Limelight - 38 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૩૮

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૮

સુજીતકુમારને ત્યાં રસીલીએ માની દશા જોઇ ત્યારે ચોધાર આંસુએ રડી પડી. રસીલીએ જોયું કે મા સુનિતા એક વ્હીલચેરમાં દયનીય સ્થિતિમાં બેઠી છે. તેને અપંગ જોઇને રસીલીનું દિલ રડી ઊઠ્યું. તે માના પગમાં બેસી ગઇ. માએ ગાઉન પહેરેલો હતો. એ જ્યારે પગ પાસે અડકી ત્યારે તે ચમકી ગઇ. આ શું? માના પગ જ નથી? સુનિતાને થાપા પછીના બંને પગ ન હતા.

"મા, તારી આવી દશા? કેવી રીતે? કોણે કરી?"

"બેટા, બધો કુદરતનો ખેલ છે....મારી વાત છોડ, તું કેમ છે? જાણ્યું છે કે તું મોટી હીરોઇન બની ગઇ છે. ચાલ, તને જીવનમાં આખરે સુખ, સમૃધ્ધિ અને પ્રસિધ્ધિ મળ્યાં ખરાં!"

"મા, મારી વાત છોડ, તું કેમ છે? અને આ સુજીતકુમાર મારી પાછળ કેમ પડ્યા છે?"

"બેટા, એ કહે તે તું માની લે..."

"શું....?"

"હા, બેટા...."

રસીલીને સમજાતું ન હતું કે તેની મા પણ તેને પોર્ન ફિલ્મ કરવાની ભલામણ કરી રહી છે.

"મા, પગ સાથે તારી બુધ્ધિ પણ કપાઇ ગઇ કે શું?"

"અરે! તારા માટે આ બધું કંઇ નવી વાત થોડી છે. તને તો અનુભવ છે. હું સાજી સમી હતી ત્યાં સુધી આજ કામ કર્યું છે...."

"ઓહ! તો તું સુજીતકુમાર સાથે મળેલી છે..."

"મળેલી ના કહેવાય બેટા! હું એમની પત્ની છું..."

રસીલીને ખ્યાલ આવી ગયો કે મા પણ સુજીતકુમારના જ શબ્દો બોલી રહી છે. ત્યારે સુજીતકુમાર ત્યાંથી જતો રહ્યો હતો.

"મા, હું લાગણીથી ખેંચાઇને તને મળવા આવી છું. સુજીતકુમારની ધમકીથી નહીં. હું પોર્ન ફિલ્મ કરવાની નથી. તમારાથી થાય તે કરી લેજો. પણ મને તારા વિશે વાત તો કર..."

સુનિતાએ પોતાની વાર્તા શરૂ કરી.

પતિ જશવંત દારૂ પીને તેની પાસે પૈસા માગતો રહેતો હતો અને મારઝૂડ કરતો હતો. તે શારિરીક અને માનસિક રીતે પતિથી કંટાળી હતી. ત્યારે તેને સુજીતકુમારનો ભેટો થઇ ગયો. તે સુનિતાના રૂપ પાછળ પાગલ હતો. તેણે પ્રેમનો એકરાર કર્યો. તેની પાસેથી શારિરીક અને સંપત્તિ સુખ સારું મળવાનું હતું. સુજીતકુમાર સાથે સુનિતાને ફાવી ગયું. તેણે જશવંતનું ઘર છોડીને મુંબઇ ભાગી આવી સુજીતકુમાર સાથે ઘર વસાવી લીધું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ પછી કામના અભાવમાં સુજીતકુમાર બેકારીમાં સપડાયો. તેને કોઇએ કહ્યું કે મસ્ત ફિગરવાળી કોઇ સ્ત્રી હોય તો પોર્ન ફિલ્મ બનાવીએ. તેની સારી માંગ છે. અને ના છૂટકે અમારે એ ધંધામાં પડવાની નોબત આવી. અમે ઘણું કમાયા. પણ મને એક અકસ્માત નડ્યો અને અને અમારો ધંધો ચોપટ થઇ ગયો. ત્યારે મને પહેલાં તારી જ યાદ આવી. ખબર પડી કે તું તો મોટી હીરોઇન બની ગઇ છે. પણ.... તારે આ કામ કરવું પડશે. નહીંતર તારો ભૂતકાળ મિડિયા સામે ખોલી નાખીશું. અમે તારા વિશે બધી જ માહિતી મેળવી લીધી છે. તું શરીર વેચતી સ્ત્રી હતી. અને એ રહસ્યને રહસ્ય જ રાખવું હોય તો તારે આ કામ કરવું જ પડશે. અમે તારો ચહેરો ના દેખાય એનું ધ્યાન રાખીશું. તારી પોર્ન ફિલ્મના પૈસા પણ વધુ મળશે. ઘણી ટીવીની અભિનેત્રીઓ આ રીતે ઘણું કમાય છે.

રસીલીને માની વાત સાંભળી તેના પ્રત્યે જે લાગણી હતી એ કપૂરની જેમ ઊડી ગઇ. તે માને ધિક્કારવા લાગી. મા પોતાના સંતાનને ખાડા-કીચડમાંથી બહાર કાઢે ત્યારે આ મા તેને ફરી હોમી રહી હતી. પોતાની પુત્રીને નશેડી- જુગારી બાપના સહારે છોડીને ભાગી ગયેલી મા હવે પોતાના સ્વાર્થ માટે ગંદું કામ કરાવવામાં ખચકાટ અનુભવી રહી ન હતી. રસીલીને સમજાતું ન હતું કે આ લોકો પોતાને શું સમજી બેઠા છે? કદાચ બંને ડિપ્રેશનના શિકાર પણ થયા હોય. રસીલીને થયું કે એક મા થઇને પોતાની દીકરીને એવું કામ સોંપી રહી છે જે ક્યારેય ના કહે.

રસીલીનો જીવ ગૂંગળાવા લાગ્યો. તેણે મનમાં એક નિર્ણય લઇ લીધો અને કહ્યું:"ઠીક છે, હું તમારી પોર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર છું. પણ એ જણાવો કે તમે કેવી રીતે અને ક્યાં ફિલ્મ બનાવો છો?"

સુનિતા તો રાજીની રેડ થઇ ગઇ. તેણે સુજીતકુમારને બોલાવીને ખુશખબર આપ્યા. બંનેનું ગાંડપણ જોઇ સુનિતાને હસવું આવી ગયું. સુજીતકુમારે ફિલ્મ બનાવવાની આખી યોજના સમજાવી. રસીલીએ આ વાત ખાનગી રાખવાની શરતે દસ દિવસ પછી પોર્ન ફિલ્મના શુટિંગ માટે આવવાનું વચન આપ્યું.

***

અજ્ઞયકુમાર સાથેની ફિલ્મમાં કામ કરીને એ તેની પત્ની જેવી બની જશે એવી રસીલીને કલ્પના ન હતી. અજ્ઞયકુમારનું વર્તન ખરેખર તેની સાથે પતિ જેવું થઇ રહ્યું હતું. અને હવે તો મિડિયાએ પણ આ મુદ્દો ઉછાળ્યો હતો. રસીલીને આ વાતથી થોડો ડર લાગ્યો. તે સાકીર સાથે ફિલ્મ કરવા સાથે તેની રખાત પણ હતી. અજ્ઞયકુમાર સાથેની તેની નજદીકીના આ સમાચારથી સાકીર ગુસ્સે થાય એમ હતો. તેને મનાવવાનું કામ મુશ્કેલ હતું. શરૂઆતમાં તો તે એમ જ સમજશે કે આ બધું ફિલ્મના પ્રચાર માટે થઇ રહ્યું છે. નિર્માતા-નિર્દેશક, ફાઇનાન્સર, ફિલ્મ સાથે સંકળાયેલ નાના-મોટા કલાકાર વગેરે બધા જ પોતાની ફિલ્મના પ્રચાર માટે માહિતી આપ્યા કરતા હોય છે. પણ સાકીર સાથે રસીલીની જોડી જામતી ન હોવાના સમાચાર સાકીર સહન કરે એ શક્યતા ઓછી હતી. અને આ ખબરો તો વહેતા પાણી જેવી હોય છે. તેને અટકાવવાનું સરળ હોતું નથી. તેનું મૂળ આધારભૂત સૂત્રો હોય છે. અને એ અદ્રશ્ય હોય છે. રસીલી માટે બંને સ્ટાર હીરો સાથે કામ કરવા સંતુલન જાળવવાનું કામ સરળ ન હતું. બંને હીરો સાથે કામ કરીને તે સતત ચર્ચામાં રહેતી હતી. રસીલીએ એ સમજી લીધું હતું કે અહીં કામ મેળવવા સતત ચર્ચામાં રહેવું અનિવાર્ય હતું. એક હીરોઇને તો છેલ્લા બે વર્ષમાં ચાર પ્રેમી બદલ્યા હતા. તો એક હીરોઇને બે વખત લગ્ન કરી કુંવારીને કુંવારી હતી. બીજી હીરોઇનોને પણ રસીલી સતત લાઇમલાઇટમાં રહેતી હોવાથી જલન થતી હતી. સાકીરને પોતાની જોડી અજ્ઞયકુમાર સાથે વધુ જામતી હોવાના સમાચારથી જલન થતી જ હશે. બે દિવસ પછી સાકીર તેની પાસે આવ્યો ત્યારે તેણે આ જ મુદ્દો ઉખેડયો.

"રસીલી, તું જવાનીનો ફટાકડો છે તો હું બોમ્બથી કમ નથી. આ ઉંમરે તું તો મારી શક્તિથી પરિચિત છે. મારામાં કોઇ જુવાન જેવો ઉમંગ અને ઉત્સાહ નથી? સેટ ઉપર પણ હું જોમ અને જુસ્સાથી કામ કરું છું. એક્શન દ્રશ્યો પણ જાતે કરું છું. તો પછી આપણી જોડી જામતી નથી એમ આ મિડિયા કેમ કહે છે?" સાકીરના ચહેરા પર નારાજગી હતી.

"યાર, તમે આ બધી વાતોને ક્યારથી મહત્વ આપવા લાગ્યા. હાથીની પાછળ કૂતરા ભસ્યા કરતા હોય છે..." રસીલીએ બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો.

"પણ એકાદ કૂતરું કરડી જાય ત્યારે સાવચેત થઇ જવું પડે. મને ખબર છે કે અજ્ઞયકુમાર મારાથી જલે છે અને મારો વિરોધી છે. મેં તારી સાથે ફિલ્મ સાઇન કરી એ પછી જ તેણે તારી સાથે ફિલ્મ સાઇન કરી હતી. એ પાછળ મારી સામે બદલો લેવાનું ષડયંત્ર છે...." સાકીરે પોતાના વિચાર રજૂ કર્યા.

"તમે નાહકના વિચારો કરો છો. હું ઘણા દિવસથી અજ્ઞયકુમાર સાથે કામ કરી રહી છું. તેમણે ક્યારેય તમારા વિશે ખરું ખોટું કહ્યું નથી. એમને તો પોતાની ફિલ્મ સાથે મતલબ હોય છે. મારી સાથેની તેમની વાતો ફિલ્મના પીઆરઓએ જ ઉડાવી હશે. અને આપણી ફિલ્મનું ટ્રેલર આવી જશે પછી તો કોઇપણ કહેશે કે કેમેસ્ટ્રી કેટલી જબરદસ્ત છે. બેડરૂમમાં આટલી જબરદસ્ત છે તો પડદા પર તો ધમાલ મચાવશે...!" રસીલીએ સાકીરને ખુશ કરવા કહ્યું.

રસીલીએ કપડાં ઉતાર્યા અને સાકીરના ગળે લટકીને તેની છાતી પર માથું મૂકી દીધું. સાકીર બધી ચિંતા ભૂલીને રસીલીની મચલતી જવાનીમાં ડૂબી ગયો. તે રસીલીનો ઉપભોગ કરવા જ આવતો હતો. તેને બીજી વાતોની એટલી પડી ન હતી.

***

ત્રણ દિવસ પછી મિડિયામાં જે સમાચાર આવ્યા એ આખી ફિલ્મી દુનિયાને ચોંકાવી ગયા. ઇન્ટરનેટ ઉપર અને ટીવી ચેનલોમાં શરૂઆતમાં બ્રેકિંગ ન્યુઝ તરીકે આવેલા સમાચાર પછી તો સતત ચર્ચા ઊભી કરવા લાગ્યા. ''સાકીર ખાનની પોલીસે ધરપકડ કરી.'' સુપરસ્ટાર સાકીર ખાન પોલીસના સકંજામાં. સાકીર ખાનની ફિલ્મો પર ગ્રહણ લાગી જશે. સાકીરની અભિનય કારકિર્દીનો અંત? જેવી હેડલાઇન્સ ચમકી રહી હતી.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, આ પ્રકરણમાં રસીલીએ સુજીતકુમાર અને મા સુનિતાની પોર્ન ફિલ્મમાં કામ કરવાની સંમતિ કેમ આપી હશે? સાકીર ખાનની પોલીસે કેમ ધરપકડ કરી? અજ્ઞયકુમારે રસીલીને પત્ની બનાવવાની વાત કર્યા પછી રિંકલ માટે હવે કયો રસ્તો બાકી રહ્યો હતો? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી અને સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૮૦૦૦૦ ડાઉનલોડ મેળવી ચૂકેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર આ વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.