Pyar to hona hi tha - 13 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | પ્યાર તો હોના હી થા - 13

Featured Books
Categories
Share

પ્યાર તો હોના હી થા - 13


( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અને મિહીકાના પેરેન્ટ્સ મળે છે. અને એમની સગાઈ નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

બીજે દિવસે સવારે મિહીકા અને ઈશિતા કૉલેજ જવા નિકળે છે. ઈશિતા થોડાં સમયથી એના મામાને ત્યાં ગઈ હોવાથી એને મિહીકા અને આદિત્યની સગાઈ વિશે બિલકુલ ખબર નોહતી. મિહીકા રસ્તામાં એને બધું જણાવે છે.

ઈશિતા : શું યાર હું થોડાં દિવસ બહાર શું ગઈ તે તો તારા માટે લાઈફપાર્ટનર પણ શોધી લીધો.

મિહીકા : શું યાર તુ પણ મજાક કરે છે. તને ખબર છે મે કેવી બૂરી રીતે ફસાઈ ગઈ હતી. આ સમયે મને તારી કેટલી જરૂર હતી ત્યારે જ તુ નોહતી. એ તો સારું થયુ ધરા અને સમીર હતા તો અમે આ પ્રોબ્લેમ માંથી બહાર આવી શક્યાં.

ઈશિતા : ઓયે.. તુ પ્રોબ્લેમમાંથી બહાર નથી નીકળી પણ પ્રોબ્લેમમાં વધારે ફસાઈ છે. તને કોણે ક્હયું આ બધું નાટક કરવાનું. સીધે સીધું મમ્મી પપ્પાને ના નહી કહી દેવાય.

મિહીકા : યાર તુ જ કહે હુ શું કરતી. મને અને આદિત્યને આ જ આઈડીયા યોગ્ય લાગ્યો. અને એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી.

ઈશિતા : હા એ બધું બરાબર પણ તે આગળનું શું વિચાર્યું છે ?

મિહીકા : આગળ તો આદિત્ય સાથે ડિવોર્સ લઈ સ્ટડી કરી પૂરી કરી આગળ રિસર્ચ કરવાનું વિચાર્યું છે.

ઈશિતા : પણ પછી શું રિસર્ચમાં જ તો આખી જિંદગી નથી જવાની !! તારી પર્સનલ લાઈફનું શું ?

મિહીકા : સાચું કહું તો એના વિશે મે હજુ કંઈ વિચાર્યું નથી. પણ હા હુ કંઈ આદિત્યની જેમ આજીવન કુંવારી નથી રેહવાની. જ્યારે પણ મને મારી પસંદનો વ્યક્તિ મળશે તો હું ચોક્કસ મેરેજ કરીશ.

ઈશિતા : પણ આદિત્ય તને ના છોડે તો, તુ જીંદગીભર આ અનચાહા બંધનમાં બંધાઈ રેહશે.

મિહીકા : ના યાર એવું નથી. મારા કરતા તો આદિત્યને આ બધાંમાથી વેહલુ છૂટવું છે. અને મારો વિશ્વાસ કર આદિત્ય એક સારો છોકરો છે.

ઈશિતા : ok... તુ કહે છે તો માની લવ છું. ચાલ કૉલેજ આવી ગઈ પછી વાત કરીએ.

મિહીકા : ok.. by... બ્રેકમાં કેન્ટીનમાં મળીએ.

ઈશિતા : by... by...

* * * * *

કેન્ટીનમાં ધરા, સમીર, ઈશિતા અને આદિત્ય મિહીકાની રાહ જોતાં હોય છે.

આદિત્ય : યાર આ મિહીકા હજી કેમ ના આવી કેટલી વાર લગાવે છે.

ધરા : વાહ આદિત્ય તુ તો મિહીકાને મળવા માટે બહું ઉતાવળો થાય છે ને કંઈ...

આદિત્ય : હા હા હવે તુ પણ ઉડાવ મારી મજાક. આ તો મારે એક વાત કહેવી છે એટલે એની રાહ જોવ છું.

સમીર : અરે એવી તે શું વાત છે કે તુ આટલો બેચેન છે. તુ કહે તો અમે અહીંથી ચાલ્યા જઈએ. પછી તારે મિહીકા સાથે જે વાત કરવી હોય તે કર.

આદિત્ય : સમીર તુ પણ મારો ફ્રેન્ડ થઈને મારી જ ફીરકી લે છે.

ઈશિતા : હા હા સમીર અને ધરા તમે આમ મારા જીજુની મજાક ના ઉડાવો. Don't worry jiju i' m with u..હાહાહા..

જીજુઉઉઉઉ.... ઈશિતાના મોઢે પોતાને માટે જીજુ શબ્દ સાંભળીને આદિત્ય નવાઈથી એની તરફ જુએ છે.

ઈશિતા : હાસ્તો મિહીકા મારી બહેન જેવી તો છે અને તમે એના પતિ બનવાના છો તો એ નાતે તમે મારા જીજાજી થયા કે નઈ.

ધરા : અરે હા ઈશિતા તે આ વાત તો સો ટકા સાચી કરી. હવેથી હુ પણ આદિત્યને જીજુ જ કહીશ.

આદિત્ય : ઓ ઓ ઓ.. બ્રેક મારો તમારા આ વિચારને. તમારે કોઈએ મને જીજુ નથી કહેવાનું. અને ઈશિતા આ તમે તમે શું કર્યા કરે છે !

ઈશિતા : હાસ્તો જીજુને તો માન આપવું જ પડે ને..

એટલામાં મિહીકા દોડતી દોડતી આવે છે અને કહે છે,

મિહીકા : sorry... sorry... guy's એક ટૉપિક પર સમજ નઈ પડતી હતી. એટલે સ્ટાફરૂમમા સર પાસે સમજવા ગઈ હતી એટલે મોડું થઈ ગયું.

આદિત્ય : શું યાર તુ પણ, હંમેશા ભણવાની જ વાત કરતી હોય. એ બધી વાત છોડ આ તારી બંને સહેલીઓને કહી દે મને ચિડવવાનુ બંધ કરે.

મિહીકા : અરે પણ થયું શુ તુ કેમ આટલો ગુસ્સો કરે છે.

ઈશિતા : અરે કંઈ નહી અમે તો ખાલી એટલું જ કહ્યું કે તુ અમારી બહેન છે તો આદિત્ય અમારો જીજાજી થયો કે નહીં.

ધરા : ઈશિતા તને શરમ જેવું કંઈ છે કે નહી જીજાજીને કોઈ તુ તા થી બોલાવે !! તમે કહે એમને.

આદિત્ય : જો તુ જ જો આ લોકો મને કેટલું હેરાન કરે છે.

મિહીકા : એમાં શું થઈ ગયું એક રીતે તો મેરેજ પછી તો તુ એમનો જીજાજી બનવાનો જ છે તો અત્યારથી જ સાંભળવાની પ્રેક્ટિસ કરી લે. અને ત્રણેય બહેનપણીઓ એકબીજાને હાઈફાઈ આપી જોર જોરથી હસે છે.

સમીર : શું આદિત્ય તુ પણ કેટલો ચિડાઈ છે એ બંને સાચું તો કહે છે તુ એમનો જીજાજી તો બનવાનો જ છે. અરે તુ લકી છે કે તને આટલી ખૂબસૂરત સાળી મળી છે. અને જેમ તુ એ લોકોનો જીજાજી છે એમ મિહીકા પણ તો મારી ભાભી થઈ કે નહી.

સમીર આદિત્યની સામે આંખ મારીને ઈશારો કરે છે. આદિત્ય પણ એની વાત સમજી જાય છે અને કહે છે,

આદિત્ય અરે હા વાત તો તારી સાચી જ છે જેમ હુ આ બંનેનો જીજાજી જ તો થાઉં. અને મિહીકા પણ તારી ભાભી જ તો થાય.

સમીર : અને તે પેલી કેહવત નથી સાંભળી કે 'સાલી આધી ઘરવાલી.'

આદિત્ય : અરે હા આ વાત તો હું ભૂલી જ ગયો સારું થયું તે મને યાદ અપાવ્યું. ઈશિતા ને ધરા તમે મને જીજુ કહી શકો છો પણ હુ પણ પછી તમને મારી આધી ઘરવાલી કહીશ ચાલશે ને તમને. તો ચાલો એ વાત પર ગળે મળો બંને જણાં

આદિત્ય એ બંનેને હગ કરવા જાય છે. પોતાનો દાવ પોતાને જ ભારી પડ્યો એ જાણી ધરા અને ઈશિતા બંને ખુરશી પરથી ઊભી થઈ જાય છે અને ભાગવા લાગે છે. આદિત્ય અને સમીર બંને એમને પકડી લે છે અને ફરીથી ખુરશી પર બેસાડે છે. બધાં જ હાંફવા લાગે છે. એ લોકોની મસ્તી જોઈને મિહીકા હસી હસીને બેવડ વડી જાય છે. એને આમ હસતી જોઈને સમીર એની પાસે આવે છે અને કહે છે, "તમે કેમ આમ એકલાં એકલાં હસો છો મિહીકાભાભી...." મિહીકા એનો મજાક સમજી જાય છે અને એ પણ સમીરને મારવા દોડે છે. કેન્ટીનમાં બધાં જ એમની આ મસ્તી જુએ છે. આદિત્ય જુએ છે કે બધાનું ધ્યાન એમનાં ગૃપ ઉપર જ છે એટલે એ કંઈક વિચારે છે અને ટેબલ પડેલ ગ્લાસને લે છે. અને તેની સાથે ચમચી અથડાવી બધાનું ધ્યાન એની તરફ ખેંચે છે. અને જ્યારે બધાં જ સ્ટુડન્ટ્સ એની તરફ જુએ છે ત્યારે એ કહે છે,

આદિત્ય : guy's આજે હુ તમને એક good news આપવા જઈ રહ્યો છું.

મિહીકા અચરજથી એની તરફ જુએ છે એની આંખોમા સવાલ હોય છે જે આદિત્ય જાણી જાય છે અને આંખના ઈશારાથી જ એને રિલેક્સ રહેવાનુ કહે છે. બધાં એની વાત સાંભળવા એની તરફ જુએ છે એટલે એ ફરીથી બીજાં સ્ટુડન્ટ્સ તરફ જોઈને કહે છે કે,

આદિત્ય : મારી અને મિહીકાની બહું જલ્દી સગાઈ થવાની છે. બધાં અચરજથી મિહીકા અને આદિત્યને જોઈ રહ્યા છે, આદિત્ય મિહીકાને એની પાસે બોલાવે છે અને એનો હાથ પકડીને કહે છે, હા તમે સાચું જ સાંભળ્યું છે હુ ક્લાસ ટૉપર મિહીકાની જ વાત કરી રહ્યો છું. And it's not love marriage it's a arrange marriage. હા અમારા પેરેન્ટ્સે અમારા મેરેજ ફીક્સ કર્યા છે. આપ સૌ અમારી ખુશીમાં સામેલ થાવ એવી મારી રીકવેસ્ટ છે તો આજની પાર્ટી મારા તરફથી.

બધાં તાળીઓના ગડગડાટથી એમના વધાવી લે છે. બધાં એમને શુભેચ્છા પાઠવે છે. મિહીકા અને આદિત્ય હસતા હસતા બધાનું અભિવાદન ઝીલે છે. ધીરે ધીરે બધાં વિખેરાઈ છે અને એ પાંચ જણ પાછા ટેબલ ફરતે ગોઠવાઈ છે.

મિહીકા : આદિત્ય તે આવુ એનાઉન્સમેન્ટ કેમ કર્યું. હવે બધાં શું વિચારશે.

આદિત્ય : મને ખબર જ હતી તુ આ સવાલ પૂછશે જ. અરે બધાં ગમે તેવું નઈ વિચારે એટલે જ આ એનાઉન્સમેન્ટ કરી છે.

મિહીકા : મતલબ !!

આદિત્ય : મતલબ એ કે આપણાં ફ્રેન્ડસ ને તો ખબર છે આપણી વાત પણ બીજા બધાને તો નથી ખબર ને !!

મિહીકા : તો ?

આદિત્ય : તો શું ? આપણી વચ્ચે ચાલતી હસી મજાકની આપણને ખબર પણ બીજા કોઈ આ જીજુ અને ભાભી એવું સાંભળે અને એનો અર્થ પોતાની રીતે કાઢે એના કરતાં સારુ છે ને કે આપણે એમને કહી દઈએ.

સમીર : હા યાર વાત તો તારી સાચી છે.

આદિત્ય : જો મિહીકા આ કૉલેજમાં કોઈ મારા વિશે શું વિચારે એની મને કોઈ પરવા નથી પણ તારા વિશે કોઈ ખોટું વિચારે એ મને ના ગમે. અને મે કંઈ ખોટું થોડું કહ્યું છે આપણાં મેરેજ તો થવાના જ છે ને.

મિહીકા : હા આદિત્ય એ વિશે તો મેં વિચાર્યુ જ નોહતુ. Thanks તુ મારા વિશે આટલું વિચારે છે.

આદિત્ય : વિચારવું તો પડે જ ને મારી ફ્રેન્ડ જો છે તું. અને થોડાં સમય માટે તો પણ તુ મારી વાઈફ તો બનવાની જ છે. તો મારી વાઈફની reputation તો મારે જ સંભાળવાની હોય ને!

ઓહઓઓઓ સમીર, ધરા અને ઈશિતા ત્રણેય આદિત્ય અને મિહીકાને જોઈને એમની ફીરકી લે છે આદિત્ય અને મિહીકા પણ એમની સાથે હસવા લાગે છે.

આદિત્ય : અરે તમારી વાતોમાં હુ મેઈન વાત તો કહેવાનું જ ભૂલી ગયો.

મિહીકા : શું ?

આદિત્ય : અરે પોપ્સીએ કાલે તારા મમ્મી પપ્પાને અને તને ડીનર પર બોલાવ્યાં છે.

મિહીકા : કેમ ?

આદિત્ય : મને બધી વાત તો નથી ખબર પણ પોપ્સી કોઈ પંડિત સાથે વાત કરતાં હતાં એટલે મને લાગે છે કે એમણે સગાઈ માટે કોઈ ડેટ ફીક્સ કરી હશે એટલે જ તારા મમ્મી પપ્પાને પણ બોલાવ્યાં છે.

મિહીકા : યાર સગાઈની ડેટ પણ ફીક્સ થઈ જશે. મને તો ડર લાગે છે.

આદિત્ય : એમાં ડરવાનું શું ? આપણને ખબર તો છે કે આજે નઈ તો કાલે સગાઈ તો થવાની જ છે. સમીર ધરા અને ઈશિતા તમારે પણ કાલે મારે ત્યાં ડીનર પર આવવાનું છે.

સમીર : ના યાર આ તમારું ફેમેલી ડીનર છે એમાં અમે કેવી રીતે આવી શકીએ.

આદિત્ય : શું તમે અમારી ફેમેલી નથી હુ તો તમને મારી ફેમેલી જ માનું છું પછી તમારી વાત તમે જાણો.

સમીર : યાર તુ આવી સેન્ટી વાત ના કર. અમે પણ તમને અમારી ફેમેલી જ માનીએ છીએ.ઓકે અમે આવીશું બસ. હે ને ધરા, ઈશિતા આપણે જઈશું ને

ઈશિતા : હાસ્તો જવાના જ ને નહી તો જીજુને પરેશાન કોણ કરશે. અને બધાં હસવા લાગે છે.

આદિત્ય : ચાલો તો કાલે મળીએ.

અને બધાં by કહીને છૂટાં પડે છે.

** ** **

વધું આગળ ના ભાગ માં...