Adhura prem ni vaato - 4 in Gujarati Love Stories by Heena Patel books and stories PDF | અધુરા પ્રેમની વાતો.. - 4

Featured Books
Categories
Share

અધુરા પ્રેમની વાતો.. - 4

આગળ ના ભાગ માં જોયું કે નયન અને માયા પર મેસેજ આવે છે અને બન્ને આશ્ચર્યજનક રીતે એક બીજાના મોઢા જુવે છે.. હવે આગળ....

*******

નયન અને માયા બન્ને ને ખબર પડે છે કે જૂહી નું અમેરિકા જવાનુ નક્કી થઇ ગયું છે. વિઝા કોલ આવી ગયા છે આ મેસેજ જૂહી નો ભાઈ નયન અને માયા ને મેસેજ કરે છે કેમ કે નયન અને માયા જૂહી ને ત્યાં વધારે જતા એથી જૂહીનો ભાઈ એ બન્ને ને સારી રીતે ઓળખે છે તેથી બન્ને ને મેસેજ કરે છે. અને જૂહી ને સ્પરાઈશ આપવાનુ હોવાથી જૂહી ને ન કેહવા માટે રિક્વેસ કરે છે. પણ નયન અને માયા ને પણ નવાઈ લાગી કે જૂહી ક્યારે કહ્યું નથી કે એ અમેરિકા જવાનુ વિચારે છે. બન્ને જણા વિચારે છે કે હવે વિવેક ને ખબર પડશે તો શું થશે કારણ કે વિવેક જૂહી ને ખુબ પ્રેમ કરે છે. આમ નયન વિચારે છે કે અમને જૂહી ના કહ્યું પણ વિવેક ને તો કેહવું હતુ શું થશે વિવેક નું મારે કહેવું જ પડશે વિવેક ને એમ મનો મન વિચાર કરે છે. નયન ને નથી ખબર કે વિવેક આ બધુંજ જાણે છે.

હવે જોધપુર આવી ગયું હતુ ગાઈડ આવે છે અને કહે છે આજે રાત્રી રોકાણ અહિજ કરીશું 8 વાગ્યે જમવાનું રેડી થશે ત્યા સુધી તમે ફ્રેશ થઇ જાવ અને પોત પોતાની રૂમ બુકિંગ પ્રમાણે ત્યાર છે છતાં કોઇ પ્રોબ્લેમ હોઇ તો મને જાણ કરજો. નજીકમાં એક ગાર્ડન છે જમ્યા પછી ત્યાજ બધાં ભેગાં થઈ શું.

સૌવ પોતાનો સામાન બસમાથી કાઢી ને હોટલ તરફ જાય છે. જૂહી અને વિવેક બન્ને જોરે જાય છે. નયન અને માયા પોટાનો સામાન ન મળતાં હેરાન હતા તે ડ્રાયવર ને પુછી રહ્યા હતા પણ થોરો સામાન બિજી તરફ મુક્યો હતો તેમા જોઈ રહયા હતા. દેવ એનો સમાન લઈ નયન માયા અને સુરભી ની રાહ જોઈ છે.

સૌવ પોત પોતાની રૂમમાં જાય છે. અને ફ્રેશ થાઈ છે વિવેક જલદી ફ્રેશ થઇ ને જૂહી પાસે જાય છે જૂહી હજુ નાહી ને બહાર નીકળી હતી એને દોર બેલ વાગ્યો જૂહી જોયું કે વિવેક છે. દોર ખોલી બેસવા કહીં પોતના ભીના વારને વારે ધડી આમ તેમ ફેરવી દર્પણમાં જોઈ ગુંચ કાઢી રહી હતી. વિવેક આવી તાજગીથી ભરપુર જુહિનો ચેહરો જોઈ રહ્યો હતો એના ભિજાઈ ગયા વાર અને ફ્રેશ ચેહરો જોઈ વિવેક હરખાઈ જાય છે. જૂહી ભીના વાર બાધવાનો પ્રયત્ન કરે છે વિવેક કહે છે રેવા દે જૂહી એમજ ખુલા સરસ લાગે છે.

જૂહી આછું સ્મિત કરતા વાર ખુલા જ રેવા દે છે વિવેક કહે છે જૂહી શું કહતી હતી તું કઈક કેહવાની હતી મને હવે તો આવી ગયા આપણે બોલ ને કહી દે હવે. જૂહી કહે છે અત્યારે નહી વિવેક ગાર્ડનમાં કહીશ. વિવેક જૂહી ને વધારે આગ્રહ ન કર્યો એને આગળ બોલવું ઠીક નથી લાગતું એથી તે જૂહી ને નિચે આવા કહી રૂમમાં થી બહાર નિકળી ને નયન અને દેવ પાસે જાય છે.
દેવ વિવેક ને કહે છે મારે તને વાત કરવી છે.
વિવેક કહે છે બોલ ને ભાઈ શું થયુ ???
દેવ કહે છે પેલા એક્સીડન્ટ જોઈ સૌવ હેરાન હતા.
અને સુરભી આટલી ડરપોક તે કાલે બિલ્કુલ ગભરાઇ નહિ નવાઈ લાગી મને તો વિવેક
વિવેક કહે છે તને ક્યાથી ખબર પડી??.
નયન હું એની બાજુમાં હતો ભાઈ શું તું પણ.
વિવેક ઓહ હુતો જૂહીની હાલત જોઈ બધું ભૂલી ગયો દેવ. ઓકે હું સમજી શકું છું વિવેક.
નયન આવે છે વિવેક મારે પણ કઈક કેહવું છે વિવેક ખુબ જરૂરી છે એ વાટની જાણ કરવી જ પડશે તને વિવેક.
એટલામાં જૂહી આવે છે અને બધા ચુપ થઇ જાય છે. વિવેક જૂહી સાથે જાય છે અને નયન ને પછી વાટ કરશું એમ કહી ચાલ્યો જાય છે. નયન ને ગુસ્સો આવી જાય છે. દેવ કહે છે જવા દે નયન જૂહી જોરે છે. ઓકે દેવ પણ ખુબ જરૂરી છે એ જાણવું અને જૂહીની જ હતી એટલા માં સુરભી અને માયા આવે છે. બધાં જમવા માટે જાય છે પેટ ભરીને સુપ પી ને જ ધરાઈ જાય છે બીજું કશું ખાવાની કોઇ ની ઇચ્છા ન હતી. સૌવ ગાર્ડનમાં જાય છે.
ગાર્ડન ખુબ સુંદર હતુ નાઈટમાં એનેક પ્રકારની રંગીન લાઈટ થી ચમકિ રહ્યુ હતું અનેક પ્રકારના ફુલોની મહેક ત્યા હતી થોડો ઠંડો પવન આવી રહ્યો હતો. સૌવ ગાર્ડનની સુંદરતા માં ખોવાઈ જાય છે. જૂહી ધીમે પગે વિવેક નો હાથ પકડી ગાર્ડનની બિજી તરફ વિવેકને લઈ જાય છે પેલા ચાર પોતાની ધુનમાં વાતો કરતા કરતા બસ ના અન્ય કપલ હતા ત્યાં જાય છે.
બધાં ત્યાજ હતાં દેવ ને અચાનક નજર પડે છે કે પેલા બે ગાયબ થઈ ગયા છે.
નયન પણ જૂહી અને વિવેક ન દેખાતા પ્રશ્ન કરે છે ક્યાં ગયા બન્ને???
માયા કહે છે જવા દે ને હવે બિચારાં અત્યારે જ તો સમય છે પછી ક્યાં ખબર શું થશે?
આ સાંભળી નયન ધીમે થી કહે છે માયા ને આપણે વિવેક ને જૂહી વિશે કહી દેવું જોયે.
માયા કહે આજે નહિ રેવા દે કાલે વાટ કરશું ઓકે.
પણ નયનથી રેહવા તેમ ન હતુ તે બન્ને ને શોધવા જાય છે.
વિવેક દેખાઈ છે પણ આ શું ?
નયન જૂહી અને વિવેક બન્ને ની વાતો શાંભળી ચુક્યો હતો.
શું કીધું હશે જૂહી એ વિવેકને ???
શું ખબર પડી નયન ને ???

વાચતાં રહો આગળ ના ભાગ માં....