*કોલેજ ના દિવસો*
*પ્રેમની એક ઝલક ભાગ 16*
નિશાંત મનીષાને કહે છે કે મનીષા હું બાળપણથી આ આશ્રમમાં મારા દાદા સાથે આવતો હતો. મારા દાદા આ આશ્રમના સ્વયંમસેવક અને ટ્રસ્ટી પણ હતાં. પણ તેમનાં મૃત્યુ પછી હું તેમની યાદો તાજી કરવા માટેની જ્યારે સમય મળે ત્યારે આવું છું. અહી શહેરથી કુદરતી વાતાવરણ અને સોંદર્ય ભરપુર વાતાવણવાળા જગ્યા ખુબ સરસ છે. માટે હું તને આશ્રમમાં લાવીશ સાથે તને કુદરતીની રમણીય સૌંદર્ય પણ મઝા લેશું.પછી નિશાંત અને મનીષા આશ્રમમાં જાય છે ત્યારે બધાં લોકો નિશાંતને ઓળખી જાય છે. અને નિશાંત તેમના આશીર્વાદ પણ લે છે. ત્યારે મનીષા પણ આ આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે તે સમય દરમિયાન નિશાંત બધાં લોકોને મનીષા નો પરિચય કરાવે છે અને આગળ વધતો જાય છે.
ત્યાર બાદ નિશાંત અને આશ્રમ માં બધા દાદા-દાદી બધા ભેગાં મળીને તેમનાં ખબર અંતર પૂછે છે. પછી ત્યારે નવા આવેલાં એક દાદા-દાદી નિશાંત તેમને ખબર પૂછે છે ત્યારે તે દાદા-દાદી તેમના સાથે થયેલી સંવેદનશીલ ઘટના સાંભળીને મનીષાની આંખો ભીની થઈ જાય છે. તે સમયે નિશાંત કહે છે કે જેમ હું બધાં દાદા-દાદી નો દીકરો છું તેમ તમારો પણ હું દીકરો છું. ત્યારે મનીષા પણ બોલી ઉઠે છે કે હું પણ દાદા-દાદી તમારી જ દીકરી છું. પછી તે દાદા-દાદીના પણ થોડું સ્મિત કરતાં બન્ને આશીર્વાદ આપ્યા અને પછી ત્યાં આશ્રમનાં સંચાલક ભાર્ગવ શ્રીમાળી આવે છે. તે નિશાંત કરતાં મોટાં છે. પણ તે નિશાંતએ નાનપણ થી જોતાં આવ્યા છે. માટે તેને નિશાંતને આવીને તેનાં પ્રથમ નંબર પાસ થયાની શુભકામનાઓ પાઠવે છે અને તેને ભેટી પડે છે. ત્યારે નિશાંત પણ કહે છે કે આભાર મોટાભાઈ.
નિશાંત એ મનીષા તેને ભાર્ગવ શ્રીમાળીને પરિચય કરાવે છે. ભાર્ગવની સેવા વિષે માહિતી આપે છે. તે સમયે ભાર્ગવ કહે છે કે ચાલો આપણે હવે ભોજન બધાં દાદા-દાદી કરીશું. પછી બધાં જમવા બેઠા હોય છે તે સમય દરમિયાન નિશાંત બધાં દાદા-દાદી પાસે જમવાની સાથે તેમણે જમવાનું પણ પીરસતો હતો અને બધા ખુશ હતાં.
તે દ્રશ્ય જોઈ મનીષા બહુજ ખુશ હતી. તેને આ સ્મૃતિપટ યાદો તેને સંગ્રહ કરી દીધી હતી. અને તે સમયે મનીષા વિચારીલે છે. નિશાંત તેનો જીવનસાથી પસંદગી માટે પણ તૈયાર થાય છે. માટે તે વિચારે છે કે જો નિશાંત તેનો પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો પછી નિશાંતની જે નિર્ણય હસે તે હું સ્વીકારી કરીશ જો તેની ના હસે તો પણ હું તેની સાથે હમેશાં માટે તેની સાથે રહીશ આવા વિચારોમાં મનીષા ખોવાઈ ગઈ હતી તે સમયે ભાર્ગવ કહે છે કે મનીષાબેન એમ બે વાર બોલાવે છે ત્યારે મનીષાએ એ અચાનક ચકિત થઈ જાય છે અને કહે છે કે બોલો ભાર્ગવભાઈ.
ભાર્ગવ કહે છે કે જમવાનું મઝા આવે છે. મનીષા કહે છે કે હા ભાઈ આજનું ભોજન મારી જિંદગીનું બેસ્ટ ભોજન છે હું ભાગ્ય કે મને અહી આવો મોકો મળ્યો. ત્યાર બાદ નિશાંત અને મનીષાએ શહેર માંથી જે વસ્તુ લાવ્યાં હતાં તે મનીષાએ દાદીઓને વહેંચે છે. તો આ બાજુ નિશાંત અને ભાર્ગવ બધા દાદા અને અન્ય લોકોએ વસ્તુ વહેંચે છે.
પછી નિશાંત અને મનીષા ભાર્ગવ સાથે તેની ઓફિસ તરફ આગળ વધે છે ત્યારે મનીષાએ નિશાંત અને ભાર્ગવ ને કહે છે કે આજનો દિવસ મારા જિંદગીનો સૌથી બેસ્ટ દિવસ છે.
ઓફિસમાં નિશાંત અને તેના દાદા સાથેના ફોટા દિવાર પર લગાવેલા હતા તે જોઈને મનીષા નિશાંતના બાળપણ ફોટો તેનાં મોબાઈલ પાડે છે તે સમય દરમિયાન ભાર્ગવ મનીષા અન્ય બીજા ફોટોનો આલ્બમ આપે છે. ત્યારે ભાર્ગવને અચાનક એક કોલ આવે છે ત્યારે તે કહે છે કે ચાલો નિશાંત મનીષા મારે હવે જવું પડશે કોઈપણ પ્રકારની કામ હોયતો કોલ કરજે અને ખાસ મનીષા એ આપણા આશ્રમની પ્રખ્યાત જેનાથી આપણો આશ્રમ નામચીન છે તે કુદરતી વાતાવરણની જગ્યા મનીષા જરૂર મુલાકાત લેજો કેમ મારે કામ હોવાથી જવું પડશે ચલો આવજો.
આમ કહી ભાર્ગવ જતો રહ્યો હતો ત્યારે નિશાંત કહે છે કે ચાલ મનીષા હવે તને આ આશ્રમની પાછળ મુલાકાત લેશું જે કુદરતી વાતાવરણની ભરપૂર જે મીની હિલસ્ટેશન જેવું છે.
આમ વાતો કરતા કરતા મનીષા અને નિશાંત આગળ વધી રહ્યા છે ત્યારે તે સમયે એ અલગ જ વાતાવરણ માં પ્રવેશતા હોય તેવું લાગતું હતું. મંદ મંદ પવન આવી રહ્યો છે સાથે ઠંડક પ્રસરી રહી હતી. પક્ષીઓ કલવર કરી રહ્યા છે પર્વતની મધ્યમાં વહેતું ઝરણું તેનાં ધોધનો અવાજ મધુર હતો તે વાતવરણ અતિસુંદર બનાવી રહ્યું હતું.
નિશાંત મનીષા તે ઝરણાં જોડેથી પસાર થઈ રહ્યા છે આ કુદરતી વાતાવરણની ભરપૂર આનંદ માણતાં માણતાં તે પ્રણયભાવ મઝા માણી રહ્યા છે ત્યારે નિશાંત અને મનીષા વાતો કરતા જાય છે ત્યાં એક ધરો ની બાજુમાં એક વિશાળ પથ્થર પર જઈને બસે છે. *તે સમય દરમિયાન નિશાંત કહે છે કે કે મનીષા............,.*
*વધું આવતા અંકે*
*to be continued*
*✍?મનીષ ઠાકોર✍?*પ્રણય*