Maru maun - 2 in Gujarati Love Stories by Best Frind Forever books and stories PDF | મારું મૌન - 2

Featured Books
Categories
Share

મારું મૌન - 2

'' સ્નેહલ સુરજ છે ઘરે... ''
''ના મોટાભાઈ અને ભાભી મમ્મીને સ્ટેશન મૂકવા ગયા છે'
'અચ્છા તો ક્યારે આવશે? '
''હવે તો સાંજે જ તમને મળશે કારણ કે ત્યાંથી ભાભી બન્ને ગુંજનને હોસ્પિટલ લઈ જવાના છે'
'' અને તમે... શું કરો છો? '
'' કંઈ જ નહીં બસ આ રસોઈની તૈયારી કરું છું,
પ્રણવના મનમાં હતું કે પોતે સ્નેહલ સાથે થોડો સમય વિતાવી પણ તે એકલી હતી અને તેની વાતો પરથી એ સ્પષ્ટ જણાતું હતું કે તેને પ્રણવને લાંબો સમય અહીં રોકવો ન હતો
'' અ..... સ્નેહલ મને એક કપ ચા મળશે હું જરા જલ્દી માં ચા પીધા વગર જ નીકળી ગયો હતો અને તમને તો ખબર જ છે કે..., ''

અને તે સોફા પર બેઠક જમાવે છે અને હાથમાં છાપું લઈને વાંચવાનો ઢોંગ કરે છે પોતે જાણે નેહલ ના જવાબ નેસાંભળવા માંગતો ન હોય તેમ તે વગર ચુકાદે નિર્ણય જણાવી દે છે
''પ્રણ વ.? ''
સ્નેહલ પ્રણવને છાપાની વચ્ચેથી જોવા ઊંચી થાય છે તેના મનમાં વ્યાકુળતા છે પણ પોતે તેને જોઈ શકતી નથી આખરે ઝટપટ ચા બનાવીને પ્રણવને આપે છે

'' તમારી ચા ... '' સ્નેહલ પ્રણવ સામે ચાનો કપ ધરે છે
'હા..... બની ગઈ આપો'... તમને ખબર છે સ્નેહલ નાનપણમાં પણ મને કેવી ચાની કુટેવ હતી હજી પણ એવી જ છે..'

(ચાની ચુસ્કી લેતા લેતા પ્રણવ વાત આગળ વધારે છે)
. અને જ્યારે શનિવાર હોય ત્યારે તો ચા પીધા વિના જ જવું પડતું અને તમે કેવા પહેલા તમારા પપ્પાના ફેવરેટ ફર્મમાં મારા માટે ચા લાવતા નહીં....'
કેહતા પ્રણવ ઉત્સુકતાપૂર્વક નિહાળે છે અને હાલની આંખ સામે પણ જાણે ધીરે-ધીરે નાનપણના એ પ્રસંગો આવી જાય છે
'' પેલા નરસી કાકા તમને યાદ છે પાનવાળા આપણે કેવા ત્યાંથી તૂટીફૂટી લઈને ખાતા નહીં...!!? '
'' હા. અને હું તો પૈસા દઈ દે તી પણ તમે તમે તો કેટકેટલાયે નવીન બહાના હેઠળ પૈસા દેવાનું હંમેશા કરતા અંતે મારે જ તમારા પૈસા દેવા પડતા..''
અને સ્નેહલ ના મુખ ની એ ગંભીર આકૃતિ માંથી નાનપણની સ્નેહલ ની એ આનંદમૂર્તિ ધીરે ધીરે દેખાવા લાગી
'હા... સ્નેહલ જો તમે ન હોત કદાચ આટલો 'આગળ ન આવી શકે તમારા સાથ ને લીધે જ મને આજે આ પદ મળ્યું છે, જો તે સમયે મારી ફિઝ ના પૈસા અને તમારા પુસ્તકો મને ન આપ્યા હોત તો આજે હું આ વકીલાત ન કરી શકે...''
'' એવું કંઈ જ નથી પ્રણવ તમારામાં આવડત હતી એટલે તમે આટલા આગળ વધ્યા મે તો માત્ર એક મદદકરી હતી તમારી મહેનતનું જ ફળ છે''
'' હા તમે છે કઈ આપ્યું તેનો હું આભારી છું... તમને યાદ છે પેલો પ્રવાસ મારું કેટલું મન હતું એ પ્રવાસમાં જવાનું..''
'હા.. તો એટલા માટે જ મે તમને પ્રવાસમાં જવા દેવા માટે ઘરમાં કે કેટલાય ધમપછાડા કર્યા અને આખરે મારા જવાની શરતે જ પપ્પાએ તમારી અને મારી બંનેની ફ્રી ભરી''
કેહતા સ્નેહલ ના મુખ પરતે જ સમયનો ઉત્સાહ આવી ગયો
''હા... તમે તો તમારું ધાર્યું કરાવે જ પાર કરો છો અને જો તમારું ધાર્યું કામ ન થાય તો તમારી શરતો તો છે જ બ્રહ્માસ્ત્ર જેવી એ કદી અફળ ન જાય''
''હા.. અને મારી શરતો આગળ તો બધાને નમવુ જ પડે..''
જાણે સ્નેહલને પોતાની એ વિશેષ કલા પર ગર્વ હોય તેમ તેણે ઠાવકાઈથી કહ્યું..
'' મારે પણ નમવું પડ્યું હતું..... અને આજે તેનું આ પરિણામ, જો મને ખબર હોત કે મારા નિર્ણય આ ફળ મળશે તો કદાચ કદી ન નમેત.. !'
કહેતા પ્રણવ ઊંડા વિચારોમાં પડી જાય છે અને સ્નેહલ ના મુખ પર પણ ઉદાસીનતા ના ભાવ છવાઈ જાય છે બંનેની વચ્ચે નીરવ શાંતિ વ્યાપી જાય છે વાતચીતનો દોર થોડી ક્ષણો માટે અટકી જાય છે
'' તમે ખુશ તો છોને સ્નેહલ..!!?? '
પ્રણવ એક નિરાશા ભરી નજરે સ્નેહલને જોઈ રહે છે.
'' આ કેવો પ્રશ્ન છે પ્રણવ...'
સ્નેહલ જવાબ દેવાનું ટાળવા માટે ખાલી કપ લઈને ઝડપથી રસોઈ ઘરમાં સરકી જાય છે પરંતુ પણ તેનો હાથ પકડી પાડે છે.
'' જવાબ નહીં આપો..'
' ક્યાં સવાલનો!!?? 'સ્નેહલ ફરી સવાલ ટાળવાનો પ્રયત્ન કરે છે.
!'તમે ખુશ છો કે નહીં !!?? ''
'' પ્રણવ આ મારો પરિવાર છે અને હું મારા પરિવાર સાથે ખુશ જ હોવ ને'
કહેતા સ્નેહલ મહામહેનતે સ્મિત કરે છે
સ્નેહલ... ' કહેતા પ્રણવ તેની બે હાથે ખભેથી પકડે છે
'' જેને તમે પોતાના કહો છો શું એ તમને પોતાના માને છે!!?? ' પ્રણાવ સ્નેહલ ની આંખો માં આંખ પરોવી છે
'' એમાં કંઈ પૂછવા જેવું જ નથી એ મારા પોતાના જ છે એવા તે કંઈ... '
સ્નેહલ ની નજર ઢળી જાય છે.
'' શું આપણા સ્નેહીજનો આપણી આવી હાલત કરે? ''
પ્રણવ ના હાથ ની પકડ જોર પકડે છે સ્નેહલ ના ચહેરા પર ધીરે ધીરે લાચારીના ભાવ આવવા લાગે છે
'' મારી સ્થિતિ સારી જ છે પ્રણવ.. ''
કહેતા સ્નેહલ પોતાના મનના ભાવોને રોકવાનો પ્રયત્ન કરે છે.
' જો આ સ્થિતિ સારી હોય તો પહેલાની સ્નેહલ ક્યાં છે? ક્યાં છે એ સ્નેહલ કે જેને મે.... '
પ્રણવના હાથનું બંધન છૂટી જાય છે..
'' જેને મે,.. પ્રેમ કર્યો હતો ક્યાં છે એ સ્નેહલ ક્યાં છે મારી... મારી સ્નેહલ... !!?? '

અને પ્રભુ સોફા પર ઢળી પડે છે તેની આંખોમાંથી આંસુ સરી પડે છે સ્નેહલ ના પણ વેદક ઝરણા આંખના બંધનને તોડીને વહેવા લાગે છે તેની બંને આંખો આંસુથી છલકાઈ જાય છે પ્રણવના આ પ્રશ્નો તેને કોઈ ધારદાર તીર જેવા લાગે છે જે તેના અંતરને છેદી રહ્યા છે અને તેનું દુઃખનું, વેદનાનું તેની અંતરની કરુણાનું ઝરણું વહી આવે છે.
પ્રણવના શબ્દોના માર ચાલુ જ રહે છે.

'' સ્નેહલ એકવાર તો તમારી સ્થિતિ જોવો, !!... જે સ્નેહલ ની એક શરતે મેં તેને હંમેશ માટે ત્યાગ કર્યો તે સ્નેહલ ના ખોટા નિર્ણયનું પરિણામ આજે મારી સામે,, આ સ્નેહલ ના રૂપમાં ઊભું છે. !! હું તમને એ શરતી મૂકીને ગયો હતો કે તમે ખુશ રહો પણ જો મને એ વાતની જાણ હોત કે મારી સ્નેહલ ના અંતર મનને હણીને ને હું જાવ છું તો,, કદાચ તે દિવસે મેં તમારી શરતનો સ્વીકાર કર્યો ન હોત!! કદાચ તમારા પરિવારના માન કરતા મેં આપણા તેમને વધારે મહત્વ આપ્યું હોત કદાચ... ''

ભૂતકાળની એ વાતો ને લીધે નેહલની ખૂબ આઘાત લાગે છે અને તે પ્રણવને ભેટી પડે છે આખરે પોતાના અંતરની એ વેદનાને પોતે કોને કહે? કોને જણાવે કે પોતાને શું જોઈએ છે??
શેમા તેનું સુખ છે? તેના પગમાં રહેલ માં મર્યાદાની બેડીઓ એ આજે તેની આ સ્થિતિ સર્જી છે!! આજે પોતે જ પોતાના વિનાશનું કારણ બની છે,,
શા માટે પોતે પ્રણવના પ્રેમનો સ્વીકાર ન કર્યો? શા માટે તેણે નિસ્વાર્થ પ્રેમની હત્યા કરી?
પોતાના સ્નેહીજનો માટે કે જેણે એકવાર પણ એમ જાણવાની કોશિશ શ્રદ્ધા ન કરી કે પોતાને જીવનસાથી રૂપે કેવી વ્યક્તિ જોઈએ છે?
આખી જિંદગી શું તે એકલી જીવી જશે? શું જીવન આમ જ ઘરની સેવામાં જ જીવન વિતાવવાનું? તેનું કાંઈ અસ્તિત્વ છે ખરું!!?
તેના સપના કાંઈ ઈચ્છા છે ખરી!?? નહીં બસ ઘરના સભ્યો એ જાતે જ નિર્ણય કરી લીધો તેના જીવનનો,
સ્નેહલ ની સ્થિતિ સમજી જાય છે તેણે જ્યારે નેહલની પિયર આ રૂપેજોઈ હતી ત્યારે જ જાણી ગયો હતો કે સ્નેહલ ના અસ્તિત્વનું અહીં નાશ થઈ ગયો છે તેનું સ્થાન આજે પહેલા હતું તે હવે નથી
.'' સ્નેહલ જો તમારી મરજી હોય તો હું તમને આમાંથી આઝાદ કરી શકુ છું ''

નેહલની આંખમાંથી વહેતા આંસુ બંધ થવાનું નામ જ નહોતા લેતા કેટલીય વેદના હતી જે આંખમાંથી છલકાતી હતી હવે તેની આ વેદના તેની શાંત થવા દીધી ન હતી

' સ્નેહલ તમારો પ્રણવઆજે પણ ત્યાં જ છે જ્યાં તમે તેને 15 વર્ષ પહેલા મૂકીને ગયા હતા તમારી રાહ આજે પણ જોઉં છું કાલે પણ જોઈ હતી અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું તમારી રાહ જોઇશ, જો એકવાર તમે હા કહો તો, પછી તમારી માટે તમારા સન્માન માટે હુ આ સમાજ આ ખોટી માન મર્યાદા સાથે લડી લઈશ,... મારા છેલ્લા શ્વાસ એ પણ તમારા માનની રક્ષા કરીશ, તમારા પ્રેમની વાટ જોઇશ !!તમારી વાટ જોઈશ''

પ્રણવ ના અવાજમાં તેના એક 15 વર્ષના તપ ની વેદના અને સ્નેહલના અંતર મન પર છવાઈ ગઈ તેને વિશ્વાસ જ નહોતો થતો કે પોતાને આટલો પ્રેમ કરતા વ્યક્તિને પોતે છોડીને જતી રહી કોના માટે!!??
આ પરિવાર જનો માટે!! નહીં હવે તે પ્રણવને નહીં છોડે હવે તેના જીવન પર તેનો જ અધિકાર છે પોતે આટલા વર્ષ પોતાના પરિવારજનોને આપ્યા વળતરમાં તેને શું મળ્યું!!??

જીવનની એકલતા જ બસ!!
'' પ્રણવ.... હું હવે થાકી ગઈ છું.... મેં મારા જાતે મારી સુખને હણ્યાં છે હવે મારામાં હિંમત નથી,, આ સમાજ સામે લડવાની આ માન મર્યાદા ને જાળવવામાં મારુ બધું જ ત્યાગી દીધુ, મારુ જીવન, મારા સપનાના મારો..... પ્રેમ પણ.!!''
અને સ્નેહલ પણ મને ફરીથી ભેટી પડે છે તેના શબ્દો આસુ બનીને સરી પડે છે તેના ગળે ડૂમો બાઝી જાય છે તે સ્વસ્થ થાય છે અને પ્રણવ ની આંખમાં આંખ પરોવીને તેને પોતાનો નિર્ણય સંભળાવે છે
'' મને અહીંથી છોડાવો મને તમારી સાથે લઈ જાવ,. મને અહીંથી છોડાવો..''
અંતે સેજલ એ મૌન તોડ્યું,, !!