superstar part 11 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ -11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર ભાગ -11

ભાગ -11

“રિયલી......અનુજા......”કબીરના મોઢામાંથી અચાનક બૂમ નીકળી ગઈ.અનુજાના ફેસ પર ના વંચાયેલા બધા વિચારો તેના સામે આવીને ઊભા હતા.કોઈ જ કારણ વગર જ્યારે કોઈ વ્યકતી પર આરોપ મૂકવામાં આવે ત્યારે આ થવું સ્વાભાવિક છે.આજે જ્યારે આશુતોષ પર થયેલા હુમલાને કબીર અને શોભિત સામે નવા સવાલો ઊભા કર્યા હતા ત્યારે કબીરના સામે આવીને ઊભેલી આ પરિસ્થિતીએ હવે બેકાબૂ બનીને બધાના દિમાગમાં છવાઈ ગઈ હતી.

જ્યારે તમને લાગે કે તમારા પાસે હવે કોઈ રસ્તો જ નથી કે તમારે ક્યાં જવું ત્યારે તમે ના બોલાયેલા ના સમજાયેલા બધા જ શબ્દો પર વિચારો કરવા લાગો છો.તમારા દિમાગના તંતુઓ અચાનક જ કામ કરવા લાગે છે.દુનિયાથી છેડો ફાડીને તમે કોઈ અલગ જ દુનિયામાં આવીને પોતાની જાતને જોવા લાગો છો.ખુદને જોવાની રેસમાં ક્યારે તમે પાછળ પડી જાવ છો એની તમને ખબર જ નથી પડતી.દુનિયા અવિરતપણે દોડતી રહે છે પણ તમે.....તમે બસ ત્યાં જ ઊભા એ બધા ના જોયેલા ના વિચારેલા બધા જ કારણો પર ઊભા ઊભા દુનિયાથી અલગ થઈ જાવો છો.તમારા દિમાગ પર છવાઈ ગયેલા જુનુનને તમે દુનિયાને દેખાડવા આતુર હોવ છો.આજે જ્યારે શોભિતના મનમાં ચાલતા આ વિચારોને તેની બાજુમાં બેઠેલા કોઈ માણસ નહીં સમજી શકતા હોય ત્યારે શોભિત ખુદ પોતાના વિચારો પર કાબૂ રાખી રહ્યો હતો.

શોભિત આજે પોતાના પોલીસના ડ્રેસમાં સજ્જ હતો.તેના માટે પાછલા સાત વર્ષોથી જોયેલો એ દિવસ તેની સામે ઊભો હતો.આજે પોતાની જાતને ભૂલીને પોતાને ભૂલીને જે વ્યક્તિને તે વર્ષોથી મળવા માગતો હતો તેની સામે અચાનક આવીને ઊભા રહેવું તેના માટે કઠિન હતું પણ શોભિત માટે આ જરૂરી પણ હતું.આજથી સાત વર્ષ પહેલા જ્યારે તેની લાઈફમાં આ વ્યક્તિ આવી હતી ત્યારે તેણે ખબર સુદ્ધાં નહોતી કે તેની લાઈફ અચાનક બદલાઈ જશે.પોતાના સપનાઓને ભૂલીને ખુદને ભૂલીને પહેલીવાર શોભિત તેના સામે આવેલી આ સિચુએશનને કદીપણ ભૂલી શકે એમ નહોતો.આજે જ્યારે આટલા વર્ષો પછી તેના સામે આ સિચુએશન આવીને ઊભી હતી ત્યારે તેના માટે ગુસ્સો,પ્રેમ અને ના બોલેલા બધા શબ્દો તેના સામે આવીને ઊભા હતા.

“મિતાલી..........મિતાલી જોશફ......”તેના કોળા હમણાં જ ધોયેલાં વાળમાથી નીકળતી સુંદર સુંગધમાં હવા ચારે તરફ લહેરાતી હતી.તેની જીણી-જીણી આંખો,તેના રસિલા હોઠ,તેના નાકની બાજુમાં જમણી સાઈડ એકદમ સરસ મેચ થતો તલ બધાની નજર ત્યાં જોવા મશગુલ કરતો હતો.બોલતી વખતે તેની આંખમાં થતાં પલકારા જાણે દુનિયાની બધી જ શાંતિ ત્યાં હોય એવો અહેસાસ કરાવતા હતા.

“શોભિત..........શોભિત......................”અચાનક શોભિતના કાને અવાજ પડ્યો.શોભિત મિતાલીના સામે જોવામાં એટલો વ્યસ્ત હતો કે તેને આજુ-બાજુના કોઈ અવાજોનો અહેસાસ નહોતો થઈ રહ્યો.તેના માટે બધુ ભૂલી હાલ તેના નાકની બાજુમાં મેચ થતાં તલ સામે જોવું જરૂરી હતું.

“શોભિત..............”આ વખતે કોઈએ શોભિતને બંને હાથે પકડીને બોલાવ્યો હતો.

“યસ.....સર..........”શોભિતના મોઢામાંથી અચાનક જ અવાજ નીકળી ગયો હતો.શોભીતના સામે તેના સર ઊભા હતા.

“એવરીથિંગ ઈજ ફાઇન.........શોભિત.........????”સરએ બહુ જ નમર્તાપૂર્વક શોભિતને પૂછ્યું હતું.

“યસ સર......”શોભીતે જવાબ આપ્યો.

“મીટ મિસ મિતાલી.....હવેથી એ તારા સાથે કામ કરશે.તમારે બંને જણાએ મહસૌર તહીન નો કેસ સાથે ખતમ કરવાનો છે.મિતાલી વિશે કહું તો એ હાલના ખતરનાક મિશન માસૂમની લીડર હતી.શોભિત તારા માટે બહુ મોટી વાત છે કે તું મિતાલી સાથે કામ કરવા જઈ રહયો છે.”તેના સરે બને એટલી સારી રીતે શોભિતને ટ્રીટ કરતાં મિતાલી વિશે જણાવ્યુ.

“યસ સર.....”શોભિત બસ આટલું બોલી શક્યો.

મિતાલી જોશફ બિહારના ખોફનાક એરિયામાં શોભિતના સાથે મળીને મશૂર આતંકવાદી મહસૌર તહીનનો કેસ ખતમ કરવા આવી હતી.આ પહેલા મિતાલી માસૂમ નામના કેસને ખતમ કરીને આવી હતી.તેના માટે બધા કેસ એક અલગ ચેલેન્જ રહેતા,હમેશાથી મિતાલી પોતાના પિતાને જોઈને મોટી થઈ હતી.એક આર્મી મેનનું જીવન કેવું હોય છે તેનો ભારો-ભાર અહેસાસ તેને હતો.શોભિતને પણ ડ્યૂટિ પર આવે બહુ ટાઈમ નહોતો થયો છતાં તેના હાથમાં આટલો ખતરનાક કેસ આપી દેવામા આવ્યો હતો કેમકે શોભિતના વખાણ જ બધા માટે કાફી હતા.તેનો કેસ ખતમ કરવાની સ્ટાઇલ,તેના દરેક વખતે અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની શકતી હમેશા બધાને અચંબિત કરતી હતી.

“સર.....વોટ યુ વોન્ટ ?”અચાનક શોભિતના વિચારો વચ્ચે ખલેલ પડી.શોભિતના બાજુમાં વેટર ઊભો હતો.શોભિત થોડીવાર માટે તેના સામે જોઈ રહ્યો.શોભિત ધીરે-ધીરે પોતાના વિચારોમાંથી અસલ લાઈફમાં પાછો આવી રહયો હતો.

“ટી....વિથ એકસ્ટ્રા સુગર.....”શોભીતે ઓર્ડર આપ્યો અને પાછો પોતાના વિચારોમાં ખોવાઈ ગયો.હમેશા પોતાના વીતી ગયેલા દિવસો અને ક્ષણો આપણને એક અલગ જ દુનિયામાં ખેંચી જતી હોય છે.જ્યાં ખોવાનું કઈ નથી હોતું કે નથી કઈ પામવાનું બસ એ ક્ષણને યાદ કરવાનો મોકો મળવો એ એક અલગ દુનિયાની કલ્પના હોય છે.પાસ્ટમાં કરેલી ભૂલોથી લઈને ભવિષ્યમાં કરનારી ભૂલોની એક યાદી તમારા સામે ઊભી થઈ જાય છે.વર્ષો પછી અચાનક યાદ આવી ગયેલું કોઈ પ્રિયજન એક અલગ મિઠાશની સુગંધ છોડી જાય છે.જૂના કરેલા વાયદાઓ ભૂલી જઈને નવા વાયદાઓ આપવાનો એક મોકો મળે એની રાહ જોવાય છે.કોઈ અંતરની ઉર્મિમાં ઉતરી ગયેલા અને હમેશા પોતાની બાહોપાશમાં જકડી રાખેલા રહસ્યોને ઊધાડવાની બારી શોધતા ફરીએ છીયે.કદાચ કોઈ એવું મળે જેના સામે એ બધા જ રહસ્યોનું પોટલું ખોલી દઈએ અને તેને પકડીને રડી પડીએ એનો પણ અહેસાસ કદાચ અલગ હોય છે.હમેશા વીતી ગયેલા દિવસો વીતી ગયેલી ક્ષણો એક યાદોનો,એક અનુભવોનો,એક સાચી સફળતાનો,એક ભૂલથી મળેલી નિષ્ફળતાનો બસ એક એહસાસ હોય છે........બસ એક ક્ષણભરનો અહેસાસ…….!!!!

***************

“અનુજા તને નથી લાગતું કે આપણે કેસના કરતાં આશુતોષ પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ....”અનુજા કામ કરતી હતી ત્યારે જ તેના આસિસ્ટન્ટ યશપાલએ તેને કહ્યું.અનુજા થોડીવાર માટે તેના સામે જોઈ રહી.અનુજા માટે આ કેસમાં જડ સુધી પહોચવા માટે બધા જ પાસા પર વિચાર કરવો જરૂરી હતો.તેના માટે કબીર એક નિર્દોષ વ્યકતી હતો પણ શું સાચે કબીર નિર્દોષ હતો કે તે ઢોંગ કરી રહયો હતો ?? આ બધા વિચારો અનુજા પર ઘણીવાર હાવી થઈ જતાં.આજે જ્યારે માર્ટિના પછી આશુતોષ પર હુમલો થયો ત્યારે ફરી બધાનો શક કદાચ કબીર પર જાય પણ અનુજા માટે કબીર આ કરે એ અશક્ય લાગતું હતું.અનુજા ઘણીવાર આડકતરી રીતે કબીર પર ધ્યાન રાખતી હતી પણ કબીર પાસેથી એવા કોઈ પુરાવા નોહતા મળ્યા કે સાબિત કરે કે કબીર જ ગુનેગાર છે.માર્ટિના વિશે કરેલા રીસર્ચ પછી પણ અનુજાના હાથમાં કઈ આવ્યું નહોતું.કબીર અને માર્ટિના જ્યારથી સાથે હતા ત્યારથી તેમના વચ્ચે કોઈ એવ કારણો પેદા નહોતા થયા જે કબીરને કઈ ગલત કામ કરવા મજબૂર કરે......

“મને નથી લાગતું પણ......કેસ માર્ટિનાનો છે એ વાત મારે ભૂલવી ના જોઈએ”અનુજાએ યશપાલને જવાબ આપતા કહ્યું.

“ઘણીવાર આપણે કેસ ખતમ થતાં થતાં અસલ જેના માટે લડી રહ્યા હોઈએ છીએ તેના વિશે ભૂલી જતાં હોઈએ છીએ.જેના જડ સાથે ન્યાય આપવાનો હોય છે એ જ જડના મૂળને આપણે કચડી નાખતા હોઈએ છીએ અને આ કેસમાં માર્ટિના એ જડ છે.કદાચ મને લાગે છે ત્યાં સુધી અનુજા તમે ખોટા આ કેસને પકડીને બેઠા છો...”યશપાલે કેસની સમજૂતી આયનાની રૂપમાં અનુજા સામે બતાવી.અનુજા થોડીવાર માટે પોતાના પાસે પડેલા કોફીના મગને પોતાના હોઠ પર લગાવીને બારી બહાર જગમગતા કાળા આકાશ સામે જોઈ રહી.

“તારી વાત તો સાચી છે યશપાલ પણ હવે આ કેસ મારા માટે ખરા-ખરીનો જંગ છે.હવે તો હું માર્ટિનાના ખૂની સુધી પોહચીને જ રહીશ.”અનુજાએ પોતાના સામે દેખાતા આકાશ સામે જોઈને કહ્યું.

**********

“આશુતોષ ચિંતા ના કરીશ.આપણે માર્ટિનાના કાતિલને પકડીને જ રહીશુ.તને પણ ન્યાય મળશે.મને ખબર છે આપણા પર કોઈની નજર લાગી ગઈ છે પણ તેને હવે પકડાતા વાર નહીં લાગે.મારા માટે બસ હવે તમને ન્યાય મળે એ જ જરૂરી છે.”કબીરે આશુતોષની બાજુમાં આવીને બેઠો હતો.આશુતોષને હજૂપણ હોશમાં નહોતો.ડોક્ટરના કહેવા પ્રમાણે આશુતોષને હજુ એક દિવસ લાગશે હોશમાં આવતા.કબીર આશુતોષ પાસે બેઠો હતો ત્યાં જ તેને અનુજાનો ફોન આવ્યો હતો.અનુજાનો ફોન આવતા જ તે ઊભો થઈને ત્યાથી નીકળી ગયો હતો.

ઘરે આવીને સીધો કબીર સામે બેઠેલી અનુજા સામે જઈને ઊભો રહી ગયો હતો.એવી તો શું વાત હતી કે કબીર આટલી જલદી આવીને અનુજા સામે ઊભો રહી ગયો હતો ???

“રિયલી......અનુજા......”કબીરના મોઢામાંથી અચાનક બૂમ નીકળી ગઈ.અનુજાના ફેસ પર ના વંચાયેલા બધા વિચારો તેના સામે આવીને ઊભા હતા.કોઈ જ કારણ વગર જ્યારે કોઈ વ્યકતી પર આરોપ મૂકવામાં આવે ત્યારે આ થવું સ્વાભાવિક છે.આજે જ્યારે આશુતોષ પર થયેલા હુમલાને કબીર અને શોભિત સામે નવા સવાલો ઊભા કર્યા હતા ત્યારે કબીરના સામે આવીને ઊભેલી આ પરિસ્થિતીએ હવે બેકાબૂ બનીને બધાના દિમાગમાં છવાઈ ગઈ હતી.

અનુજાએ કબીરના આવતા જ તેના સામે ખૂનીનું નામ લઈને તેને ચકિત કરી દીધો હતો.તેણે જે નામ કબીરના સામે લીધું હતું તે નામ સાંભળીને કબીરના હોંશ ઊડી ગયા હતા.કબીરના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.અચાનક તેના પર આ નામ સાંભળીને આભ તૂટી પડ્યું હતું.

“કોણ છે એ.......”કબીરે અનુજા સામે આવીને તરત કહ્યું હતું.તેના સામે ના જાણે કેટલા ના જોયેલા ના કલ્પેલા ચહેરાઓ આવીને જતાં રહેતા હતા.

(કર્મશ:)