The Author SABIRKHAN Follow Current Read કઠપૂતલી - 17 By SABIRKHAN Gujarati Detective stories Share Facebook Twitter Whatsapp Featured Books अंगद - एक योद्धा। - 9 अब अंगद के जीवन में एक नई यात्रा की शुरुआत हुई। यह आरंभ था न... कॉर्पोरेट जीवन: संघर्ष और समाधान - भाग 1 पात्र: परिचयसुबह का समय था, और एक बड़ी बहुराष्ट्रीय कंपनी की... इंटरनेट वाला लव - 90 कर ये भाई आ गया में अब हैपी ना. नमस्ते पंडित जी. कैसे है आप... नज़रिया “माँ किधर जा रही हो” 38 साल के युवा ने अपनी 60 वर्षीय वृद्ध... मनस्वी - भाग 1 पुरोवाक्'मनस्वी' एक शोकगाथा है एक करुण उपन्यासिका (E... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by SABIRKHAN in Gujarati Detective stories Total Episodes : 36 Share કઠપૂતલી - 17 (102) 2.6k 5.1k 8 રક્ષાબંધનનો દિવસ.. રસ્તાઓ પર ઉતરી આવેલુ રંગોનુ વિશ્વ.. ભાઈ બહેનના હેતની હેલીના સંધાણની સુંગધમાં ફેરવાઈ જતી ક્ષણોનુ વિશ્વ... ભરતી અને ઓટથી છલકાઈ ઉઠતા ઓવારાનુ અપ્રિતમ આંખમાંથી નિતરતુ લાવણ્ય દર્શાવતાં મંજરોથી મકાનો ધર બની જતાં હતાં. કામધંધાથી ધમકતાં નગરો આ દિસવે સાચા અર્થમાં જીવનને ધબકતુ કરી દેતાં. આવા પવિત્ર દિવસે ભાવવિભોર દ્રશ્યોમાં ખલેલ પાડવી સમિરને દિઠેય પસંદ નહોતુ. પણ સવાલ મીરાંના કેસનો હતો. પોતાની લાગણીઓને પુરવાર કરવાનો હતો. સંજોગો વિરુધ્ધ હતા. લાગણીઓની છણાવટ થઇ ગયેલી ને છતાં સમિરની રાત્રીઓ વર્ષો સુધી ભીંજાતી રહેલી. જીવન ધબકતુ હતુ અહેસાસ એનો જીવંત હતો. એટલેજ આજે જૂનૂન હતુ. કશુ મેળવવાનુ નહી પણ એની તકલિફમાં સધિયારો બની જવાનુ. એને તકલીફ હોય અને પોતે એની સાથે ન હોય એવું તો ક્યારે બને નહીં. ત્યારે એને જરૂર પડે ત્યારે એના એક અવાજ માત્રથી એ અહીં સુધી દોડી આવ્યો હતો. એનો પડ્યો બોલ જીલી લેવા સમીરનું મન હંમેશા ઉતાવળુ રહેતું એ જૂનુન એને ખુની સુધી દોરી લાવેલુ. રક્ષાના કવચ હેઠળ હત્યા થઈ જવાની ભીતિએ એને સજાગ કરી દીધેલો. રક્ષાના આવરણ હેઠળ હત્યાને અંજામ આપી શકાય એમ હતું. અને એટલે જ સમીર ગફલતમાં રહેવા માગતો નહોતો ખૂનીને રંગેહાથ પકડી પોલીસને સુપ્રત કરવાનો એનો ઇરાદો નહતો. સ્ત્રીના વેશમાં હત્યારો જ હોય તો પોતે એને બેરહમીથી મોતને ઘાટ ઉતારતાં જરા પણ ખચકાશે નહીં. એવો અને મક્કમ નિર્ધાર કરેલો. ધૂંધટ ઓઢીને પ્રવેશેલી સ્ત્રીની પાછળ બહાર ઉભેલા પોલિસ વાળાઓની નજરમાં ન આવી જાય એમ સમિર પાછળના દરવાજેથી લપક્યો. એકલવાયા ધરમાં પ્રવેશેલી એ સ્ત્રી જે પ્રમાણે ધરમાં ભાગી રહી હતી.. કેમકે વિચારવા જેવી વાત નથી રક્ષાબંધનનો દિવસ હોય ખરેખર એની બહેન જ આવી હોય તો પોતે ખોટું નિશાન તાકી ના દે.. તેની પૂરેપૂરી તકેદારી એ રાખી રહ્યો હતો. એટલે તો આગંતુક શું કરે છે એને સફાઈ ને જોયા કરવા સિવાય છૂટકો ન હતો અને એટલે જ સમીર એક સિમેન્ટના બિંબની પાછળ છુપાયો હતોબિંબની ઓથ લઈ ઉભેલા સમિરના પેટમાં ફાળ પડી. "ક્યાંક હું તો ગડથોલુ નથી ખાઈ ગયો ને..?" મનોમન બબડ્યો. જો કે હવે ઉંબરો ઓળંગી જ દીધો છે તો હકીકતને એક નજરે જોઈ લેવામાં વાંધો શુ હતો..? આટલી સાહજિકતાથી અજાણ્યા ધરમાં કોઈ ડગ ન માંડે.. આવી નિર્ભિક ચાલ ધરથી પરિચિત હોય એની જ સંભવી શકે . એટલે સો ટકા આગંતુક ખૂની જ હોય એવી અટકળ કરવી બિલકુલ વ્યર્થ હતી. આ એક જ પોઇન્ટ એવો હતો જે સમીરના મનને ડગમગ આવી રહ્યો હતો. આગળ તો કોની હોય તો ઘરની આંતરિક રચના વિશે સંપૂર્ણ સુજ્ઞ હોય એ વાત ગળે ઊતરતી નથી. અને એટલે જ પોતે અસમંજસમાં હતો. રક્ષાબંધનનું પર્વ કદાચ ના હોત તો એને સચોટ તર્ક કરતાં જરા પણ મુશ્કેલી ના નડતી. પરંતુ અત્યારે પરિસ્થિતિ સાવ વિપરીત હતી એટલે એક પગલું ધ્યાન રાખીને એ ભરતો હતો. પોતે જે પ્રમાણે ધારતો હતો જો એવુ બન્યુ હોય તો.. એ ફરી માત આપી ગયો એ નક્કી હતુ. આગન્તુક ખૂની હોય તો જ પોતાની દોડધામ સાર્થક ગણાય.. પેલી સ્ત્રી અર્ધ ખુલ્લા દ્વારને અઢકેલી એક કમરામાં પ્રવેશી.. એની પાછળ જ સમિર હતો. ક્યાંય કશો અણસાર વર્તાતો નહોતો. ઘરમાં જાણે કે સ્મશાની શાંતિ પ્રવર્તતી હતી. ઘર સાફ સુથરૂ હતુ પણ.. આવો સન્નાટો કેમ..? સમિરનુ મન અકળાયુ.. ભીતરે પ્રવેશવુ કે કેમ એની ગડમથલની ગુંચ ઉકેલે એ પહેલાં ભીતરેથી એક ચીસ સંભળાઈ.. સમિર સફાળો છલાંગ લગાવી અંદર કૂદી પડ્યો. ભીતરનુ દ્રશ્ય જોઈ એના હોશ ઉડી ગયા.(ક્રમશ:) ‹ Previous Chapterકઠપૂતલી - 16 › Next Chapter કઠપૂતલી - 18 Download Our App