ઘણો ઘણો સમય થઇ ગયો, ફરી મારી કૉલેજ અને એનુ કામ મળવાનુ તો જાણે ભુલાઇ જ ગયુ હતુ. છેક નવરાત્રી આવી ગઇ આ વખત સરકારના નિયમ મુજબ નવરાત્રીમાં ૭ દિવસનુ નાનુ વૅકેશન હતુ. અમને તો જલસા જ પડી ગયા હતા. આ વાત કિવીને ખબર પડ્તા જ... અરે હા જો તમને કહેવાનુ જ ભુલાઇ દાયુ હવે કેવીન મારા માટે કિવી બની ગયા છે., હા તો મને તેઓએ ગરબા કરવા માટે સુરત આવવાનુ કહ્યુ. હુ તેમના ઘરે જ રોકાઇ તેમ તેમના મમ્મીનો આગ્રહ હતો.
હુ સુરત જવા માટે નિકળી વડોદરા –ભરૂચ-અંકલેશ્વર-સુરત અરે... હુ ટ્રેનમાં ગઇ હતીને પહેલી વખત એટ્લા પપ્પા સ્ટેશન પર મુકી ગયા હતા રિજરવૅશન પણ હતુ એટ્લે કંઇ વાંધોના આવ્યો છતાં પણ થોડો ગભરાહટ હતો તેઓ સ્ટેશન પર લેવા આવ્યા હતા મને,હુ તો એમને જોઇને જ દોડીને વળગી પડી તેઓએ મને શાંત કરી અને મરો સામાન ઉપાડ્યો અને ઘરે પહોચ્યા.
તેમના ઘરમાંતો જાણે મારા માટે પહેલાથી જ બધી તૈયારી કરી દિધી હોય તેમ તેમના ફઇની દિકરી કશ્વીને પણ ત્યા નવરાત્રી માટે આવી હતી મને એક સહેલી મળી ગઇ એટ્લે મને એટલુ પણ ના લાગે.રાત્રે જમ્યા પછી સુરત શહેરમાં થોડુ ફર્યા અને રાત્રે સુઇ ગયા, હજી નવરાત્રી કાલે હતી ને.
નવરાત્રીનો પહેલો દિવસ સવારમાં ઉઠીને તેઓતો પોતાના કામ પર જતા રહ્યા અને હું તેમના જ ઘરમાં તેમની જ વાટ જોતી સાંજના સમયે તેમની અગાશીમાં ઉભી હતી ઘરે આવતા તેમને મને નીચેથી જ જોઇ અને મારા મનમાં તેમને જોઇ એક શાંતી થઇ નવરાત્રી માટે કશ્વીતો બપોરની બધુ કાઢીને બેઠી હતી હવે મારે પણ મારા માટે શુ પહેરવુ એ નક્કી કરવાનુ હતુ. મારા મનગમતા બધા જ ચણ્યા-ચોળી હુ લઇને આવી હતી તો પણ આજે કિવી જે નક્કી કરે એ જ મારે પહેરવુ હતુ, આજે મારે એના માટે જ શણગાર સજવા હતા.
તેઓ આવ્યા ને સીધા મારા પાસે આવી ગયા તેમના મૉમ તો રસોડામાં હતા અને કશ્વી તો પતંગીયાની જેમ ઉડ્તી બહાર નિકળી ગઇ તેમને જોઇને બસ વળગી પડવાની ઇચ્છા થતી હતી અને તેઓ....
“કિવી, દુર જાવ કોઇ જોઇ જશે”:હું
“કોઇ નથી આવાનુ, જે હું કોઇક લાવ્યો છુ તારા માટે કહેતા તેમને મારા હાથમાં એક બૉક્સ આવ્યુ હુ જોઇને ખુશ થઇ ગઇ તેમાં મારા માટે કાનમાં પહેરવાના જુમકા હતા.
“ભાઇ, મારા કપડા નક્કી થઇ ગયા છે,પણ આમને કાંઇ ખબર નથી પડતી, તેમને મદદ કરીદો ને”:કશ્વી અચાનક પ્રવેશતા બોલે છે.
“હા ચલો,તું શુ પહેરવાની છે ? કેવીને મને જાણે એમ પુછ્યુ કે.., મને થોડુ અજુગતુ લાગ્યુ અને તેમને મને ઇશારાથી કાળા કલરની ચૉલી બતાવી. હુ ખુશ થઇ ગઇ બધા સાથે જમ્યા અને તૈયાર થવા માટે પહોંચી ગયા. મારુ મનતો કેવીને જોવા માટે ઉત્સુક હતુ. તેઓને આજે કાંઇક અલગ અંદાજમાં જોવાના હતા. મને આમતો ચૉલી જાતે પહેરતા ફાવે નહિ એટલે મને કેવીનમાં મમ્મી પહેરાવામાં મદદ કરતા હતા. હું આમતો તૈયાર થઇ જ ગઇ હતી પણ મારા માટે હજી કાંઇ અધુરુ હતુ અને નમે કેવીનએ આપેલા જુમકા કાઠ્યા ત્યા મને અરિસામાં કેવીન દેખાયા. શરીરને માપસર કાળા કલરનો કુર્ટો હું તો તેમને જોતી જ રહિ ગઇ. કશ્વી રૂમમાં હતી નહિ અને તેમના મમ્મી ફોન આવવાની બહાર નિકળી ગયા. તેઓ મારા નજીક આવ્યા અને મારા હાથમાંથી જુમકા લઇ લીધા તેમને હાથે પહેરાવી આપ્યા.
“It’s look beautiful”: હૂં થોડુ શરમાઇ.
“હા સાચે જુમકા બહુ જ સુંદર લાગે છે, તને શુ લાગ્યુ હુ તારી વાત..હે હે..”
હુ અક્ળાઇ ગઇ “ હા હો ખબર છે મને.”
“નથી જવુ ગરબા રમવા અહિં જ રહિએ આપણે, only you and me”
“No,કિવી જવુ પડે.” મે તેમને ધક્કો મારી દુર કર્યા અને રૂમની બહાર નિકળી ગઇ.
સુરતમાં આ મારા પહેલા ગરબા હતા હું આમતો ગરબાની બહુ જ શોખીન છુ પણ વડોદરાની બહાર ક્યાંક પણ ગરબા નહતા કર્યા.ગરબા માટે ત્યા ઘણા બધા હતા પણ મારુ મન તો કેવીન સાથે રમવા આવ્યુ હતુ. ગરબા ના દરેક પળમાં એ મારા સાથે નજર મિલવી લેતા મારી નજર એના પરથી ખસવાનુ નામ લેતી જ નહતી. હૈયાના તાલ હૃદયના ધબકાર મન ના સુરને લઇ આંખનિતાળી સાથે આજે મારુ તન જ નહીં પણ મન પણ હિલોરા લેતુ હતુ.
મારુ મન મોહિં ગયુ મારુ મન મોહિં ગયુ....