમ સાથે કિસ્મત - ૨

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

Categories
Share

પ્રેમ સાથે કિસ્મત - ૨


મારી વાત ને તમારા સમક્ષ રજુ કરું એ પહેલાં એક વાત clear કરી દઉં .....
..આ મારો કોઈજ personal experience નથી ??


"પ્રેમ સાથે કિસ્મત"-૨

પ્રેમ,,,, આ શબ્દ સંભાળતા જ મન અને મગજ બંન્ને માં કેટ - કેટલી વ્યાખ્યા થવા માંડે..!

વિચારો એકબીજા સાથે એવા અથડાઈ કે જાણે કુંભમેળો ભરાણો હોય....!

અને એમાં પણ જો "કિસ્મત" શબ્દ જોડાઈ જાય તો આંખે ક્યા પાછળ જ રહેવાની હતી...

અચાનક લાઇફ માં કોઈક નવા વ્યક્તિ ની એન્ટ્રી થાય, આપણે આપણી જાતને, એક નવા જ અંદાજ થી જોવા લાગીએ,,,

તેને મળી ને એવું લાગે કે એક બીજા ના પૂરક હોય, એક બીજાના માટે જ બન્યા હોય, એક ફૂલ તો બીજો સુગંધ, એક નદી તો બીજો દરિયો, એક શરીર તો બીજો એની આત્મા, એક વાદળી તો બીજો એમનું પાણી, એક બોલ તો બીજો અનો અર્થ... એક બીજા વગર કાયમ અધૂરા...?

ખાલી એક નજર જ કાફી હોય, બધું કેહવા અને સમજવા માટે... એક પણ જાત ની ચોખવટ ને ક્યાંય સ્થાન જ ના હોય...
એક બીજા નું પોતાના કરતા પણ વધારે ધ્યાન રાખવા માં હરીફાઈ થાય....

થોડા ઝગડા કરવા ના પણ પૂરી 15 મિનિટ એક બીજા ના વગર ના ચાલે... અને મનાવવા માટે બસ એક જ રસ્તો...
"લગ જા ગલે....." આ સંભળાવી દયો

- એટલે પછી ત્યાં તે ઝગડા નું પૂર્ણ વિરામ...

ગિફ્ટ ના નામે એક બીજા ને અનહદ પ્રેમ અને થોડો સમય... આ સિવાય કોઈ એક બીજા પાસે બીજી કોઈ જ જાત ની માગણી ના હોય...?


એક બીજા થી છુટા પડવા ની વાતના મજાક પર જીવ
અધર ચડી જાય...

આખો દિવસ સંપર્ક માં જ હોય... પણ રાતે ચંદ્ર માં તેને
જ ગોતતા હોય..
બારે હોય તો વાદળાં માં તેના નામ ને શોધવા નું મન
' થાય..

આમ તો ફોન માં ભલે ને એક પણ ફોટો ના હોય એનો,
પણ 24 કલાક ફોન પકડી ને જ બેસીએ જાણે આપણા પોતાના માં એનું પ્રતિબિંબ દેખાતું હોય...

એક બીજા નું તો ઠીક પણ તેમના મમ્મી પપ્પા ની પણ
રોજ તબિયત ની સંભાળ લેતા ના ભૂલતા હોય... જો
સામે વારું તેના ઘર માં પણ કોઈક સાથે માથાકૂટ કરી ને
તેના ના બોલાવતું હોય તો "પેલા તું બધાં સાથે બરાબર થઈ ને વાત કરવા માંડ પછી જ હું વાત કરીશ" આમ કહી ને પેલા ફેમિલી પછી હું આવું જતાવવું...તું મારી સાથે હોય તો બરાબર પણ ફેમિલી થી દૂર થઈ ને નહિ...?

ઘર માં બનેલી સ્વીટ ડિશ પેલા તેને ચાખડવી... પછી જ પોતાને ખાવાની,,,,, આવા તો મીઠા કરાર હોય..

તેને મળવા માટે મળતો સમય ઓછો જ લાગે...

જ્યારે તે દૂર હોય ત્યારે પણ સતત આપણી સાથે છે તેવો ભાસ થાય....

તેની ભૂલ હોય તો તેને સામે જ કેવાની હિંમત અને પોતે ખોટા હોયે તો સ્વીકારવાની તાકાત હોય...

પોતાનું નામ ભલે ગમે તે હોય પણ એક બીજા ને "જાનું" ? "બકુ"? "સ્વીટી"? આવા અનેક નામો થી બોલાવવા નું..

મસ્ત, પરફેક્ટ, સાચો, સરળ આવો પ્રેમ જ્યારે શ્વાસ ભરતો હોય ત્યારે,,,ખાલી એક શબ્દ "કિસ્મત" ની જોરદાર એન્ટ્રી... પછી બધું જ તહસ-મહસ કંઇજ ખબરના પડે...?

કોને કહેવું...? શું કહેવું...? કેમ સમજાવા...? કે આપણે શું સમજવું...? આ બધા પ્રશ્નો મગજમાં વિશ્વ યુદ્ધ કરતા હોય...☹️?

અહીંયા થી થાય આપણી લાઇફ માં " કિસ્મત" નો રોલ ચાલું...

થોડા દિવસ, થોડા અઠવાડિયા કે થોડા મહિના તો એ જ ના સમજાય કે આપણી લાઇફ માં થઇ શું રહીયું છે...?"

આ સમયે નવા કે જૂના જેટલા પણ સેડ સોંગ હોય તે બધા આપણા માટે જ બન્યા હોય એવું લાગે...??

નજીક ના શહરો કે ગામડાંઓ માં રહેતા હોવા છતાં 2/2 મહિના સુધી એક બીજા ને જોઈ ના શકે..??

રડું તો ત્યારે વધારે આવે જ્યારે તે આપણે જે નામ થી બોલાવતા હોય તે નામ કોઈ ની વાત માં સાંભળીયે...

જે જે જગ્યા પર આપણે મળ્યાં હોય તે જગ્યા મંદિર સમાન લાગવા માંડે.

જિંદગી માં આમ તો બધું તે વ્યક્તિ ના આવ્યાં પેલા જેમ હતું તેમ જ હોય છે તો પણ જિંદગી અધૂરી લાગે છે...

ક્યારેક તો આવું લાગે કે આ "કિસ્મત" રૂપી સપનું તૂટી જશે, અને "પ્રેમ" રૂપી હકીકત સામે આવી જશે...

અને હા ખાસ વાત તો એ છે કે,,, પેલા એક બીજાને કહેલું હોય કે "પેલા ફેમિલી પછી હું..." તે વાત હવે શાપ લાગવા લાગે...?

આપણું મન આપણ ને સ્વાર્થી થતાં અટકાવે... અને આ જ બાબત પેલી કિસ્મત માટે અમૃત સમાન બની જાય...

દર વખતે ની જેમ આ વખતે પણ ઇતિહાસ સાક્ષી હતો કે "પ્રેમ" અને "કિસ્મત" ની લડાઈમાં "કિસ્મત" જીતી ગઈ...????

"પ્રેમ" પોતાનું દમ નથી તોડતો.. પણ, બે પગલા પાછળ ખસી જાય છે અને અમર થઈ જાય છે.... ?

અને એક બીજા ના મન માં એક બીજા પ્રત્યે ઈજ્જત વધારી લે છે..

આમ જોવા જઇએ તો "પ્રેમ" હારી ગયા પછી પણ જીતી જાય છે ?



?VANRAJ RAJPUT ?