The Author MR.PATEL Follow Current Read મુક્તિ - 3 By MR.PATEL Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books खैर छोड़िए..!! हम खुद लगते हैं रेलवे ट्रैक और वक्त के साथ भागती हुई हमारी ज... कहानियाँ 1. शेर और चूहाएक जंगल था। जंगल का राजा शेर था। वह पेड़ की छा... बारिश की बूंदें और वो - भाग 11 इस कहानी में, आदित्य और स्नेहा की अनपेक्षित मुलाकात ने उन्... बारिश की बूंदें और वो - भाग 11 इस कहानी में, आदित्य और स्नेहा की अनपेक्षित मुलाकात ने उन्... भारत की रचना - 13 भारत की रचना / धारावाहिकतेरहवां भाग उसे देखकर तो रचना के तो... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by MR.PATEL in Gujarati Horror Stories Total Episodes : 6 Share મુક્તિ - 3 (72) 1.8k 3.7k 4 મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. પાછલા ભાગ માં આપણે જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ આવીને જાળીઓ માં ખેંચી ને લઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને ધ્રુવ ના બધા મિત્રો તેને મૂકીને ત્યાંથી ભાગી જાય છે અને ધ્રુવ ગમે તે રીતે બહાર નીકળીને હાઇવે ઉપર પોહચી ને બેભાન થાય છે અને ત્યાંથી પસાર થતા એક સજ્જન તેને પોતાની ગાડી માં સિટી હોસ્પિટલ માં લઈ જાય છે અને ત્યાં હાજર ડોક્ટર ધ્રુવ ની હાલત જોતા પોલિસ ને જાણ કરે છે. હવે આગળ..... આ બાજુ ધ્રુવ ના દરેક મિત્રો ખૂબજ ગભરાઇ ગયેલી હાલત માં એક જગ્યાએ ભેગા મળીને નક્કી કરે છે કે ઘર વાળા પૂછે તો શું જવાબ આપવો. આ રીતે અંદરો અંદર નક્કી કર્યા પ્રમાણે એ લોકો સોહમ ના ઘરે રાત રોકાવાનો નિર્ણય કરે છે અને બીજા દિવસે સવારે એ લોકો આગળ શું કરવું એનો નિર્ણય લે છે. આ બાજુ દરેક મિત્રો ના માતા પિતા ભેગા મળીને બધા બીજા દિવસ ની સવાર સુધી રાહ જોઈને સોહમ ના ઘરે રોકાવાનો નિર્ણય લે છે અને આ બધા થી અજાણ ધ્રુવ ના મિત્રો સોહમ ના ઘરે પોહચે છે. ત્યાં પહોંચીને સોહમ અને તેના મિત્રો ની પગ તળેથી જમીન ખસી જાય છે અને અંદર જોવે છે તો ધ્રુવ ના પરિવાર સહિત બધા નાં પરિવાર ત્યાં હાજર હોય છે. ધ્રુવ ના મિત્રો ને જોતા જ ધ્રુવ ના મમ્મી સરલા બેન આવીને બધા મિત્રો ને ધ્રુવ ના દેખાતા સવાલો ની વણઝાર કરી દે છે. બધા નાં પરિવાર ના એક પછી એક પૂછાતા સવાલો થી એ લોકો ભાગી પડે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે અને એ લોકોએ કઈ રીતે શરત થી માંડી ને કઈ રીતે ધ્રુવ ને ત્યાં મોકલ્યો અને ત્યાં શું થયું એ બધું અથ થી ઇતિ સુધી જણાવી દે છે. અહીંયા સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા હોસ્પિટલ પોહચી ને ત્યાં હાજર ફરજ પર ના ડોક્ટર ને મળે છે અને પેશન્ટ ની હાલત વિશે જાણકારી મેળવે છે અને ધ્રુવ ને મળવાની ડોક્ટર ની પરવાનગી માંગે છે પણ તેઓ ધ્રુવ ની હાલત સુધારા પર ના આવે ત્યાં સુધી મળવાની પરવાનગી આપતા નથી. ઈન્સ્પેક્ટર ચાવડા ધ્રુવ ને જોવે છે તેમના મગજ માં અચાનક કાંઈક ઝબકારો થાય છે અને તે કોન્સ્ટેબલ ગણપતરાવ ને પેલા મિસિંગ છોકરાઓ નાં ફોટા મંગાવે છે અને એક પછી એક ફોટો જોતા તેમાંનો એક ફોટો જોઇને તે ધ્રુવ ને ઓળખી જાય છે. ત્યારબાદ તેઓ ફોન લઈને ધ્રુવ ના ફેમિલી વાળા ને ધ્રુવ ની હાલત વિશે અને અત્યારે સિટી હોસ્પિટલ માં એડમિટ કરેલ છે તે જણાવે છે. આ બાજુ બધાં છોકરાઓ નાં મોઢેથી એમની કેફિયત સાંભળીને શરૂઆત માં તો એ લોકો ગુસ્સે થાય છે અને પછી તેમનું શું કરવું એ વિચારે છે કે ત્યાં જ ધ્રુવ ના પપ્પા ના મોબાઇલ પર ઈન્સ્પેક્ટર ચાવડા નો કૉલ આવે છે અને સામે છેડેથી જે કહેવાયું એ સાંભળીને તેમના પગ તળેથી જમીન સરકી જાય છે અને જેમ બને એમ જલ્દી ત્યાં હાજર થવાનું કહે છે. ફોન મુકતા જ ધ્રુવ ના પપ્પા ભાંગી પડે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતાં ફોન પર થયેલી વાતચીત બીજા લોકોને કઈ સંભળાવે છે અને છોકરાઓ તરફ ગુસ્સે થઈને જોતા કહે છે તેમની આ મજાક એમના ધ્રુવ માટે કેટલી ખતરનાક સાબિત થાય છે. હવે બધા હૉસ્પિટલમાં ધ્રુવ ને જ્યાં રખાયો હોય છે ICU માં ત્યાં પોહચી ને ધ્રુવ ને જોવાનું કહે છે પણ ડોક્ટર હજી ધ્રુવ ની હાલત ક્રિટિકલ હોવાથી મળવાની ના પાડે છે અને કોઈ ચમત્કાર જ ધ્રુવ ને બચાવી શકશે એમ જણાવે છે. પોતાના વહાલસોયા ની આવી હાલત જોઈને ધ્રુવ ના મમ્મી પપ્પા ના હૈયાફાટ રૂદન થી ત્યાં હાજર રહેલ સહુ કોઈની આંખ ભીની થઈ જાય છે. બીજા દિવસે સવારે એક નર્સ ધ્રુવ ના રૂમ માં રૂટિન ચેક અપ માટે જાય છે અને ત્યાં જઈને જુવે છે કે ધ્રુવ થોડી હલન ચલન કરે છે અને સિસ્ટર જોર થી ડોક્ટર ને બુમ પાડીને બોલાવે છે. બહાર બેઠેલા ધ્રુવ ના માતા પિતા ને કાંઈક અજુગતું થવાનો અણસાર આવી જાય છે. તેઓ રૂમ માં જોવા જાય એ પહેલાં ડોક્ટર આવીને બહાર ઉભા રહેવાની સૂચના આપીને રૂમ માં જતા રહે છે. શું ધ્રુવ બચી જશે ??? શું ધ્રુવ પોતાની સાથે થયેલ ઘટનાને વિગત વાર પોતાના માતા પિતા ને જણાવી શકશે ???ધ્રુવ ને કઈ અદ્રશ્ય શક્તિ એ આ હાલત કરી હતી તે જાણવા માટે વાંચતા રહો મુક્તિ નો આગળ નો ભાગ મુક્તિ 4. હેલો મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો કોઈ ભૂલ થતી હોય તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવ મને કમેંટ બોક્સ માં અથવા મારા Whatsapp નંબર 8511493260 પર આપના પ્રતિભાવ આપી શકો છો. ‹ Previous Chapterમુક્તિ - 2 › Next Chapter મુક્તિ - 4 Download Our App